પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગમતી પંક્તિઓ… November 6, 2007

ખુલ્લી પડેલ પ્રીતનો અરથ
કળી કળી એ જાણ્યો
શરમની મારી ધરતીએ
કાળી રાતનો ઘૂમટો તાણ્યો.

કંઇ પણ બોલ્યા વિના છૂટા પડયા,
ઉમ્રભર એના પછી પડઘા પડયા.

જાત્રા હોય છે તારી શેરી જવું
અન્યથા ચાલવું છે માત્ર થાકવું.

સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
ક્ષણોને પીસવામાં કેટલી તકલીફ વેઠી છે.

પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
ને કમનશીબે આપણી રૂ જેવી જાત છે.

 

રત્નકણિકાઓ… October 31, 2007

નહીં બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.અને બોલાયેલ શબ્દ તમારો માલિક.

વાદળ અને વાવાઝોડા વિના મેઘનુષ્ય હોઇ શકે નહીં.

જીવનમાં કોઇ કામ કર્યા પછી જો તમને થાય કે “આજે મજા આવી ગઇ.” ત્યારે માનવું કે તમે સાચે જ કામ કર્યું છે.બાકી તમે કામ પતાવ્યું છે.

ભાગ્યશાળી કેમ ના ખુદને ગણુ? કોકના આંસુ અગર લૂછવા મળે.

કેટલાક લોકોને એવો વહેમ હોય છે..કે એમને કોઇ સમજતું નથી.હમેશા ફરિયાદ કરતા રહેવું એ એમનો જન્મસિધ્ધ હક્ક છે.પણ એમણે કયારેય એવું વિચાર્યું છે..કેહું ખુદ કેટલાને સમજુ છું?

જિંદગી રેતી પર લખાયેલ નામ જેવી છે.એક નાની અમથી લહેરખી ને એ ભૂંસાઇ જશે.

દરેક નવો દિવસ સુખની શાશ્વતી નો પયગામ છે.સાવ સામાન્ય વસ્તુઓને પણ પ્રેમ કરતા શીખો.

શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે.જેને લીધે અનેક મહાભારત સર્જાય છે.એક કઠોર શબ્દ,એક ધારદાર વાગ્બાણ..કોઇના દિલને લંબો સમય સુધી કોતર્યા કરશે..અને મૂકી જશે એક કાયમી જખ્મ.

શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઇએ.શબ્દો શાંતિ પમાડે..સુખ ચેનનો એહસાસ કરાવે એવા હોવા જોઇએ. શબ્દો જયારે શસ્ત્રો બને છે ત્યારે લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.

પ્રેમ એ એકલો હક્ક નથી.પણ બીજા પ્રત્યેની જવાબદારી છે.

સુખદ સ્મૃતિઓની તમામ બારીઓ ખુલ્લી રાખું..અને દુ:ખદની બંધ

નાની નાની બાબતોમાં ખુશ થઇ જતા આવડે એ જ ચિરંતન આનંદનું રહસ્ય.

 

રત્નકણિકાઓ… October 30, 2007

Filed under: રત્નકણિકાઓ — nilam doshi @ 9:27 am

માણસ ધર્મ માટે લડશે,લખશે,તેને માટે મરશે..પણ તેને માટે જીવશે નહીં.

આપણે જેટલું વધારે કામ કરીએ તેટલી વધુ કામ કરવાની શક્તિ આપણામાં આવે.અને આપણે જેટલા વધુ કાર્યશીલ થઇએ તેટલો વધુ આરામ મળે છે.

હાલ તુરત જે નાના કામ તમારી સામે આવ્યા હોય તે શરૂ કરો.પછી મોટા કામો જાતે તમને શોધતા આવશે.

દરેક કાર્યને માટે સમય હોય છે.અને દરેક સમયને માટે કાર્ય….બાઇબલ

કોઇ પણ માણસ સાવ ન ગમે એવું તો કેમ બને?માણસ સામે મતભેદ હોઇ શકે.પણ એ વાંધાવચકાને એનેસ્થેશિયા આપતા આવડવું જોઇએ.પૂર્ણતા તરફ જવાનો રસ્તો એક જ..બીજાની અપૂર્ણતા તરફ આંખમીંચામણા કરવા અને પોતાની અપૂર્ણતા તરફ ધ્યાનબહેરા ન રહેવું,સારામાં સારા માણસમાં પણ કયાંક કોઇક ઓછપ હોય જ છે.અને ખરાબમાં ખરાબ માણસમાં પણ કયાંક કોઇ સારું તત્વ હોય જ છે.જરૂર છે..એક શોધી કાઢવાની..અને બીજા ને અણદેખી કરવાની.

એકલી શ્રધ્ધા વડે બહું ઓછું સિધ્ધ કરી શકાય છે.પણ સાવ શ્રધ્ધા વિના તો કશું સિધ્ધ નથી થતું.

 

January 4, 2007

Filed under: રત્નકણિકાઓ — nilam doshi @ 6:00 am

જો તમે તમારી આવકની મર્યાદામાં રહી શકો તો તમે ચિંતા વિના જીવી શકો અને અલબત્ત સાથે બીજી અનેક વસ્તુઓ વિના પણ.!!!!

 

આજની ખાટી મીઠી… January 1, 2007

Filed under: રત્નકણિકાઓ — nilam doshi @ 6:00 am

કંજુસ માણસ સાથે જીવવું ભલે ત્રાસદાયક હોય,પણ તેના વારસદાર થવાનું ગમે તેવું હોય છે.

 

બાળક શીખશે… December 30, 2006

અવગણના વચ્ચે જીવતું બાળક..
અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક
લડાઇ શીખશે.
ઉપહાસ વચ્ચે જીવતું બાળક..
શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક..
ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક
વિશ્વાસ શીખશે
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળક…
જગતમાં પ્રેમ આપતા
અને મેળવતા શીખશે..

 

આજની ખાટી મીઠી… December 22, 2006

Filed under: રત્નકણિકાઓ — nilam doshi @ 3:48 pm

શાહરૂખ,અભિષેકની ફિલ્મો જોઇને છોકરાઓ તેમના જેવા બનવા માટે ખૂબ મહેનત કરે છે.જ્યારે રામાયણ જોઇને રામ જેવું જીવન જીવવા કેટલા તૈયાર થાય છે?
  આજની ખાટી મીઠી..વિશાલ મોણપરા તરફથી સાભાર.

 

આજની ખાટી મીઠી… December 22, 2006

પહેલાં આપણે
આ નગરના સામસામા
છેડે રહેતા હતા,
ને રોજ મળતા હતા!!
આજે એક જ ઘરમાં
રહીએ છીએ
ને કયારેય મળતા નથી!!

                       નિરંજન ઉદાસ

 

આજની ખાટી મીઠી… December 19, 2006

મા બાપ જે રીતે ઘેર વરતે તે જ રીતે બાળકો જાહેરમાં વરતીને તેમને નામોશી આપે છે.

 

આજની ખાટી મીઠી.. December 18, 2006

સાગરના વખાણ કરજો પણ રહેજો કિનારા પર જ!!