ગુડ આઇડીયા..!

વાત એક નાની..

કિશોરનું ધ્યાન આજે વાળવા કરતાં યે સાંજે અહીં પધારનાર મહેમાનોમાં વધારે હતું. એ મહેમાનોએ આજે તેના ચિત્તનો કબજો લઇ લીધો હતો. અને કેમ ન લે ? છેલ્લા પાંચ વરસથી એ બધાની વાર્તાઓ વાંચીને વાંચીને તેના મનમાં એક આખી સૃષ્ટિ રચાઇ હતી..જે સૃષ્ટિમાં તે કયારેય પ્રવેશી શકવાનો નથી..જેને કયારેય માણી શકવાનો નથી..એવી પરીલોક જેવી એક જાદુઇ સૃષ્ટિ..

આજે તેના બધા માનીતા લેખકો..વાર્તાકારો પોતાના નાનકડા ગામમાં પધારવાના હતા. અહીં આ સામેના મંચ પર બિરાજવાના હતા. પોતાની વાર્તાઓ વિશે બોલવાના હતા. પોતે પણ દૂર ઉભો રહીને જરૂર સાંભળશે.

પંદર વરસનો કિશોર છેલ્લા પાંચ વરસથી વાંચવાની લતે ચડયો હતો. પૂરી સાથ ચોપડી પણ ભણવા નહોતો પામ્યો. ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હોય ત્યારે ભણવાનો વૈભવ કેમ પોસાય ? એક અતો ગરીબી, સાવકી મા, દારૂડિયો બાપ, ઘરમાં પોતાથી નાના બીજા ચાર ભાઇ, બહેન…સરકારી નિશાળમાં જમવાનું આપતા હતા તેથી થોડો સમય જઇ શકાયું. ને વાંચતા,લખતા શીખી શકાયું. એટલું જ. પરંતુ તેના એક શિક્ષકને કિશોરમાં ન જાણે શું દેખાયું તે વાંચવાના રવાડે ચડાવ્યો. ગામની નાનકડી લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને તે કિશોરને આપતા. કિશોર અકરાંતિયાની માફક તેના પર તૂટી પડતો. હવે તો મજૂરીએ જતો થયો હતો. પણ જયારે સમય મળે ત્યારે વાંચનની ભૂખ સંતોષવાનો પ્રયત્ન કરતો રહેતો. અને એ બધું વાંચતા વાંચતા જ અચાનક લખવાને રવાડે તો જાતે જ ચડયો. કોઇ વાર્તા વાંચીને.

.” આવું તો હું યે લખી શકું..” બસ..

થોડાં જૂના કાગળ અને એક રૂપિયાવાળી બોલપેનનો મેળ ગમે તેમ કરીને કરી લીધો.
અને રાતે આખા દિવસના વૈતરાથી થાકીને કાગળમાં અક્ષતો ચીતરતો રહેતો ને પેલો થાક કયાંય અદ્રશ્ય થઇ જતો. પાનાઓ ભરાતા ગયા. હવે પેલા શિક્ષકની બદલી થવાથી તે બીજે ગામ ચાલ્યા ગયા હતા. નહીંતર તેને બતાવી શકાત. બીજા કોઇને બતાવવાની કે કહેવાની હિંમત નહોતી. પણ લખ્યા સિવાય રહી શકાય તેમ નહોતું.

આજે એકી સાથે બધા મોટા લેખકો અહીં પધારવાના હતા. તે કમ્પાઉન્ડ પોતાને સાફ કરવાનું હતું. એક મંદિર વાળતો હોય તેવી શ્રધ્ધા અને ચીવટથી..ભક્તિભાવથી આજે તેનાથી વળાતું હતું. સાંજે ભલે દૂરથી તો દૂરથી..પણ પોતાના આરાધ્યદેવોને તે જોવા પામવાનો હતો. એ કંઇ ઓછા નસીબની વાત હતી ? મગજમાં ગાંડાઘેલા જેવો..કેપછી શેખચલી જેવો વિચાર પણ ઝબકી ઉઠયો. આમાંથી કોઇને મારી વાર્તાઓ બતાવી શકાય ?
જોકે બીજી જ મિનિટે એ વિચાર પોતાને જ એવો હાસ્યાસ્પદ અને અશકય લાગ્યો કે પોતે જ જોશથી નકારમાં ડોકી ધૂણાવી બમણા જોશથી વાળવા લાગ્યો.

તે સાંજે કિશોર દૂર ઉભો ઉભો બધા વાર્તાકારોના એક એક શબ્દને પીતો હતો.અને ફોટાઓમાં જોયેલા સાહિત્યકારોને ઓળખવા મથી રહ્યો હતો. એવામાં એક વાર્તાકાર..મીનાઝ મોરઝરિયા…ઉભા થયા. ઓહ..આ તો પોતાના અતિ પ્રિય લેખક..આમની વાર્તાઓ તેણે સૌથી વધારે વાંચી હતી અને કદાચ લખવાનું પણ એમાંથી જ શીખ્યો હતો. તેના એક એક શબ્દને પીવા તે આતુર..ઉતાવળો થઇ રહ્યો. દૂરથી પોતાના આરાધ્યને વંદન પણ કરી લીધા. પોતે એકલવ્ય અને સામે જાણે ગુરૂ દ્રોણ..અરે, માગે તો અંગૂઠો આપવાની પણ કિશોરની પૂરી તૈયારી.

