વિશ્વ ગુજરાતી…

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “અંતરની વાણી”
કરી “સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
”હાસ્યના દરબાર “થી રહું મલકી,
”રીડ ગુજરાતી” રીડ કરી
”શિવશિવા” ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
”મારું જામનગર “તો રહ્યું સદા પોતીકું
નજરોને” વિશાલ “કરી,
”લયસ્તરો”માં ડૂબકી મારું
”વાત ચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
”અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
”વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
”વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ “નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
”પરમ સમીપે”.
                                         નીલમ દોશી.

17 thoughts on “વિશ્વ ગુજરાતી…

  1. પિંગબેક: વિશ્વ ગુજરાતી… « વિજયનુ ચિંતન જગત

  2. ગુજરાતી બ્લોગ જગતનાં સક્રીય દરેક બ્લોગ કે જેની લગભગ રોજીંદી મુલાકાત એક સવારની ચાની જેમ હોય છે અને તે કદી નિરાશ પણ નથી કરતી કારણ કે ત્યાં ગુજરાતી ( સમચારો સિવાયનું ) વાંચવા મળી જાય જ છે.
    નિલમબેન મારા મનની વાત કાવ્ય સ્વરુપે રજુ કરવા બદલ આભાર.

    param samipe phaonchi ne khencho am saune param samipe
    bahu sundar nilamben!
    tame mari site http://www.vijayshah.wordpress.com upar
    Dhanyavad

    Like

  3. અરે વાહ આંટી! આ વાંચીને મને તો ખૂબ જ મઝા આવી ગઇ…
    નીલાઆંટીએ કહ્યું તેમ… તમે આ નવા વર્ષે ખરેખર વરસી પડ્યા!!
    કાયમ આમ જ વરસતા રહો એવી આશા સાથે અભિનંદન!

    Like

  4. સોરી..દાદા,ભૂલાઇ ગયું.લખતી વખતે જે યાદ આવ્યું તે લખાઇ ગયું.કદાચ બીજા પણ ઘણાં રહી ગયા હશે.
    પરિચય વિષે તો આખું અલગ કાવ્ય બની શકે તેમ છે.મુડ આવી જશે ત્યારે લખાઇ જશે.

    Like

  5. નવા વરસના નવલા દિને
    નીલમબેને કરી કમાલ
    વરસાવીને હેત અસીમ તમ
    બ્લોગજગતને કરીયું ન્યાલ
    અભિનંદન નીલમબેન….ને અભાર…

    Like

  6. સરસ કાવ્ય…. એક કામ જોકે રહી ગયું… દરેક નામની સાથે લિન્ક જોડી દીધી હોત તો એક જ કવિતામાંથી બધા બ્લોગની બારીઓ ખોલવાનું સરળ બની જાત…

    Like

  7. પિંગબેક: ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ… « સહિયારું સર્જન - પદ્ય

  8. મારી આંખે તો નવું જ વિશ્વગુજરાતી હોયને નિલમબહેન કારણકે હજી તો આ સમંદરમાં ગોતાં ખાઉં છું. મારા ય મનમાં ઉર્મિનો ઘૂઘવતો સાગર જાણે હિલ્લોળે ચઢ્યો છે. અમૃતવેળા છે. શાંતરાત્રિ છે અને પ્રભુમિલનની વેળાએ પરમ સમીપેની મારી નવી છતાં વર્ષો જૂની ભાસે એવી પરમસખીરૂપા નિલમબહેનને પ્રતિભાવ દર્શાવતાં આનં થાય એ સ્વાભાવિક છે. હું પણ કદાચ સ્કૂલમાં અગિયારમાંમા હોઈશ ત્યારે આવું જ કઈંક લખ્યું હતું મારી ડાયરીમાં જે આપની સાથે ભાગ કરવાનું મન થાય છે.

    ‘હતું માનસરોવરનું જળ શાંત, કોઈકે આવીને પત્થર ફેંક્યો. તરંગો ઉઠ્યા ઉઠવાદો,
    સ્પંદનો મહીં ભળી ગયા, ભળવા દો.’ હાલની દશા પણ કઈંક આવી જ છે. તે સમય અલગ હતો, જ્યારે વિશ્વગુજરાતીઓનો સાથ નહોતો અને સમય કે ચીજોનો અભાવ હતો. હવે નિવૃતિને આડે થોડાં વર્ષો બાકી રહ્યાં છે, તો પાછી આ પ્રવૃતિ કરવાની કોશિશ કરી રહી છું, આગળ પરમાત્મા ભોલાનાથની મરજી.

    જીવનની ઉષા હવે સંધ્યા બનીને અનેકવિધ રંગો મનના આકાશમાં રેલાવવા માંગે છે. પ્રભુની પરમસમીપે પહોંચવાનો, પરમતેજનો અનુભવનો લાહ્વો લેવા પરમસખીને નિમંત્રણ. લખવું હોય છે કઈંક ને લખાઈ જાય છે કઈંક એજ તો મહાપ્રભુની લીલા છે અને મા સરસ્વતી લખાવે તેજ લખાવાનું છે.

    Like

Leave a reply to usha જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.