ચંચળ ભાણેજ….

અરે,નિરાલી,જરાક વાર પગ વાળી ને બેસતી હો તો..!!આ તારા મામી બિચારા તને મળવા આવ્યા છે ને તું જરા વાર શાંતિથી એની સાથે બેસતી યે નથી.કામ તો થયા કરશે….અનિલાબેને નિરાલી ના મામી અમેરિકાથી આવ્યા હતા અને નિરાલી મળવા આવી શકે તેમ નથી એમ ખબર પડવાથી એક દિવસનો સમય લઇ ને મળવા આવ્યા હતા.સાંજે તો પાછા જવાના હતા.
પણ ………. નિરાલી શું કરે?કે શું કહે?કહેવાનુ કે બોલવાનુ તો તેના સાસુ ને હતું.
અને સાસુ જી બોલતા જ હતા ને? “આ તમારી ભાણેજ નો સ્વભાવ જ એવો ..જરાયે જીવને જંપ જ નહીં ને !! એક મિનિટ નવરું બેસવું ગમે જ નહીં ને?! શું ચંચળ છે તમારી ભાણેજ…!! હું તો કેટલું યે કહું… અત્યારે તમારા હરવા ફરવાના દિવસો છે…અત્યારે નહીં ફરો તો કયારે અમારી જેમ ઘરડા થશો ત્યારે ફરશો? કહી ખડખડાટ હસતા હસતા સાસુજીએ આગળ ઉમેર્યું..પણ આ આજકાલના છોકરા…આપણું સાંભળે ખરા?એમને જે ગમે તે ઠીક..મેં તો હવે શેમાં યે માથુ મારવાનું કે કહેવાનું જ છોડી દીધું છે.એનું ઘર છે..એને કરવું હોય તે કરે…બરાબરને?..નિરાલીના મામી ને શું બોલવું..શું જવાબ આપવો તે સમજ ન પડી. ..અને સાસુજી ને જવાબ ની જરૂર પણ કયાં હતી? ”અરે,નિરાલી,એક કામ કર…એક સરસ મજાની ગરમાગરમ કોફી અમને બંને ને પીવડાવી દે…ચાલ,તું તો જલ્દી બહાર નહીં નીકળ..હું જ તારા મામી ને જરા મંદિરે લઇ જાઉં..પેલુ નવું થયુ છે ને તે બતાવી આવું.ત્યાં તારે યે રસોઇ પતી જાય અને પછી જમી ને તમે નિરાંતે મામી ભાણેજ વાતો કરી શકો! “ નિરાલી મૌન રહી ને કોફી બનાવવા ગઇ.શું બોલે?તે જાણતી જ હતી..કે પોતે મામી સાથે એકલી વાત નથી જ કરી શકવાની.એવો મોકો સાસુ આપવાના જ નથી.નિરાલી ના લગ્નને એક વરસ થયું હતું.પિયરમાં ડાયેટીંગ કરી કરી ને થાકી જતી નિરાલીનું વજન કેમે ય ઘટતું નહીં.પણ અહીં તો વગર ડાયેટીંગે..નિરાલી અડધી થઇ ગઇ હતી.સાસુમા પોતે સારા રહી ને યે વહુને કેમ બીઝી રાખી શકાય તે કલામાં નિષ્ણાત હતા.
અને કોફી પી ને પછી મામી માટે સરસ રસોઇ બનાવવાનું સૂચન મધ મીઠા અવાજે કરી સાસુજી મામી ને મંદિરે લઇ ગયા.મામી ને તો શું બોલવું તે યે કયાં સમજાતું હતું? આ જ નિરાલી ને તેમણે પિયરમાં પતંગિયાની જેમ ઉડતી જોઇ હતી.અહીં દબાયેલ ધીમા અવાજે હા જી હા કરતી નિરાલી ને તે જોઇ જ રહ્યા.
બપોરે જમીને મામીને હતું કે હવે થોડી વાર નિરાંતે નિરાલી સાથે વાત કરી શકાશે.જમાઇ તો સવારે ગયા હતા તે રાત્રે આવવાના હતા.હવે નિરાલી નવરી પડશે.માની મામી રાહ જોતા હતા.અને તેણે નિરાલી ના સાસુને કહ્યું,”તમે તમારે થોડી વાર સૂઇ જાવ..થાકી ગયા હશો..” ”ના,રે.મને બપોરે સૂવાની ટેવ જ નથી ને !! અને હોય તો યે તમારા જેવા મહેમાન આવ્યા હોય ને શું હું એક દિવસ જાગી ન શકું ?નિરાલી,આવ..કામ તો થતું રહે શે..આ જરા વાર મામી સાથે નિરાંતે બેસ તો ખરી.નિરાલી આવી..તેને થયું કે મામી ને પોતાના રૂમ માં જરા વાર લઇ જાય..જેથી મન મૂકી ને વાતો થઇ શકે..પણ ….ત્યાં…”અરે.નિરાલી,કાકી હમણાં તારા મામી ને મળવા આવવાના છે.આટલે દૂરથી આવ્યા હોય ને એટલે મળવા તો આવવું જોઇએ ને? મેં હમણાં જ એને ફોન કર્યો.. આવવા જ જોઇએ.અને ત્યાં જ કાકીજી સાસુ મામી ને “મળવા “આવ્યા.અને નિરાલી હવે કાકીજી સાસુની સરભરામાં લાગી ગઇ.

