About nilam doshi

i am professional writer.. writing in my mother tongue..Gujarati. also like translation work..interested in literature.. reading is my passion.. love books and only books.. cant live without books..my choice is little bit different.. like touchy books..with real feelings..like to share other's sorrow... love children like anything.. like to do something for children..

ચપટી ઉજાસ.. 126

ચપટી ઉજાસ..126
ભગવાન પાસે મગાય કે નહીં ?
આજે સવારથી ઘરમાં ધમાલ છે. આજે રવિવાર છે. દાદીમા તો દોડાદોડી કરે છે. ઘરમાં આજે ફરીથી કોઇ મહારાજ આવ્યા છે. દાદીમા કહે છે,

‘ મહારાજ, ચાર લોટા તેડવાના છે. ‘ મેં લખાવ્યું હતું એ બધું લિસ્ટ પ્રમાણે આવી ગયું છે ને ?

‘ હા..હા.. બધું તૈયાર જ છે. નિશા, લાવ તો બધું. મમ્મી કેટલીયે વસ્તુ લઇને આવી.
આજે ઘરમાં કંઇક નવું થતું હતું એની મને ખબર પડી ગઇ.મને નવું નવું જોવું બહું ગમે. એટલે હું નીચે દાદીમા પાસે બેસી ગઇ. દાદીમા કહે,

‘ જો જૂઇ, હાથ જોડીને જેજે કરો..આજે આપણા ઘરમાં માતાજી પધારશે હોં..
મને કંઇ સમજાયું નહીં.પણ હું કંઇ બોલી નહીં.

પછી દાદીમાએ ફૈબાને કહ્યું..

‘ ઉમંગી, તારું પેલું રમકડું ચાલું કર..કાલે કુંજ અને જેનાને કહ્યું છે ને ? કે આજે અત્યારે જાગવાનું છે..અને અહીં દર્શન કરીને જ સૂવાનું છે. ‘

‘ મમ્મી, અત્યારે ત્યાં રાતના બાર વાગ્યા હશે. ‘

‘ ગમે તેટલા વાગ્યા હોય..કાલે વાત થઇ ગઇ છે ને ? ત્યાં બેઠા બેઠા જે થાય એટલું તો કરવું કે નહીં ?

ત્યાં તો કાકાનો જ ફોન આવ્યો.. અને ફૈબા બોલ્યા..

‘ ઓકે..ઓકે.. કુંજ, બે મિનિટ હું સ્કાયપી ચાલુ કરું જ છું.

કહેતા ફૈબા લેપટોપ લઇ આવ્યા. દાદીમા એને રોજ રમકડું એમ જ કહે છે.પણ એ કંઇ રમકડું નથી..એને લેપટોપ કહેવાય..હવે એમાં મારા કાકા ને કાકી દેખાશે..એની મને ખબર છે.
મને તો મજા આવી ગઇ. હું ફૈબા પાસે જઇને એને ભરાઇને બેસી ગઇ.

ફૈબાએ લેપટોપ ચાલુ કર્યું.. વાહ.. સામે કાકા, કાકી દેખાતા હતા.

કાકા..હું મોટેથી બોલી.. કાકા પણ બોલ્યા..હાય..જૂઇ..

દાદીમા કહે, ‘ આજે હાય ને બાય એ બધી લપ મૂકો..ને અહીં ધ્યાન આપો.
જેનાની તબિયત કેમ છે ?

કાકીએ જ જવાબ આપ્યો.. ’ મમ્મા, હું મજામાં છું.. ડોંટ વરી… ચિંતા ન કરો..મારું બચ્ચું પણ મજામાં છે. અમે કાલે જ ડોકટર પાસે ગયા હતા..બધું બરાબર છે.

