ગઝલ જેવું સોનેટ..સોનેટ જેવી ગઝલ…

.

હતાશા હતાશા, તું કેવી હતાશા!
વગર નોતરે આંગણે રોજ આવે

ને આવે ભલેને, નિરાંતે તો બેસે!
ન પોતે વિરામે, ને સૌને સતાવે

કરે જાદુ ખેલા, હસે જો રડે તો
સમજ ના પડે, ચિત્ત સુખી કે દુખી

ફરે છે, ચરે છે, હવામાં તરે છે
રમતમાં રમે છે કે ખુદને હરાવે?

ન સૂવા મળે, ના મળે શક્તિ બેસો
ને સપના, વિચારો, બે ભેગા મળી ગ્યા

હવે છૂટ્.ટું પાડો, હતું કોણ કોનું
હતાશા ભુલકણી શું રસ્તો બતાવે!

જગત કેવું, જોશો, જગતને જણાશો
શું ખોટું થયું તે હતાશા જણાવે

( દિલીપ ગોહિલ…. )

6 thoughts on “ગઝલ જેવું સોનેટ..સોનેટ જેવી ગઝલ…

  1. ગઝલમય બંધારણ અને ચોટ સાથે સોનેટના વિશ્લેષ્ણનો અંદાજ. એકસૂત્રતાથી ગઝલ જેવું સોનેટ..સોનેટ જેવી ગઝલ…પ્રયોગ આસ્વાદ્ય લાગ્યો.

    મેં બે રચનાઓમાં આ પ્રકારના પ્રયોગો કર્યા છે.

    નિદાઘ
    http://spancham.wordpress.com/2010/06/15/nidagh/

    સંવનન એક ઉખાણું- http://spancham.wordpress.com/2008/07/22/gazal_sonet/

    બીબાંઢાળ ગુજરાતી કાવ્યજગતમાં કંઈ નવું જોવા મળે ત્યારે આનંદ થાય છે.

    Like

  2. એક મહાન નાટ્યકાર પોતાના નાટકોમાં ગદ્ય અને પદ્ય માં અને છંદસ-અછંદસ દરેક બાબતોને સમાવિષ્ટ કરીને પોતાની ઉત્તમ કૃતિઓ જગતને ભેટ ધરી એવા શેક્સ્પીયરથી આજે પણ લોકો ભલિભાંતિ રીતે પરિચિત છે. આ અગાઉ એમણે પોતાના નાટકોમાં સોનેટ સ્વરૂપે પદ્ય રચના કરેલ હતી.
    સાહિત્ય એટ્લે સંસ્કૃતિનો અમર વારસો અને તેમાં ભાવ વિષેશ સ્થાન ધરાવે છે. કોઈકે સાચે જ કહ્યું છે કે ” ગીત તભી દિલસે ઉઠતા હૈ, જબ લગતી હૈ ઠેસ.”…”ભાવથી ભાવ મળે તો સુમધુરતા આવે અને શબ્દથી શબ્દ મળે તો ભાવને સુંદર વાચા મળી જાય”…………………………………ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s