સુખદ સંભારણા માટે તમારે ઘણાં સમય અગાઉથી તૈયારી કરવી પડે.
આજની ખાટી મીઠી… December 9, 2006
આ દુનિયા એવા લોકોથી ભરપૂર છે કે જે,બીજાઓએ પોતાની શક્તિ અને કુશળતા કેમ વાપરવી જોઇએ તે સમજતા હોય છે.
આજની ખાટી મીઠી.. November 28, 2006
યુધ્ધો જાહેર કરે છે વડીલો,પણ તેમાં શહીદ થઇ જવાનું હોય છે યુવાનોને!!!
આજની મીઠી…(ખાટી રજા ઉપર) November 27, 2006
રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ,
ભકતો આળોટી કરે છે પ્રણામ,
પથ માને હું છું દેવ,રથ માને સ્વામી,
મૂર્તિ માને હું છું દેવ,હસે અંતર્યામી.
શ્રી ટાગોર
આજની ખાટી મીઠી.. November 21, 2006
ઉતરડાયેલ અન્ધકારમાં
પ્રસવેલું શિશુ
ગુપ્તતાથી પેટી માં પૂરી
તરતું મૂકુ
ત્યાં કર્ણનો નાદ સંભળાય
ન હન્યતે..!!.ન હન્યતે!!
પ્રફુલ્લ રાવલ.
આજની ખાટી મીઠી.. November 4, 2006
પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો
ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે…તેનું કંઇ કહેવાય નહીં.