કાકીનું બચ્ચું..? હા..ફૈબાએ મને એકવાર કહ્યું હતું કે કાકીના પેટમાં પણ બાબુ છે. માસીની જેમ.મેં હવે ધ્યાનથી કાકીના પેટ સામે જોયું. હા..સાચી વાત..કાકીનું પેટ પણ મને મોટું લાગતું હતું. બરાબર માલામાસી જેવું.વાહ..બંનેના પેટમાં બચ્ચું..મમ્મી, પપ્પા, ફૈબા, દાદીમા, કે મારા કોઇના પેટમાં નહીં ? ખાલી કાકી અને માસીના પેટમાં જ ભગવાને કેમ નાનું બાબુ આપ્યું હશે ? મને યે નાનું બાબુ બહું ગમે. ભગવાન મને કેમ નથી આપતો ?

દાદીમાએ એકવાર મને કહ્યું હતું..’ આપણે જે જોઇતું હોય ને એ આંખ બંધ કરીને ભગવાનને કહેવાનું..એટલે આપણને આપે.

પણ ફૈબાએ કહ્યું હતું..’ જૂઇ, ભગવાનને તો બધી ખબર જ હોય..એની પાસે માગવાની જરૂર જ ન પડે..એને જે આપવું હોય..જયારે આપવું હોય ત્યારે એની જાતે આપી દેશે.. આપણા કરતા એને વધારે ખબર હોય.. એની પાસે કંઇ રોજ માગ માગ ન કરવાનું હોય.. એની સાથે તો મનની વાત કરાય..એને પણ કયારેક કેમ છો ? એમ પૂછાય.. એવું કંઇક સમજાવ્યું હતું. એટલે મેં બાબુ જોઇતું હતું તો આજે ભગવાન પાસે માગ્યું નહીં..એને ખબર હશે જ..કે જૂઇને શું જોઇએ છે.

દાદીમા કાકીને જે જે કરવાનું ને એવું કંઇક કહેતા હતા. પછી તો ઘણી બધી વાતો બધા કરતા રહ્યા. ત્યાં તો ઘરમાં કેટલા બધા માણસો આવવા લાગ્યા ને ઘર આખું ભરાઇ ગયું. હવે ફૈબાએ એમનું લેપટોપ બંધ કરી દીધું હતું.

દાદીમા કહે, નિશા, બધું તૈયાર છે ને ? તો આ બધાના પગ ધોવા લાગો..ઉમંગી, પહેલાં તું ને જૂઇ પગ ધોવડાવી લો..પછી નિશા ગોરણીઓના પગ ધોતી આવશે ને તું આમાંથી આ સોપારીને પૈસા ને આ બધું આપતી આવ..પછી પીરસવાનું ચાલુ કરી શકાય.
મને કંઇ ખબર ન પડી. મમ્મી તો માથા ઉપર સાડી રાખીને નીચે બેસી ગઇ હતી. ફૈબા મને કહે,

ચાલ, જૂઇ, આજે મમ્મી આપણા પગ ધોઇ આપશે. જો આમ..મારી પાસે ઉભી જા.. હું તો ફૈબાની ચમચી..ફટ દઇને ફૈબાની પાસે ઉભી ગઇ.

ફૈબાએ પાટલા ઉપર પગ રાખ્યો. મમ્મીએ ફૈબાનો અંગૂઠો ધોયો. પછી એના ઉપર ચાંદલો કરી દીધો..ને ચોખા પણ ચોંટાડી દીધા.કપાળ ઉપર પણ ચાંદલો કરી દીધો.ને ફૈબાના હાથમાં કંઇક આપ્યું. ફૈબા કહે,

‘ જૂઇ, આવતી રહે..હવે તારો વારો. મેં પણ ફૈબાની જેમ મારો પગ રાખ્યો. વાહ..મમ્મીએ તો ફૈબાની જેમ મને પણ બધું કરી દીધું.ને મારા હાથમાં પણ કંઇક આપ્યું. હવે મેં જયને બોલાવ્યો.

‘ જય, આવી જા..હવે તારો વારો..પછી પપ્પાનો..પછી દાદીમાનો..

જય દોડીને આવ્યો ને ઉભો રહી ગયો. ત્યાં દાદીમા કહે,

‘ જય..તને નહીં.. તું અહીં આવતો રહે. છોકરાઓને ન કરાય.’ મને બહું નવાઇ લાગી. આજે દાદીમાએ જયને ના પડી.. ને મને બધું કરવા દીધું.

