3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. અમારી અનુભવેલી વાત
    યાદ આવી
    પ્રતિમા મણિયારનીવાર્તા: ‘લાલ સ્વેટર’.
    પરદેશ વસતા અને પરદેશમાં જ અમનચમન કરતા પુત્રને તેની માતાએ લખેલ પત્રના રૂપમાં આખી વાર્તા લખાઇ હતી. માતા અને પિતા સાથે બેસી લખતાં હતાં જાણે. પિતાનાં ટીકાટિપ્પણ, સુચન આવે, પણ લખે તો માતા જ. અને પિતાને એ વંચાવતી જાય.
    સાધારણ સ્થિતીના પિતા, પણ પુત્ર ઉપર અનહદ પ્રેમ. તેનાં વખાણ કરતાં થાકે નહી, પરિચિતો પાસે.
    એમને મનમાં પુત્ર પાસેથી ત્યાંનું, અમેરિકાનું, એક લાલ સ્વેટર મેળવવાની ખુબ ઇચ્છા. પણ એ આવે નહિં. એટલે માતા લખે છે : ‘જયંતભાઇ મહિનામાં પાછા આવવાના છે. એમની સાથે સ્વેટર ન મોકલી શકે તો કહેજે કે ‘સ્વેટર મોકલી દીધું છે.’ અમે સમજી જઇશું. તું સ્વંય નહિ મોકલ એ તારા બાપુજી સહી શકશે પણ કોઇ કહેશે કે ભાવેશે સ્વેટર નથી મોકલ્યું એ તેમનાથી સહન નહિં થાય.’
    પત્ર દ્વારા વ્યક્ત થતી કરુણતા તો માતાના લખાણના એક વાક્યમાં ધારેલી અસર કરી જાય છે. એ આગળ લખે છે.
    ‘હા, તારા સસરા માટે મોકલ્યું છે એવું સ્વેટર મોકલીશ તો પણ ચાલશે.’
    માતા કટાક્ષ નહોતી કરતી, પણ વાર્તા કેટલો મોટો કટાક્ષ કરી જાય છે ! અને માતાપિતાનો અઢળક સ્નેહ અને પુત્રની અઢળક બેદરકારી પર કેવો પ્રકાશ પાથરી દે છે.

    Like

  2. બાળક અને માનો સબંધ જ એવો છે કે, જોજન દૂર બેઠેલ બાળક સ્વતંત્ર માળો રચીને બેઠું હોય તોય, મારા દિકરાને ઠંડી તો નહીં લાગતી હોયને તે વિચારે જ પોતે ઠુંઠવાવા લાગે અને જાણે બાળકે પોતે વ્યવસ્થિત પોતાની દરકાર રાખીને સ્વેટર પહેરે છે, ત્યારે જ તેને રાહતનો દમ ભરાય છે. અર્થાત પોતાને વાતી ઠંડી બાળકના સ્વેટર પહેરવાથી ગાયબ ના થઈ ગઈ હોય! બરાબરને? એવું જ ને કંઈક? નિલમબહેન…..ઉષા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.