અજાણ્યા માર્ગનો ધૂધળૉ નકશો તે સ્વપ્ન.
Category Archives: આજની ખાટી મીઠી
આજની ખાટી મીઠી..
ફુગાવા અંગે આશ્વાસન એ છે કે પહેલા દસ રૂપિયા ગુમ થતા જે નુકશાન થતું તેટલું નુકશાન આજે થતું નથી..
આજની ખાટી મીઠી..
પોતાના ગુણગાન ગાવા માટે કોઇને સંગીતની તાલીમ લેવાની જરૂર નથી પડતી.
આજની ખાટી મીઠી..
જેવું તમારા પેટનું..તેવું બાળકનું.. તમને જે કંઇ પરવડે તે બધું જ એમને સમર્પવાનું ન હોય..
આજની ખાટી મીઠી..
માણસ નોકરી મેળવવા ખૂબ પરિશ્રમ કરે છે. પણ નોકરી મળે કે પરિશ્રમ કરતો બંધ થઇ જાય છે. ( ખાસ કરીને સરકારી નોકરી )
આજની ખાટી મીઠી..
તમારા શબ્દો ભલા હશે તો તમને એનો પડઘો જરૂર સાંભળવા મળશે.
આજની ખાટી મીઠી..
માત્ર મરેલાઓ અને મૂરખાઓ પોતાના મંતવ્યો કદી બદલતા નથી..
આજની ખાટી મીઠી..
કોમેડી નાટકમાં ભજવવાનું સૌથી મુશ્કેલ પાત્ર મૂરખનું હોય છે. તે ભજવવા માટે તે ઘણૉ બુધ્ધિશાળી હોવો જોઇએ..
આજની ખાટી મીઠી..
માણસ પોતાને કેવો મૂરખ બનાવે છે..! તે લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે અને પછી ધડપણથી ડરે છે.
આજની ખાટી મીઠી..
તમે લગ્ન કરો અને તમને સારી પત્ની મળે તો તમે સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર..