સહિયારી યાત્રા 26


આજે તમારા પત્રની એક વાતે મને ખરેખર વિચારતી કરી દીધી. શિક્ષણનો ઉપયોગ એટલે માત્ર નોકરી અને પ્રમોશન જ ? જયાં આર્થિક પ્રશ્ન ન હોય ત્યારે તો તમારો આ સવાલ ખરેખર વિચાર માગી લે તેવો છે. કઇ વસ્તુ માટે કેટલો..કયો ભોગ આપવો યોગ્ય ગણાય ? સાંપ્રત સમયમાં એ નક્કી કરતાં શીખવું જ રહ્યું. નવી કેડી કંડારવાની હિંમત સ્ત્રી કેમ ન કરી શકે ?

જોકે મને એક બીજો વિચાર પણ આવે છે. સ્ત્રીને નોકરી કરવી જ હોય તો મને લાગે છે કે સ્કૂલ, કોલેજ કે કોઇ પણ એવી જગ્યાએ તે નોકરી કરે જયાં કામના કલાકો પ્રમાણમાં ઓછા હોય…વેકેશન જેવો સમય મળી શકતો હોય જેમાં એ પોતાના બાળક સાથે રહી શકે. શોધવાથી આવી નોકરી જરૂર મળી શકે..કે આવું કોઇ પણ કામ મળી શકે. આજે તો કોમ્પયુટરની મદદથી ઘરમાં રહીને પણ ઘણું કામ થઇ શકે છે. ઘરમાં રહીને થઇ શકે એવા કામોની યાદી કંઇ નાનીસૂની નહીં થાય. બાકી જેને પુરૂષ સમોવડી બનવાની હોડમાં ઉતરવું છે એની વાત અલગ છે. પણ આખરે નોકરી કે કેરીયર એ સુખી જીવન માટે છે…કેરીયરને જીવનનો વિકલ્પ ન બનાવાય. Career is for life..life is not for career…

બાકી નોકરીનો વિકલ્પ પસંદ કર્યો હોય ત્યારે તમે કહ્યું તેમ ઘરની બધી વ્યક્તિએ વહુને દરેક રીતે સાથ, સહકાર આપવો જ રહ્યો. ઘરની જવાબદારી તેની એકલીની નહીં પણ સંયુકત જ ગણાવી જોઇએ. તો જ ઘરમાં સંવાદિતા સ્થપાઇ શકે..નહીંતર વહુના મનમાં સતત અસંતોષ રહેવાનો..અને એ અસંતોષનો પડઘો એક કે બીજી રીતે તેના વર્તનમાં પડવાનો જ.
શુચિની વાત વાંચી. સાસુ, વહુ બંનેને સારા બનવું છે..પણ વિકટ પ્રશ્ન એ આવે છે કે સારા બનવાની પહેલ કોણ કરે ? હકીકતે આવા સવાલનો અર્થ જ નથી. જેને જયારે કશુંક સારું કરવાની તક મળે ત્યારે થવાનું..બીજું શું ? સારા બનવા માટે પણ વળી શરતો ? સારા બનવા માટે કંઇ મુહૂર્ત જોવાનું છે ?

? બહારથી સુખી દેખાતા લોકો ભીતરથી ખરેખર સુખી જ હોય એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. એવું મને આજની તેમની ચર્ચા પરથી લાગ્યું.

તેથી જ કહેવાયું હશે… “ સજ્જન સો હિત દે કુટુંબમે પ્રીત દે..” કુટુંબ હેતપ્રીતના તાંતણે બંધાયેલું હોય એની મજા જ કંઇક ઓર છે.

જાણીતા નારીવાદી વિવેચક એલેન શોવાલ્ટરે તેના પુસ્તક….” a literature of their own “ માં ત્રણ શબ્દો આપ્યા છે.

ફેમીનાઇન, ફેમીનિસ્ટ,અને ફીમેલ..

