પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

માણીએ જીવનક્ષણો સૌ સંગાથે…. October 3, 2006

ભૂગોળની કિતાબમાં ન એનું નામ છે,                                             આ મામૂલી ભલે રહ્યો,મારો મુકામ છે.
  આ મામૂલી  મુકામ એટલે ……..પશ્વિમ બંગાલમાં મીદનાપુર જીલ્લામાં આવેલ નાનકડું છતાં સતત ધમધમતું એવું હલ્દીયા. એમાં ક્લ્સ્ટર 19 માં આવેલી ટાટા કેમીકલ્સની કોલોની અને તેમાંનું અમારું નાનકડું ઘર.

અને ગુજરાતની સરહદના છેક છેવાડાના ગામ મીઠાપુર ના..(.જે  જામનગર જીલ્લામાં ,પવિત્ર યાત્રાધામ દ્વારિકાની સાવ પાસે આવેલું છે..). પશ્વિમ છેડાથી અહીં ..છેક પૂર્વ માં બીજે છેડે આવવાનું થયું તે દિવસની યાદ આજે એક વરસ પછી પણ એટલીજ જીવંત છે.જે યાદમાં આપ સૌને ભાગીદાર બનાવવા ગમશે.   10 નવેમ્બર 2004 નો એ દિવસ હતો..એ દિવસે અચાનક સાંજે ક્લબમાં પાર્ટી માં જવાનું આમંત્રણ આવ્યું ત્યારે તો કંઇ નવું ન લાગ્યું કેમકે મીઠાપુર માં સીનીયર એક્ઝીકયુટીવ માટે આવી પાર્ટીઓ તો બહું સામાન્ય હતી.એટલે રાબેતા મુજબ જ અમે ગયા હતા. ત્યાં પાર્ટીમાં અચાનક સ્ટેજ પરથી અમારા પ્રેસીડંટ અમારા.. એટલેકે..મારા પતિ(હરીશ દોશી)ના વખાણ કરવા લાગ્યા!!અને પછી તો એ સિલસિલો ચાલુ રહ્યો.વારાફરતી બધા આવી આવી ને માઇક પરથી અમારા વિષે બોલવા લાગ્યા….અમારા આશ્ર્વર્ય નો પાર ન રહ્યો.. કે અચાનક બધાને અમારા પર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઇ આવ્યો??.અને..અને અંતે ખબર પડી કે ..આ  તો અમારી ફેરવેલ પાર્ટી…વિદાય સમારંભ હતો!!!અમને આશ્ર્વર્ય આપવા માટે અગાઉથી જણાવ્યું નહોતું.

પશ્વિમ ના એક છેડેથી બીજે છેડે…હલ્દીયામાં અમારી બદલી થઇ હતી. હિન્દલીવર ટાટા કેમીકલ્સે લઇ લીધું હતું ત્યારથી શરૂ થયેલ અફવાઓનો આ અંત હતો.!!!  

હું તો સ્તબ્ધ થઇ ગઇ હતી. હલ્દીયા…નામ તો શું નકશામાં પણ નહોતું જોયુ.આંખમાં આંસુ છલકાઇ ગયા.આટલા વરસો ગુજરાતમાં સ્વજ્નો સાથે રહ્યા બાદ દૂર જવાનું હતું.અને તે પણ એક છેડેથી..બીજે છેડે.અજાણી ભાષા,અજાણ્યા લોકો,અજાણ્યું વાતાવરણ..અજાણ્યો પ્રદેશ…ગમશે? ફાવશે? શું થશે? કેવું હશે? અસંખ્ય પ્રશ્નોની હારમાળા મનમાં ચાલતી હતી.                                                 નીલમ દોશી.મિત્રો,આપ સૌ આપની મનગમતી અને થનગનતી ક્ષણોમાં અમને ભાગીદાર નહીં બનાવો?ગમતાનો ગુલાલ નહીં કરો?જરૂર કરશો..એ આશા સાથે…

(”હલચલ”કોલકત્તાથી પ્રગટ થતા અઠવાડિક માં આવેલ મારા લેખમાંથી ટૂંકાવીને…)

 