ત્યાં લેખકે માઇક હાથમાં લીધું. પોતાના શૈશવમાં આવા જ કોઇ ગામડામાં રમીને પોતે મોટા થયા હતા. ઘરમાં સાવકી માનો ત્રાસ સહન કરીને પણ ચોરીછૂપીથી કેવી રીતે લખતા હતા..એનું હ્રદયદ્રાવક વર્ણન સાંભળીને કિશોરની આંખો ભીની બની ઉઠી..ઓહ..આ તો જાણે સાવ મારી જ વાત… પછી એ કાગળિયા કેવી રીતે ડરતાં ડરતાં કોઇ મોટા લેખકને બતાવ્યા હતા. અને એ લેખકે તેમને મઠારીને ..સુધારીને પોતાને કઇ રીતે મદદ કરી હતી..એનો જાહેરમાં ઋણસ્વીકાર કરતા કરતાં મીનાઝભાઇ ગળગળા બની ગયા. એકાદ ક્ષણ અટકી..પાણી પી તેમણે આગળ ચલાવ્યું.

‘ આજે હું આ જગ્યાએ પહોંચ્યો છું તેનું સંપૂર્ણ શ્રેય તેમને ફાળે જાય છે. એમણે જો મારો હાથ તે દિવસે ન પકડયો હોત તો આજે પણ હું ગામના રસ્તા જ વાળતો હોત.બીજી કોઇ રીતે તો તેનું ઋણ ઉતારી શકું તેમ નથી. પણ આ જ રીતે કોઇ નવોદિતને દિશા દર્શાવી..તેને આગળ લાવવાનો પ્રયત્ન કરી દીપથી દીપ જલાવવાનું કાર્ય કરતો રહું છું. એ જ મારી તેમને ગુરુદક્ષિણા છે. ‘

તેમનું ભાષણ તો ચાલતું રહ્યું.પણ કિશોરના કાન ત્યાં જ થોભી ગયા હતા. સમય જાણે એ ક્ષણમાં થીજી ગયો હતો. એકી શ્વાસે તે દોડયો. માળિયે ચડી પેલા કાગળિયા કાઢયા…સરસ થપ્પી બનાવી.

પછી દોડયો. હતી તેટલી બધી હિંમત ભેગી કરી બધાની વચ્ચેથી દોડી જ ઇને મીનાઝભાઇના પગમાં પડી ગયો. વંદન કર્યા. પછી પોતે લાવેલ કાગળિયા બેહદ સંકોચ સાથે આગળ કર્યા. જાણે સુદામાએ શ્રીકૃષ્ણને તાન્દુલ ધર્યા..

‘ સાહેબ, મેં પણ થોડું લખ્યું છે. જોઇ આપશો ? ‘

મીનાઝભાઇએ આસપાસ ઉભેલા મિત્રો તરફ જોયું. જરાક અમથું હસીને કાગળો લીધા.

’ શું નામ તારું ?’ કિશોર… ઠીક છે..આમાં તારું સરનામું લખ્યું છે ? હા જી..’ થોડા સમયમાં હું આ બધું વાંચીને તને મોકલાવીશ અને આગળ શું કરવું તે જણાવીશ.’

કિશોર તો જાણે મોટું વરદાન પામી રહ્યો. હાશ કાગળિયા આખરે યોગ્ય જગ્યાએ પહોંચવા પામ્યા હતા. મોટરમાં થોડે દૂર જતા મીનાઝભાઇ તે ગંદા કાગળિયા ફાડીને ફેંકવા જતા હતા..ત્યાં મિત્રે ધીમેકથી કહ્યું.

’ ફેંકી તો ગમે ત્યારે શકાશે. એકવાર જરા નજર તો નાખી લે. ઘણી વખત આવા લોકો પાસેથી આપણે ન ધાર્યા હોય તેવા અનોખા વાર્તાબીજ મળી રહેતા હોય છે. મારી પેલી ખૂબ વખણાયેલી નવલકથા મને આ રીતે જ તો મળી હતી. હું તો નવોદિતો પાસેથી એટલે જ વાર્તાઓ મગાવતો રહું છું. આપણે નવું નવું કેટલુંક શોધતા રહેવું ? ’

મીનાઝભાઇ હસી ઉઠયા.. ’સા..તું તો મારા કરતાં પણ હોંશિયાર નીકળ્યો. ‘ગુડ આઇડીયા…’

( સન્દેશમાં પ્રકાશિત કોલમ )

20 thoughts on “ગુડ આઇડીયા..!