ફેમિનાઇન..અર્થાત આવી સ્ત્રીઓમાં પુરૂષ સમોવડી જ નહી પુરૂષ જેવા બનવાની વૃતિ રહેલી હોય છે.

ફેમીનિસ્ટમાં ..દરેક વાતમાં પુરૂષનો વિરોધ કરનારી સ્ત્રીનો સમાવેશ થાય છે.

જયારે ફિમેલમાં…સ્ત્રીની પુરૂષથી અલગ પોતાની વ્યક્તિગત ઓળખ અકબન્ધ રાખી દરેક ક્ષેત્રમાં ભાગીદારી દ્વારા પોતાની અસ્મિતાને પ્રગટ કરવાની મથામણ છે.

જે આજની સ્ત્રી કરી રહી છે. આજે સ્ત્રીની મથામણ…

છટપટાહટ..ગૂંગળામણની અભિવ્યક્તિ આ દિશામાં જ છે, જે ભવિષ્યમાં સમાજમાં આવનારા પરિવર્તનની એંધાણી આપે છે.

પરંતુ આ પરિવર્તનની સાથે એ પણ એક હકીકત છે કે …

અદિકાળથી પિતૃસત્તાત્મક સમાજે સ્ત્રીને, પત્નીને અને માના રોલ મોડેલ્સ જેવી બનાવી છે. સહનશીલતા, ત્યાગ, મમતા વગેરે અનેક વાત પરંપરા અને સંસ્કારરૂપે એને ગળથૂથીમાં પીવડાવ્યા છે.

કુદરતે એના તનનું અને મનનું બંને બંધારણ અલગ ઘડયા છે. તેથી ગમે તે સ્થાને પહોંચ્યા પછી પણ મોટે ભાગે એની ભીતર સતત એક ઝંખના હોય છે..મારે પણ એક ઘર હોય. આ ઘર એટલે પતિ, પત્ની અને બાળક. સ્ત્રી હ્રદયની આ આંતરિક તસ્વીર છે. જેને સ્ત્રી પોતે ધારે તો પણ ઝડપથી ભૂંસી શકતી નથી.

મા થવામાં એ ધન્યતા સમજે છે. કેમકે નહીંતર સમાજે એને માટે વાંઝણી શબ્દ તૈયાર જ રાખ્યો છે. પુરૂષને કોઇ જલદી વાંઝિયો કહે છે ?

હકીકતે હું તો માનું છું કે શું મા થવામાં જ બધા ગુણો સમાઇ જાય છે ?પથ્થર ફાડી વહી નીકળતા ઝરણાની માફક એનું માતૃત્વ નાત, જાત,રિવાજ, પરંપરા, ધર્મ બધા બન્ધનો તોડી જગત માત્રના દુ:ખી શિશુઓ પ્રત્યે કેમ વહી જતુ નથી ? દેવકી બન્યા સિવાય પણ યશોદાનું માતૃત્વ જરૂર પ્રાપ્ત થઇ શકે.

બાકી સાસુની મથરાવટી તો આપણા સમાજમાં મેલી છે અને પરિવર્તન ન આવે ત્યાં સુધી મેલી જ રહેવાની..

સામે પક્ષે વહુની મથરાવટી પણ આજે કયાં સ્વચ્છ રહી શકી છે ?

સાસ ભલે હો સક્કરકી, પર હોતી હૈ ટક્કરકી આવી કહેવત કદાચ તેથી જ પડી હશે.

( સહિયારી યાત્રા 26નો અંશ )

8 thoughts on “સહિયારી યાત્રા 26

 1. this is a very orthodox point of view. a woman should always be close to the child, etc. etc. why? the child is a creation of both, so both should be close to the child. why do you want women to engage in typical jobs like teacher? women also have their own aspirations, but marriage and mothering (am not saying parenting) put so many limitations. why can’t a man take a break in his career and bring up a child?

  and its not that working mothers can not spend time and bring up children well. in our society, 70% women chose (or are forced) to stay at home and are called home makers, but do all of them spend quality time with their children or children are busy with TV and mothers are busy with something else. so good parenting / mothering is a matter of choice people make consciously or unconsciously. and i’m happy to say that many are successful at nurturing good values & confidence in children while pursuing their own careers.

