દીકરી મારી દોસ્ત..

દીકરી મારી દોસ્ત..

જયારે કોઇ પણ સર્જક પોતાની આંતરિક જરૂરિયાતને વશ વર્તી સર્જન કરવા પ્રેરાય છે ત્યારે એનું ભાવવિશ્વ એવું તો પારદર્શી થઇ જાય છે કે ભાવક પણ એમાં પોતાનું પ્રતિબિંબ સહજ ઝીલી શકે છે. છે.

ઝિલનું…એક બાળકનું એમના મનોજગતમાં આગમન તો એના જન્મથી યે પહેલાં ! એ પળથી લઇને એના ઉત્તરોત્તર વિકાસના સમયરંગને અહીં એમણે એવા તો વિસ્તૃત કેનવાસ ઉપર ઝીલ્યો છે કે એ અનેકરંગી ચિત્રો પરસ્પરના સંબંધની સમજણભરી સૌરભથી આસ્વાધ્ય બન્યા એમનું ભાવવિશ્વ બહુપરિમાણી છે. એ પરસ્પરના સંબંધોમાં જ સમેટાઇ જાય એવું નથી. એ તો એ જ કારણે એક વિશાળ વિશ્વ સમક્ષ ઉઘડે છે.

પ્રબોધ.ર. જોશી.( તંત્રી ઉદ્દેશ )

દીકરી મારી દોસ્ત વાંચવાની શરૂ કરી. પાના ફરતા ગયા..આંખો ડબડબી ઉઠી. અક્ષરો અને આંખો વચ્ચે આંસુના પડદાએ કેટલીયે વાર આડશ રચી. પણ એકવાર આંસુને ઢૉળાવ મળ્યો ..કે આંખો વહેતી રહી બેરોકટોક..ઝીલને સંબોધીને તું પત્રો લખતી રહી અને વાંચનારના અંતરને સ્પર્શતી રહી..કયાં કયાં અને કેટ-કેટલી રીતે એની તો તને કલ્પના પણ કેમ આવે ?

કોઇ બાહ્ય પરિબળો જેને લૂંટી કે નષ્ટ ન કરી શકે તેવી આ પૃષ્ઠો પર પથરાયેલી સમજણભરી સંવેદના દરેક મા ના અંતરની આરઝૂ છે અને પ્રત્યેક દીકરી માટે must એવી ભેટ છે. આભાર આ અનોખા અને ચિરંજીવી ઉપહાર માટે.

તરુબેન કજારિયા. (ભૂતપૂર્વ સંપાદક જન્મભૂમિ પ્રવાસી પૂર્તિના સપાદક )

કેવી રીતે મકાન ઘર થશે,

દીકરીને એ રીતો હું જણાવું છું.


પુત્રી સાથે વહાલભરી યાત્રા માણવા સાથે આ પુસ્તક દીકરીને લગ્નમાં આપવાની એક ઉત્તમ ભેટ પણ જરૂર સાબિત થશે. કેમકે અહીં દરેક પ્રકરણને અંતે સાસરે જતી પુત્રીને જીવન પાથેય કે ..વહાલના બે શબ્દો આજના સમયને અનુરૂપ આપેલ છે. સામાન્ય રીતે દીકરીને શિખામણના શબ્દરૂપે જે ચીલાચાલુ સૂચનો અપાય છે.. તેનો કયારેક વ્યવહારમાં અમલ થઇ શકતો નથી. તેને બદલે અહીં વાસ્તવિક જિંદગીમાં…સાંપ્રત પરિસ્થિતિમાં ખરેખર ઉપયોગી થઇ શકે તે જ વાત આપવાનો પ્રયત્ન કર્યો છે. કોઇ આદર્શવાદી
,
કોરી વાતો નહીં.. વ્યવહારમાં ઉપયોગી થઇ શકે..અમલમાં મૂકી શકાય અને તે દ્વ્રારા જીવન રળિયામણું બનાવી શકાય અને પુત્રીના અંતરને પણ સ્પર્શી જાય તે રીતે લગ્ન અંગેના વિચારો રજૂ કરી દરેક માતા પિતા અને પુત્રીને ઉપયોગી બની શકવાનો એક પ્રયાસ કરેલ છે. જેને આવકાર મળશે જ..એવી શ્રધ્ધા છે. કેમકે અહીં વ્યકત થયેલ દરેક શબ્દ સીધો અંતરના ઊંડાણમાંથી સહજતાથી આવેલ છે. જેમાં કલ્પના નહીં..સંવેદના છે..સચ્ચાઇ છે અને સહ્રદયતા છે. જેથી એની પાછળ રહેલ ભાવની ભીનાશથી ભાવકો ભીના થશે જ એવી પૂરી આસ્થા છે. કેમકે અહીં મકાનને ઘર બનાવવાની વાતો કરી છે. અને ઘર તો એને જ કહી શકાય, જયાં હૂંફ અને હાશકારો છલકતો હોય.

nilam doshi

31 thoughts on “દીકરી મારી દોસ્ત..

