શોધ…

લો, અમે મહેકી ઉઠયા…

કરીને છંટકાવ..

ખુશ્બુદાર અત્તરોનો

પરફયુમ કે ડીયોની સુવાસમાં

છૂપાવી દીધી….

સઘળી યે દુર્ગંધ તનની…

અને હવે…?

હવે અમને શોધ છે…

મનની દુર્ગંધ હટાવી શકે

એવી કોઇ સુવાસની…

એવી કોઇ સુગંધિત..

રેડીમેઇડ બોટલની…

મળી શકશે ?

કદાચ મળી જાય તો પણ

ખોલવી તો જાતે જ પડે ને ?

બાપ રે!

કેવું અઘરું કામ..!

6 thoughts on “શોધ…

  1. નિલમ બહેન, આજના મોંઘવારીના જમાનામાં બિચારા ગરીબોને માંડ બે ટંક ખાવાનું નસીબ થતું હોય ત્યાં પરફ્યુમ કે ડીયોનું તો સપનું દેખાય તોય ઠીક? તેમનો પરસેવો એમના માટે પર્ફ્યુમ કે ડીઓ? તેમની નજીક જનારા બેભાન થઈ જાય માટે જો પાણી હાજર હોય તો નાહી લે તોય ઘણું… રહી વાત જેઓ કામ યા શ્રમ નથી કરતા તો તેમને પરસેવો થવાની વાત જ ક્યાં આવે? તો પછી દુર્ગંધ કેમ ફેલાય તે સમજાતું નથી? હા, ઠંડાપ્રદેશોની વાત અલગ જછેને? ત્યાં નિયમિત નહાનારાઓને તો આ પ્રોબ્લેમ ભાગ્યેજ નડતો હશે? આ તો ખાલી વાત જ છેને?…ઉષા

    Like

  2. અરે! સોરી નિલમબહેન, મનની દુર્ગંધની તો વાત જ કરવી રહી ગઈ? તેના માટે તો સ્થૂળ અત્તર કે ડીઓ કામ આવે જ નહીં ને? તે નો એક કીમિયો છે કહું? એ છે સત્સંગ.. પછી પુસ્તક સ્વરૂપે યા સંમેલનમાં યા એક્લ દોકલ ગોષ્ઠી સ્વરૂપે, પત્રરૂપે યા ધ્યાનરૂપે ય મનન-ચિંતન સ્વરૂપે કોઈ પણ પ્રેરણારૂપે…ખરુંને? તેને ખોલવા માટે દિવ્યદ્રષ્ટિ/બુદ્ધિ જ કાફી છેને?…..અંર્તધ્યાન થઈ જાઓ… બસ….. ….મન મન મહેંકમહેંક જ, નહીં તરોતાજા અને બાગબાગ…એક પવનની લહેરખી જ કાફી છે તે ડબ્બીને ખોલવા… યા ભમરાઓ પતંગિયાઓ બધા જ મોજૂદ છે ….ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s