પછી મમ્મી તો કેટલા બધાને એવું કરતી રહી. હું તો મારા પગના અંગૂઠાનું ધ્યાન રાખીને ધીમે ધીમે ચાલતી હતી..એની ઉપર ચોખા ચોંટાડયા હતા એ પડી ન જાય અને ચાંદલો લૂછાઇ ન જાય એનું ધ્યાન રાખતી રહી.

) જનસત્તા..લોકસત્તામાં પ્રકાશિત શ્રેણી )

ચપટી ઉજાસ..126

ભગવાન પાસે મગાય કે નહીં ?

આજે સવારથી ઘરમાં ધમાલ છે. આજે રવિવાર છે. દાદીમા તો દોડાદોડી કરે છે. ઘરમાં આજે ફરીથી કોઇ મહારાજ આવ્યા છે. દાદીમા કહે છે,

‘ મહારાજ, ચાર લોટા તેડવાના છે. ‘ મેં લખાવ્યું હતું એ બધું લિસ્ટ પ્રમાણે આવી ગયું છે ને ? ‘ હા..હા.. બધું તૈયાર જ છે. નિશા, લાવ તો બધું. મમ્મી કેટલીયે વસ્તુ લઇને આવી.

આજે ઘરમાં કંઇક નવું થતું હતું એની મને ખબર પડી ગઇ.મને નવું નવું જોવું બહું ગમે. એટલે હું નીચે દાદીમા પાસે બેસી ગઇ. દાદીમા કહે,
‘ જો જૂઇ, હાથ જોડીને જેજે કરો..આજે આપણા ઘરમાં માતાજી પધારશે હોં..
મને કંઇ સમજાયું નહીં.પણ હું કંઇ બોલી નહીં.

પછી દાદીમાએ ફૈબાને કહ્યું..

‘ ઉમંગી, તારું પેલું રમકડું ચાલું કર..કાલે કુંજ અને જેનાને કહ્યું છે ને ? કે આજે અત્યારે જાગવાનું છે..અને અહીં દર્શન કરીને જ સૂવાનું છે. ‘

‘ મમ્મી, અત્યારે ત્યાં રાતના બાર વાગ્યા હશે. ‘
‘ ગમે તેટલા વાગ્યા હોય..કાલે વાત થઇ ગઇ છે ને ? ત્યાં બેઠા બેઠા જે થાય એટલું તો કરવું કે નહીં ?
ત્યાં તો કાકાનો જ ફોન આવ્યો.. અને ફૈબા બોલ્યા..

‘ ઓકે..ઓકે.. કુંજ, બે મિનિટ હું સ્કાયપી ચાલુ કરું જ છું.

કહેતા ફૈબા લેપટોપ લઇ આવ્યા. દાદીમા એને રોજ રમકડું એમ જ કહે છે.પણ એ કંઇ રમકડું નથી..એને લેપટોપ કહેવાય..હવે એમાં મારા કાકા ને કાકી દેખાશે..એની મને ખબર છે.
મને તો મજા આવી ગઇ. હું ફૈબા પાસે જઇને એને ભરાઇને બેસી ગઇ.

ફૈબાએ લેપટોપ ચાલુ કર્યું.. વાહ.. સામે કાકા, કાકી દેખાતા હતા.

કાકા..હું મોટેથી બોલી.. કાકા પણ બોલ્યા..હાય..જૂઇ..

દાદીમા કહે, ‘ આજે હાય ને બાય એ બધી લપ મૂકો..ને અહીં ધ્યાન આપો.
જેનાની તબિયત કેમ છે ?

કાકીએ જ જવાબ આપ્યો.. ’ મમ્મા, હું મજામાં છું.. ડોંટ વરી… ચિંતા ન કરો..મારું બચ્ચું પણ મજામાં છે. અમે કાલે જ ડોકટર પાસે ગયા હતા..બધું બરાબર છે.

