આજની ખાટી મીઠી..


પૃથ્વી પર પાપ વધી જાય ત્યારે અવતરવાનું ભગવાને ગીતાજીમાં વચન આપ્યું છે.. તો તેઓ ફરી અવતાર લઇ શકે તે માટે તો આપણે તેને મદદરૂપ નથી થઇ રહ્યા ને ?

9 thoughts on “આજની ખાટી મીઠી..

 1. નિલમ બહેન, આપે તો મારા મનની વાત કહી દીધી, મારો હેતુ પણ કઈંક લખવા પાછળનો આવો જ છે. વર્તમાન સમયમાં ભગવાન કયા સ્વરૂપે પોતાનું કાર્ય કરે છે, તે તો ગુપ્ત છતાં એક ઓપન સીક્રેટ જેવું છે. જરૂરત હોય તો તે છે માત્ર પરખશક્તિની, અને તે માટે આપ

  ને આપણા અંતરમનને જગાડવાની શોધતાં શું નથી મળતું? તોભગવાનને તો આપણે જનમ જનમથી શોધતા આવ્યા છીએ અને નાનપણથી પોકારતા આવ્યા છીએ મને હજી યાદ છે, મને કહોને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે?…. જરૂરત છે માત્ર આત્માના દિપકને પ્રગટાવા એક જ્ઞાનની ચિનગારી ની.

  પછી તો દિપ સે દિપ જલે….શ્રદ્ધાના વિષયને પુરાવાની જરૂરત હોતી નથી, કુરાનમાં ક્યાંય ખુદાની સહી નથી. કારણ ખુદા નો અર્થ થાય હે પ્રભુ તું ખુદ આ… આપણે તેની આગળ અલ્પબુદ્ધિ પામર પ્રાણી કહેવાઈએ ખરુંને? તેના ગુપ્ત કાર્યને કરવા માટે તે ગમે તે કરી શકે છે, નરસિંહ,મીરા,નામદેવને પણ પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો છે. આવા તો ઈતિહાસમાં અનેક ધર્મોમાં પુરાવાઓ મળી શકે તેમ છે. હજીપણ તેઓ પોતાનું કાર્ય ગુપ્ત રીતે કરી જ રહ્યા છે, ભગવત ગીતામાં ભગવાને કહ્યું છે અને વચન પણ આપ્યું છે, તે ખોટું નથી… યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત.. થિસ ઈસ ધ રાઈ ટાઈમ ઑફ ઈટ… અને સાથે સાથે એવું પણ કહ્યું છે…અર્જુનને ઉદેશીને,…હે અર્જુન તું તારા જન્મોને જા
  ણતો નથી, પણ હું જાણું છું, મારું અવતરણ ગુપ્ત છે અને મૂઢ્મતિ વાળા મને ઓળખી શક્તા નથી.. હું જે છું જેવો છું, જે સ્વરૂપે છું એ મને લાખોમાં નહીં કોટિમાં કોઈ અને કોઈ માં કોઈ, મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે… આપણે શિવરાત્રિ શા માટે વરસોવરસ મનાવીએ છીએ? જરૂર તેઓ આ સૃષ્ટિ ઘોર અજ્ઞાનરૂપી રાત્રિમાં ફસાઈ જાય છે ત્યારે ભગવાન આપણ સૌને મુક્તિ અપાવવા તેઓને ખુદ આવવું પડે છે..આ હકીકતની યાદગીરી રૂપે આપણે શિવરાત્રિ મનાવીએ છીએ.. છતાં આપણે સાછું મહત્વ સમજી શકતા નથી એ જ તો વિડંબણા છે માનવીની…
  અત્યારસુધી તેઓએ દરેક ધર્મના અનુયાયી ઓને સમજાવવા પોતાના પયગમ્બરોને મોકલ્યા દૂત સ્વરૂપે ઈશુ.. શું થયું? ક્રોસ પર ચડાવાયા.. મહમ્મદ પયગમ્બર ખુદ ખુદાનો પયગામ (સંદેશ) લઈને શું થયું..હિન્દુમાં તો અને ક દેવી-દેવતાઓ અવતરીત થયા શું થયું… સૃષ્ટિ વધુને વધુ અધોગતિને પામી રહી છેને? માટે હવે તેઓ ગુપ્ત રીતે આવીને ત્રિદેવ,ત્રિમૂર્તિ(બ્રહ્મા, વિષ્ણુ,શંકર) દ્વારા પોતાનું કાર્ય ગુપ્તરીતે કરાવી રહ્યા છે. અર્થાત સ્થાપના,પાલના અને વિનાશ.. પહેલાં સ્થાપના અને પછી .. માટે જ તેઓને કરનકરાવનહાર કહ્યા છે….આકાર્ય અતિ વિશાળ છે માટે સમય માગી લેશે પણ આરંભાઈ ચુક્યું છે… ગુપ્તરીતે…સમજો આપણે હવે આપણા કાર્યને એનું કાર્ય સમજીને વિચારોની ક્રાંતિ દ્વારા યથા શક્તિ મદદગારી કરવાનું બીડું ઝડપી લેવું જોઈએ… આપ બદલે બદલ ગઈ દુનિયા.. એક નવી દ્રષ્ટિ.. નવી સૃષ્ટિ… આઓ હમ મિલજાયે સુમન ઔર સુગંધકી તરહા..થેંક્સ વેરીમચ ટુયુ. ઉષા.

