નહીં બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.અને બોલાયેલ શબ્દ તમારો માલિક.
વાદળ અને વાવાઝોડા વિના મેઘનુષ્ય હોઇ શકે નહીં.
જીવનમાં કોઇ કામ કર્યા પછી જો તમને થાય કે “આજે મજા આવી ગઇ.” ત્યારે માનવું કે તમે સાચે જ કામ કર્યું છે.બાકી તમે કામ પતાવ્યું છે.
ભાગ્યશાળી કેમ ના ખુદને ગણુ? કોકના આંસુ અગર લૂછવા મળે.
કેટલાક લોકોને એવો વહેમ હોય છે..કે એમને કોઇ સમજતું નથી.હમેશા ફરિયાદ કરતા રહેવું એ એમનો જન્મસિધ્ધ હક્ક છે.પણ એમણે કયારેય એવું વિચાર્યું છે..કેહું ખુદ કેટલાને સમજુ છું?
જિંદગી રેતી પર લખાયેલ નામ જેવી છે.એક નાની અમથી લહેરખી ને એ ભૂંસાઇ જશે.
દરેક નવો દિવસ સુખની શાશ્વતી નો પયગામ છે.સાવ સામાન્ય વસ્તુઓને પણ પ્રેમ કરતા શીખો.
શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે.જેને લીધે અનેક મહાભારત સર્જાય છે.એક કઠોર શબ્દ,એક ધારદાર વાગ્બાણ..કોઇના દિલને લંબો સમય સુધી કોતર્યા કરશે..અને મૂકી જશે એક કાયમી જખ્મ.
શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઇએ.શબ્દો શાંતિ પમાડે..સુખ ચેનનો એહસાસ કરાવે એવા હોવા જોઇએ. શબ્દો જયારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.
પ્રેમ એ એકલો હક્ક નથી.પણ બીજા પ્રત્યેની જવાબદારી છે.
સુખદ સ્મૃતિઓની તમામ બારીઓ ખુલ્લી રાખું..અને દુ:ખદની બંધ
નાની નાની બાબતોમાં ખુશ થઇ જતા આવડે એ જ ચિરંતન આનંદનું રહસ્ય.
જિંદગી રેતી પર લખાયેલ નામ જેવી છે…….વાહ બેના !
LikeLike
Neelambahen
I am visiting your blog first time and liked it very much.
I am not able to write in Gujarati. Why?
-Harshad Jangla
Atlanta, USA
October 31 2007
LikeLike
પ્રેમ એ એકલો હક્ક નથી.પણ બીજા પ્રત્યેની જવાબદારી છે.
ખુબ ગમ્યુ.
LikeLike
નહીં બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.અને બોલાયેલ શબ્દ તમારો માલિક…..શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે….શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઇએ….. shabd vishe ni haav haachi vaat!! khub gami!
badhi kanika o khub saras chhe…!
LikeLike
હર્ષદભાઇ, આભાર… ગુજરાતીમાં લખવા માટે આપની પાસે ગુજરાતી ફોન્ટ યુનીકોડ છે ? વર્ડમાં લખી ને કોપી, પેસ્ટ કરીને પણ અહીં ગુજરાતીમાં મૂકી શકાય. અથવા બને શક્શે તો હું ગુજરાતી પેડ અહીં મૂકવા પ્રયત્ન કરીશ. જેથી આપ લખી શકશો.
આપને ગમ્યુ જાણી આનંદ .
આભાર
LikeLike
ખુબ ગમ્યુ
LikeLike