અજંપો..

કોઇ દેખીતા કારણ વિના અર્ચનાનું મન ઉદાસ થઇ ગયું હતું.જાણે તેના સમગ્ર અસ્તિત્વને કોઇ અંદરથી ઢંઢોળી રહ્યું હતું,”ઉઠ અર્ચના,તારા ગૌરવભર્યા અતીત સામે જો..કયાં એક જમાનાની કોલેજમાં સ્ટેજ ધ્રૂજાવતી અર્ચના અને કયાં આજની સીધી સાદી,શાંત,ઘરેલુ ગૃહિણી અર્ચના!!!”

જાણ્યે અજાણ્યે અર્ચનાથી એક નિ:શ્વાસ નખાઇ ગયો.ભણવામાં છેક નાનપણથી તે કોલેજ સુધી ની તેની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી.અને ફકત ભણવામાં જ નહીં…એક એક પ્રવૃતિ,એક એક કાર્યક્રમ…અર્ચના વિના જાણે ફિક્કો પડી જતો.કોલેજમાં તે હમેશા બધાની ઇર્ષ્યાનું પાત્ર બની રહેતી.એ બધાની પરવા કર્યા સિવાય અર્ચના તેનામાં મસ્ત રહેતી.તેને આગળ વધવાની  તમન્ના હતી..કંઇક નવું કરી બતાવવાની હોંશ હતી.તે સામાન્ય બની રહેવા નહોતી માગતી.

પણ…સમયનું ચક્ર કંઇક એવી રીતે ફર્યું કે અર્ચના અવિનાશની પત્ની બની..શ્વસુરગૃહે આવી.અવિનાશ તેને નહોતો ગમ્યો…એવું નહોતું.તે ભાવનાશીલ આદર્શવાદી યુવાન હતો.તેના શાંત,સ્વસ્થ વિચારોએ તેને આકર્ષી હતી.અવિનાશના પ્રેમમાં..નવા સંસારમાં તેના નાનકડા ઘરને સજાવવામાં બે વરસ તો બે મહિનાની જેમ પસાર થઇ ગયા હતા.જીવન સભર બની ગયું હતું ખુશી છલકાતી હતી. તેમાં નાનકડા આદિત્ય અને તે પછી ત્રણ વરસ બાદ અંજલિના આગમનથી તો જીવન સાચા અર્થમાં જીવંત બની ગયું.

સમયની ગતિ વધુ ઝડપી બની. અર્ચના અને અવિનાશ બંને ની પ્રેમભરી માવજતથી બાળકો પૂર્ણકળાએ પાંગરવા લાગ્યા.અર્ચનાની તેજસ્વી કારકિર્દી પણ આ બને આગળ ઝાંખી લાગતી હતી.અર્ચના ખુશખુશાલ હતી.જીવનમાં કોઇ અભાવ નહોતો,સુખ,શાંતિ છલકતા હતા.આર્થિક રીતે પણ કોઇ અગવડ નહોતી. અને આદિત્ય દસ વરસનો અને અંજલિ સાત વરસની થઇ.અર્ચનાનું જીવન એ ત્રણેની આસપાસ ગૂંથાઇ ગયું હતું.અતીતની અલ્લડ અર્ચનાને ભૂલીને તે અવિનાશની વહાલસોઇ પત્ની અને બાળકોની પ્રેમાળ મા રૂપે જ રહી ગઇ હતી.અને તેમાં તેને પૂર્ણ સંતોષ હતો.કોઇ અભાવ કે અસંતોષ નહોતા.

પણ….અચાનક શાંત જળમાં પથ્થર પડે અને વમળો સર્જાય તે રીતે અર્ચનાના શાંત જીવનમાં તેની જ કોલેજની બહેનપણી શેફાલીની મુલાકાતે વમળો સર્જયા હતા.બે દિવસ પહેલાની શેફાલી સાથે ની વાતો અર્ચનાના કાનમાં આજે યે ગૂંજતી હતી. અચાનક વરસો બાદ ઘેર આવીચડેલ શેફાલીને જોઇ તે પણ ખુશ થઇ ઉઠી હતી.બંને કોલેજજીવનના સંસ્મરણોમાં ડૂબી ગયા હતા.અર્ચનાનું સીધું સાદું એક ગૃહિણીનું રૂપ જોઇ શેફાલી ને આશ્ર્વર્ય થયું હતુંતો શેફાલીની કલબ અને મહિલા સંસ્થાઓની પ્રવૃતિઓ વિષે સાંભળી અર્ચના તેનાથી ઘણી પાછળ રહી ગયાનો અનુભવ કરતી હતી.