કાકીનું બચ્ચું..? હા..ફૈબાએ મને એકવાર કહ્યું હતું કે કાકીના પેટમાં પણ બાબુ છે. માસીની જેમ.મેં હવે ધ્યાનથી કાકીના પેટ સામે જોયું. હા..સાચી વાત..કાકીનું પેટ પણ મને મોટું લાગતું હતું. બરાબર માલામાસી જેવું.વાહ..બંનેના પેટમાં બચ્ચું..મમ્મી, પપ્પા, ફૈબા, દાદીમા, કે મારા કોઇના પેટમાં નહીં ? ખાલી કાકી અને માસીના પેટમાં જ ભગવાને કેમ નાનું બાબુ આપ્યું હશે ? મને યે નાનું બાબુ બહું ગમે. ભગવાન મને કેમ નથી આપતો ?
દાદીમાએ એકવાર મને કહ્યું હતું..’ આપણે જે જોઇતું હોય ને એ આંખ બંધ કરીને ભગવાનને કહેવાનું..એટલે આપણને આપે.

પણ ફૈબાએ કહ્યું હતું..’ જૂઇ, ભગવાનને તો બધી ખબર જ હોય..એની પાસે માગવાની જરૂર જ ન પડે..એને જે આપવું હોય..જયારે આપવું હોય ત્યારે એની જાતે આપી દેશે.. આપણા કરતા એને વધારે ખબર હોય.. એની પાસે કંઇ રોજ માગ માગ ન કરવાનું હોય.. એની સાથે તો મનની વાત કરાય..એને પણ કયારેક કેમ છો ? એમ પૂછાય.. એવું કંઇક સમજાવ્યું હતું. એટલે મેં બાબુ જોઇતું હતું તો આજે ભગવાન પાસે માગ્યું નહીં..એને ખબર હશે જ..કે જૂઇને શું જોઇએ છે.

દાદીમા કાકીને જે જે કરવાનું ને એવું કંઇક કહેતા હતા. પછી તો ઘણી બધી વાતો બધા કરતા રહ્યા. ત્યાં તો ઘરમાં કેટલા બધા માણસો આવવા લાગ્યા ને ઘર આખું ભરાઇ ગયું. હવે ફૈબાએ એમનું લેપટોપ બંધ કરી દીધું હતું.

દાદીમા કહે, નિશા, બધું તૈયાર છે ને ? તો આ બધાના પગ ધોવા લાગો..ઉમંગી, પહેલાં તું ને જૂઇ પગ ધોવડાવી લો..પછી નિશા ગોરણીઓના પગ ધોતી આવશે ને તું આમાંથી આ સોપારીને પૈસા ને આ બધું આપતી આવ..પછી પીરસવાનું ચાલુ કરી શકાય.
મને કંઇ ખબર ન પડી. મમ્મી તો માથા ઉપર સાડી રાખીને નીચે બેસી ગઇ હતી. ફૈબા મને ચાલ, જૂઇ, આજે મમ્મી આપણા પગ ધોઇ આપશે. જો આમ..મારી પાસે ઉભી જા.. હું તો ફૈબાની ચમચી..ફટ દઇને ફૈબાની પાસે ઉભી ગઇ.

ફૈબાએ પાટલા ઉપર પગ રાખ્યો. મમ્મીએ ફૈબાનો અંગૂઠો ધોયો. પછી એના ઉપર ચાંદલો કરી દીધો..ને ચોખા પણ ચોંટાડી દીધા.કપાળ ઉપર પણ ચાંદલો કરી દીધો.ને ફૈબાના હાથમાં કંઇક આપ્યું. ફૈબા કહે,

‘ જૂઇ, આવતી રહે..હવે તારો વારો. મેં પણ ફૈબાની જેમ મારો પગ રાખ્યો. વાહ..મમ્મીએ તો ફૈબાની જેમ મને પણ બધું કરી દીધું.ને મારા હાથમાં પણ કંઇક આપ્યું. હવે મેં જયને બોલાવ્યો.

‘ જય, આવી જા..હવે તારો વારો..પછી પપ્પાનો..પછી દાદીમાનો..

