એક પ્રશ્ન…

ધીમે પગલે રાત્રિ આવી,

માના ગર્ભ જેવો છાયો અન્ધાર..

જરાયે ડર્યા સિવાય..

માનવીએ લંબાવ્યું..

એક હાશકારો…

સરસ મજાની નિદ્રા ..

મનમાં અતૂટ વિશ્વાસ

કોઇ પ્રશ્ન વિનાનો…

છો ને રાત આવતી.

. પણ…

સવાર તો પડવાની જ..

ક્ષિતિજે તેજના ટશિયા ફૂટવાના જ

કેટલી શ્રધ્ધા છે માનવને

સર્જનહાર પર…

એટલી જ શ્રધ્ધા સર્જનહાર પણ..

રાખી શકશે

માનવી પર ?

માનવ જેવું નામ ધર્યું તો..

માનવતા દાખવશે જ….

3 thoughts on “એક પ્રશ્ન…

  1. ”એટલી જ શ્રધ્ધા સર્જનહાર પણ..

    રાખી શકશે

    માનવી પર ?”

    જો રાખી શકતા હોત તો યુગ ‘કળિયુગ’ કેમ કહેવાત..!! સતયુગ જ ના કહેવાત..??!!

    Like

  2. નિલમ બહેન,

    આપની અંતરની ઉર્મિને આપની કલમનો સાથ મળ્યો તો આપના સુંદર વિચારો પ્રગટ થયા. મારું મન છે આવું જ કઈંક કહેવાનું કે માનવી ધારે તે કરી શકે છે ફક્ત તેને જરૂર છે પોઝીટીવ થીંકીગ, પોતાના અને સર્જનહારા ઉપર… હજારો નિરાશાઓમાં એક અમર આશ છુપાયેલ હોય છે. તેને આપણે કદીએ ના છોડવી જોઈએ. હું માનવી માનવ થાઉં તો પણ ઘણું. તેનું મન ફૂલોથીય ઋજુ અને વ્રજ્રથી પણ કઠણ ઘડ્યું છે. ખરુંને ? ધન્યવાદ, વાચકને પોતાના વિચારો રજુ કરવાની જે તક આપી…નહીંતો મનની મનમાં જ રહી જાયને? જોકે ફાયદો તો ઊભયપક્ષે છે. એક દિલના ભાવ તમારી પાસે છે અને એક અમારી પાસે.. બરાબરને? આપ આગળ વધો અમે આપની સાથે છીએ….ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s