  and pl correct the spelling ‘carrier’ mentioned in your article above. it is ‘career’. its pronounced ‘kariiyar’ and not ‘keriyar’

  Like

 2. લગ્ન અને બાળકો એકલી સ્ત્રની જ જવાબદારી નથી. હા ખાલી કેરિયર કેરિયર કરીને એણે બાળકોને અન્યાય ના થાય એ જોવું જોઇએ. ટીચીંગ જોબ સ્ત્રીઓ પર લાદવાની વાત સાથે હું પોતે પણ સહમત નથી. પસંદગીનું દરેક ક્ષેત્ર દરેકે અપનાવવું જ જોઇએ. તો જ યોગ્ય વિકાસ કરી શકાય. જેમાં જીવનનો વિકાસ થતો દેખાય, જેમાં પોતાનો વિકાસ પામી શકો એ દરેક કાર્ય-ક્ષેત્ર સ્ત્રીઓ માટે પણ એટલું જ આવકારદાયક છે. મેં ઘણાં ઉદાહરણો જોયાં છે જ્યાં સ્ત્રીઓએ ઘર અને કેરિયર ખુબ સરસ રીતે હેંડલ કર્યું હોય. અને બાળકોએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી હોય(ગૃહિણિનાં બાળકો કરતાં પણ વધારે નોંધપાત્ર પ્રગતિ કરી હોય). અને નોકરી ખાલી પૈસાની જ જરુરિયત ના લીધે નથી કરવાની હોતી. મેં સી.ઇ.ઓ અને મેનેજીંગ ડિરેકટર નાં હોદા પરની સ્ત્રીઓ, એમનો લાઇફ પ્રત્યેનો અભિગમ, અને એમનાં કેળવાયેલાં બાળકો જોયાં છે. દરેકનું કેલીબર અને આંતરિક સુઝ અલગ હોય છે. લગ્ન એ ટીમ વર્ક જેવું હોય છે. દરેકે પોતાનાં સમય-સંજોગો અને સ્વભાવને અનુસાર નિર્ણયો કરવાનાં હોય છે. કેરિયરનાં લીધે બાળકો ના જ સચવાય એવું આપણે ના કહી શકીએ. આઇ.ટી માં સ્ત્રીઓ વર્ક-ફોમ હોમ પણ કરી શકે છે અને મોટી કંપનીઓમાં બાળકોનાં ડે-કેર પણ હોય જ છે.

  હા, નોકરી સિવાય બીજાં ઘણાં ક્ષેત્રો છે જેમાં ભણેલી સ્ત્રી યોગદાન આપી શકે જો એને કેરિયર બ્રેકની ફરજ પડે તો જેમકે સુધા મુર્તિ. પણ કેરિયર બ્રેક પછી પણ સ્ત્રીઓ ફરીથી પ્રોફેશનલ વર્ક ફોર્સ જોઇન કરી જ શકે છે, ફરીથી ભણીને આગળ વધુ સારી જગ્યાએ જઇ શકે છે વગેરે, ખાલી ટીચીંગ જ વિકલ્પ નથી. મેં ઈંટરનેટથી ઘણાં વિકલ્પો અને એમાં સ્ત્રીઓએ કરેલું યોગદાન જોયું છે.

  Like

 3. Career is for Life, Life is not for career :

  According to me it means,

  one must not go blindly for career at cost of his/her health, Joy ,and other family and social responsibility. One must not become workaholic for only professional ladder. There is other contentment too in life. Which you must enjoy when time comes. You have to be dutiful to your all life’s phase.
  This is true for Men and Women Both. Many men also go blindly for money and for career. Their wives lose interest in family-life or may not be patient and spoil their children’s life. Even if she is house-wife.

  Like

 4. thanks brindaben and hiral. .first of all sorry for spelling mistake..its my typing error.. thanks for pointing it out.