જય દોડીને આવ્યો ને ઉભો રહી ગયો. ત્યાં દાદીમા કહે,

‘ જય..તને નહીં.. તું અહીં આવતો રહે. છોકરાઓને ન કરાય.’ મને બહું નવાઇ લાગી. આજે દાદીમાએ જયને ના પડી.. ને મને બધું કરવા દીધું.

પછી મમ્મી તો કેટલા બધાને એવું કરતી રહી. હું તો મારા પગના અંગૂઠાનું ધ્યાન રાખીને ધીમે ધીમે ચાલતી હતી..એની ઉપર ચોખા ચોંટાડયા હતા એ પડી ન જાય અને ચાંદલો લૂછાઇ ન જાય એનું ધ્યાન રાખતી રહી.

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે પ્રગટ થતી શ્રેણી )

ચપટી ઉજાસ..125

હાક..છીંક…..

હમણાં તો મને ને જયને સ્કૂલે મૂકવા રોજ પપ્પા આવે છે. પપ્પા સાથે અમે કેટલી બધી વાત કરીએ છીએ.. જય પણ પપ્પા પાસે ગુડ બોય બની જાય છે. મને પણ પપ્પા સાથે બહું મજા આવે છે.

હું કંઇ હવે નર્સરીમાં નથી ભણતી. જય નર્સરીમાં ભણે છે અને હું લોઅર કેજી માં ભણું છું..એમ કહેવાય. જયને તો ખાલી રમવાનું જ હોય.. મારે તો એ.બી.સીડી. ને એવું બધું બોલવાનું પણ હોય..ને હવે અમારે એ બધું લખવાનું પણ શીખવાનું છે. આજે ટીચર શીખડાવતા હતા.

ત્યાં મારું ધ્યાન મારા કલાસની બહાર પડયું..

ઓહ.. બહાર તો વરસાદ આવતો હતો. ગયે વખતે હું ને ફૈબા વરસાદમાં કેવા નાહ્યા હતા. ઉપર આકાશમાંથી ઘણું બધું પાણી પડે એને વરસાદ કહેવાય..હવે તો મને બધી ખબર પડે છે. વરસાદમાં નહાવાની તો કેવી મજા આવે.

ટીચરનું ધ્યાન નહોતું. ત્યાં હું તો સીધી દોડીને કલાસની બહાર નીકળી ગઇ. ને વરસાદમાં નાઇ નાઇ કરવા માંડી. હસતા હસતા ફરવા લાગી.. મોઢું ખોલીને ઉંચે જોઇ ઉંપરથી પડતું પાણી પીવા માંડી.વાહ..મજા જ મજા..

ત્યાં તો ટીચર દોડીને આવ્યા અને મને ગાલ ઉપર એક ફટકારી દીધી.

‘ જૂઇ, તું આવી તોફાની કયાંથી થઇ ગઇ ? તું તો ડાહી છોકરી હતીને ? ગુડ ગર્લ હતી ને ?

‘ અરે, હું તો હજુ યે ગુડ ગર્લ જ છું.. હું કંઇ તોફાન થોડી કરતી હતી ? હું તો વરસાદ આવ્યો એટલે નહાવા આવી હતી.

હું આખી ભીની થઇ ગઇ હતી. ટીચર ખીજાયા, જો, આ શું કર્યું ? આખી ભીની થઇ ગઇ..હવે શું કરવાનું મારે ? કહેતા ટીચરે નેપકીનથી મને લૂછી દીધી. સારું છે હવે છૂટવાનો સમય થઇ ગયો છે..નહીંતર મારે ઉપાધિ થાત.

