Archive for the 'નીલમ ની નજરે' Category

પ્રતીક્ષા છે આપણને ? શા માટે ? કોની ?

November 1, 2007

“परित्राळाय साधूनाम् ,विनाशाय च दुष्कृताम्
धर्म संस्थापनाय् संभवामि युगे युगे “
શું આ મુજબ આપણે કોઇ યુગપુરૂષની પ્રતીક્ષા કરી રહ્યા છીએ ?કોઇ આવી ને આપણને સ્વામી વિવેકાનંદનો “ઉઠો,જાગો….” નો મહામંત્ર ફરી એકવાર સંભળાવે..તેની રાહ જોઇ રહ્યા છીએ ? ભારતીય સંસ્કૃતિની મહાનતાનો મુખવટો પહેરી કયાં સુધી અતીત ની એ ગૌરવગાથા વાગોળ્યા કરીશું ? શું અતીત ને સહારે જ [...]

આપણી મૂળભૂત ઝંખના…

October 23, 2007

એક સાસુની ડાયરી…3
વહુના કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.
અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો [...]

એક સાસુની ડાયરી…

October 17, 2007

[...]

ડાયરીના પાનાઓમાં છલકતું સાસુ વહુનું ભાવવિશ્વ…

October 13, 2007

[...]

નવો સૂર્યોદય…

October 21, 2006

નવો સૂર્ય નવી આશા,નવા ઉમંગ લઇ ને જુઓ ..કેવો સરસ ઉગી રહ્યો છે.એમાં સમાયા છે..નવી આશાના કિરણ….નવા ઉત્સાહની ચેતના…નવા ઉમંગની અભિલાષા,નવા અરમાન.નવા સ્વપ્નો,ને એ બધાથી જીવન સભર બની નવલારૂપે ખીલી ઉઠે…એ જ આજના શુભ દિવસની સૌ માટે પ્રાર્થના છે….અંતરની આરત છે,દિલની શુભેચ્છા છે.આ શબ્દોના શણગાર જ નથી.એમાં  સમાયેલી છે દિલની દુવાઓ.
“સર્વે ભવન્તુ સુખિન:”ની પ્રાર્થના.
અને હકીકતે જોઇએ [...]

દિવાળી આવી ,મુકતપંચિકા લાવી..

October 21, 2006

દિવાળી આવી,
દીવડા લાવી
પ્રકાશ ચોતરફ
દિલમાં દીવો
કરીશું આજે?
ઝગમગ આ
વીજળી દીવા
ઝાંખા લાગે કેમ તે,
નાનકડા આ
કોડિયા પાસે?
લાભ શુભ ને
સાથિયા પૂર્યા
સજાવી રંગોળી, ને
લો ઝગમગ
આ વિશ્વ સારું .
મુબારક હો
સહુ મિત્રોને,
આ “પરમ સમીપે”
દિલની દુવા
સાચા દિલથી.
પ્રકાશ ફેલે,
દીન:દુ:ખીના
ખોરડે,એ પ્રાર્થું હું
વિશ્વ સમસ્તે
છલકે ખુશી.
“ડીલીટ” કરી
શુભેચ્છા ભલે,
મેઇલ બોક્ષમાંથી
અંતરમાં છે
સદાયે સાથે.
આભાર સૌનો
માનું છું અહીં
”પરમ સમીપે”ને
સાચવું છું હું
મમ અંતરે.
લાભ શુભ ને
સ્વસ્તિક આજે
ફેલાવી રહે જગે
સંદેશ વિશ્વે
ખુશહાલીનો.
થાય અગર
 દિલમાં દીવો
ઝગમગ અંતર
ઉજાળી રહે
જીવન [...]

દીપોત્સવી…

October 19, 2006

                                                 
“દીપક ના અજવાળે દિલને પાવન કરતી આવી દિવાળી,
અંતરમાં અજવાળા કરતી,જયોત જગવતી આવી દિવાળી;
અંધારા ઉલેચી,ઉરમાં આનંદ આનંદ કરતી આવી દિવાળી,
બાળ વ્રુધ્ધ સૌને ખેલવતી,હસતી –રમતી આવી દિવાળી!
નીરસ થયેલ માનવ હ્રદયે રસ ભરતી આવી દિવાળી!!”
 દીપોત્સવી એટલે આનંદ,ઉલ્લાસ,પ્રસન્નતાઅને પ્રકાશનો ઉત્સવ!!દીપોત્સવી એ એક જ ઉત્સવ નથી પણ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ,કાળીચૌદસ,દિવાળી,નવું વર્ષ,અને ભાઇબીજા આ પાંચ ઉત્સવો પાંચ ભિન્ન સાસ્ક્રુતિક [...]

દીપોત્સવી…

October 19, 2006

                                                 
“દીપક ના અજવાળે દિલને પાવન કરતી આવી દિવાળી,
અંતરમાં અજવાળા કરતી,જયોત જગવતી આવી દિવાળી;
અંધારા ઉલેચી,ઉરમાં આનંદ આનંદ કરતી આવી દિવાળી,
બાળ વ્રુધ્ધ સૌને ખેલવતી,હસતી –રમતી આવી દિવાળી!
નીરસ થયેલ માનવ હ્રદયે રસ ભરતી આવી દિવાળી!!”
 દીપોત્સવી એટલે આનંદ,ઉલ્લાસ,પ્રસન્નતાઅને પ્રકાશનો ઉત્સવ!!દીપોત્સવી એ એક જ ઉત્સવ નથી પણ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ,કાળીચૌદસ,દિવાળી,નવું વર્ષ,અને ભાઇબીજા આ પાંચ ઉત્સવો પાંચ ભિન્ન સાસ્ક્રુતિક [...]

રહસ્ય…2

October 19, 2006

અશોકભાઇને દીકરા વહુ ના પરિવર્તન નું રહસ્ય તો સમજાયું.પણ હવે પોતે શું કરવું તે ન સમજાયું.અત્યાર સુધી તો પોતે મજબૂર હતા.પસંદગીને કોઇ અવકાશ નહોતો.આર્થિક મજબૂરી ન રહેતી તેમણે થોડી હળવાશ અનુભવી.હવે તે પોતાની ઇચ્છા મુજબ જિંદગી જીવી શકશે.
પોતાની જિંદગી એટલે શું?કદાચ બે સમય વ્યવસ્થિત જમવાનું મળશે એ જ કે બીજું કંઇ?લાગણી કે સ્નેહ થોડા પાછા [...]

મને ગમતું..

October 4, 2006

માણસને આયનાઘરમાં રહેવાનું ગમે?જયાં જુઓ ત્યાં એકનો એક ચહેરો પછી ભલેને તે પોતાનો જ હોય…તો પણ કંટાળો ન આવે?ધારો કે તમે એક પુસ્તક વાંચી રહ્યા છો,જયારે તમને એમ લાગે કે લેખકે એ જ વાત લખી છે જે તમે પોતે વિચારી હતી.ત્યારે તમે ખુશ થાવ છો કે વાહ! કેવો સરસ લેખક છે!હું એની સાથે 100% સંમત [...]