Archive for the 'સ્વરચિત કૃતિઓ' Category
July 6, 2008
એક નાનકડું પર્ણ ..નાચતું કૂદતું પડતું આખડતું જાણે ઓલિમ્પીકની રેસમાં ઉતર્યું હોય તેમ આસપાસ નજર નાખવાની પરવા કર્યા સિવાય નદીના પ્રવાહમાં બસ આગળ ને આગળ ધસમસી રહ્યું હતું. વચ્ચે ભલેને મસમોટા ખડકો આવ્યા કરે અહીં કોને પરવા છે ? તે તો વટભેર ખડકો કૂદાવતું આગળ ને આગળ દોડી રહ્યું હતું કે [...]
Posted in ગમતાનો ગુલાલ, સ્વરચિત કૃતિઓ |
July 4, 2008
બાબુભાઇ ખૂબ મહત્વાકાંક્ષી માણસ.અને મહેનતુ પણ ભારે. અને પાછા નીકળ્યા નશીબના બળિયા. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો જયારે સંગમ થાય ત્યારે વિધાત્રી નવેસરથી લેખ લખવા આવી જ પહોંચે ને ? અને નવેસરથી લખાયેલ એ લેખમાં બાબુભાઇના ચરણમાં લક્ષ્મી નો ભંડાર ભર્યો હતો..આમ તો તેમના ચરણમાં અને મસ્તકમાં એવા બીજા પણ ઘણાં ભંડાર ભર્યા હતા. જેની [...]
Posted in જરા હસી લઈએ, સ્વરચિત કૃતિઓ |
June 26, 2008
એક શમણું સાકાર થયાની ધન્ય પળ…! જે શમણાની પ્રતીક્ષા કાગડૉળે વીસ વીસ વરસથી કરી રહી હતી તે આજે સાકાર થયું હોવાની સાબિતિ આપતો રજીસ્ટર્ડ પત્ર અને સુંદર મેડલ પુનિતાના હાથમાં હતો. અને પુનિતા મૂઢની માફક તે હાથમાં લઇ ને બેઠી હતી..ખોલવાની દરકાર સુધ્ધાં કર્યા સિવાય..કદાચ પરમ આનંદ કે પરમ વિષાદની ક્ષણોમાં માનવી આમ જ…! જોકે [...]
Posted in વાર્તા રે વાર્તા, સ્વરચિત કૃતિઓ |
June 24, 2008
સંબંધોના અર્થ કદી બદલાયા કરે
ઉઘડે જો આંખ મર્મ સમજાયા કરે
કયારેક કોઇ પળે અમુક સંબંધો અર્થહીન લાગે છે. દ્રષ્ટિ બદલાતી રહે છે.સન્દર્ભો બદલાતા રહે છે. સમયની સાથે સાથે જીવનમાં પરિવર્તન આવતા રહે છે. એક જ વ્યક્તિ માટે દરેકના અભિપ્રાયો અલગ અલગ હોઇ શકે છે. મા તરીકે ખૂબ પ્રેમાળ સ્ત્રી સાસુ તરીકે [...]
Posted in સંબંધસેતુ.., સ્વરચિત કૃતિઓ |
June 21, 2008
ઉદાસી …ખુશી.. આલોક ઉદાસ બની આ હોટેલમાં બેઠો હતો. આજે તેની પત્નીની પ્રથમ પુણ્યતિથિ હતી. તેની પત્ની આશકાની આ પ્રિય જગ્યા હતી. અવારનવાર બંને અહીં કોફી પીવા આવતા અને કલાકો ગાળતા.આ હોટેલ તેમની અનેક સુંદર સાંજની સાક્ષી હતી. પણ આજે…નિતાંત એકલતા તેને ઘેરી વળી. કોફી તો આવી ગઇ હતી. પરંતુ પીવાનું મન ન થયું. સાથે [...]