ટીચરે મને માર્યું એટલે હુ રડવા જેવી થઇ ગઇ હતી. રોજ તો ટીચર મારા વખાણ કરતા હોય છે..આજે મેં કંઇ તોફાન નહોતું કર્યું તો પણ મને મારી… છિ..ટીચર ગંદા છે..
મારે હજુ પણ વરસાદમાં જવું હતું. પણ મને કોઇએ જવા ન દીધી. ખાલી કલાસમાં બેસાડી રાખી. પછી ટીચર વરસાદનું ગીત કોઇક ગવડાવતા હતા.. પણ મને એ ગાવાની જરાયે મજા ન આવી. હું તો ચૂપચાપ બેઠી રહી. આમ પણ હવે મને થોડી ઠંડી લાગતી હતી. મારા દાંત તો કિચૂડ કિચૂડ એમ અવાજ કરતા હતા.
ટીચર એ જોઇને કહે,

‘ કોણે ડહાપણ કરવાનું કહ્યું હતું ? આટલા છોકરાઓ શાંતિથી ચૂપચાપ બેઠા હતા.અને તારાથી જ ન બેસાયું. આજે તારી ફરિયાદ કરવી પડશે.સ્કૂલમાં ડીસીપ્લીન તો હોવી જોઇએ કે નહીં ? આ કંઇ તમારું ઘર થોડું જ છે ? ટીચર તો કેટલું યે બોલતા હતા..પણ હુ સાંભળું તો ને ? મને મારે એનું કૉણ સાંભળે ?

પણ તે દિવસે ઘેર જઇને બહું મજા આવી. કેમકે હવે તો બહું જોશથી વરસાદ પડતો હતો. હું ને જયભાઇ બંને વરસાદમાં નાહતા હતા.. દાદીમા સૂઇ ગયા હતા. ખાલી મમ્મી જ હતી ઘરમાં..એણે અમને નહાવા દીધા. જૂઇ, થોડીવાર હોં..પછી શરદી થઇ જશે..

શરદી ? આ વળી નવું નામ.. એ શું હશે ?

ત્યાં મને જોશથી છીંક આવી..

મમ્મી કહે, ‘ જો શરદી થઇ કે શું ? ‘

ઓહ… એટલે છીંક આવે એને શરદી થઇ એમ કહેવાય.. ! એ તો મને ઘણીવાર આવતી હતી. ને પાછી જતી રહેતી હતી..આજે પણ જતી રહેશે..

પણ આજે તો છીંક ચાલુ જ રહી.

એ સાંભળીને મમ્મી કહે, જૂઇ, હવે અંદર આવતી રહે..જો તને કેટલી છીંકો આવે છે..
પણ મને છીંક આવે છે એમાં મમ્મીને શું વાંધો ?

મેં જય સામે જોયું. એ તો આરામથી ગોળ ગોળ ફરતો હતો. ત્યાં એક નાનકડું બિલ્લીનું બચ્ચું આવ્યું હતું એને પાણી ઉડાડતો હતો. મેં દોડીને બચ્ચાને ઉપાડી લીધું.. એ ધ્રૂજતું હતું. મેં મારું ફ્રોક કઢીને ત્યાં મૂકી દીધું હતું. એ લઇ આવી એને ઓઢાડી દીધું. બિચારું નાનકું બચ્ચું.. એની મમ્મી કયાંય નહોતી દેખાતી.

હું એને ઉપાડીને અંદર ઘરમાં આવી.

ત્યાં મમ્મી મારો ટુવાલ અને બીજા કપડાં લઇ આવી.
‘ અરે, જૂઇ, હાથમાં આ શું છે ?

મેં ફ્રોક ઉપાડીને મમ્મીને બતાવ્યું. મમ્મી હસી પડી.. તારું ફ્રોક એને ઓઢાડયું છે ? ઉભી રહે, લે..આ કપડું એને ઓઢાડી દે..

મમ્મીએ કોઇ કપડું આપ્યું. મેં એને એ ઓઢાડી દીધું..ને તેડી લીધુ.

‘ અરે, પહેલા તું તો કપડાં બદલ..કહીને મમ્મીએ મને લૂછી દીધી..અને કપડાં બદલી આપ્યા..હું જાતે પહેરવા જતી હતી ત્યાં મમ્મી કહે,

‘ અત્યારે નહીં .તને વાર લાગશે..લાવ, હું જલદી જલદી પહેરાવી દઉં.. ને જય, હવે તું પણ અંદર આવતો રહે. દાદીમા જોશે ને તો તને ને મને બંનેને ખીજાશે..