  Like

 2. ઉપરોક્ત લખાણ વિવેકબુદ્ધિથી સમજવા મારી નમ્ર અરજ છે. વિવેચક તરીકે નહીં મિત્ર તરીકે, તો ભૂલચૂક લેવીદેવી. મને માફ કરશો સારરૂપે મનમાં હતું તે લખાઈ ગયું એંમાય પરમાત્માની કઈંક ઈચ્છા હશે , તો આશા છે આપ મને સમજશો. જવાબ આપશો તો નમે વધુ આનંદ થશે અને લખવાનું દિશાસુચન મળશે. thanks a lot. yours fan usha.

  Like

 3. નિલમ બહેન,
  મને ગમતો વિષય મળી ગયો, અને જલ્દી જલ્દી કોલેજ લેક્ચર લેવા જવાનું હોવા છતાં ઉતાવળમાં ને ઉતાવળમાં પ્રતિભાવ આપવામાં ફરી ચેક કર્યો નથી માટે ક્ષતિઓ રહી ગઈ છે, તો દરગુજર કરશો જી……ઉષા. શબ્દો કરતાં ભાવવિશેષ છે આશા છે મને આપના તરફથી સારો પ્રતિત્તર મળશે. રાહ જરૂર જોઈશ.

  Like

 4. તમારો સુંદર પ્રતિભાવ માણ્યો..તમારી વાત સાવ સાચી અને સરસ છે. ઇશ્વર અનેક સ્વરૂપમાં આપણી સમક્ષ ..આપણી આસપાસ આવતો રહે છે..પરંતુ તેને ઓળખવાની દ્રષ્ટિ કયાં ? આપણે પથ્થ્રરની મૂર્તિમાં..મંદિર, મસ્જિદમાં તેને શોધતા ફરીએ છીએ…પેલા કસ્તુરી મૃગની માફક….જે આપણી ભીતર છે એને અવગણીને બહાર દોડતા રહીએ છીએ…ખેર!
  તમારા પ્રતિભાવ તમારા વિશે ઘણું કહી જાય છે.. તમે ગુજરાતીના અધ્યાપક છો ?
  ખૂબ ખૂબ અભિનંદન…આભાર સાથે

  Like

 5. નિલમ બહેન, એક વાત કહું? ખરેખર ભાવ-પ્રતિભાવોનો આ સિલસિલો ચાલુ જ રહેશે કે શું? મારા તરફથી તો યસ છે, બોસ પણ મને ખુશી એ વાતની છે કે હું આપની સમક્ષ ખૂબ ખુલ્લાદિલે મારા વિચારો વ્યક્ત કરી શકું છું. આટલી ટૂંકી મૈત્રીમાં જૂનીપુરાણી દોસ્તી હોય એવું મને લાગ્યા કરે છે. સપનું છે કે સત્ય? મને તો સત્ય જ લાગે છે. આપના શબ્દોમાં આત્મીયતા સ્પષ્ટ દેખાઈ આવે છે. આપ જેમ આશાવાદી છો અને પોઝીટીવ વિચારો ધરાવો છો? એવું મારું માનવું છે.

