માતા પિતાની
પુત્રી લાડકી,
ભાઇની વહાલી બેની..
પતિની પ્રિયા ને,
સંતાનની વત્સલ માતા..
કાકી, મામી, ભાભી..
કેટકેટલા સ્વરૂપોની
પહેચાન મારી.!!
પણ….
માન્ય છે કોઇને
વ્યક્તિ તરીકેની મારી પહેચાન ?
નરને આપું પૂર્ણતા
નારી હું સદા અધૂરી ?
ઉછેરી શકું ગર્ભમાં
નિજ સંતાન…
આપી શકું પહેચાન
મારા જ અંશ ને ?
નરને આપું પૂર્ણતા
નારી હું સદા અધૂરી ?
ઉછેરી શકું ગર્ભમાં
નિજ સંતાન
આપી શકું પહેચાન
મારા જ અંશ ને ?
બસ આજ તો મારી ફરિયાદ છે કે પુરુષ ફક્ત આપી દે પછી બધુ સ્ત્રી એ કરવાનુ તોય સ્ત્રી નુ મહત્વ કેમ ઓછુ.
જેમ કે બાળક નુ અંશ
મહિનાં નો પગાર
ઘર નાં વડિલો
અને પાછુ આપવાનુ અભિમાન.
પુરુષ આપે બહુ બધુ છે. પણ……..
જાવા દ્યો પાછા બધા ને એમ થાશે
કે મને તો મોકો મલવો જોઈયે પુરુષો માટૅ બોલવાનો.
LikeLike
પુણ્યસલિલા ભાગીરથી તુલ્ય નારીજગતને
શત-શત પ્રણામ !તુંડે તુંડે મતિર્ભિન્ના !!!!
સબકો સન્મતિ દે ભગવાન !
LikeLike
નારી તું નારાયણી
શાકાજે માનવું કે હું અધુરી
હું તો છું અક્ષયપાત્ર જેવી
કદીયે ખાલી ન થાઊં તેવી
હર હંમેશ આપવાની તાલાવેલી
LikeLike
khuba j saras………….abhivyakti !!
LikeLike