પણ એમ જય કંઇ કોઇનું સાંભળે એવો થોડો છે ?

હું તો હાથમાં બિલાડીનું બચ્ચું લઇને છીંકાછીંક કરવામાં પડી હતી. ને બચ્ચું ધીમે અવાજે મ્યાઉં..મ્યાઉં કરતું રહ્યું.

( જનસત્તા.. લોકસત્તામાં પ્રગટ થતી કોલમ )

ચપટી ઉજાસ..124

અંધારામાં ભૂત ?

આજે રાત્રે અમે બધા ઘરમાં બેઠા હતા. હું ને જય રમતા હતા. પપ્પા દાદીમા સાથે કંઇક વાત કરતા હતા.અને મમ્મી ફૈબા સાથે વાત કરતી હતી.

ત્યાં અચાનક ફૈબા મને કહે,

‘જૂઇ, જા તો અંદરના રૂમમાં હું મારો મોબાઇલ ભૂલી આવી છું..ત્યાં ટેબલ પર હશે.. જરા લેતી આવીશ બેટા ? ‘

ફૈબા કહે ને હું ન કરું એવું તો બને જ નહીં ને ? હું તુરત દોડી.. પણ..પણ રૂમ પાસે જઇને ઉભી રહી ગઇ. રૂમમાં અંધારું હતું.સ્વીચ દબાવીએ એટલે લાઇટ થાય એની મને ખબર હતી..પણ લાઇટની સ્વીચ મારાથી પહોંચાય તેમ નહોતી. મને તો રૂમમાં અંદર જોતા પણ બીક લાગતી હતી.

આજે જ સ્કૂલમાં માનસીએ મને ભૂતની વાત કરી હતી. તે મને એકદમ યાદ આવી ગઇ. જોકે ભૂત એટલે શું એની તો એને યે ખબર નહોતી ને મને પણ ખબર નહોતી . અમે બેમાંથી કોઇએ ભૂત જોયું નહોતું. પણ માનસીએ કહ્યુ કે અંધારામાં ભૂત નામનું કોઇક હોય..એ આપણને મારી નાખે.. લોહી કાઢે..ને પછી ભૂત આપણુ લોહી પી જાય.
એણે કહ્યું હતું કે એને એના ઘરમાં રામુકાકા કામ કરે છે એણે કહ્યું હતું. માનસી કહે, અંધારામાં જવાય નહીં.. એટલે આજે મને પણ બહું બીક લાગી..કયાંક ભૂત અંદર હોય ને મને ખાઇ જાય તો ?

હું તો દોડીને પાછી આવતી રહી. ફૈબા કહે,

‘ જૂઇ, મારો મોબાઇલ કયાં ? કેમ ન લાવી ? જા.. લાવી આપને..પ્લીઝ..’

મમ્મી કહે, ‘ જૂઇ, જા અંદરથી ફૈબાનો ફોન લઇ આવ જોઇએ..

પણ હું કંઇ ખસી નહીં..

ત્યાં દાદીમા બોલ્યા,

‘ જૂઇ, સંભળાતું નથી ? ફૈબા કયારના ફોન લાવવાનું કહે છે ? જા..આમ ઉભી ઉભી શું જુએ છે ? ‘

પણ મારું ધ્યાન તો એ રૂમમાં સન્તાયેલા ભૂતમાં જ હતું. હું ફોન લેવા કેમ જાઉં ? હું કંઇ બોલ્યા સિવાય ચૂપચાપ ઉભી રહી.

મમ્મી ઉભી થઇને ફોન લેવા જતી હતી..ત્યાં ફૈબા કહે,

‘ એક મિનિટ, ભાભી…

પછી મારી પાસે આવ્યા.
‘ જૂઇ, કેમ જવાબ નથી આપતી ? ફોન લેવા કેમ ન ગઇ ? જૂઇ તો ફૈબાનું બધું કામ કરે એવી છે ને ?
મેં માંડ માંડ જવાબ આપ્યો..
ભૂત..ભૂત..
ફૈબા કહે, ‘ શું ભૂત છે ત્યાં ? ‘
મેં માથું હલાવી હા પાડી..
‘ અરે, એવું વળી કોણે કહ્યું તને ?