 1. મારા અંતરની વાત કહી!
  ‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તક ભાગ્યેજ કોઈ ગુજરાતીના ઘરમાં ન હોય….પણ તેમ છતાં, જો કોઈ અજાણ હોય તો તેને આ પુસ્તક વિશેની થોડી માહિતી આપી દઉં. આ પુસ્તક બે ભાગમાં છે. જેમાં પહેલા ભાગનું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે જ્યારે બીજા ભાગનું નામ ‘દીકરી એટલે દીકરી’ છે.
  તેટલું જ સું દ ર “દીકરી મારી દોસ્ત..”

  Like

 2. ખૂબ જ આનંદ થયો આંટી… તમારા મા-દીકરીનાં ભાવવિશ્વને પુસ્તકનાં રૂપમાં આકાર પામેલું જોઈને ! ‘દીકરી તારી દોસ્ત’ માટ અંતરનાં મબલખ મબલખ હાર્દિક અભિનંદન… દરેક દીકરીને આવી જ દોસ્ત મળે !

  Like

 3. તમે નીલમ જ છો, ફક્ત બ્લોગજગતનાં નહીં. પ્રીન્ટ મીડીયાનાં પણ. તમારાં લખાણોએ તમને આજે આ ઉંચાઈએ મુક્યાં; પણ આને આરંભ જ ગણજો !

  ઉંચાઈને કદી અંત હોતો નથી.

  Like

 4. જુગલકાકા આભાર…તમારી વાત સાચી છે. અને તમારા જેવા વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓથી સભર બનીને છલકું છું.

  આ મારું બીજું જ પુસ્તક છે. સાહિત્યના સાગરમાં એક બિંદુ પણ નથી. એ જાણુ છું. હજુ તો પા પા પગલી માંડી છે. પણ તમારા સૌના આશીર્વાદથી દોડતા તો નહીં પણ કયારેક થોડું ચાલતા શીખીશ એવી આશા રાખું છું.
  ખૂબ ખૂબ આભાર સાથે વન્દન

  Like

 5. HI,

  Its been while when I visited your web page. I really amazed. Litterly in one seating i read almost all the posts. All are really heart touching. It’s look dairy of human being everyday life…cover each part of emotions. I just got married and far away from my mother..Missing her today! I will share your post with her and ask her to buy this book.

  Congratulations! Thanks for sharing..

  Like

 6. ઇશ્વરની કૃપાથી મારે પણ એક દીકરી છે નીલમબેન દીકરીને દોસ્ત બનાવવીએ આજ ના જમાનાની આવશ્યકતા છે એમ માનવામાં હું પણ આપની સાથે સમંત છું હવે તો એ પુસ્તક વાંચવુંજ પડશે

  Like

 7. Aunty,

  આ દિવસ ની કેટલાય દિવસ થી હુંય રાહ જોતી હતી… ”દિકરી વહાલ નો દરિયો” અને ” દિકરી એટલે દિકરી” .. એ બન્ને પુસ્તકો જાણે ”learn by heart” થઈ ગયા છે.. !! દિકરી માટે ની લાગણી ના ૧૦૦% સંપુર્ણ પુસ્તક કહી શકાય.. પણ આ ”દિકરી મારી દોસ્ત” એ મારે મન અણમોલ- અમુલ્ય હશે.. કેમ..!!?? એમાં એવું કાંઈક ખાસ છે.. એના શબ્દે શબ્દે ઉભરાઈ છે ”મમતા”… મા-દિકરી નો સંબંધ.. મારા મમ્મી એ પણ તમને ખાસ અભિનંદન કહ્યા છે… અને અને આભાર પણ માન્યો છે.. કે ”દરેક માં ની લાગણીઓ ને આપે વાચા આપી છે”. શબ્દ શબ્દ જાણે દરેક માં-દિકરી વચ્ચે નો સંવાદ..!!