જીવનક્ષણો માણીએ સૌ સંગાથે.. September 25, 2006

મારી બહેન ના દીકરા ચિંતને હમણાં જ એમ.બી.બી.એસ. પૂરૂ કર્યું ને હવે તેની ઇંટરંશીપ ચાલુ છે.હમણાં રજામાં તે મારે ઘેર આવેલ ત્યારે તેણે કહેલ એક વાત મને સ્પર્શી ગઇ.માસી,હમણાં ઇમરજન્સી વોર્ડમાં મારે નાઇટ ડ્યુટી હતી.વોર્ડમાં એકસરખા લાગતા બે છોકરા દાખલ હતા.એમાંથી એક ને બે કલાક પછી અમુક ઇંજેક્શન આપવાનું છે.એમ સૂચના આપી સીનીયર ડોકટર ચાલ્યા ગયા.બે કલાક પછી ડોકટરે કહેલ ઇંજેક્શન લઇ હું આપવા ગયો.પણ ભૂલથી ન જાણે કેમ એક ને બદલે બીજા છોકરાને અપાઇ ગયું.હું મૂંઝાઇ ગયો.કોઇ ને કહું તો મારું આવી જ બને તેમ હતું.મેં મૂંગા રહેવાનું મુનાસિબ માન્યું.

પણ..થોડીવાર થઇ ત્યાં જે છોકરા ને ઇંજેક્શના આપેલ તેને આંચકી આવવાનું શરૂ થયું હું ગભરાઇ ગયો.ફોન કરી સીનીયર ને બોલાવ્યા.તેણે તપાસ્યો..પણકઇ  સમજાયું નહી કે અચાનક આમ કેમ થયું?મને પૂછયું..પણ તેના કડક સ્વભાવની ખબર હોવાથી હું ગભરાઇ ગયો અને ઇચ્છા છતાંકંઇ બોલી ન શકયો.ડોકટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી પણ કઇ ફરક ન પડયો.મારી દશા વિચિત્ર થઇ ગઇ હતી.એકવાર ના પાડી  દીધા પછી બોલવું યે કેમ?

પણ ત્યાં મને મેડીકલમાં એડમીશન  લેતી વખતે મમ્મીએ કહેલ શબ્દો યાદ આવ્યા..બેટા.તારે હવે જીવંત માનવ શરીર સાથે કામ કરવાનું છે.તારી એક નાની ભૂલ પણ કોઇની જિંદગી છીનવી શકે છે.તું કયારેય માનવતા ન ચૂકતો..વિ…

અને મારું મન શાંત બની ગયું.મેં તરત જ ડોકટરને સોરી કહી સાચી વાત કરી દીધી.સાચી વાત ની ખબર પડવાથી એ પ્રમાણે યોગ્ય સારવાર થઇ શકી અને તે બચી ગયો.મને ઠપકો તો ઘણો મળ્યો..ઘણું સાંભળવું પડયું મારી બેદરકારી બદલ.પણ એનો મને કોઇ અફસોસ નહોતો.કોઇની જિંદગી છીનવાતી બચી ગઇ હતી.અને આ લેશન હવે હું હમેશા યાદ રાખીશ.

અને  મને યે આ વાત યાદ રહેશે.                             નીલમ દોશી.

 

આજની પંક્તિ September 2, 2006

Filed under: સહિયારૂ સર્જન — nilam doshi @ 8:32 am

ઉડી રહ્યા છે યાદોંના અબીલ-ગુલાલ

કલમ ઉપાડશો ને?

 

સર્જન સહિયારૂ… September 1, 2006

Filed under: સહિયારૂ સર્જન — nilam doshi @ 10:46 am

આમંત્રણ

 

આજે અહીં એક પંક્તિ મુકી છે.એમાં બાકીની ત્રણ લાઇન આપ સૌ ને લખવાનું સ્નેહભીનુંઆમંત્રણ છે.અને મને વિશ્વાસ છે કે મારા કરતા પણ આપ સૌ વધુ સરસ લખશો જ.તો તૈયાર પાદપૂર્તિ  માટે?અને આપણ ને મળશે સરસ મજાના ચાર લાઇન ના લઘુકાવ્યો.  મિત્રોનું  સહિયારૂ સર્જન!! આપના સહકાર ની ખાત્રી છે જ.આભાર.

તો આ રહી આજની પંક્તિ…બાકીની લાઇનો આપ સૌની

 

“હું તો પીળું થયેલ એક પાંદડું,  ”

 

                    નીલમ દોશી