આજની ખાટી મીઠી…
April 2, 2008વકતાની બરાબર સામે એલાર્મ કલોક મૂકવાનું સૂચન બહુ ઉપયોગી છે. તેનાથી શ્રોતાઓ પણ જાગી જાય છે.
રચયિતા : નીલમ દોશી
વકતાની બરાબર સામે એલાર્મ કલોક મૂકવાનું સૂચન બહુ ઉપયોગી છે. તેનાથી શ્રોતાઓ પણ જાગી જાય છે.
આવતીકાલ માટે તમે આકુળવ્યાકુળ થશો નહીં..તમે સહી શકો એટલી વ્યાકુળતા એની સાથે આવવાની જ છે.!
જયારે કશું ખાવાનું ન હોય ત્યારે એક વાત બને છે..: તમારું મગજ બીજી ચિંતાઓથી મુકત થઇ જાય છે.
ખાનદાન તરીકે જન્મવું એ એક અકસ્માત છે. પણ તેવા મરવું એ એક સિધ્ધિ…!
તમને પારકે ભાણે લાડુ મોટો દેખાતો હોય તો, એને પચાવવાની ચિંતા પણ એને જ કરવા દો..!
કોઇ બાબત રસિક નથી હોતી..જો તમને તેમાં રસ ન પડે તો…
જયાં મગજ સાવ ખાલી હોય ત્યાં ખરાબ વિચારોને ઘૂસી જવા માટે બહું મોકળુ મેદાન મળી રહે છે.
‘આગ આગ ‘ શબ્દ કાને પડે કે ઘર ખાલી થઇ જાય. ..’સેલ સેલ’ શબ્દ કાને પડે ત્યારે ઘર ભરાઇ જાય.!
જે રમૂજો આપણે હેતુપૂર્વક કરતાં હોઇએ છીએ, તેવી રમૂજો રાજકારણીઓથી અનાયાસે થઇ જતી હોય છે.
આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!