ઝાડવાએ છાંયડાની માંડી દુકાન,
ધંધામાં રોકી છે પોતાની મૂડી બધી
એટલેકે સઘળાં યે પાન….
આવનાર માગે જો ચપટીભ્રર છાંયડો..
તો ખોબાભર છાંયડો આપે.
સૂરજ વિદાય થતાં લાગે સંકેલવા..
એ આમતેમ પાથર્યા પથારા
માંડે હિસાબ ..પડી એકલું તો.,
વકરામાં હોય કેટલાંયે હાશકારા!!
બાંધી લે ગાંઠે એ ગણ્યા વિના
પરચૂરણ સિક્કા..જે પંખીના ગાન….
કોઇને પણ થાય….
એને દેવાળુ ફૂંકવાનો,
આવશે દિવસ આજ-કાલમાં
આજ લગી તો ય એનો વેપલો., તો…
ચાલે છે સમજણ ની બહારની કમાલમાં..
એકલું એ ઝાડ નથી લૂંટાતું….
લૂંટાતું એનું આખ્ખું યે ખાનદાન.
આ ઝાડવાને ‘મા’ સાથે સરખાવી શકાય. માંગો ચપટી પણ દઈદે ખોબો.
LikeLike
ઝાડ હોજો ઝુંન્ડમાં…એકલ ઊડી જાય
બોલકણા હોય બંધવા …તોયે પોતાની બાંય !
ઝાડનો આત્મા પરોપકાર છે. આખું ખાનદાન જ લૂટાય !
LikeLike
વાહ! તમારી આ ઝાડવાની દુકાનમાં પણ અમને ઘણો છાંયો મળે છે હોં!
LikeLike