‘ આ દિવાળી તો થકાવી નાખે છે. મહિના પહેલાં સફાઇ અભિયાન આદરો. આખો દિવસ તૂટી મરવાનું. જાત ભલે ઘસાય પરંતુ ઘરની લાદી તો ચકચકિત થવી જ જોઇએ. અને ઘર નું કામ પતે ત્યાં નાસ્તાઓ બનાવો. જાણે કેમ દિવાળી સિવાય કોઇ કંઇ ખાતા જ ન હોય..!
અને વહુ કહેશે’ હું તો આવું બધું માનતી જ નથી. અરે, મારી બઇ, હું પણ ઘણું નહોતી માનતી પરંતુ અમારી તાકાત હતી કે સાસુને આવું કંઇ કહી શકીએ ? આ આજકાલને વહુઓ તો જે મનમાં આવ્યું તે કહી દેતા જરાયે અચકાય છે ? ‘
આજે કાળી ચૌદસ છે. વરસોથી ચાલી આવતી પરંપરા પાછળ કંઇક હેતુ હશે જ ને ? તો જ આ રિવાજ શરૂ થયો હશે ને ?
પણ આ વ્યોમાએ મને કહી જ દીધું, ‘ મમ્મી, હું આવા બધામાં જરાયે માનતી નથી. ચાર રસ્તા પર વડા મૂકવાથી ઘરમાંથી કકળાટ દૂર થતો હોય તો તો કોઇ ઘરમાં…..મમ્મી, તમે તો વરસોથી આ દિવસે ઘરમાંથી કકળાટ કાઢો છૉ.. પરંતુ તમારી અને બા વચ્ચેનો કકળાટ..કંકાસ કયારેય ઘટી શકયો ખરો ? ‘
બસ..વહુને તો આવી દલીલો જ સૂઝે છે. અંજલિબહેન એકલા એકલા મનમાં ને મનમાં ધૂંધવાતા રહ્યા. એક વડા કરવામાં કયું એવું મોટું જોર પડવાનું હતું ?
અને વ્યોમા વિચારતી હતી..આગે સે ચલી આતી હૈ… એટલે મારે પણ એ બધું ચાલુ રાખવાનું એવું કોણે કહ્યું ? એ સમયે હશે કશુંક એવું કારણ…હવે સમય..સંજોગો બદલાયા છે ત્યારે કોઇ રિવાજ બદલાવો ન જોઇએ ? કોઇ પરિવર્તન આવવું ન જોઇએ ? બસ…જેમ કહે તેમ મૂંગા રહીને કર્યા કરો તો જ વહુ સારી..!
ઘરનું વાતાવરણ તંગ બની ગયું હતું. વ્યોમા અને અંજલિબહેન બંને આખો દિવસ કચવાતા રહ્યા. અંતે અંજલિબહેન નું મન ન માન્યું..વરસોથી કરે છે..અને આ વરસે ન કરું.. અને ન કરે નારાયણ ને કંઇ અશુભ બને તો..?ના, ના, મારે એવું કોઇ જોખમ નથી લેવું. ઘરમાં બે વરસનો માસુમ પૌત્ર છે. ના,ના, વહુ ન માને તો કંઇ નહીં…મારા જીવતા હું એવું કંઇ નહીં થવા દઉં. એ તો નાદાન છે. અંતે આમ વિચારી અંજલિબહેન રસોડામાં ગયા. પોતે હમેશની માફક વડા બનાવ્યા..અને ચાર રસ્તા પર મૂકી આવ્યા ત્યારે જ મનને શાંતિ થઇ. હાશ ! ઘરમાંથી કકળાટ ગયો..! પણ અંતે સાસુએ પોતાનું ધાર્યું જ કર્યું..એ જોઇ વ્યોમાનો બબડાટ ચાલુ જ રહ્યો.કકળાટ નીકળ્યો હોય એવા કોઇ ચિન્હ અહીં તો નજરે ન પડયા.
બરાબર ત્યારે જ સામેની ઝૂંપડીમાં પણ કકળાટ મચ્યો હતો. ત્યાં તો કકળાટ કાઢવાનું કંઇ હતું જ કયાં ? ત્યાં તો હતો ભૂખનો…ખાલી પેટનો કકળાટ… ચાર વરસનો છોકરો ભૂખ લાગી હોવાથી મા પાસે ખાવા નું માગી કરગરતો હતો લાચાર મા શું આપવું એ વિમાસણમાં હતી. દારૂડિયા બાપે આજે ઘરમાં કંઇ નહોતું રહેવા દીધું. ત્યાં અચાનક મા ની નજર ચાર રસ્તા પર પડી. ધૂળમાં પડેલા વડા જોઇ તેની આંખોમાં એક ચમક આવી. કોઇની નજર પડે તે પહેલાં દોડીને તેણે વડા ઉપાડયા. આવીને ભૂખથી રડતા પુત્રને આપ્યા.સૂકા રોટલાના કકડાને બદલે સરસ મજાના વડા હાથમાં આવતા પુત્ર ખુશખુશાલ…!
કાળી ચૌદસનો કકળાટ અંજલિબહેનના ઘરમાંથી ગયો કે કેમ..પરંતુ આ ઝૂપડીમાંથી તો આજે જરૂર ગયો જ.
*** aavi manavtaane lakho salam !
LikeLike
manavtaane lakho salam !
LikeLike
ઉફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ નીલમ બેન હ્રદય હચ્મચાવી નાખ્યુ.સાચ્ચે જ આવી હાલત છે આપણૅ ત્યા.કોઇક નાં ઘરમાં ખાવાનાં વાંધા અને કોઇક કકળાટ કાઢવા માટે વડા બનાવે.
ક્યારે આ બધી માન્યતા ઓ નીકળશે.
નીલમ બેન આ બાબતે હુ નસીબ દાર છુ મારા સાસુ પણ આ બધુ કરતા. પણ મે પહેલે વર્ષે એમને કહ્યુ કે બા મન પર હાથ રાખીને કહો કે આમ કરવાથી કકળાટ નીકળશે જો તમે હા પાડશો તો હુ કરીશ પણ તમને દુઃખ ન થાય એટલે, હુ આ બધામાં નથી માનતી તો એમણે પણ એ વર્ષ થી બંધ કરી નાખ્યુ .
ગજબ ની વાત લખી છે આપે કોઇક નૉ કકળાટ અને કોઇક નો રડતો છોકરો ચુપ થયો.મન વિચલીત થઈ ગયુ સાચ્ચે.
LikeLike
આજની પરિસ્થિતિનું વેધક દ્રશ્ય… કકળાટના નામે જુની પરંપરાને ચલાવ્યા રાખવી.
LikeLike
નીતાબેનની કોમેંટ સાવ સાચ્ચી છે.
LikeLike