જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના… ” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…
લેખન કાર્ય…: પ્રકાશિત પુસ્તક… ગમતાનો ગુલાલ,….(ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરવા માટે પસંદ કરેલ પુસ્તક..)
મારા આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો વર્ષ 2006નો શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ મળી ચૂકેલ છે.
બીજું પુસ્તક દીકરી મારી દોસ્ત…..પુસ્તક..ગુર્જર પ્રકાશન અમદાવાદ….દ્વારા પ્રકાશિત થયેલ છે. જેની છ મહિનાના ટૂંકા ગાળામાં બીજી આવૃતિ થવા જઇ રહી છે.
અન્ય ચાર પુસ્તકો હાલ પ્રેસમાં છે. જેમાં નાટક, નવલકથા, લઘુકથા સંગ્રહ, અને નવલિકા સંગ્રહ છે. લેખન યાત્રા અવિરત ચાલુ છે અને રહેશે.
નિયમિત કોલમ : સન્દેશ માં ” એક નાનકડી વાત ” અને સ્ત્રીમાં ” સંબંધ સેતુ. ” અને ” જીવનની ખાટી મીઠી…” . દર અઠવાડિયે..છેલ્લા બે વરસથી ચાલુ છે.
હાલમાં જનસત્તા દૈનિકમાં દર રવિવારે મારી નવલકથા ” દોસ્ત, મને માફ કરીશ ને ? ” પ્રકાશિત થઇ રહી છે.
વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, મુંબઇ સમાચાર, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી, વિગર માં પ્રકાશિત થતી રહે છે. અને ભાવકોના સ્નેહભર્યા પ્રતિભાવોથી છલકી રહું છું.
” ઝાલરટાણુ ” રેડિયો પર પ્રકાશિત નાટય રચના…
અરૂપ શું બોલે ..દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ..
“ઝિલમિલ ” અહા જિન્દગી ” મેગેઝિનમાં પ્રકાશિત લઘુનવલ..
આ શબ્દયાત્રા સ્નેહયાત્રા બની રહે..અને અવિરત ચાલુ રહેશે એ શ્રધ્ધા વધુ પડતી તો નથી ને ?
સ્વાગત
સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છ ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.
“એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પ્રુથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:’આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું?’ ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે.” આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હ્ર્દય ઠાલવે જ છે.માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.
અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન –પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે “કોઇ મને ચાહે અને સમજે”આ માનવસહજ સ્વભાવ છે પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેક માનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકત કરી શકે છે ,તો કોઇ નથી કરી શકતા..એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે ,એ નશીબદાર છે જ.એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?
આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે.કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.( અને માત્ર હું શા માટે? દરેક દીકરી ની મા માટે આ સાચું નથી?)
અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?”મા” બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે.એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને?આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.
એટલે દીકરી ને સમર્પિત કરતા, એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને?
બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે
અસ્તુ
આભાર
નીલમ દોશી( અમદાવાદ )
shree Nilam ji…apni aa vaat sathe sahemat chhu…..k manvi matra ne potana dil ni vaat darshavvi hoy…dil ni vaat sambhlva valu koi evu j hovu joie je apne samji shake…..apna a bolg ni mulakat lai ne anand thayo…
Nilam,
You have a great style and I have Fun to read Gujarati.
FOR READER OF GUJARATI away from GUJARAT YOUR BLOG BRINGS NE BACK HOME.
આભાર .આપને ગમ્યું તે મને બહુ ગમ્યું.મલતા રહીશું ને?
Nilamji, Aapni lekhini sidhi hrudaymathi vahe chhe. Anubhavsiddh chhe, Gamtano gulal kare chhe. khub khub dhanyavad. Chi. Hardicno adbhut bachav, aapna upar PARAM KRUPALU PARMATMANI asimkrupanu fal chhe. Aapni sarvani vaheti rahe vinarukavat sada…………………………………………..Aabhar.
its good blog ………..nilamben………
MAN IS A SOCIAL ANIMAL…..દીદી @ નવલી નવરાત્રિ મુબારક.
Neelamben,
saras apani lekhini,abhinandan!
vanchata dikari yaad avi j jay
darek dikari/ma e a site jovi j joye
ABHAR
abhar.ashalataben
Tamari laghukathao vanchi khubaj aanand thayo, darek visay samaj lakshi ane prerna male aeva chhe.
Abhar khubaj sundar gujarati blog mate!!!