  Like

 6. નીલમબેન , તમારી ખાટીમીઠી….અને ઉષાબેનના પ્રતિભાવો વાંચ્યા ….બે ટીચરોનો વાર્તાલાપ થતો હોય એવું લાગ્યું ….હવે બંનેને “ચંદ્રપુકાર ” પર પધારવા વિનંતી >>>>>>>>>>>ચંદ્ર
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar for HEALTH Posts …& Others !

  Like

 7. નિલમબેન,
  આતો તમેય માનસિક કસરત સારી કરાવી જાણો છો…. ઉપરોક્ત પ્રતિભાવો પરથી તો મને ખબર પડી કે આપણે એકજ બિરાદરીના છીએ. ટીચરોની કોઈ નાતિ હોય તો તે, એકજ છે અને તે ટીચર પોતે… અર્થાત ટીચરની કોઈ નાતિજ્ઞાતિ હોતી નથી. ટીચર છું એને મને ઉમદા વ્યવસાય મળ્યો છે, એનો મને ગર્વ છે. પ્રભુ મને હર જનમમાં ટીચર બનાવે એવી મનોમન પ્રાર્થના કરું છું. મારું બાળપણનું એક સપનું હતું કે હું ટીચર હો ઉં તો કેવું સરસ ??? એતો મને બહુ ગમે. સદભાગ્યે આજે અમારી કોલેજમાં ‘શિક્ષકદિન, ઉજવી રહ્યા છીએ અને અમારા તાલિમાર્થીઓ જ આખા દિવસની કામગીરી સંભાળશે. અમારે માત્ર સાક્ષી બનીને જોવાનું અને પછી સૌએ પ્રતિભાવો આપવાના. આપને થશે કે શિક્ષકદિન તો ગયો. પણ તે દિવસે રવિવાર હતો એટલે આજે.. હું પણ એકવખત શિક્ષિકા બની હતી. તે વખતે મને મઝા આવી ગઈ હતી ત્યારે મનોમન નક્કી કર્યું હતું કે હું પણ શિક્ષિકા જ બનીશ.

  પણ વિધિની વક્રતા તો જુઓ કે હું બી.કોમ પાસ, ડિપ્લોમા ઈન ફીઝીકલ ટ્રેનીંગ, અને મારે ભણાવવાનું ફીઝીકલ ટ્રેનીંગના એક ભાગરૂપે ભાઈઓને રાસ અને બહેનોને ગરબા અને લોકનૃત્ય અને સાથેસાથે વિષય શિક્ષણ આપવાનું ગણિતનું અને મારો શોખ સાહિત્યનો.. છે ને વિચિત્ર? .. પણ મને બધું જ ગમે છે.. નાચવાનું નચાવવાનું, ગાવાનું ગવડાવવાનું, રમવાનું રમાડવાનું, ગીત-સંગીત
  , આ તમામ મને વિદ્યાર્થીઓની સાથે કરવાનું ખૂબ ગમે છે. ત્યારે હું પોતાને ત્રેપ્પન વર્ષની યુવાન અનુભવું છું. અને આજની ખાટી મીઠી વાંચતા વાંચતા જૂઈબેનના સ્વરૂપમાં મારું બાળપણ તાદ્રશ થતું જણાયું. આજ છે આજની ખાટી મીઠીનો પ્રતિભાવ…. કેવો લાગ્યો મને જણાવશો તો આનંદ થશે…….. ઉષા.