શેફાલી પણ બે છોકરાઓની મા હતી.પત્ની હતી.અને છતાં તેણે પોતાનું આગવું વ્યકતિત્વ જાળવી રાખ્યું હોય અને પોતે ખોઇ નાખ્યું હોય તેવું તે અનુભવી રહી.અને શેફાલીએ પણ જતાં જતાં તેના જ મનની વાત નો પડઘો પાડયો,”અર્ચના,હું તો માની જ નથી શકતી કે…તું એ જ અર્ચના છે…તું તો સાવ ઘરકૂકડી બની ગઇ છે.અરે ભાઇ,ઘર,વર અને છોકરા તો અમારે યે છે.પણ તું તો જાણે બહારની દુનિયાથી સાવ અલિપ્ત બની ગઇ છે.તારી શક્તિ વેડફી નાખે છે!!!”

અને અર્ચનાને થતું હતું કે શેફાલી સાચી હતી…પોતે જીવનનો એક દસકાથી યે વધુ સમય વેડફી નાખ્યો હતો!! હા,શેફાલી ના કહેવા મુજબ તેના બાળકો ભણવામાં ને બધી રીતે સામાન્ય હતા..જયારે આદિત્ય અંજલિની તો વાત જુદી હતી.પણ…તેથી શું?શેફાલી કેવી સ્માર્ટ લાગતી હતી!!જયારે પોતે?એક અજંપો તેને ઘેરી વળ્યો..અચાનક જીવન જાણે ખાલી થઇ ગયું.અને તેનો પડઘો…તેના દરેક કાર્યમાં…રોજીન્દા જીવનમાં જાણ્યે ,અજાણ્યે દેખાવા લાગ્યો.તે સૂનમૂન બની ગઇ.

આ પરિવર્તનથી અવિનાશ અકળાઇ ગયો.આદિત્ય,અંજલિ કંઇ ન સમજાવાથી મૂંઝાતા હતા.અચાનક મમ્મીને શું થઇ ગયું છે?કેમ બરાબર બોલતી નથી?વાતો નથી કરતી?વાર્તા નથી કરતી?જાણે દરેક વાતમાંથી તેને રસ ઉઠી ગયો હોય તેવું તે અનુભવી રહી. અવિનાશ પૂછી પૂછી ને થાકી ગયો.પણ..અર્ચનાએ જાણે મૌન નું કવચ ઓઢી લીધું હતું.કાચબો જેમ પોતાના અંગો સંકોચી લે..તેમ તે અંદર ને અંદર સંકોચાઇ રહી હતી.શું કહેવું તેની તેને પોતાને યે પૂરી સમજ નહોતી પડતી.એક મૂંઝવણ…એક અજંપો..ખાલીપો તેના તન, મનમાં ઘેરી વળ્યો હતો.

અવિનાશ તેની કોઇ ઇચ્છાની અવગણના ન જ કરે તેની તેને ખાત્રી હતી.દરેક રીતે અવિનાશે તેને પૂરી સ્વતંત્રતા આપી જ હતી.કોઇ બંધન નહોતું ,તે ધારે તે કરી શકે તેમ હતી.પણ…..શું કરે તે હવે? વેડફેલા વરસો થોડા જ પાછા આવવાના છે?ઘરનો રોજિન્દો વહેવાર તો ચાલતો હતો..પણ…હવે એમાં પહેલાની ઉષ્મા,જીવંતતા..ખુશ્બુ નહોતી.મનને લાખ સમજાવવા છતાં એ વિચારો તેનો પીછો છોડતા નહોતા.બસ…અંતે તે સામાન્ય ,ઘરેલુ સ્ત્રી બની ને જ રહી ગઇ ને?અજંપાની આ આગે તેના તન અને મનની શાંતિ હરી લીધી હતી.