Dear Neelambahen,
Enjoyed your blog. Alsoyour poem about web sites. Please visit “Hasya Darbar” & view my cartoons. Would like to add my humorous poems in ( Kavitartoons ) your blog, poems with related sketth, I call it “Kavitartoon”. I don’t know how to atttach with comments.
http://www.ameamericanamdavadi.com
Thnks.
આભાર,મહેન્દ્રભાઇ,આપની કવિતા જરૂરથી મને એટેચ કરીને મોકલો…જેથી હું બ્લોગમાં મૂકી શકું.સામાન્ય ફાઇલ ની જેમ જ મોકલશો તો પણ ચાલશે.
ફરી એક વાર આભાર.આપના કાર્ટૂન માણવાની ખરેખર ખૂબ મજા આવે છે.ખૂબ સરસ હોય છે.હાસ્ય દરબાર હું અવારનવાર માણતી જ રહું છું.
નીલમબેન,
શબ્દોની શક્તિ કેટલી ?
હું મારી વાત કરું છું.
દિલની લાગણી ઘણીવાર પૂરેપૂરી શબ્દોમં વ્યકત ન થઇ શકે…પરંતુ એનાથી શબ્દોની તાકાત ઓછી નથી થઇ જતી.કલમની તાકાતે ઘણી યે વાર તલવારની તાકાત ને હંફાવી છે.ઇતિહાસ તેનો સાક્ષી છે.
મારા શબ્દોમાં એ તાકાત ન હોય…પણ આખરે અભિવ્યક્તિનું સબળ માધ્યમ શબ્દો જ છે ને?
DEAR NEELAM,
IT IS NICE FOR YOU TO WRITE IN GUJARATI FOR READERS.YOU AND OTHER BLOGERS ARE DOING GREAT SERVICE THROUGH INTERNATE WORLD.
WITH THE HELP OF SURESH AND MAHENDRA WE HAVE TWO BLOGS.
“HASYADARBAR” AND “TULSIDAL.”
WE ARE COMMING HOME TO SEE AND BE WITH BPA.AHMADABAD.
THE MAN WHO SAW THIS WORLD AS A CHILD,LOST HIS VISION IN CITY WHERE YOU LIVE NOW….AT AGE OF 8 YEARS IN 1934 “CALCUTTA.”
HE RETURNED TO AHMEDABAD, GUJARAT.
TWENTY YEARS LATER,AS A BLIND PHYSIOTHERAPIST – HE WAS WELL KNOWN IN THE CITY.
HE STARTED WITH THREE OTHER BLINDS A CLUB HOUSE IN SHRI AMBALAL SARABHAI’S FAMILY HOME IN KAMESWARANI POLE,RAIPUR, AHMEDABAD.
LATER,”CLUB ” RE LOCATED AND CHANGED IT’S NAME AND OPENED IN 1962 AS A “BLINDMAN ASSOCIATION.”
NOW IS BLIND PEOPLE ASSOCIATION- BPA.
MAY BE YOU MAY LIKE TO VISIT OUR PLACE AND WRITE WITH YOUR LOVE, SOMETHING THAT CAN MAKE BLOGER”S WORLD KNOW ABOUT THIS MAN.
PADMASREE DR.JAGDISHBHAI KASHIBHAI PATEL.
OUR WEB-STE is http://www.bpaindia.org
DEAR NEELAM,
IT IS NICE FOR YOU TO WRITE IN GUJARATI FOR READERS.YOU AND OTHER BLOGERS ARE DOING GREAT SERVICE THROUGH INTERNATE WORLD.
WITH THE HELP OF SURESH AND MAHENDRA WE HAVE TWO BLOGS.
“HASYADARBAR” AND “TULSIDAL.”
WE ARE COMMING HOME TO SEE AND BE WITH BPA.AHMADABAD.
THE MAN WHO SAW THIS WORLD AS A CHILD,LOST HIS VISION IN CITY WHERE YOU LIVE NOW….AT AGE OF 8 YEARS IN 1934 “CALCUTTA.”
HE RETURNED TO AHMEDABAD, GUJARAT.
TWENTY YEARS LATER,AS A BLIND PHYSIOTHERAPIST – HE WAS WELL KNOWN IN THE CITY.
HE STARTED WITH THREE OTHER BLINDS A CLUB HOUSE IN SHRI AMBALAL SARABHAI’S FAMILY HOME IN KAMESWARANI POLE,RAIPUR, AHMEDABAD.
LATER,”CLUB ” RE LOCATED AND CHANGED IT’S NAME AND OPENED IN 1962 AS A “BLINDMAN ASSOCIATION.”