  Like

 8. નિલમ બહેન,
  મારું આજનું લખાણ વાંચશોજી અને તેનું ટાઈટલ આપવાનું તમારા શિરે રહેશે અને પ્રકાશિત કરવાનું શબ્દોને સથવારે ઓ.કે
  .
  ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે, “અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યંતિજંતવ;|
  દેશમાં જ્યાંજ્યાં દુ:ખ દારિદ્રય અનુભવાઈ રહ્યું છે તેનું મૂળ કારણ ઉપરનો શ્લોક સમજાવે છે- તેમ અજ્ઞાનને લીધે થઈ આવેલ એક પ્રકારનો મોહ જ છે. દરેક વસ્તુના પોતાના મૂળ ગુણ સ્વભાવ હોય છે. તે જાણ્યા વગર રાસાયણિક પ્રયોગો કરવા મંડી પડનાર નિષ્ફળ અને દુ:ખી જ થાય છે. તેમ જીવનના અને જગતના મૂળ તથા મુખ્ય નિયમો સમજ્યા વગર સંસારવ્યવહારના પ્રયોગોમાં પડનાર પ્રાણીઓની દશા એવી જ થાય છે, એમાં અચરજ નથી.આથી મનુષ્યે જગતમાં સર્વપ્રથમ કરવા જેવું કાર્ય હોય તો તે છે, જે-જે નિયમો પ્ર આ જગત અને માનવજીવનની રચના તથા ચડતી-પડતીનો આધાર છે, તે નિયમોનું જ્ઞાન મેળવવાનું છે.
  આર્ય મહર્ષિઓએ એમાંનો મહાનિયમ નીચેના થોડાક શબ્દોમાં રજૂ કરેલ છે-યાદ્યશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદ્રશી:| ફળસ્વરૂપે કહીએ તો- મનુષ્ય પોતેજ પોતાનો ભાગ્ય રચયિતાઓ છે. કર્મ પણ એક બીજ જ છે. આથી તે જીવું બીજ વ્વવશે તેવુંજ તેનું ફળ પ્રાપ્ત કરશે. “જેવું બીજ તેવું ફળ.” આ કુદરતનો મહાનિયમ છે. આની વિરુદ્ધ જવું અર્થાત કુકર્મ કરવું, અને દુ:ખી થવું તે તેનું ફળ કહેવાય.