Posted in લઘુકથા, સ્વરચિત કૃતિઓ |
June 19, 2008
“હૈયુ નર્યુ મુલાયમ,સામે બધા ય પથ્થર,
હળવે રહીને લખજો હૈયાના હસ્તાક્ષર…”
કવિએ આ એક પંક્તિમાં કેટલી સાચી વાત કહી દીધી છે. દરેક વ્યક્તિને પોતે હમેશા લાગણીશીલ અને અંદરથી મુલાયમ છે. અને બીજા પથ્થર જેવા કઠોર છે તેવું લાગતું હોય છે.પણ એ બીજા બધા પણ પોતે એવું જ માનતા હોય છે ને ? તેથી જ કોઇ કવિ [...]
Posted in સંબંધસેતુ.., સ્વરચિત કૃતિઓ |
June 16, 2008
સંબંધોનો રસ્તો સહિયારો
મારગ જીવનનો મઝિયારો
સંબંધોનો રસ્તો હમેશા સહિયારો જ રહેતો હોય છે. અને એ રસ્તો કોઇ રાજમાર્ગ નથી..કે સડસડાટ ચાલી જવાય. એ તો સાંક્ડી કેડી છે. જયાં દરેક પગલુ થોડી સાવચેતીથી…થોડી સમજણથી….થોડા સ્નેહથી..થોડા સમાધાનથી અને થોડી ધીરજથી ભરવામાં આવે તો રસ્તામાં અવરોધો નડે નહીં..અને જીવનમાં સંબંધો ખીલી રહે અને જીવન સભર બની શકે.
આજે [...]
Posted in સંબંધસેતુ.., સ્વરચિત કૃતિઓ |
June 13, 2008
દિનાન્તે ગોખોમાં સાંધ્યદીપ પ્રગટતા રહ્યા. પશ્વિમમાં ખડકાયેલ વાદળોને વીંધીને સૂરજ ક્ષિતિજને પાર અદ્રશ્ય થઇ ગયો હતો. પંખીઓ વિના અણોહરા બની ઉઠેલ વૃક્ષો મૌન રહીને વાયરાની વાતોમાં ટાપસી પૂરાવતા ડોલી રહ્યા હતા. વરણાગી વાયરો ડાળીઓ સાથે અડપલાં કરી રહ્યો હતો. અને ડાળીઓને જાણે રુંવેરુંવે કૂંપળો ફૂટી રહી હતી. રજની ધીમે ધીમે પોતાની ચળકતી ટીપકીવાળી ઓઢણી [...]
Posted in વાર્તા રે વાર્તા, સ્વરચિત કૃતિઓ |
June 12, 2008
શાંતિભાઇ કે આશાબેનની આંખોમાં આજે ઉંઘ નહોતી. બંને મૌન હતા..સૂવાનો ડોળ કરીને એકબીજાને છેતરતા હતા..કે પોતાની જાત ને ?
અંતે આશાબેનથી રહેવાયું નહીં.. હળવેથી તેણે પતિને પૂછયું, ‘ પછી તમે શું વિચાર્યું ? ‘
‘ મેં કોઇના માટે વિચારવાનું બે વરસથી છોડી દીધું છે. ‘ નામ લીધા સિવાય જ શાંતિભાઇએ કહ્યું. તેમના અવાજમાં દર્દ હતું કે [...]
Posted in લઘુકથા, સ્વરચિત કૃતિઓ |
June 8, 2008
” સંબન્ધોની રાખ દઝાડે છે
કયાંક હજી ચિનગારી છે.”
સમયની સાથે કેટલાક સંબંધો રાખ થઇ જતા હોય છે તો કોઇ નવા સંબંધો જન્મતા હોય છે. જીવનપથ પર કયારેક કોઇ મળે છે કયારેક કોઇ વિખૂટા પડી જાય છે. અને જયારે કશું ન સમજાય ત્યારે આપણે તેને ઋણાનુબંધ કે લેણદેણનું નામ આપીએ છીએ. અથવા [...]
Posted in સંબંધસેતુ.., સ્વરચિત કૃતિઓ |