NOW IS BLIND PEOPLE ASSOCIATION- BPA.
MAY BE YOU MAY LIKE TO VISIT OUR PLACE AND WRITE WITH YOUR LOVE, SOMETHING THAT CAN MAKE BLOGER”S WORLD KNOW ABOUT THIS MAN.
PADMASREE DR.JAGDISHBHAI KASHIBHAI PATEL.
OUR WEB-STE is http://www.bpaindia.org
THANKS…I DEFENATELY LIKE TO VISIT YR PLACE.AS I AM ALWAYS IN SEARCH OF ORGANISATION..WHO R DOING SOME GOOD WORK.SO NO DOUBT …I WILL VISIT.AS EARLY AS POSSIBLE.I WILL SEE THIS SITE ALSO TODAY ONLY
ONCE AGAIN THANKS
આનંદ થયો તમને નીલમબેન અહિંયા જોઇને….
ફરી મળતા રહીશું ને ..?
માઁ તારા પ્રેમ ને હું શબ્દો માં શું સજાવું..
તારા ઋણ ને એક જનમ માં કેવી રીતે ચુકાવુ..!!
મલશે જો પ્રભુ તો કૈંક જિંદગીઓ ઉધાર માંગી લઈશ,
ને હર જન્મે તારા સંસ્કારો ને દિપાવું..
આપનો બ્લોગ ખુબ જ સરસ છે નીલમબેન..કેમ કે અહિં શબ્દો નાં સાથિયા માં જિંદગી ની સચ્ચાઈ નો સંગ અને લાગણી નાં રંગ છે..
Dear Neelamben
Vary Very Nice! Thanks for creating such nice blog
Thanks
Mahesh
apana ” angat ” maa pravesh khub saras rahyo.aapanee shabdyaatraa aagal vadhati rahe ane ema ame sau samel thata rahishu…bheenjaataa rahishu…all the best..
i have gone to some articles….really all rvery nice..with different subjects. malata rahishu ahi….
congrats.
Dear Nilamben.
Its very good to read here. I got the blog id from readgujarati.com
keep writing good things.
thanks.
CA JITENDRA TANNA[VERAVAL]
નીલમબેન,
હજી બે દિવસ પહેલાં જ આપણો બ્લોગ સંપર્ક થયો હતો. હવે મારું બ્લોગ પેઈજ બ્લોગસ્પોટને બદલે વર્ડપ્રેસ પર છે.
તમારો બ્લોગ સાહિત્યથી સમૃદ્ધ છે. લઘુનવલ તો બધા હપતા પૂરા થાય પછી એકસાથે વાંચવા એવું નક્કી કર્યું છે.
http://jayeshupadhyaya.wordpress.com
અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?”મા” બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી
બહુજ આયામી બ્લોગ ની મુલાકાત લઇ આનંદ થયો ઉપરના બે વાક્યો ખરેખર બહુજ ગમ્યા
I like your blog. How can I type and publish in Gujarati on wordpress?
Please let me know: atulraval@gmail.com
Thanks.
pls tamaru e-mail id aapone. thodi vat karvi 6.
પ્રિય મિત્ર નિલમ,
નેટ જગતમાં આજે તારો હાથ પકડીને પ્રવેશ કરૂ છું. આભાર માટે શબ્દ મળતા નથી. આમ પણ તારૂ રુણ ઘણુ છે. લેખન કાર્યમાં તારો સાથ પ્રથમથી જ છે. તારી મારા માટેની મહેનત ઊગી નીકળે એવા પ્રયત્ન કરતી રહીશ. કદાચ એ જ સાચો આભાર હશે.
Dear Nilam,
I am Tarun Patel from GujaratiBloggers.com.
I have started this community GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) to
feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.
I am writing this comment to invite you on GujaratiBloggers.
Please send me the answers to the following questions along with a your photograph so that I can prepare a good write up about you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogs benefit you?
5. Which is your most successful blog?
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
I am sure you would find my effort worth considering to feature your profile. Also I
request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
–
Tarunkumar Patel
GujaratiBloggers.com/blog
tarunpatel.net
આપે ખુબ જ સારુ લખયુ છે. તે મને બહુ ગમ્યું. આવુ કંહિક લખતા રહેજો. જેથી બીજા ને કંઇક નવી પ્રેરણા મળે.