  કર્મ ત્રણ પ્રકારે થાય છે. મનસા, વાચા અને કર્મણા. મનસા એટલે મનદ્વારા, વિચારો થી, વાચા અર્થાત વાણી થી અને કર્મણા એટ્લે કર્મથી. આપણે સૌ બાહ્યકર્મને તો જોઈ શકીએ છીએ, પણ મન દ્વારા કર્મ-વિચારથી, એ આંતરિક અને ગુપ્ત છે, અને પરિણામ સ્વરૂપે મનથી યાતના યા સુખને શાંતિનો અનુભવ કરેછે જ્યારે વાણી દ્વારા કરમ કરીએ છીએ ત્યારે અન્યના મનને ઘાયલ પણ કરી શકે છે, કે શાતા પણ બક્ષી શકે છે. માટે સાચે જ કહ્યું છે કે ,”ચડે પડે જીભ વડે જ પ્રાણી; વિચારેને ભાઈ ઉચ્ચાર વાણી.” કમસે કમ બીજાના દિલને ટાઢકના આપીએ તો કંઈ નહીં, પણ વાણી થી દઝાડવાનો અધિકાર આપણને કોણે આપ્યો. ત્યાં પણ મહાનિયમનું ઉલ્લંઘન થાય છે. માટે મનુષ્યે જાતેજ નક્કી કરવું પડે મારે કેવું બોઅલવું જોઈએ, એટલી તેનામાં વિવેક બુદ્ધિ કેળવવી પડે. નહીંતર પછી કહી દેશે, કર્મકી ગત ન્યારી. માટે ત્રણેય પ્રકારનાં કર્મો કરતાં પહેલાં તેના ફળનો પણ વિચાર કરવો જોઈએ તો કર્મોમાં શુદ્ધતા આવશે. નહીંતર પછી એના પરિણામ ભોગવવાની તૈયારી આપણે જ રાખવી પડે. કેટલાક માઠાં પરિણામો મળે ત્યારે દોષનો ટોપલો ભગવાન ઉપર નાંખી દે છે. કર્મ કરી લીધા પછી તો માત્રને માત્ર પરિણામ જ ભોગવવાની તૈયારી રાખવી પડે. “અબ પછતાયે ક્યા હોત હૈ જબ ચીડીયા ચુગ ગઈ ખેત.” દાખ્લા તરીકે એક ઈંસાન પૈસેટકે સુખી હોય પણ એરકંડીશનરૂમમાં ડનલોપના ગાદલા પર પણ શાંતિથી સૂઈ શકતો નથી અને આખી રાત પડખાઓ ફેરવ્યે જ રાખે છે , આનું કારણ તે પોતેજ છે બીજું કોઈ નહીં, ભગવાન પણ નહીં. મનસા કર્મો પ્વિત્ર અને શુદ્ધ કરવા માટે જરૂર છે. સત્સંગ, ઉત્તમ વિચારોનો, વાંચન અને લેખન. લખવાથી પણ મનને શુદ્ધ ચોક્કસ કરી શકાય છે, કારણ પોતાનું અને વાંચનારનું એટલા સમય પુરતું દરેકનું ચિત્ત એમાં પરોવાઈ જાય છે, વાંચનાર ખરેખર વાંચ્વા ખાતરજ વાંચતી હોતી નથી, પણ તે ભાવજગતમાં વિચરે પણ છે અને સાથેસાથે આત્મમંથન અને આત્મનિરીક્ષણ કરતો જતો હોય છે. તેમ કરતાં કરતાં એક છાપ પરોક્ષ મનમાં પ્રિંટ થતી જાય છે. આમ લેખન અને વાંચન થકી વિચારોની ક્રાંતિની અલખ પણ જગાવી શકાય છે.
  મહર્ષિ વસિષ્ઠે ઉપદેશ્યું છે કે:” સંવિત્સ્પન્દો મન: સ્પન્દ ઈન્દ્રિસ્પન્દ એવ ચ | એતાનિ પુરુષાર્થસ્ય રૂપાણ્યેભ્ય: ફલોદય|- અર્થાત સંસ્કાર, સ્ફૂરણા, વિચાર, નિર્ણય, ઈચ્છા, અને પ્રાપ્તિ, આ સર્વ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી ડાળ, ડાળમાંથે પત્ર, પત્રમાંથી પુષ્પ અને પુષ્પ પછી ફળ. આની જેમ ઉત્તરોત્તર પુરૂષાર્થની જુદીજુદી સ્થિતિઓ જેવા પ્રકારની હોયછે તેવું ફળ છેવટે મળે છે. આ નિયમો કુદરતના અને જગતના બન્યાબનાવેલ છે, આમાં સાચું જીવનદર્શન છે. આનું જ્ઞાન જેટલું મનુષ્યે વધુ મેળવ્યું હોય તેટલો તે આદર્શમાં, સંસ્કારોમાં, સમજણમાં, શ્રદ્ધામાં, ભાવનામાં, યત્નમાં,સામર્થ્યમાં અને સફળતામાં વધારે ઉન્નત, વિશાળ અને સ્થિતિઓને પામતો જાય છે.

  આ જ્ઞાન તેને એકબીજાથી ચડતી વસ્તુને સમજવાથી પ્રાપ્ત થાય છે અર્થાત સમજવાને શક્તિમાન બનાવે છે. ત્યારબાદ તે વિષયી મટીને જીજ્ઞાસુ એટલે કે બાહ્ય વસ્તુસ્થિતિઓની ઈચ્છા, લોભ, રક્ષા, ભોગ, નાશ વગેરેનો અનુભવ લઈ તેમાં અનિત્યતા અને દુ:ખરૂપતાનો નિર્ણય કરી સત્ય સુખની આકાંક્ષાવાળો તથા શોધ કરવાવાળો બને છે. ત્યારબાદ તે જ્ઞાનની દ્રઢતા જ તેને જીજ્ઞાસુમાંથી ચારિત્ર્યવાન, મુમુક્ષુ તથા સર્વ લૌકિક સુખોથી અત્યંત શ્રેષ્ઠ એવા પરમ સચ્ચિદાનંદ પદના ભોક્તાની કૃત્યકૃત્ય જીવનમુક્તિની સ્થિતિએ પહોંચાડે છે.