‘ માનસીએ…
‘’ શું કહ્યું માનસીએ ? ‘

’ અંધારામાં ભૂત હોય..એ બધાને ખાઇ જાય..’

‘ એને કોણે કહ્યું એવું ?
રામુકાકાએ..
‘ ઓહો.. હવે સમજાયું.. એટલે મારી જૂઇ નથી જતી ફોન લેવા ? બરાબર ?
મેં હા પાડી..
‘ અરે, જૂઇ, માનસીના એ રામુકાકા કંઇ ભણ્યા નથી ને એટલે એને ખબર નથી પડતી.. ભૂત કંઇ ન હોય..એ તો એક દિવસ એણે અંધારામાં કબાટને ભૂત સમજી લીધું હતું. બાકી એવું કંઇ ન હોય..
તો પણ મને હજુ બીક લાગતી હતી..
‘ ચાલ , મારી સાથે તો આવીશ ને ?

ફૈબાએ મારો હાથ પકડયો. ફૈબા ભેગા હોવાથી હવે મારી બીક ઓછી થઇ ગઇ હતી. મેં જોશથી ફૈબાનો હાથ પકડી રાખ્યો. ફૈબા અંધારા રૂમ પાસે ગયા. મેં કહ્યું..લાઇટ..લાઇટ…
ફૈબા કહે, ‘ નો લાઇટ.. પહેલાં આપણે જોઇ લઇએ એટલે તને ખબર પડે કે અંધારું હોય તો પણ એમાં કંઇ ભૂત ન હોય..અંધારાથી કંઇ ડરવાનું ન હોય..’ હું તો ફૈબાને જોશથી વળગી રહી. ફૈબાએ મને તેડી લીધી..ને અંધારા રૂમમાં બધે ફેરવી.

‘ એય ભૂત ભાઇ, તમે કયાંય છો ? અમારા જૂઇબેન તમારાથી ડરે છે..ચાલો…નીકળો બહાર..અરે, જૂઇ, આ તો કબાટ છે..આ ટેબલ છે.. જો તો કયાંય કંઇ દેખાય છે ? ‘ ફૈબા હસતા હસતા બોલ્યા.
ફૈબાએ મને તેડી હતી..એટલે હવે મને બીક નહોતી લાગતી. એટલે મેં બધી બાજુ જોયું..પણ કંઇ દેખાયું નહીં. પછી ફૈબા મને લાઇટની સ્વીચ પાસે લઇ ગયા.
‘ ચાલો, હવે જૂઇબેન સ્વીચ દાબીને લાઇટ કરશે..

મેં સ્વીચ દબાવી..આ તો મારું મનગમતું કામ . રૂમમાં અજવાળું..અજવાળું..ને ભૂત તો કયાંય નહોતું..

‘ જોયું..જૂઇબેન, કયાંય કશું છે ? અને કોઇ ભૂત ને એવું બધું કહે ને તો ગભરાવાનું નહીં. મારી જૂઇ, તો બહાદુર છે..બ્રેવ છે..કોઇથી ન ડરે એવી..બરાબર ને ? બોલ,
જૂઇ કેવી છે ? મેં મોટેથી કહ્યું..
‘ બ્રેવ..’

જૂઇ કોઇથી ગભરાય ?

મેં કહ્યું.. ‘ નો.. ‘

અંધારામાં ભૂત હોય ? ‘ મેં કહ્યું..’ નો..

‘ ફૈબા કહે,’ શાબાશ…! ફૈબાએ ધીમેથી મને નીચે ઉતારી અને મેં દોડીને ટેબલ પરથી ફૈબાનો મોબાઇલ ઉપાડયો ને ફૈબાને આપ્યો..

ફૈબા હસી પડયા..વાહ..મારી જૂઇએ ફૈબાનો ફોન અંતે લાવી આપ્યો ખરો.. !

( જનસત્તા..લોકસત્તામાં દર રવિવારે નિયમિત પ્રગટ થતી શ્રેણી (