નીલમબેન,
ખુબ જ સુંદર પ્રયાસ. આપણે બધા સદભાગી છીએ કે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા શબ્દયાત્રાની સાથે સાથે મિત્રો સાથે સ્નેહયાત્રા કરી શકીએ છીએ. આપની કલમ સુંદર છે. મજા આવી. સમય મળ્યે મારા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેશો તો આનંદ થશે.
quite fitting with women’s lib move.
Nilamben…I know I had visited your website before & also had posted a comment…..but I did not leave a comment here…yuo are doing great on your site & WISH YOU ALL THE BEST. I invite you to visit my Blog CHANDRAPUKAR at>>>>
http://www.chandrapukar.wordpress.com See you there & your comment appreciated.
મારી શબ્દયાત્રા આપણી શબ્દયાત્રા લાગે છે
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
આદરણીય નીલમબેન
હું પ્રથમવાર તમારા બ્લોગની સફર પર આવ્યો છું. તમારી ગમતી ક્ષણોમાં અવરનવર ભાગ પડાવવા માટે ચોક્ક્સ આવીશ…આવી શબ્દયાત્રામાં સહભાગી થવાનું કોને ના ગમે ?
ગુજરાતી બ્લોગ જગતમાં એક માસ પહેલાં જ પગ મૂક્યો હોય વધુ કહેવાનો હક્ક્દાર નથી જ… મારા બ્લોગની મુલાકાત લઈ આપશ્રી બે શબ્દ કહેશો તો આનંદ થશે.
કમલેશ પટેલ
પ્રણામ
http://kcpatel.wordpress.com/
બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે
શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Please visit my blog :…
http://gaytrignanmandir.wordpress.com
Thanks for nice useful information and material in gujarati, Its great and keep it up
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
“JE VISTARE CHHE TE STRI”. KETLU SACHU!!! DIKRI, PATNI, BAHEN , MATA…DADIMAA E DAREK SAMBANDHMA STRI VISTARE CHHE.STRI ETLE J SAMAST VISHVA!!
આપના બ્લોગની મુલાકાત લીધી આપનો પ્રયાસ ખૂબજ સુંદર છે. ખાસ કરીને જ્યારે ગુજરાતી ભાષાને ઉતરતી ગણાવવામાં ગુજરાતીઓ જ જાણ્યે -અજાણ્યે ભાગ ભજવી રહ્યા હોય તેવી સામાન્ય છાપ પડી રહી છે ત્યારે આપણે સૌ સહિયારા પ્રયત્ન દ્વારા ગુજરાતી ભાષા સમૃધ્ધ છે તેવું અવશ્ય સાબિત કરી શકીશુ તેવી મને ખાત્રી છે. હું તો નિવૃત બેંક મેનેજર છું અને 70 પહોંચ્યો છું. પણ મને ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાનું ગૌરવ છે. મેં પણ મારી દીકરીના માર્ગ દર્શન હેઠળ ગુજરાતી ટાઈપ શીખી મારો બ્લોગ બનાવ્યો છે અને અવાર નવાર વિવિધ વિષયો ઉપર મારાં વિચારો મૂકી રહ્યો છું. આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકત લેશો અને આપના પ્રતિભાવો મોક્લશો કે જે મને વધુ પ્રોત્સાહિત કરશે. મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com છે. તો જરૂર મુલાકત લેશો અને શક્ય હોય તો આપના બ્લોગ ઉપર પણ આ વિષે જણાવશો.
આભાર અને અભિનંદન્
સ-સ્નેહ
અરવિંદ
Hi there,
Sharing with you my latest project:
” JITYU HAMESHA GUJARAT” – An Anthem for Gujarat sung by 25 celebrity Gujarati singers.
my way of paying tribute to my motherland -GUJARAT….
Please, click the YOUTUBE LINK below to watch it….
http://in.youtube.com/watch?v=elZkODDMXHk
As a proud Gujarati, if you are really moved after watching the video / listening to the anthem,
and if you wish to put the video on website homepage and/or if you wish the audio version of the anthem on your website or any other activity regarding JITYU HAMESHA GUJARAT,
please let me know…I will send you the required material for the same…
To download the MP3 of the Audio version of the anthem click the link below…
http://www.uploadjockey.com/download/2400920/Jityu%20Hamesha%20Gujarat.mp3
More Info about the anthem:
“Jityu Hamesha Gujarat ” is an Anthem for Gujarat sung by 25 celebrity Gujarati singers ( Praful Dave, Aishwarya Majumdar, Padmashree Diwaliben Bhil, Ashit Desai, Hari Bharwad, Mouli Dave, Arti Munshi, Alap Desai, Hardik Dave, Shyamal Munshi, Saumil Munshi, Abhesinh Rathod, Achal Mehta, Uday Majumdar, Falguni Sheth, Dilip Dholakia, Purushottam Upadyay, Hema Desai. Hemant Chauhan, Karasan Sagathia, Keerti Sagathia, Neeraj Parikh, Biharidan Gadhvi, Damayanti Bardai, Bharti Kunchala, Viraj Upadhyay and Bijal Upadhyay).