  સુદશાની માતા સદગુણ(ચારિત્ર્ય) છે.સદગુણની માતા સદબુદ્ધિ અતવા સદજ્ઞાનછે, સદજ્ઞાનની માતા સુવિચાર, સુવિચારની માતા સદસંસ્કાર અને સદસંસ્કારની માતા શુભસંસર્ગ છે. માણસ જાણ્યેઅજાણ્યે એક ધંધાદારી તરીકે, વાંચનાર તરીકે, બાળક તરીકે, મિત્ર તરીકે,નોકર તરીકે, શ્રોતા તરીકે, વિચારક તરીકે કે કોઈપણ તરીકે જેવા જેવા વ્યક્તિ, વિચારો કે વસ્તુઓના સંસર્ગમાં આવે છે, તેવા તેવા સંસ્કારોની પ્રિન્ટ તેના માનસ પટ પર અંકિત થતી જાય છે. અને તે વધુ ને વધુ દ્રઢ બનતા જાય છે. આથી તેનું ભાવિજીવન પણ તેવી જ આંતરબાહ્ય સ્થિતિઓ બની રહે છે, કેમકે સંસ્કારો દ્રઢ થતાં તે તે અપ્રાપ્ય વસ્તુસ્થિતિ પ્રત્યે સુખબુદ્ધિ અને પ્રાપ્તવ્ય બુદ્ધિ બંધાયછે અથવા ઝંખે છે, અને પછે તે વસ્તુસ્થિતિને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધવાની સફર આદરે છે. વિચારથી, તપાસથી, દ્રષ્ટાંતોથી, પ્રોત્સાહનોથી તેને તે પ્રાપ્ત કરવાનો માર્ગ અને શક્યતા સમજાય છે. આ સમજણનું જ બીજું નામ શ્રદ્ધા(આંધળી નહીં) છે, અર્થાત જે શ્રદ્ધાના પાયા ઉપર ધૈર્ય અને એકનિષ્ઠ યત્ન રૂપી ચણાવીને સફળતાના કળશ સુધી પહોંચાડી દે છે.

  ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે મક્કમ મનોબળ એટલે કે શ્રદ્દનાબળ વડે તેની મન:સૃષ્ટિમાં ઉદભવતાં સફળતાનાં અનેકવિધ ચિત્રોએ ચણતરમાં રહેલા શ્રમને તથા અંતરાયોને નગણ્ય કરીને અડગપણે પ્રયત્નોને વળગી રહીને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવે છે.

  સ્વામી વિવેકાનંદે આપણને સૂત્ર આપ્યું તે આપણને ખરેખર ઘણુંબધું કહીજાય છે, “જાગો, ઉઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો…” કેટલીક વખત ઉન્નતિની આ ઈમારત અંધશ્રદ્ધાથી કુદરતનાકેટલાંક નિયમો પાળવાથી પણ ચણાયછે; અને જગતમાં અનેક મનુષ્ય કુદરતનાં નિયમોથી અજ્ઞાત છતાંય સંપત્તિવાળા હોય છે. તેનું એજ કારણ છે. પરંતુ અજ્ઞાન ના અંધકાર વચ્ચે ચણાયેલી એવી ઉન્ંતિની ઈમારતો બહુઉપયોગી, ટકાઉ અને સુંદર હોતી નથી. પ્રાપ્ત સત્તાસંપત્તિના દૂરૂપયોગથી અને કુદરતી નિયમોના ઉલ્લંઘનોદ્વારા તેના પાયા સત્વરે ડોલી ઉઠીને પ્રથમ કરતાં પણ વધારે દુર્દશા તેમને આવીને ભેટે છે. માટે “અજ્ઞાનપૂર્વકની બાદશાહી કરતાં જ્ઞાનપૂર્વકની નિર્ધનતા ચડીયાતી ગણાય છે.” અજ્ઞાનીને હીરા મળે તો તે કાંકરા સમજીને ફેંકી દેવાનો છે, પણ હીરાની પરખ તો ઝવેરીને જ હોય છે, કારણ તે તેનું મૂલ્ય જાણતો હોય છે. તેને હીરાનું સાચું જ્ઞાન છે માટે તે જ કિંમત આંકી શકે. તે જ રીતે જ્ઞાની અર્થાત સમજપૂર્વકનું ખેતરોમાંથી ભેગું કરેલું શેર અનાજ પણ મહાભારતમાં કહેલા પેલા વાનપ્રસ્થ રાજ કુટુંબની જેમ પરમ સદુપયોગથી પરમ ઉન્નતિપદ થઈ રહે છે. (ક્રમશ:)