  આ પ્રશ્ન સાથે સંકળાયેલી તમારી નિસ્બત ગમી. તમારા બંનેની વાત સાચી છે. પુરૂષ પણ બાળકના ઉછેરમાં સ્ત્રી જેટલો જ ફાળો આપી શકે..અને આપવો જોઇએ..એમ માનું છું..આ સહિયારી જવાબદારી..સહિયારી ભાવના છે. પણ સ્ત્રીમાં અમુક શક્તિ …અમુક સ્વભાવ કુદરતે જ અલગ મૂકેલ છે. એનો ઇ ન્કાર થ ઇ શકે તેમ નથી. હું કોઇ અપવાદની વાત કરતી નથી..નજર સમક્ષ દેખાતા મોટા સમુદાયની વાત કરું છું. બાકી સ્ત્રીએ શિક્ષણ એક જ વ્યવસાય કે ઘરમાં રહીને જ કોઇ કામ કરવું જોઇએ એવી જૂનવાણી વાત નથી કરતી..આગળના પ્રકરણમાં એ વાત કરી જ છે. પરંતુ..આજના સમાજમાં હજુ અમુક વાત પુરૂષ સ્વીકારી શકયો નથી..ત્યારે સંઘર્ષ ટાળવા સ્ત્રીએ આવા કોઇ સમાધાન કરવાના આવતા હોય છે. સમાધાન સ્ત્રી જ શા માટે ? એ પ્રશ્ન ખરો જ…પણ જયાં સુધી પૂરી ક્રાંતિ ન આવે..સમાજની વિચારધારા ન બદલાય ત્યાં સુધી ન ગમતી વાત પણ સ્વીકારવી જ રહી ને ? કોઇ પણ સંજોગોમાં બાળકોને અન્યાય ન થવો જોઇએ.સ્ત્રી પુરૂષના આ સંઘર્ષમાં પ્રેમ મેળવવાનો બાળકનો હક્ક ન છિનવાવો જોઇએ…એમ ચોક્ક્સ માનું છું.

  સુધીમૂર્તિ જેવા અનેકાપવાદરૂપ કિસ્સા આપણી નજર સમક્ષ છે જ..એમને સલામ.પણ નજર સામે દેખાતો એક વિશાળ સમુદાય પણ છે જ..એમનું શું ? આપણે બધા નસીબદાર છીએ કે આવું લખી શકીએ છીએ..બોલી શકીએ છીએ..વિચારી શકીએ છીએ અને વત્તે ઓછે અંશે અમલમાં મૂકી શકીએ છીએ..પણ……
  હીરલ..તારા વાકયનો જ ઉપયોગ કરેલ છે.એનું અર્થ ઘટન અનેક રીતે થઇ શકે. એ સ્વાભાવિક અને સાચી વાત છે.
  બાકી આગળ કહ્યું છે તેમ દરેક ક્રાંતિને એની પ્રસવ પીડા હોય છે..અને અત્યારે સમાજ એ પીડામાંથી જ પસાર થઇ રહ્યો છે ત્યારે પ્રશ્નો તો ઉઠવાના જ…અને અહીં આ લેખ આખો મૂકેલ નથી..માત્ર થોડો અંશ જ છે તેથી વાત અધૂરી પણ લાગે.
  ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાથે..તમારા વિચારો દર્શાવતા રહેશો એ ગમશે.

  Like

 5. નિલમ આંટી, વાત સ્ત્રી-પુરુષના સંઘર્ષ કરતાં વધારે સ્ત્રીને પોતાની ઓળખ જોઇએ છે એની છે. ઘણી ભણેલી સ્ત્રીઓ ગણેલી જરાયે નથી હોતી.

