સહિયારી યાત્રા..28

<strongબાકી તમે કહ્યું છે તેમ સરખામણી શા માટે ? પુરૂષને કરવી હોય તો આપણી સાથે ન કરે ? સરખામણી કરીને આપણે જ આપણી જાતને નીચા ઉતારીએ છીએ..તમારી આ વાત સાવ સાચી છે. કુદરતે જ અમુક ભેદ સ્ત્રી, પુરૂષમાં મૂકયા છે એને તો સ્વીકાર્યે જ છૂટકો ને ?

કોલેજમાં અમારી વચ્ચે ઘણી વાર એક પ્રશ્નની ચર્ચા થતી..કે આવતા જન્મે જો આપણી ઇચ્છા મુજબ જન્મ મળી શકવાનો હોય તો છોકરી થવાનું કેટલા લોકો પસંદ કરે ? અમારી આ ચર્ચામાં છોકરીઓ અને છોકરાઓ બંને ભાગ લેતા. એ ચર્ચાનું તારણ કંઇક આવું નીકળતું. મોટા ભાગની છોકરીઓ બીજા જન્મમાં છોકરી થવા તૈયાર નહોતી. જયારે અમુક છોકરાઓ એવા નીકળ્યા કે જે બીજા જન્મમાં છોકરી થવા તૈયાર હતા. બધા પાસે પોતપોતાના કારણો હશે. હું તો હજુ એ પ્રશ્નનો જવાબ નક્કી નથી કરી શકી. પરંતુ છોકરીઓમાં એકવાર છોકરો થવાનો અનુભવ લેવાની ઇચ્છા જરૂર છે …એ જોઇ શકાયું.

આગલા જન્મની વાત જવા દઇએ..અને આ જન્મ ઉપર જ પાછા વળીએ..ખરું ને ? કાલ કોણે દીઠી છે ? ત્યાં આગલા..પાછલા જનમની કથા કયાં માંડવી ? જોકે આવી ચર્ચા પરથી આજના છોકરા..છોકરીની માનસિકતાનો ખ્યાલ આવી શકે છે.

હા, શરૂઆત તો શૈશવથી જ કરવી રહી.

કેમકે બીજને ખાતર પાણી આપીએ તો નવી કૂંપળ ફૂટી શકે..જેની શાખા પર નવા પર્ણો, નવા પુષ્પો, જોવા મળી શકે.અને એક વિશાળ વૃક્ષ બની શકે.

દર્શ અને દિયાની વાત બહું ગમી.યસ..છોકરા કે છોકરીના ઉછેરમાં કોઇ પણ જાતનો તફાવત ન જ હોવો જોઇએ. બંને કોઇ પણ કામ કરી શકતા હોવા જોઇએ..કરતા હોવા જોઇએ. પણ એ કામ સાસુ કરાવે તો બની શકે કોઇ વહુને બોલવાનો મોકો મળી જાય.. ’મારા સાસુ તો મારા નાના છોકરા પાસે પણ કામ કરાવે છે..” બોલનારને કોણ રોકી કે પહોંચી શકયું છે..ખરું ને મમ્મી ?

તમારી વાત કદાચ સાચી છે. સમાનતાની ગમે તેટલી વાત કરીએ તો પણ સ્ત્રી અને પુરૂષ એક તો નથી જ. બંને સમાન ખરા..પણ એક તો નહીં જ. ગાંધીજી અને કવિવર ટાગોરે પણ આ જ વાત કરી છે.

મેં હમણાં જ કયાંક વાંચેલું કે પુરૂષના જીવનમાં પ્રેમનું સ્થાન બીકન લાઇટ..beacon light .. જેવું છે. તેને માટે પ્રેમ એ તેના જીવનની એક ઘટના છે.. કદાચ મોટી ઘટના ખરી…પરંતુ સ્ત્રીની જેમ એને માટે એ એક જ વાત સર્વસ્વ નથી. સ્ત્રી માટે એનો પ્રેમ એ એના જીવનનું સર્વસ્વ છે. આ કુદરતી તફાવત છે. તેથી બંનેના વલણમાં તફાવત રહેવાનો જ ને ?

મમ્મી, મને તો લાગે છે… આજે જાતજાતની કલાસીસ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે ત્યારે લગ્નલાયક દરેક યુવાન અને યુવતી માટે લગ્ન પહેલાની માનસિક તૈયારી અંગેના કોઇ કલાસ પણ ચાલુ કરવા જોઇએ. જેમાં તેને લગ્ન પહેલાની અને લગ્ન પછીની દરેક વાસ્તવિકતા બતાવવામાં આવે. પ્રેમ અને વિજાતીય આકર્ષણ વચ્ચેનો તફાવત સમજાવાય. નવા સંબંધો વિશે સાચી માહિતી આપવામાં આવે. એમાં પણ આંતરજ્ઞાતિય લગ્ન થતા હોય ત્યારે ભવિષ્યમાં ઉભા થનાર પ્રશ્નોની શકયતા પહેલાંથી વિચારી લેવી જોઇએ એવું નથી લાગતું ? જેથી આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવાતો અટકી જાય. સ્વસ્થ મને સાથે બેસીને બધા પાસા વિચારી લીધા પછી જે યોગ્ય લાગે તે નિર્ણય લઇ શકાય. તો કદાચ થોડાં પ્રશ્નો ઓછા ન થઇ શકે ?

મમ્મી, કેવો લાગ્યો મારો આઇડીયા ? આ વાંચીને કોઇને આવા કલાસ ચાલુ કરવાની ઇચ્છા નહીં થાય ? આપણે બંનેએ ચાલુ કરવા છે ? ?????? આજની ભાષામાં કહું તો કાઉંસેલીંગ કે કંસલન્ટસી સર્વીસ…..

અરે, મારી એક બહેનપણી ટ્રેનમાં અપ ડાઉન કરીને નોકરી કરે છે. એકવાર કંઇક વાત નીકળતા કહે..’ કયારેય ભૂલથી પણ લેડીઝ ડબ્બામાં ચડવું નહીં. સ્ત્રીઓ તો કયારેય જગ્યા આપવાની જ નહીં. ઉલટું થોડી જગ્યા થઇ શકે તેમ હોય તો પણ પહોળી થઇને જ બેસવાની. ત્યાં તો રોજ કુરૂક્ષેત્ર જ રચાતું હોય..એના કરતાં પુરૂષો સારા…

વાત ખોટી છે એમ કહી શકાય છે ?

( સહિયારી યાત્રા ભાગ 28નો થોડૉ અંશ..)

One thought on “સહિયારી યાત્રા..28

  1. જ્યારે સમાન હકની વાત હોય તો અગ્રતા આપવાની વાત ઊભી કરવી એ સૌથી મોટી મૂરખાઈ ગણાય. સમોવડ થવું જ હોય તો એક તરફી પક્ષપાત થતો પણ અટકાવવો પડશે, નહિતર સ્ત્રી પુરુષની સમોવડ ક્યારેય ન થઈ શકે. ને છેવટે આ બધી બાબતો સ્ત્રીને સ્પર્શતી હોઈ સ્ત્રીએ જ આગળ આવવું ઠીક કહેવાય. કેમ કે સ્ત્રીએ પુરુષની સાથે કદમ મિલાવવાના છે, પુરુષને હરાવવાનો હોતો નથી

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s