  1. સાચી વાત છે એટલેજ આજ સુધી મારું લખેલું મેં કોઈને બતાવ્યું નથી,આ બ્લોગ જગત માં પગ મુક્યો છે,જેવું આવડે તેવું લખવાનું.સાચી વાત ને?

    Like

  2. Shokingly superb!
    It happens everywhere. I lost my collection of 50 poems written in metered chchand in my formative years in college. Some person litterally did the same thing you have described in your story. It happened through a good friend of mine.
    “Saaj” Mevada

    Like

  3. hmm…that is life…but that kishore learned to read/think/write something. He has gained some experience of creative thought process and on top of that he could develop writing skills. One time someone can misguide you but not always. So, at present kishore is in loss but he has passion for reading and writing so, no one can make him fool always. 🙂

    Anyway, Nilam auntie, you are an honest mother, honest mother-in-law, honest wife, and honest writer. I am sure, if someone will share with you his/her first writing skill, you will be a honest guru 🙂

    Like

  4. ઉ.જોશીના શબ્દોમાં…
    મોટા લોકોની નાનપ અને નાના લોકોની મોટપ. ( અથવા આવા જ કશાક શબ્દો)

    એક નવોદિત તરીકે વાર્તા બહુ જ ગમી.

    સ્વ. પન્નાલાલ પટેલ યાદ આવી ગયા.

    Like

  5. hmm..No need to ask anyone. I know that.
    Infact, you will not believe, but yesterday, Suddenly clicked in my mind to write a letter to Mom in night. You will not believe, till late night 1:00am. I was writing. It was nonstop emotions and first time I think I am writing a letter to my mother. 20 pages I wrote just like that….and this is my first experience to write something that too emotions.

    I will share this with you, but I need to learn Gujarati typing for that.
    It is just a co-incident that today you wrote something about first time writing experience.
    and yesterday, only after many years, I wrote something. Inpired by your blog 🙂
    Thanks.

    Like

  6. sorry, grammer mistake. “I am sure, if someone has shared with you his/her first writing skill, you must be an honest guru .”

    I already read Lata Hirani’s articles here.”

    my grammer mistake in hurry, created wrong meaning of my feelings.
    sorry again.

    Like

  7. પોલ ખોલ વાત ! પણ સત્યથી જરા પણ વેગળી નહિ. ફક્ત સાહિત્યમાંજ નહિ, વિજ્ઞાનની સંશોધન સંસ્થાઓમાં, યુનિ.ની કોઇ પણ શાખાની મહા-નિબંધ (PhD) વિભાગમાં, રાજકારણમાં, સફળતાની સીડીએ ટોચ પર બીરાજેલાની સીડીનાં નીચેનાં પગથિયાંમાં આવા શહિદો ધરબાયેલા હોય છે. આ એક કમનસીબ સચ્ચાઈ છે.

    Like

  8. Yes, Bhajman Uncle is right. This is reality in all fields. It happened with my room-mate. She was an IIT Mtech student (from a small village) and got internship with Yahoo.
    She wrote a research paper and her Manager published it by his name. She was not an employee and couldn’t do anything. She has put her day and night to write that first paper but her manager got all credit and even went to USA -conference. (I am an eye witness of her efforts staying with her in a same house)
    She cried a lot that day, and we decided now, at any cost you will get a job with Yahoo only. (Yahoo and Google was her dream company). But now Yahoo became mission for her. Thought it was sure the same manager will not give her an appointment. (SO, her dream for Yahoo Job also faded)
    One point came, she went back to her native town without job and at last just after a week, she got an offer letter from different team of Yahoo and she joined the company and within a year she got 2 prestigious awards from the company and published another paper and went to USA -conference. Within 3 years now she is leading a team there and competing with the same manager.

    Like

  9. ohhhhhhhhhh thats great hiral…

    કરેલું નકામું જતું નથી..ગીતા સન્દેશ..

    આવા દાખલા દરેક ક્ષેત્રમાં બનતા જ રહે છે. આવા લોકોને ઉઘાડા પાડવા જોઇએ..એવું નથી લાગતું ?

    Like

  10. વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે. વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય. વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે. વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

    Like

  11. નિલમબહેન, જે કૃતિમાં ભાવ જ ન હોય તો તે માત્ર સુગંધવિહીન ફૂલ ની માફક જ છે, તે દિમાગને સ્પર્શે છે, દિલને નહીં. પરોક્ષ રીતે વાચકવર્ગ પછી તે સાહિત્યકાર હોય કે એક ઘરેલુ ય નવોદિત કલાકાર હોય. પોતે પણ ક્યારેક તો નવોદિત જ હતાને? દરેક નું પ્રેરક અને પ્રેરણાસ્ત્રોતો અલગ અલગ રહેવાના જ…છતાંય મિથ્યા અભિમાન છોડીને નવોદિતો સાથે ખભેખભા મિલાવનારા તો કોઈ વિરલા જ હોય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૌન રોતા હૈ યહાં કિસી ઓરકે ખાતીર? યહાં તો હરેકકો અપની હી બાતપે રોના આતા હૈ. ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.