  અમુક છોકરીઓ ખાલી એટલે જ ડૉ. કે એંજીનીયર થાય છે જેથી ડૉ. કે એંજીનીયર છોકરો મલે. અંદર ખાને આવી છોકરીઓ આળસુ હોય છે. ગોખણપટ્ટીથી ભણેલી હોય છે. અને એમનાં સંતાનોને ડૉ., એંજીનિયરની ફેક્ટરી માટે જ તૈયાર કરતી હોય છે. અમુક છોકરીઓ દરેક કામ ચીવટ અને ખંતથી કરવા ટેવાયેલી હોય છે અને એ લોકો સહેલાઇથી અમુક હોદા પર પહોંચી જાય છે (એમનાં મનમાં પોતાની ઓળખ અને પોતાનાં સપનાં હોય છે- પુરુષ સમોવડી બનવાનો કદાચ કોઇ આશય નથી હોતો અને છતાં – જેને બીજાં અણઘડ લોકો કેરિયર ઓરિયેંટેડનું બીરુદ આપીને પોતાની આળસને સારી ગૃહિણી તરીકે બતાવે છે.

  ઘણી શિક્ષિકા બહેનો સ્ટાફ – રુમમાં ખાલી શાક સમારતી હોય છે કે પછી ફાલતુ તડાકા મારતી હોય છે. શિક્ષકની જોબ એમનાં માટે ખાલી ટાઇમપાસ જોબ અથવા ફરજિયાત કરવી પડતી જોબ હોય છે જેમાં એ લોકો બાળકોનાં ભણતર અને એમનાં યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કરતાં વધારે ગોખણપટ્ટી જ કરાવતાં હોય છે.

  મોટો સમુદાય એવો સમુદાય છે જે ગાડરિયો પ્રવાહ છે. સમાજ શું કહેશે અને પોતાની વાહ -વાહ કેવી રીતે થશે એમાં જ રચ્યો – પચ્યો છે. દેખાદેખી અને કુવામાંના દેડકાં જેવાં લોકો તમારી સારી વાતને પણ પોતાની અણઘટતાથી લેશે. ખાસ કરીને આળસુ અને જુનવાણી સાસુઓ. એટલે આ સેન્સીટીવ વાતો આગળનાં ૫૦ વરસ પછી પણ જુની ના લાગે એવી રીતે વ્યક્ત કરશો તો વધુ સારી રીતે આ બાબતનો ન્યાય થઇ શકશે.
  લેખ અધુરો ભલે હોય પણ એમાંથી કોઇ ખોટો અર્થ કરીને પોતાની વહુ જોડે ઝગડા કરે એવું ના થવું જોઇએ.

  Like

 6. લેખ અધુરો ભલે હોય પણ એમાંથી કોઇ ખોટો અર્થ કરીને પોતાની વહુ જોડે ઝગડા કરે એવું ના થવું જોઇએ પ્લીઝ !

  આ એક વિનંતી છે. કારણકે તમારી વાતો સ્ત્રીઓ જ વાંચશે અને ખાસ કરીને ક્યારેક કોઇ સવાલનાં જવાબ માટે. ત્યારે તમારા લેખમાંથી એને ઉકેલની આશા હશે, આ લેખ એને વધારે કન્ફ્યુઝ કરી દેશે.

  Like

 7. હું એક તાજો જ અનુભવ શેર કરવા માંગુ છું. અહીં એક ફેમીલીને અમે ઓળખીએ છીએ. બંને હસબન્ડ-વાઇફ ખુબ પૈસાદાર ઘરનાં સંતાનો છે અને ઉચ્ચ ડીગ્રીધારક છે. હસબન્ડ મોટી કંપનીમાં મેનેજર છે. વાઇફ ભણતરથી હોમિયોપેથી ડૉ. છે. બંનેની લાઇફ-સ્ટાઇલ એકદમ લક્ઝ્ય્રીયસ છે. આઇ.ટીની જોબના લીધે છેલ્લાં ૫-૭ વરસ એ લોકો અમેરિકા રહ્યા છે અને હવે છેલ્લા ૨ વરસથી યુ.કે છે. હસબંડ વર્કોહોલિક છે. સવારના ચારથી- રાતના મોડે સુધી એ કામ જ કરે છે. વાઇફ શો-ઓફ અને ટાપ-ટીપમાંથી ઉંચી નથી આવતી. બહુ અક્ળાય ત્યારે ભણતર એળે ગયું એવાં રોદણાં ચાલુ કરે છે. સંતાનમાં એક છોકરો છે. જેને એ ઇંડિયાનો સીલેબસ ઇંટરનેટ પરથી ડાઉનલોડ કરીને ગોખવા માટે મજબુર કર્યાં કરે છે. સરવાળે એમનું જીવન દેખા-દેખી અને મોટાઇથી ભરેલું છે.