  આન્ટી, માં દિકરી નાં સંબંધ માં કદી આભાર ની લાગણી આવે જ નહીં, જાણું છું… તેમ છતાં.. મારા, પુજાદીદી અને ગતિભાભી જેવી બધી જ દિકરીઓ તરફ થી , આપના આ અમુલ્ય ઉપહાર બદલ ખુબ ખુબ આભાર.. અને આપને પ્રગતિ ના નવા સોપાન સર કરવા બદલ ”હાર્દિક વધાઈ”…

  Like

 8. બહુ જ આનંદ થયો. ખુબ જ સરસ પ્રસ્તાવના લખી છે.
  હજુ ઘણા વધારે પુસ્તકો આપતાં રહો. ખાસ કરીને આ બ્લોગ પરની તમારી વાર્તાઓ સંકલીત કરીને પુસ્તક રુપે મુકો એવી વીનંતી.

  Like

 9. જેને દીકરી હોય કે જે દીકરી હોય તે બન્નેને એક બીજાની નજીક લાવે તેવું લાગણીસમૃધ્ધ સંસ્કારી વાંચન એટલે નીલમ બેન નું દ્વિતીય અદભુત સર્જન..સર્જક અને સર્જન નાં માધ્યમ જેવા પુજા, હાર્દિક અને હરેશભાઈને પણ ઝાઝેરા અભિનંદન્.

  આપનું પુસ્તક કે જેમાં કલ્પના નહીં..સંવેદના છે..સચ્ચાઇ છે અને સહ્રદયતા છે. જેથી એની પાછળ રહેલ ભાવની ભીનાશથી ભાવકો ભીના થશે જ એવી પૂરી આસ્થા છે. આપના આ અમુલ્ય ઉપહાર” દીકરી મારી દોસ્ત..” બદલ ખુબ ખુબ આભાર.. અને આપને પ્રગતિ ના નવા સોપાન સર કરવા બદલ ”હાર્દિક વધાઈ”…હજુ ઘણા વધારે પુસ્તકો આપતાં રહો
  વિજય શાહ

  Like

 10. Mummy,

  Duniya ni sahu thi saras gift tame mane appi che…bas now I am just waiting to lay my hands on it… I know, no thanks can ever be enough for all you are and all you put into gifting me this..but still I would like to take this moment to thank you from the bottom of my heart!! I am sure all the daughters and mothers will agree with me that this is the best possible gift!! I hope this is just a stepping stone for more work of this kind 🙂

  luv,
  Puja

  Like

 11. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…સાથે સાથે આપના સ્નેહને સલામ. અનેક મિત્રોએ અંગત મેઇલ દ્વ્રારા પણ ખૂબ સુન્દર પ્રતિભાવ અને પ્રોત્સાહન અને ઉમળકાભરી લાગણી દર્શાવેલ છે. આપ સૌનો આભાર માનીને ભૂલી જવા નથી. આ સ્નેહ તો અણમોલ મૂડી છે. એને તો કંજૂસની જેમ સાચવીને દિલના પટારામાં સંઘરી રાખવી જ પસંદ કરીશ.

  Like

 12. Dhwani e tamara blog vishe info. aapi, nig thank to her.

  Nilamji, tamara pustak ni raah jou chhu…sacha arth ma aavu saras, aavu wonderful lakhvu e ek social service thi jaray ochhu na mansho.

  Like

 13. દીદી… ખૂબ ખૂબ અભિનન્દન .. સાચે જ આંખો ભરાઇ આવી…! દુનિયાની દરેક ” માં ” ની મમતા ને તમે વાચા અપી છે …

  Like

 14. નીલમબેન, ભાવવિશ્વને પુસ્તક સ્વરૂપ મળ્યું ઍ જાણી ખૂબ જ આનંદ થયો. ભાવવિશ્વનાં સહપ્રવાસી બનવાનું અમારું સદભાગ્ય. ‘દીકરી મારી દોસ્ત’ શીર્ષક પણ ખૂબ જ યથાર્થ. તમને હાર્દિક અભિનંદન અને પુસ્તકની સફળતા માટે શુભેચ્છા.

  -જિતેન અને દર્શના દેસાઇ

  Like

 15. Congratulations has not enough strength to reflect my feelings.

  It is something like mirror where I am able to see image of my own feelings.

  Whenever — repeated many times— I go through I never felt that i am going through something I have not experienced in past.

  Heart is full of love and eyes are…..

  Like

 16. પિંગબેક: Anokhubandhan » અભિનંદન…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.