Archive for the 'અન્ય' Category

“ પુનર્લેખન અને સંપાદનની માયાજાળ…”

February 6, 2008

મુંબઇ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનન્નીય લેખિકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.સાહિત્યજગતને ધીરુબહેનનો પરિચય આપવાનો ન હોય. સંગીતક્ષેત્રે રિમીકસની બોલબાલા છે તો સાહિત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસ વૃતિ…તમે જે કંઇ કરો તેને વાહ! વાહ ! થી વધાવી લેનારા ચાર,ચૌદ કે ચોવીસ કાંધિયા. જોઇએ…બસ સવારી ઉપડી..આડુઅવળુ જોવાની, જરીકે થંભવાની [...]

એક રેશમી એહસાસ…

February 6, 2008

આજે અમેરિકાથી સમાચાર આવ્યા..અનુજને મીશીગન યુનીવર્સીટીમાં અમેરિકન હાર્ટ એસોશીએશન તરફથી બેસ્ટ ડોકટરનો એવોર્ડ મળ્યો છે. તેના જન્મ પહેલાંથી સેવેલ એક સ્વપ્ન આજે સાકાર થતાં સમયનું ચક્ર અચાનક પચ્ચીસ વરસ પાછળ ઘૂમી ગયું. એક આખો અંતરાલ વચ્ચેથી જાણે અદ્રશ્ય થઇ ગયો. અનુજના જન્મ પહેલાની અનુભૂતિની નાજુક ક્ષણો …એ મખમલી અહેસાસ..આજે યે [...]

આજની ખાટી મીઠી….

November 22, 2007

સ્ત્રી માટે આદર્શ પતિ કોણ હોઇ શકે ? જે પૂરતા પૈસા કમાવા જેટલો હોંશિયાર હોય અને તેને ખરચવા જેટલો મૂરખ.!

દિલની આશિષો….

September 24, 2007

વહાલા હાર્દિક,
જીવનના 23 વરસો સુધી સતત સાથે રહ્યા બાદ આજે છેલ્લા બે વરસથી તને જોયો સુદ્ધાં નથી,.(વેબ કેમેરા માં જોયાનો ક્ષણિક આનંદ સિવાય.) એવું જીવનમાં પ્રથમ વાર બન્યું છે.જોકે જીવનમાં દરેક વાત કયારેક તો પ્રથમ વાર બને જ છે ને ? પાંપણૉ અનાયાસે છલકાઇ આવી છે. તને કેટલો મીસ કરીએ છીએ વ્યકત કરવા કોઇ શબ્દો [...]

મીટીંગ …હળ્યા…મળ્યા..માણ્યા..જાણ્યા….

September 24, 2007

મિત્રો,
મળ્યા તેનો ખૂબ આનંદ માણ્યો. ન મળી શકયા તેને યાદ કર્યાનો….
શબ્દોથી કે અવાજથી જેમને ઓળખતા હતા. તેમને રૂબરૂ મળ્યાનો લહાવો માણ્યો. એ અનુભવ ખૂબ સરસ રહ્યો. શ્રી જુગલકાકા,શ્રી હરીશભાઇ દવે જેવા વડીલો નો પરિચય મનને છલકાવી ગયો.
પીન્કી, મીના,જયશ્રી, કોમલ,કવિ, વિવેકભાઇ,સર્જીત,ભાવિન,મંથન,શલ્યભાઇ, ગુંજનભાઇ, વિગેરે બધાની સરળતા અને સહજતાનો પરિચય મેળવી આનંદ..આનંદ.જરાયે અપરિચિત કોઇ ન લાગ્યું.
જુગલકાકાની [...]

જીવનનું ગીત..

June 18, 2007

એક નવજાત ચહેરો
પ્રભાતના પુષ્પની જેમ ખીલે
અને માનું બદન બાગ થઇ જાય
આંખ થઇ જાય આખું યે અસ્તિત્વ…..
છાતીમાં સંતાય એ હૂંફાળો સુરજ
અને ગરદનમાં હાર થઇને ઝૂલે
ઉપવનના સારા યે ટહુકાઓ……
ખોળામાં ખીલી જાય
ગુચ્છેગુચ્છા ફૂલોના
કોમળ હથેળીઓનો સોનલ સ્પર્શ
રોમ રોમ ભરી દે
ઢગલે ઢગલા પારિજાતના
માના ચહેરા પર સ્થગિત સમયની
આરપાર
કોમળ ટેરવાં પરોવ્યા કરે
મોરપીંછનું ઘેઘુર વન
પવનની રુપેરી પાંખમાં જડેલાં
વાસંતી [...]

નાનકડી તાન્યા…

June 14, 2007

કેટલું થાકી જવાય છે નહીં ? જાતજાતની ઉપાધિઓ અને ભાતભાતના ટેન્શન… કાશ, આપણું બાળપણ પાછું આવી શકતું હોત તો !! નારે એ તો ગયું હવે કદી પાછું ન આવે… પણ જરા શોધ કરો.. આપણા બધામાં એક બાળક ક્યાંક છુપાઇને બેઠું છે. એ ક્યારેક ક્યારેક ક્યાંક ઝબકી જાય છે ખરું. એને બહાર આવવું [...]

આજની ખાટી મીઠી..

June 2, 2007

જે કહેવા બદલ અગાઉ બાળકને થપ્પડ પડતી હતી..તે જ કહેવા બદલ આઆઆજે તેમને ચબરાકનું લેબલ લગાડાય છે.

નમન સૌને….

December 2, 2006

હે ગણપતિ!મહાજતિ!
શત શત વંદન!
હે શિવજી,હે શંભો,
શત શત નમન.
હે રામજી! હે મર્યાદા પુરુષોતમ
શત શત પ્રણામ!
હે બુધ્ધ,હે મહાવીર,
હે જીસસ ,હે અલ્લાહ,
હે સર્વ દેવ-દેવીઓ.
નમું વારંવાર આપ સૌને!!!
શું?
રહી ગયા ભગવાન કૃષ્ણ?
કોણ પેલો કાનો?કાળિયો?
અરે,એ વળી ભગવાન શેનો?
એ તો મારો પોતાનો……
 એની સાથે તો…..
કરાય મોજ મસ્તી…
રમાડાય,હસાવાય,ખીજાવાય..
 એને તો માખણચોરે ય કહેવાય..
ને રણ છોડી જનાર..
રણછોડ પણ કે’વાય.
કાળિયો યે કહું ને
ગોવાળિયો યે કહું
કહું એને લુચ્ચો [...]

નવરાત્રિ આવી પહોંચી…

September 25, 2006

નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ..ત્યારે હતું કે કોલકત્તાની દુર્ગાપુજાની ઝાંખી કરાવીશ.પણ હમણાં પાંચ દિવસો સુધી ચાલેલ સાઇકલોને આ તહેવારની રંગત થોડી ઝાંખી કરી દીધી છે.વાવાઝોડાની સૌથી વધારે અસર ગરીબ ,ફૂટપાથ પર જીવતા ,રોજ નું કમાઇને રોજ ખાતા લોકો પર સૌથી વધારે થાય તે સ્વાભાવિક જ છે ને?એટલે અત્યારે તો અહીં જીવવાનો….ટકી જવાનો સંઘર્ષ  ચાલે છે.છતાં [...]