  છોકરો એટલો ઉધ્ધત થઇ ગયો છે કે આપણે સ્વ્પ્નમાં પણ કલ્પના ના કરી શકીએ. ત્યારે એ ખાલી અહિંના ભણતર અને કલ્ચરનો દોષ કાઢયા કરે છે. એને હવે દિવસ-રાત એનો છોકરો ઇંડિયાનું ભણતર કોપ-અપ નહીં કરી શકે એની જ ચિંતા છે. એણે કેરિયરનું ખરેખર બલિદાન આપ્યું કહેવાય? એનાં માટે સમાજ-સેવા કે કેરિયર કે છોકરાનું ભણતર બધું જ વાહ-વાહ કેવી રીતે થાય એટલાં સુધી જ સીમીત છે.

  અહિં પાસે જ લાઇબ્રેરી છે. સ્કોટલેન્ડ અને લંડન પણ એ લોકો ફર્યા છે, પણ બે મા-બાપને પોતાને પણ ક્વીન વિક્ટોરિયા વિશે બે વાક્યો માંડ ખબર છે. હવે આવા લોકો વિશે કે આવી ગૃહિણીઓ વિશે આપણે શું કહી શકીએ?

  Like

 8. thanks hiral for yr concern .
  i think i should put whole article..so that there will be no que. of misunderstanding.

  યેસ..તારી વાત સાચી છે..આજની સ્ત્રી પોતાની આગવી ઓળખ માટે ઝઝૂમી રહી છે..અને એને એ મળવી જ રહી..કયારે ?કેમ ? એ પ્રશ્નનો ઉકેલ આસાન નથી જ..અને એ માટે કોઇ સર્વસામાન્ય નિયમ હોઇ શકે નહીં.

  તેં આપેલ છે એવા અનેક ઉદાહરણો આપણી આસપાસ જોવા મળતા રહે છે. ફરિયાદ બધાને કરવી છે..પણ એ માટે મહેનત કરવાની..એનો ઉકેલ શોધવાની કે કોઇ ભોગ આપવાની તૈયારી નથી. કૂવામાં હશે તો હવાડામાં આવશે એવી આપણી એક જૂની કહેવત છે. માતા પિતા પાસે જે હશે તે જ બાળકોને આપી શકશે ને ?

  બાકી આ વિષય એટલો વિસ્તૃત છે કે આખા ગ્રંથ લખાઇ શકે..અને દરેક પાસે પોતાની અલગ માન્યતા અને એ માન્યતા માટેના કારણો હોવાના જ..

  અનેક રાજ્યોમાં આજે સ્ત્રીઓની જે દુર્દ્શા નજરે જોવા મળે છે..એ જોઇને સવાલ અચૂક થાય કે આજે પણ આપણે કયાં છીએ ? સાચું શિક્ષણ એ જ એનો ઉકેલ હોઇ શકે..પણ આજે તો એવું શિક્ષણ કે એવા શિક્ષકો પણ કેટલા ટકા રહ્યા છે ? પહેલાના જમાનામાં શિક્ષક કે ડોકટર નોબેલ પ્રોફેશન ગણાતા…આજે સંપૂર્ણપણે પ્રોફેશનલ થ ઇ ગયા છે. ખેર…ફરિયાદને બદલે એનો ઉકેલ જ શોધવો રહ્યો.અને એ આપણી પોતાની જાત પાસેથી જ મળી શકે..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s