પરમ સમીપે..

આજે દીકરીના જન્મદિવસની સાથે સાથે “પરમ સમીપે”નો પણ જન્મદિવસ….
ચાર વરસ પૂરા કરી પાંચમા વર્ષમાં પ્રવેશની આ ક્ષણે..અસંખ્ય વાચકો..ભાવકો…અને જાણ્યા..અજાણ્યા મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું..
કેટકેટલા સાચુકલા સંબંધો આ બ્લોગ જગતે આપ્યા એમને આજે ભૂલી કેમ શકાય ?
એ સંબંધો કોઇ નામના..કોઇ ઓળખાણમા મોહતાજ નથી…

દરેક વાચકોના..મિત્રોના સ્નેહને આદરપૂર્વક સલામ…

અને આ શબ્દયાત્રામાં આ જ રીતે સામેલ થતા રહેશો…એ વિશ્વાસ સાથે….પરમ સમીપે પર આપ સૌનું સ્વાગત……

દીકરીને એના જન્મદિને ભેટસ્વરૂપે આપેલી આ યાત્રા…આ બીજ આવી રીતે પાંગરશે એની તો કલ્પના પણ કયાં હતી ?

“કલા છે ભોજય મીઠી,ને ભોકતા વિણ કલા નહીં..
.
કલાકાર કલા સાથે ભોકતા વિણ મળે નહીં. ” .

કવિ કલાપીની આવી કોઇક પંક્તિની સાથે જ વિરમીશ….

મળતા રહીશું ને ?

7 thoughts on “પરમ સમીપે..

  1. નિલમ આન્ટી,
    ખુબ ખુબ શુભેચ્છાઓ… દીકરીના અને પરમ સમીપે બન્નેને મારા વહાલપૂર્વકના હેપ્પીવાલા બર્થડે….
    અને તમે તો અહીં આવી જાવ પછી જ વાત કરીશુ 🙂

    Like

  2. પરમ ઉજાસ બ્લોગના 4થા જન્મ દિન નિમિત્તે શુભેચ્છાઓ.
    ગુજરાતી બ્લોગ જગતમાં તમારા લખાણોનો ઉજાસ નિરંતર પથરાતો રહે એવી શુભેચ્છાઓ.

    Like

  3. Late to come to the Blog !
    Belated “Happy Anniversary to your Blog & Congratulations to you !
    Happy Birthday to your Daughter belated but filled with my Blessings !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Waiting for your visit to Chandrapukar….Read the Posts on “Tunki Varta” and now a Post on “Human Health” !

    Like

  4. પરમ સમીપે અને દિકરી નો જન્મદિન વીતી ગયો. છતાં આ નિમિત્તે મારી શુભભાવના ઓ વ્યક્ત કરવાનો મને હર્ષ છે. મારી અંતરની લાગણીના પુષ્પની મીઠી મ્હેંકને …સ્વીકારશો તો આનંદ થશે.
    તે દિવસે એક નહીં બ્બબે દિકરીનો જન્મ થયો ગણાય એક લૌકિક અને બીજી અલૌકિક(પરમ સમીપે) કૃતિનો. ખરુંને? નિલમ બહેન. જે આપનો છેક સુધી સાથ નિભાવશે. આભાર સાથે ધન્યવાદ એટલા માટે કે આ કૃતિ દિકરીએ તો મારા જેવા અનામી ચહેરાઓ રૂપી મિત્રો ભેટ ધર્યા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.