પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

બેટા, પુજા, ઝિલ? August 14, 2007

Filed under: દીકરી, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 6:00 am

વહાલી પુજા,

ભાવવિશ્વની
સફરમાં..
સ્મરણોના ઘેઘૂર વનમાં
ઘૂમી વળી તારી સાથે
સઘળી કુંજગલીઓમાં
અને હવે….
છલોછલ આ મનમાં…
જગ્યા ન લેશ માત્ર.
એક જન્મદિવસે..
શરૂઆત “પરમ સમીપે “
ગયા જન્મદિવસે
આખ્ખું યે ભાવવિશ્વ….
અને આજે……?
આજે છલકતું મોકલું આ મૌન…
વાંચી શકીશ
તું એને ?
આશિષો કે શુભેચ્છાઓના
કોઇ શબ્દો વિનાનું
એક મૌન માત્ર.

મા.

 

મન મોહ્યું… November 9, 2006

નહીં ગુલાબમાં કે ન મોગરામાં
મન  મારું મોહ્યું બસ ગલગોટામાં

નહીં અબીલ કે ન ગુલાલમાં
ચોઘડિયું ઉઘડયું બસ કંકુ ચોખામાં

નહીં ભરતી કે ન ઓટમાં
સમંદર છલક્યો બસ મોજામાં

નહીં રાત કે ન દિવસમાં
સમય સર્યો બસ વહેવામાં

નહીં પ્રકાશ કે ન અંધકારમાં
દેખાયું સદા સાંધ્ય ઉજાસમાં

નહીં યુ.એસ.માં કે ન ભારતમાં
શબ્દો શ્વસી રહ્યા સારાયે વિશ્વમાં

નહીં ગીતામાં કે ન કુરાનમાં
ઇશ્વર વસી રહ્યો બસ માનવમાં..

                         નીલમ દોશી.

 

કન્યાવિદાય August 11, 2006

Filed under: દીકરી — nilam doshi @ 12:56 pm

કન્યાવિદાય પછી..                                                                            
ઘરની શૂન્યતા…
આંસુઓથી નથી ભરાતી,
એને……
આશીર્વાદ થી સજાવવી પડે છે.

 

દીકરી,મારી આસપાસ…ચોપાસ…. August 11, 2006

Filed under: દીકરી — nilam doshi @ 12:48 pm

સમી સાંજ નો ઢોલ ઢબૂકતો,                                                        
જાન ઉઘલતી મહાલે,
કેસરિયાળો સાફો....
ઘર નું ફળિયું લઇ ને ચાલે….
પાદર બેસી ફફડી ઉઠતી,ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો ,
કોલાહલ માં ખૂંપે,શૈશવથી ચીતરેલી શેરી..
..
સૂનકાર માં ડૂબે.
                                     અનિલ જોશી.
                                          

                                      

 

દીકરી આજે August 11, 2006

Filed under: દીકરી — nilam doshi @ 12:33 pm

  પ્રભુતામાં ડગલી.                                            
બેટા,તારી આંખ માં ઝળકે સૂરજ -સોમ,
આંગળીઓના ટેરવે વસજો આખું વ્યોમ;
બેટા,તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ,
તારા બંને હોઠ પર રહેજો હાસ્ય અભંગ…

 

દીકરી કાલે August 11, 2006

Filed under: દીકરી — nilam doshi @ 12:28 pm

 પા-પા.પગલી…..                       

 

દીકરી,એક અહેસાસ. August 3, 2006

Filed under: દીકરી — nilam doshi @ 8:02 am

લીલુડા પાંદડા ની ઉછળતી વેલ,                     
હવે કંકુ ના પગલાં દઇ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલું ફળિયું
હવે લાગે છે સાવ ખાલીખાલી.
.

દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત,,અંધારું શું ચીજ છે?
ફળ ના આંબા માં જે પાંદડા ઝૂલે,
એની ભીતર કઇ મમતાનું બીજ છે?  
                             અનિલ જોશી 
                                                    .

 

 

દીકરી,ઇશ્વરે દીધેલું નજરાણું. August 2, 2006

Filed under: કાવ્યસંગીત, દીકરી — nilam doshi @ 2:15 pm

વિધાતા એ દીકરી ઘડી ને, ત્યારે ખૂબ ખાંતે,                    
કસબી હાથેથી એણે કરી કમાલ!!
રૂપ નો અંબાર કરું,મીઠપ અપાર ભરું
ખજાનો ખૂટાડી કરું ખલક ને ન્યાલ.

દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી ખેતર તણી
અને દીકરી ના આંખે ભર્યા દમકતા નૂર.


સાકર નો લઇ સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક,
સૂરજ ના ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધા
જોઇ કારવી ને કીધું,હવે કાંક ઠીક.!!!


વિધાતાએ દીકરી ઘડી ને વળી જોઇ જોઇ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ,હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત,નર્યું નીતર્યું આ સુખ…

                                   અજાણ અંગ્રેજ કવિ ની કવિતા નો

                                           અનુવાદ કવિ શ્રી મકરંદ દવે

 

દીકરી એટલે દીકરી August 1, 2006

Filed under: દીકરી — nilam doshi @ 8:04 am

નિર્જીવ કાંકરા ને,

દીકરી ના નાનકડા હાથ નો,

સ્પર્શ થતાં જ …

બની જાય …

જીવંત પાંચીકા. 

                                                 નીલમ દોશી.

 

દીકરી નો ઉજાસ July 31, 2006

Filed under: દીકરી — nilam doshi @ 8:39 am

       God smiled when he made daughters

       Because He knew He had created

       Love and happiness

       For every mom and dad.