કલમ વાચકોની…


મિત્રો,
નમસ્કાર..સામાન્ય રીતે પરમ સમીપે પર મારી રચનાઓ મૂકતી રહું છું..પરંતુ એવો કોઇ નિયમ નથી જ..ઘણી વખત અન્ય લેખકો..કવિઓની પણ મને ગમતી કૃતિઓ મૂકી જ છે…ગમતાનો ગુલાલ….

આજથી પરમ સમીપે પર અમુક વાચકો..ભાવકોની લાગણી..માગણીને ધ્યાનમાં રાખીને એક નવો વિભાગ ચાલુ કરેલ છે..” કલમ વાચકોની “..
સમયાંતરે એમાં વાચકોની કૃતિ મૂકીશ..કોઇ પણ વાચકને ઇચ્છા થાય તો મને એમની રચના( ગદ્ય, પદ્ય કે સાહિત્યના કોઇ પણ સ્વરૂપમાં ) મોકલી શકે છે…
ઘણાં ઉત્તમ ભાવકો પાસે અન્યને આપવા લાયક ઘણું હોય છે. એ અહીં અન્ય સાથે વહેંચી શકાય..એ એકજ ભાવનાથી આ વિભાગ શરૂ કરેલ છે. જાણીતા..માનીતા..પ્રતિષ્ઠિત કવિઓ…લેખકોને તો આપણે બધા જ વાંચતા હોઇએ છીએ…કયારેક આવા ઉત્સાહથી થનગનતા વાચકોને પણ માણીશું ને ? પ્રોત્સાહન આપીશું ને ? બની શકે કાલે એમની પાસેથી કોઇ ઉત્તમ રચના મળી શકે..

આજે આવા જ એક વાચક..ઉત્તમ ભાવક ઉષાબેન પટેલની રચના….આશા છે..આપને ગમશે અને આપનું પ્રોત્સાહન પણ પ્રતિભાવ તરીકે મળશે….આટલી પ્રસ્તાવના અને આભાર સાથે…..
આજે ઉષાબહેનની આ રચના….

ભાવથી ભાવ મળે તો; ઉર્મિનો સાગર લહેરાય;
દિલથી આત્મા મળે તો બુદ્ધિનો સંગમ થાય.

વાત અને સાથ મળે તો લાંબી મંઝિલ પણ કપાય;
જ્ઞાન અને સત્સંગથી આત્મા અને પરમાત્માનું મિલન થાય.

શબ્દથી શબ્દ મળે તો કઈંક ગઝલ બની જાય;
શબ્દથી શબ્દ મળે તો દિલોના સેતુ રચાય.

શબ્દ થી શબ્દ મળે તો સાગર પણ મીઠો બની જાય;
શબ્દનો સાગર અંદર છે અને બીજો બહાર બંને ભળી જાય.

ત્યારે “અર્પિતા” ગગન થી ધરાનું મિલન ક્ષિતિજે થઈ જાય;
શબ્દ અને મૌનનું મહત્વ હરેક ને જો સમજાય તો વ્યર્થ ના લખાય.

છંદસ કે અછંદસ બધુંય મટી જાય જો લેખનીને ભાવ મળી જાય;
એક પતંગિયાને ઉડવાને “નીલું” આકાશ મળી જાય.
ઉષા પટેલ..

13 thoughts on “કલમ વાચકોની…

 1. શબ્દથી શબ્દ મળે તો કઈંક ગઝલ બની જાય;
  શબ્દથી શબ્દ મળે તો દિલોના સેતુ રચાય.

  wahhhhhhhhh

  છંદસ કે અછંદસ બધુંય મટી જાય જો લેખનીને ભાવ મળી જાય;
  એક પતંગિયાને ઉડવાને “નીલું” આકાશ મળી જાય.

  khuuuuuuub j sachchi vat ane saras vat….
  nilam didi aa vat khub gami..karan aapne pasand pade etle e rachna sundar j hoy jene aapna blog maa aap sthan aapo..ane usha bahen.bahu j saras vat kahi che aape..aapno blog hoy to eni link jara ahiya j muksho..to amne biji rachcna pan vachva male..

  Like

  • બહેન નીતા,
   ધન્યવાદ ખૂબ બધા….. ખરેખર! આટલા સરસ આપના પ્રતિભાવો વાંચીને. નીલું આકાશ
   કોને ન ગમે? સ્વતંત્રા સૌને પ્યારી છે. હવે આપણે સૌ સાથે જ છીએ હું અંત:કરણ પૂર્વક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેને પણ ગમ્યું હોય એ સૌ નો આભાર અને ધન્યવાદ માનું છું ઉષા.

   Like

 2. નિલમ,
  એક સ્પંદન ની જ જરૂર હતી અને તે ફોરમ બની ગયું. આપનો પ્રતિભાવ મારે માટે અમૂલ્ય નજરાણું બની રહેશે.
  ઉષા

  Like

 3. Sorry, Nilambahen
  i have done mistake in writing Nilam only instead of Nilambahen . Again i hope u will give me a place in this column newly started by u today and wishing u abright future
  to new writers. beg your parden please.
  usha.

  Like

 4. દીકરી નિલમ
  નવા પ્રયત્ન માટે અભિનંદન,્મને વિશ્વાસ છે કે તારા આ પ્રયત્નને સારો પતિસાદ મળશે.
  જે પ્રયત્ન કરે છે એ સફળતાને વરે છે.ખુદમાં આત્મવિશ્વાસ રાખી લક્ષને લક્ષમાં રાખી આગળ વધ અને સફળ થા એજ અભ્યર્થના.
  અસ્તુ

  Like

 5. નિલમ બહેન,
  પહેલાં રમતા’તા સંતાકૂકડી અને હવે શબ્દોની, શું જીવન પણ છે એક સંતાકૂકડી?
  આ શબ્દ યાત્રા છે? કે પછી શબ્દછલ? કોઈ તો ક્યાં જો હોય તો સમજ પડી?

  પહેલા રમતા’તા ઘરઘત્તા અને હવે.?……..ઉષા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s