મોરપીંછ કયાંથી આવ્યું ?

મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

કાનો તો વાંસળી વગાડે અને ગાયો ચરાવે,

ત્યાં મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

વૃંદાવનમાં રાધા સંગ રાસ રચાવે, ગોપીઓને નચાવે,

ત્યારે મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

વાંસળી વગાડે અને ક્દંબની ડાળીઓ ઝૂલે;

ત્યાં મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

રાધાના હૈયાને કાળજડે કોરતી,એવા એ સૂરને રેલાવે;

ત્યાં મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

મીરાની પ્રીતનું છે શું પ્રતીક આ મોરપીંછ?

એક્લું અટુલું કેવું સુંદર સોહાયે કાનાના મુગટમાં!

નીચે પડેલું એ તો કાનોના શિર ધરે ;

મોરનાં રૂડાં પીંછાંને તો કદી કાનો ના તોડે;

તો મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?….

ઉષા પટેલ

5 thoughts on “મોરપીંછ કયાંથી આવ્યું ?

 1. એક્લું અટુલું કેવું સુંદર સોહાયે કાનાના મુગટમાં!
  નીચે પડેલું એ તો કાનોના શિર ધરે ;
  સુંદર
  કાનો તો વાંસળી વગાડે અને મોરપીંછ…

  લય-સંગીતને બરાબર પામે છે. શબ્દો અને શબ્દો વચ્ચેના અવકાશમાં પ્રવેશવાની પણ ત્યારે જોવાની મથામણ જણાય. કશુંક ઉત્તમ હોય ત્યાં નાનો સરખો વિરામ અને પછી ચર્ચાઓ જ ચર્ચાઓ, તેનાં નર્યાં આશ્ચર્યો ! પણ સમય તેવાઓને પછી દરિયાઈ શંખલાંની જેમ કાંઠે લાવી ઉશેટી મૂકે છે. પેલા શબ્દો,તેનાં ગીત-સંગીત, અવકાશ બઘું ભૂતકાળ બની રહી નિદ્રાથી ઢળી જતી હોયછે તે ટેવવશ… કોને દોષ દેશો ? કામના મૃગજળોની દોડથી કોઈપણ માણસ છેવટે આમ રણની સરહદમાં કદાચ પ્રવેશી જતો હશે. માણસના નહીં, સમયનાં આ કારસ્તાન છે. માણસને એવું કારસ્તાન પણ લાગતું નથી ! સમયનું સંમોહન વિજયી નીવડે છે. ‘બાબુ’ એટલે સમજો, સમયને ઓળખો. સમયની ચાલ આડી અવળી છે.

  માણસની આસપાસનું વાતાવરણ બદલાય એટલે મનની ઋતુ પણ બદલાય, મનની ઋતુ બદલાય એટલે એ ઋતુ ભાત ભાતના રંગો પ્રકટ કરે. સંબંધોનું તે પછી એક ગાણિતિક રૂપ રચાતું આવે. તેના કટેલાક ખુલાસા જરૂર અપાય, કારણો-સાચેસાચ કારણો, પણ આગળ ધરાય. અને એ બઘું જ યયાર્થ હોય. પણ સમયેગોઠવેલી શતરંજ પછી ક્યારેય રમતને પૂરી થવા દેતી નથી. રાતરાણી અને રજનીગંધાની સુવાસ પછી ભૂતકાળનું એક કથાનક બની જાય છે ! સમયને અહીં પેલા ‘બાબુ’ એ પોતાનેખાતર પણ સમજવો રહ્યો.કારણ કે ન સમજનાર પછી માણસ મટીને રસ્તાનું રોડું બની જતો હોય છે.અને સમયને સૌએ પણ ઓળખવો રહ્યો ! સમયનો એ પાકો ઇરાદો છે કે તે આપનેખુદ અને ખુદાના દુશ્મન બનાવીને જ જંપે ! એકવાર કુદરતના નજારા સાથે સંવાદમાં …
  માણસ તો મોરપીંછ છે, પણ સમય …અને કહેશે

  મોરનાં રૂડાં પીંછાંને તો કદી કાનો ના તોડે;
  તો મોરપીંછ ક્યાંથી આવ્યું કાનાના મુગટમાં?

  pragnaben vyas ( thro email ) thanks a lot pragnaben…for nice responses as always..

  Like

  • પ્રજ્ઞાબહેન, સમય અદભૂત તાકાત સ્વયં છે. ભલભલા માનવી ઓની મગરૂર ને તોડી દે છે. “સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન, કાબે અર્જુન લૂંટીયો વોહી ધનુષ વોહી બાણ.”
   પરંતુ એવું પણ કહીએ છીએ કે “જે સમયની કદર નથી કરતા તેઓની સમય પણ કદર કરતો નથી.” માટે એમાં જ ડહાપણ છે કે સમયના પ્રવાહની સાથેસાથે ચાલવું , સામા પ્રવાહે નહીં. વીતેલ સમય નો હિસાબ ના મંડાય નહીં, નહીં તો જે કરવાનાં કાર્યો છે તે રહી જ જાય. એટ્લી તો સમજદારી સ્વયં કેળવવી પડે. ખરુંને? ઉષા.

   Like

 2. આભાર ,
  વર્ડપ્રેસ અને નિલમ બહેનનો.. આપે સ્વરચનાને બ્લોગ ઉપર મૂકવા બદલ.
  સાથે સાથે પ્રભુનો પણ તેમણે તેમની જ રચનાને વાંચવા આપના દ્વારા મૂકાવી ખરુંને?
  ઉષા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s