આજની ખાટી મીઠી…


સંતાન વિના ઘર સૂનુ….

લાગવગ વિના ડિગ્રી સૂની….

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે…

પધાન બનતા પહેલા દાવપેચ શીખવા પડે…

3 thoughts on “આજની ખાટી મીઠી…

 1. by pragnaben vyas…..( thro email )

  જવા દે,
  કશું જ કહેવું નથી.
  અને કહેવું પણ કોને
  તારા વિના ?

  પધાન…
  ગળથુથીમાંથી જ
  વિરોધીઓને પછાડવા દાવપેચ!
  શિખવવામાં આવે છે

  Like

 2. નિલમબહેન,
  સંતાન વિના ઘર સૂનુ….લાગવગ વિના ડિગ્રી સૂની…સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે….
  ‘વિના’ આ શબ્દ ક્યાંક્યાં નથી લાગુ પડતો?, ‘ગોળ વિના મોળો કંસાર’, ‘મા વિના મોળો સંસાર’, એક વખત જેની આદત પડી જાય તેના વગર યા અભાવ કે તેની ગેરહાજરી સાલે છે.
  લાગવગ વિના કે પછી લાયકાત વિના ડિગ્રી સૂની જ પડી જાયને? ડિગ્રીની સાથે અનેકોનું ભાવિ જોડાયેલું હોય છે. તેને મેળવવા કેટકેટલા પાપ બેલને પડ્તે હૈ? વોતો બેલને વાલા હી જાને…
  યોગ્યતા વગર સૌંદર્ય પામવા ફાંફા મારવા બેકાર છે.. અને જો મળી જાય તો કહેવાય કે કાગડો દહીંથરું લઈ ગયો…સુંદર હોય એને સુંદરતા મળે એ કોઈ કમાલ ના કહેવાય ? અસુંદરતા કે સુંદરતા આંતરિક અને બાહ્યરીતે બંબે રીતે જોવામાં આવે છે. બંનેનો સુમેળ ભાગ્યે જ જોવા મળતો હોય છે.
  પધાન બનતા પહેલા દાવપેચ શીખવા પડે…
  પ્રધાન બનવા કોઈએ વિશેષદાવપેચ શીખવા પડે એતો જન્મતાંની સાથે ગળથૂથીમાં જ આવી જ જાયને? અત્યારે તો તદ્દન કનિષ્ઠ પ્રકારના રાજકારણને બોલબાલા છે. કોઈપણ એરોગેરો નથ્થુગેરો, આલીમવાલી કે અનેકવાર જેલજઈઆવેલાઓ હોય, એની વિશેષ લાયકાત ગણાય, આવા લોકોને કોઈ દાવપેચ શીખવાની જરૂર લાગતી નથી. જરૂર છે ફક્ત જાડી ચામડીની, ને મગરનાં આંસુ સારવાની(જરૂર પડે ત્યારે) આવડતની અને બનાવટી ચલણીનોટો ઘૂસાડવા થી લઈને અનેકચિત્રવિચિત્ર લીલાઓ કરવાની માહિરતા પ્રાપ્ત કરવાની. પછી તેને ચૂંટીને લાવનાર સામું ય કોણ જુવે છે? માત્ર કહેવાય પૂરતું જ “યથા રાજા તથા પ્રજા”(પ્રજામાત્ર સગાં સબંધીઓ). બાકીની પ્રજા છોને પછી વધુને વધુ રંક બનતી જાય એની સાથે કોઈ લેવાદેવા નહીં. “વરકન્યા બેઉ મરો પણ ગોરનું તરભાણું ભરો.” આમાં કયા દાવપેચની જરૂર પડે? હા સ્વાર્થી જરૂર બનવું પડે. પછી તો પાવડે ને પાવડે ઉહેડાય એટલું ઉહેડોને… તમતમારે… કોના બાપની દિવાળી? ભોળી જનતાને ખુશ કરવાનું કામ તો ફરી ચૂંટણી ટાણે જ કરવાનુંને? ત્યાંસુધી કરો જનતાના પૈસે કરો લીલાલ્હેર અને દિવાળી? ગુજરાતમાં તો હાલ જ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને જીતનારાઓની તો દિવાળી સુધરી ગઈ? બાકી અનેકોની?કોન જુવે છે? ભૂતભાઈ? જે ચારલાખ કર્મચારી ઓ મતદાનને લાયક હતા તેઓ આ સરકારી બાબુઓનો તો વોટ જ ના પડ્યો!…. એની પ્રક્રિયા ઘણી અટપટી અને સમય પહેલાં પૂરી નથઈ શકવાને કારણે… બાકી બુદ્ધિજીવીઓ ના વોટથી પરિણામમાં જરૂર કઈંક અંશે ફેર તો પડત.આમે ય ઘણા બુદ્ધિજીવીઓ પોતાના કિંમતી અને પવિત્ર વોટ નો આમ દૂરુપયોગ ના થાય તે માટે મત આપવા જવાનું ટાળતા હોય છે. ખાનગીમાં? ઉષા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.