એવામાં અદિત્ય,અંજલિની સ્કૂલનો “પેરેન્ટસ ડે” આવ્યો.તેમની સ્કૂલમાં આ દિવસે તેજસ્વી બાળોકોએ આખા વરસમાં કરેલ પ્રવૃતિઓનું પરિણામ…ઇનામ બધુ જાહેર થતું.દર વરસે શ્રેષ્ઠ બાળકોનું ઇનામ આદિત્ય- અંજલિ ને ફાળે જ જતું અને તે દિવસે અર્ચના ફૂલી ન સમાતી. આજે તો તેને કયાં ય બહાર નીકળવાની જ ઇચ્છા નહોતી થતી.પણ છોકરાઓના અને અવિનાશના અતિ આગ્રહને તે ટાળી ન શકી.ને કમને ગઇ.

ત્યાંના ઉત્સાહભર્યા વાતાવરણમાં ..નાના બાળ્કોના સરસ કાર્યક્રમથી તેને થોડુ સારુ લાગ્યું..તે થોડી હળવાશ,પ્રસન્નતા અનુભવી શકી.પ્રોગ્રામને અંતે દરેકમાં પ્રથમ ઇનામ આદિત્ય ,અંજલિને ફાળે આવ્યા.વારંવાર અંજલિ..આદિત્યના નામ સાંભળી..દોડી દોડી ને તેને ઇનામ લેવા જતાં જોઇ અર્ચનાનું માતૃહ્રદય સ્વાભાવિક ખુશી અનુભવી રહ્યું શ્રેષ્ઠ છોકરા અને શ્રેષ્ઠ છોકરીનું ઇનામ પણ આદિત્ય અને અંજલિ ને જ મળ્યા.

છેલ્લે ઉદબોધનમાં આચાર્યશ્રીએ ગૌરવથી કહ્યું,”છેલ્લા ત્રણ વરસથી આ બે બાળકો જ બધા ક્ષેત્રમાં પ્રથમ ઇનામ લઇ જાય છે.અમારી શાળા માટે તેઓ ગૌરવરૂપ છે જ સાથે સાથે તેમના મા-બાપને પણ તેમના માટે ગર્વ હશે જ..અને તે મા-બાપ પણ આદરને પાત્ર છે.આ બંને ને જોઇને અમે બધા પણ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.અને તેના માતા પિતાને પણ અભિનન્દન આપીએ છીએ……”અને પછી આચાર્ય તો ન જાણે શું નું શું બોલતા રહ્યા….અને અર્ચના ના મનમાં તેના પડઘા ગૂંજતા રહ્યા.

કાર્યક્રમને અંતે બધાએ અવિનાશ અને અર્ચનાને પણ અભિનન્દન આપ્યા..ત્યારે અવિનાશે કહ્યું કે,

” સાચા અભિનન્દન ની હકદાર અર્ચના છે ..હું નહીં ….આ તેનું એક જાતનું તપ હતું જે આજે ફળ્યું છે.”

અને ઘેર પહોંચ્યા ત્યાં સુધી માં તો એ ધન્યતા અને ગૌરવ ની લાગણીમાં અર્ચનાના મનનો બધોયે પરિતાપ.અભાવ,અજંપો..ધોવાઇ ગયા હતા. તે ખુશખુશાલ બની ચૂકી હતી.ના,ના, શેફાલી કે કોઇ ગમે તે કહે..તેણે આ વરસો વેડફયા નહોતા.. જ…!!!!તેણે તો વરસો વાવ્યા હતા…!!!!જે આદિત્ય અને અંજલિ રૂપે સોળે કળાએ ઉગી નીકળ્યા હતા.અને આત્મસંતોષથી તેનું મન છલકાઇ રહ્યું.
                                                            નીલમ દોશી.
“અખંડ આનંદ” માં પ્રગટ થયેલ મારી વાર્તા.

આપ શું કહો છો..અર્ચનાએ વરસો વાવ્યા હતા કે વેડફયા હતા?તે ધારત તો ઘણું કરી શકી હોત!!!

19 thoughts on “અજંપો..

 1. Dear Nilamben,

  Ajampo vanchi ne maaro ajampo dur thai gayo. Thank you !

  I was in the same mindframe as Archana in your story. I brought up in a Metro City with full of activities during School and College days. Now I am a home maker looking after my husband and children in a small but beautiful town. Like Aditya and Anjali, my children Nimitt and Gati take parts in various activities and I involve myself in their career. After reading ajampo, I got mental rehabilitation and peace.
  I want to write you separately so please indicate your email address.

  Thanks & Reagards!