  Like

  • (ક્રમશઃ) પ્રવર્તમાન સંજોગો જોતાં આપણને એવું નથી લાગી રહ્યું કે આ સૃષ્ટિ એના અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જેમ આપણે સામાન્ય રીતે વ્યવહારમાં કહેતા હોઈએ છીએ કે બારમાં પાંચ કમ છે, રૂઢિપ્રયોગ માં કહીએ છીએ કે હમણાં એના બાર વાગી જશે. વિદેશોમાં બાર વાગ્યા પછી સવાર એટલે નવો દિવસ શરૂ થઈ ગયો એમ માને છે. ભારત માં વેળાઓ ગણીને અમૃતવેળા પછીનો સમય એટલે ઉષાકાળ અર્થાત સવાર માનીએ છીએ. દિવસનું ઉગવું અને આથમવું,એ જ રીતે સંધ્યા અને રાત્રિ નું આગમન જેટલું નિશ્ચિત છે. એટલું જ નિશ્ચિત સૃષ્ટિચક્ર અર્થાત એક મોટી ઘડીયાળ જ છે. પણ આપણે અલ્પમતિ મનુષ્યો તેને સમજવામાં થાપ ખાઈએ છીએ, કારણ આપણે એટલું જ સત્ય માનીએ છીએ જેટલું આપણી દ્રષ્ટિમર્યાદામાં આવતું હોય. પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી એતો એક મહાનાટકનો નાનકડો અંશ જ છે.
   એનો એક પુરાવો સાયંસ અને ટેકનોલોજીના કે ખગોળક્ષેત્રે જોતાં આપણને માલૂમ નથી પડતું કે આજે જે રીતે સાયન્સ છેલ્લા દાયકાઓ માં કેટ્લું બધું આગળ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે! તે જોતાં એમ લાગે છે આગામી ઊગતી પેઢીમાં શું શું નહીં હોય?

   થોડાક દાયકાઓ પહેલાં આપણી પાસે જે નહોતું તે બધું જ આજે આપણી પાસે છે અને આજે તેનો ભરપૂર ઉપયોગ (કે દૂરુપયોગ?) દરેક ક્ષેત્રમાં આ દૂષણ પણ પ્રવેશી ચૂક્યું છે?

   આજે માનવી ની પાસે સૃષ્ટિના વિનાશ એક નહીં અનેક વાર થઈ શકે તેટલો એટમીક પાવર આવી ગયો છે. કોઈ પણ દેશ ધારે તો પોતાના જ દેશમાં બેઠાબેઠા રિમોટ કંટ્રોલ થી દુનિયા માં તબાહી લાવી શકે એમ છે. પણ એ ઉક્તિ પણ એટલી જ સાચી છે, જ્યારે કોઈ પણ બાબત પોતાના અતિના તબક્કામાં પ્રવેશે છે ત્યારે સમજવું કે એનો નજીકના ભવિષ્યમાં જ છુપાયેલું છે.

   છતાંય મનમાં સવાલ થયા વગર ન રહે કે તો પછી આ કોને આધારે અને કયા કારણોને વશ દુનિયા ટકી રહી છે? તેનો જવાબ એટ્લો પેચીદો છે કે તમને કદાચ નવાઈ લાગશે કે ખરેખર બધું જ મોજૂદ છે મહાભારત માં મહા એપીસોડની માફક જ પાંડવો અહીં અધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અર્થ થાય જેની ભગવાન સાથે પ્રિતબુદ્ધિ છે એમ લઈએ તો કૌરવો અર્થાત જે નાસ્તિક છે તેની પરમાત્મા સાથે વિપ્રિત બુદ્ધિ (નેગેટીવ થોટ ધરાવે છે) સામા પક્ષે યાદવો , કહેવાય છે કે તેઓએ પેટમાંથી મૂસળ કાઢ્યા અને અસ્ત્ર તરીકે યુદ્ધમાં વાપર્યા