સાંજે મામી ને જવાનો સમય થયો ત્યાં સુધી બધાએ સાથે મળીને ખુબ ખાધુ પીધુ અને મજા કરી.!! નિરાલી પણ નિરાંતે મામીને” આવજો “જરૂર કહી શકી.મામી પોતાની “ચંચળ ભાણેજ” ને સજળ નેત્રે જોઇ રહ્યા.

6 thoughts on “ચંચળ ભાણેજ….

 1. આ તો ઘર ઘરનું દર્દ છે.આપણા સમાજમાંથી આવી સાસુઓનું અસ્તિત્વ ક્યારે દૂર થશે ?

  Like

 2. ખરેખર , પેલી કહેવત છે ને કે સ્ત્રી ચાહે તો ઘર ને ગોકુળિયું બનાવી શકે છે અને ચાહે તો કંસ ની મથુરા કે રામ વિનાની અયોધ્યા બનાવી શકે છે….સ્ત્રી પોતે જ સ્ત્રી ની દુશ્મન હોય ત્યાં શું કરવા નું? સાસુ થયા પછી, સ્ત્રી ને લાગે કે હવે મેં બહુ સેવા કરી, મારી સેવા કરવા વળી કોઈ આવી છે,લાવો ને એને પણ ” લાભ” આપીએ…!!! એમ કરી ને વહુ ને વહુ જ રાખવા ની…દીકરી તરીકે જોવા ની જ નહિ ; અને શરુ થાય બે સ્ત્રી વચ્ચે નો દ્વંદ્વ….બે પેઢી વચ્ચે નો, બે વિચારધારા વચ્ચે નો, કે બે કુટુંબ વ્યવસ્થાઓ વચ્ચેનો દ્વંદ્વ….!! આવું કેમ…?? એક સ્ત્રી બીજી સ્ત્રી ને ક્યારે સમજશે? સાસુ..મા અને વહુ “દીકરી ” તરીકે ક્યારે સ્વીકારાશે??? પુરુષ ની હાલત આમાં જોવા જેવી હોય છે…ધર્મસંકટ કદાચ આને જ કહેવાતું હશે…હું નથી જાણતો કે સાચો માર્ગ કયો પણ..મે પોતે જયારે ધર્મ ના પક્ષમાં ચાલવા નો પ્રયત્ન કર્યો છે ત્યારે હું કંઇક તો હાર્યો જ છું….!!!…..તમારા લેખ હૃદય સ્પર્શી છે…..

  Like

 3. thanks rajbhai…એક સ્ત્રી બીજી સ્ત્રીને…….એક સાસુ કે એક વહુ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે..પોતાની જાતને અન્યની જગ્યાએ મૂકીને જોઇ શકે તો અનેક પ્રશ્નો ઓછા થઇ શકે. અને આપ જેવા સંવેદનશીલ પુરૂષના પ્રશ્નો હાળવા બની શકે..અને એ માટે જ આવી જ કોઇ સામાજિક નિસ્બત ને લીધે જ સહિયારી યાત્રા અંતરગત સાસુ વહુના પ્રશ્નોને વાચા આપવાની શરૂઆત કરી છે. આપ સહિયારી યાત્રા સમય મળ્યે આમાં જ વાંચશો…

  Like

 4. નિલમ બહેન,

  વાસ્તવમાં સાસુવહુ ના સબંધોમાં કડવાશ વ્યાપવાની પાછળ એક ગુપ્ત તથા નક્કર કારણ એ પણ હોઈ શકે કે બંન્નેને એકબીજાપ્રત્યે વધુ પડતી અપેક્ષાઓ અને નાનીનાની બાબતોમાં લેટગો કરવાની ભાવનાનો અભાવ, તે જેટલી પ્રબળ હોય એટલી સમસ્યાઓનું સમાધાન પણ ત્વરિત પામી શકાય. આ પોકળ વાત જ નથી અનુભવાયેલ હકીકત બની શકે છે. જ્યારે જ્યારે આવું બનતું હોય ત્યારે તે બીનાને થોડો સમય વિતી ગયા પછી આપોઆપ સુખદ ક્ષણો આવે જ છે. હા, તેના માટે ઊંડી સમજ અને લાગણી ઓની કદર ઊભય પક્ષે થાય એ પણ એટલું જ જરૂરી છે. સમજદાર કો ઈશારાહી કાફી હોતા હૈ, બાકી તો બધુંય પોતાની ઉપર જ અવલંબે છે. “પોથી પઢપઢ જગ મૂઆ, પઢે ન પંડિત હોય ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય”. ઉષા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.