  Darshana Desai

  Like

 2. Dear Nilamben,

  I read all your stories and they remind of some one’s daily life.Today’s story is of my life.My wife has Postgraguate degree in science and had very bright career to do PhD but she preferrd to take care of family and educate our four children.Today our children have excelled in studies and have made their name in their respective branches.All the credit of children’s success goes to her as, I could not spare any time in that direction. Today we are a happy family due to her sacrifices but she is a very proud mother whose example is followed in our society.

  Like

 3. આભાર.દર્શનાબેન,આપે મારું લખેલ નાટક”કનૈયો 21 મી સદી માં” ભજવવાની પરમીશન માગી છે.તો આપ જરૂરથી સારી રીતે ભજવશો.બાળકો માટે જ એ લખાયેલ છે.અને એક વાર અમે સ્કૂલમાં ભજવેલ છે.જેને ખૂબ સરસ પ્રતિભાવ મળેલ.શુભેચ્છાઓ સાથે.

  મહેન્દ્રભાઇ…આપના પત્ની ને અભિનન્દન. મને લાગે છે..આ ફકત મારી જ નહી..ઘણાં બધાની વાત છે.કેમકે જ્યારે આ વાર્તા “અખંડ આનંદ “માં પ્રગટ થઓ હતી ત્યારે પણ મને આવા જ ઘણાં પ્રતિભાવ મળેલ.બાળકો માટે જેટલું કરી શકીએ તેટલું ઓછું જ છે.સમય થી વધારે કીમતી આપણે તેમેન કંઇ જ આપી શકીએ નહીં ફુલ ટાઇમ નહીં..આ હોલટાઇમ જવાબદારી છે..(આજના ઘણા મા- બાપ પાર્ટ ટાઇમ મા-બાપ બની રહે છે.સંજોગો અલગ વાત છે.બાકી…)આપના પત્ની ને ખાસ મારા તરફથી અભિનંદન આપશો..

  Like

 4. બહુ જ સરસ વાર્તા છે. આન્ટી.
  ઉપરોક્ત વાર્તામાં અર્ચનાએ વરસો વાવ્યા હતા નહીકે વેડફ્યા. પોતાની શક્તિ,સંસ્કાર અને સમજણ ને બહુ સરસ રીતે તેણે પોતાના સંતાનો મા રોપ્યા હતા જેના મીઠા ફળો તેને મળ્યાં અને અજંપો દૂર થયો.
  સરસ વાર્તા.
  ખૂબ ખૂબ અભિનંદન.

  Like

 5. નીલમબેન,
  સાહિત્યની સાથે સમાજસેવા,
  સુર્યપ્રકાશથી પણ વધુ અજવાળું,
  સુંદર રચના.

  Like

 6. ખૂબ જ સરસ વાર્તા આંટી!

  અર્ચના ઓછે-વત્તે અંશે દરેક ઘરેલુ સ્ત્રીની પ્રતિકૃતિ છે… અને અર્ચનાનો અજંપો પણ દરેક ઘરેલુ સ્ત્રીને ક્યારેક તો ઘેરી જ વળે છે… અને ત્યારે અર્ચનાની જેમ જો એ અજંપામાંથી બહાર નીકળવાની દ્રષ્ટિ મળે તો જીવન એકદમ સ-રસ લાગે છે!!

  અભિનંદન!

  Like

 7. AJAMPO,VARTA TARIKE GHANI SARI….SARAS CHHE..
  PAN ENE JIVAN TARKE JOIYE TO VICHARO NU VAVAZODU SARJI JAY CHHE..VARTA MA EK TABKKO EVO AAVE CHHE JE KAH JAY CHHE KE SVATANTRA ASTITVA VAGAR NI NARI NU JIVAN KAI NATHI..ANE HAVE ARCHNA POTANE MATE JIVASHE…ANE ANT ALAG J CHHE, E GAMYO..
  PAN EK PRASHNA MARA MAGAJ MA JANM LE CHHE KE SHU AAJ NA JAMANA MA NARI NI POTANI OLKAN NA HOVI KE MATRA POTANE GHRUHINI NA DHACHA MA DHALI NE DUNIYA THI ALAG THAI JAVU EVU KEM? ANE E J AADARSH CHHE EVU KEM??
  WELL PAN JE GRUHINIO AAVU JIVAN JIVE CHHE EMNE MARA `SALAM’ KARAN KE AAJNA JAMANA NI VYAKTIO MATE SAMPURNA GHUHINI NU JIVAN JIVVU E WORKING LADY NA JIVAN KARTA VADHU AGHRU CHHE..KHAS KARI NE TYARE JYARE E NARI GHANU BADHU KARVA SAKSHAM HOY ANE KAI NA KARTI HOY…!!!!!