   હતા એટલે કે સમગ્ર વિશ્વ નું યુદ્ધ ખેલાયું અક્ષૌણિ સેના એટલે કરોડો લોકો સામેલ હતા . હવે યાદવોના મૂસળની વાત કરીએ તો મૂસ એટલે સાંબેલું હવે હાલની પરિસ્થિતિ જોતાં એવો આકાર ધરાવતુ જો કોઈ અસ્ત્ર હોય તો તે છે મિસાઈલ્સ અને દારૂગોળો તેતો હોય જ જે વિવિધ પ્રકારના અણુબોમ્બ એ પણ મહભારત(વિશ્ચ યુદ્ધ ના આરે) એટલે તેનું પરિણામ વિનાશ નોતરશે. આ ખતરે કી ઘંટી સમાન છે. જેમ ઘડીયારમાં બારમાં પાંચ બાકી હોય ત્યા ભગવાનનો પણ સમય જરૂર પાકી ગયો છે અને આપણી પોકાર સાંભળીને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામિ યુગેયુગે.. જ્યારે જ્યારે સૃષ્ટિ પર પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે ત્યારે જગતમાં સર્વત્ર અજ્ઞાનતાનો અંધકાર વ્યાપક બને છે હું આવું છું આ ભગવાનનું વચન પાળવા અચૂક આવતો હોય છે અને આખરે જેમ પાંડવોને અજ્ઞાત વાસ માં જીવન વિતાવવું પડે છે તેમ તેઓએ પાંડવોના સારથી બન્યા અને અર્જુનને ઉપદેશ આપ્યો એ રૂપક પાંડવો પાંચ જ નહીં પણ સમષ્ટિની સરખામણીએ ખૂબ જ થોડા ગણાય તેવા પરમાત્માની સમીપે રહીને તેઓને સાચુંજ્ઞાન અર્થાત ગીતા જ્ઞાન આપ્યું એમ કહેવાય છે, જેને દિવ્યદ્રષ્ટિ દ્વાર જ જોઈ શકાય છે અને સમજી શકાય છે. માટે જ અર્જુન એટલે જે ભગવાનને અરજી કરે છે તે અને બુદ્ધિપૂર્વક શરણ અપનાવે છે તેવા પાંડવોના પક્ષે રહીને તેમને વિજયી બનાવે છે, માટે અલ્પસંખ્યક હોવા છતાં વિજયી બન્યા તેવા ભગવાન યોગેશ્વર અર્જુનના સારથી બની રહ્યા. અને તેમના દ્વારા આ કાર્ય પૂર્ણ કરીને રાજપાટ સોંપીને સ્વધામ ગયા. હવે વિવેકબુદ્ધિથી વિચારતા આપણને શું લાગે છે ખરેખર તે સમય નજદીક છે? સ્થાપના-વિનાશ-પાલના આ સૃષ્ટિના ક્રમ મુજબ આવવાનો કોલ નથી પાળતા શું ભગવાન પોતાના સાચાભક્તોને ઓળખે જ છે અને સર્વનું કલ્યાણ કરવા અચૂક આવેછે અને ગુપ્તરીતે પોતાનું કાર્ય કરાવી રહ્યા છે એટલી તો નિશ્ચિત બુદ્ધિ જરૂર હોવી જોઈએ તો જ ઈન્સાન અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રા ત્યાગીને સ્વ તેમજ સર્વનું કલ્યાણ કરવામાં પરમાત્માનો મદદગાર અર્થાત સહભાગી બને છે. સમયસર જાગીને સર્વને જગાડવા જ્ઞાનરૂપી શંખ વગાડે છે. આમે ય શંખનાદ સવાર પડે ત્યારે થાય છે. પરમાત્માના નેક કાર્યમાં મદદ કરી પોતાનું ભાવિ ઉજ્વળ બનાવી લઈએ. આ પરમાત્માના બેહદ કાર્યમાં આપણે પણ આપણો યત્કિંચિત ફાળો આપીએ. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેશું કદાચન. સમય પહેલાં જાગી જઈને સર્વને જગાડીએ. અસ્તુ . ઉષા (કર્મશ:)

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s