  Like

 8. ઘણું બધું કરી શકવા સમર્થ સ્ત્રી તેની બાળક માટે શું ન કરી શકે?અને સમાજને..દેશને ઉત્તમ વ્યક્તિની ભેટ તે આપે છે.તેનું મૂલ્ય ઓછુ કેમ અંકાય?એનો અર્થ એ નથી કે સ્ત્રી એ ફકત ઘરેલુ જ બની રહેવું જોઇએ?સંજોગો પ્રમાણે તે ઘણુ કરી શકે.પણ કહેવાનો અર્થ એટલો જ કે બાળકોને ભોગે કંઇ ન થવું જોઇએ.

  તમારો પ્રશ્ન બરાબર છે..નારીએ બધુ મુકીને અલગ થઇ જવાની વાત નથી.પરંતુ જો બાળકો આવકાર્યા છે…તો એના માટે જરૂરી..એનો હક્ક એને મળવો જ જોઇએ.(અને એ હક્ક પ્રેમ અને સમયનો છે)જ્યાં આર્થિક જરૂરિયાત હોય ત્યાં સમાધાન કરવું પડે.સંયુકત કુટુંબ આમાં ઘણો સારો ભાગ ભજવી શકે.પણ…આજે કયાં?
  જોકે આ બધી અનંત ચર્ચા છે.
  સત્ય માત્ર એટ્લુ જ મારી દ્રષ્ટિએ કે બાળકોને ભોગે કંઇ ન થવું જોઇએ.
  કયારેક આ વિષ્હય પર એક બીજી વાર્તા જરૂર લકહવાની છું..જેમાં કદાચ આનો જવાબ આપવાનો પ્રયત્ન હશે.
  આભાર .આપે દાખવેલ રસ બદલ.

  Like

 9. અર્ચનાના વર્ષો નથી વવાયા, આદિત્ય,
  અને અંજલી સ્વરૂપે, સપનાનાં વાવેતર
  થયા છે.જે વડલાની વડવાઈની માફક
  ઘટાદાર વૃક્ષ રૂપે તૈયાર થશે.

  Like

 10. Ajampo vanchvani sharuat ma Archana ni jem maro pan Ajampo bahar aavva lagyo.I started thinking what did I do in all these years.just looked after my house,husband and my daughters? But like the end of the story, I also realised that I have not wasted my those years but I have very faithfully dedicated my life to them and now I have no regrets 4 it.
  Tamari darek vat mari potani hoy evu kem lage chhe?

  Like

 11. Dear Nilamben,
  Read your story ‘Ajampo”. It’s very good, inspiring. A story of realisation about real achievement of life by a woman. Your style is simple yet interesting.
  Recently also read your story in ‘Uddesh’. It’s really beautiful. You’ve effectively portrayed the irony of a helpless woman to whom her son explains the benefits of drinking milk! Congrats!
  Harish Khatri

  Like

 12. NAMSTE pura vishvne ane ma-bapne jethi hu vachi shku chu ane lakhi shku chu .jeevanma kary minda sman hoy che chta thya kre che to jivan to phelathi bnyu banayu che, apne to katputlio chie, jyare smjayu ke krutgnythi apnne anu anuno sath mle che jethi jivan badlay che. jo jivan anity, nshvar ,bhagur ane har pal badlay che to baduj vyrth che, shu krm ke shu niswarthseva eno mtlab ishware je apyu che te melvine apoap vishvne apay che.enu nam jivan che evu khevu sty che.

  Like

 13. બહુ જ સરસ વાર્તા છે. આન્ટી.ઉપરોક્ત વાર્તામાં અર્ચનાએ વરસો વાવ્યા હતા નહીકે વેડફ્યા. પોતાની શક્તિ,સંસ્કાર અને સમજણ ને બહુ સરસ રીતે તેણે પોતાના સંતાનો મા રોપ્યા હતા જેના મીઠા ફળો તેને મળ્યાં અને અજંપો દૂર થયો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.