Inspired from the epic war song KASUMBI NO RANG ( written by ‘National Poet’ Zaverchand Meghani and composed and sung by legendary singer Hemu Gadhvi) ” Jityu Hamesha Gujarat” has been re-written in the context of contemporary Gujarat by Manish Bhatt ( a Mumbai based Gujarati and senior creative professional in the Ad world) and re-composed by Rajat Dholakia ( a renowned Gujarati composer in Ad world and Hindi Cinema, famous for his national awards winner background scores for PARINDA and MIRCH MASALA movies).
In its lyrics, the anthem reflects the non-negotiable and unshakable spirit of Gujarat in its good times of current era and even during its bad times like wars, invasions, rules by foreigners, fall of industries and trade, natural calamities. It also reinforces that true Gujarati spirit has never got defeated just like its world leaders Gandhi and Sardar. The voice of Gujarati heart will never blur, fade away or defuse in the loud noise of the world. The anthem is summarised by the famous lyrics by Narmad, “JAI JAI GARVI GUJARAT”.
The anthem is requested to be played at radio channels, as pipe music of public places, at public events and schools.
To support the anthem further, a four minute music video has been conceived by Manish Bhatt and produced and directed by Prashant Bharadwaj and Dipu Anthikad of B R Chopra Films.
The video features everything from the state – its sand, seas, gardens and heritage sites, celebrities and commoners, industries and even riots.
The video also feature some successful people from the state in the entertainment industry like Prachi Desai ( ROCKON fame), Miss India Earth Tanvi Vyas, serial star Nidhi Sheth and Trupti Arya Vora ( My friend Ganesha fame).
The coordination of recording and production of video and mammoth task of bringing together 25 Celebrity artistes could have been impossible without the hard work and efforts of Khantil Mehta, Nishit Shah and Deval Panchal of GOBANANAS event company.
The Cinematography of the video was done by Mahesh Limaye, who shot Bollywood movies like Fashion, Corporate and Traffic Signal.
It has been shot at scenic locations of Gujarat like Little Rann of Kutch ( Dasada), River Narmada / Karjan Dam, Somnath / Arabian Sea, Tithal Beach of Valsad, Khadia ni Pol of Ahmedabad ,Half constructed Bridge of Sabarmati, Gandhi Ashram, Gallops Mall Street of Ahmedabad and Adalaj ni Vav.
The video will soon be shown at major TV Channels, Cinema halls, Public Places, and Public events related to Gujarati community all over the world.
The video & song will also be available on the Internet to download.
warm regards,
–
Manish Bhatt,
Senior Vice President & Executive Creative Director,
Contract Advertising India.
6th Floor, Meadows, Sahar Plaza Complex,
Next to Hotel Kohinoor Continental,
J B Nagar, Andheri-Kurla Road, Andheri (E),
Mumbai – 400059. India.
( Also Founder of http://www.ad-museum.info )
Email: manish.i.bhatt@gmail.com
Ph: +91 22 40569665.
Mobile: +91 9820606210
Hi, cool site, good writing
નીલમબેન ,
આજે તમારા બલોગની મુલાકાત લીધી, તમારી કલમ માં દમ છે. ટુંકી વાર્તાઓ માં આપણી કલમનું ખેડાણ લાજવાબ છે.
લખતાં રહેજો.
અભિનંદન સહ આભાર
પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન
મારા બ્લોગ ઃ http://kalamprasadi.blogspot.com
http://yuvarojagar.gujaratiblogs.com
http://kalamprasadi.gujaratiblogs.com
aapno kub sars blog che vacu chu roj
તમારા બ્લોગની ફરી મુલાકાત કરી મઝા આવી..
nilamben, savare computer chalu kari ne pehlu kaam tamara blog ni mulakat leva nu karu chu, hamesha mane tamara lekho mathi prerna and prem male che, maa-dikri no ane maa-dikra no sambandh, tatha jeevan na ghana badha nana prasango par thi sikhvanu male che, pan aapne te jane-ajane nazar andaj karie che, pan tamara lakhano vanchi ne bahu j saru lage che, lage che ke koi swajan sathe vaat kari rahya hoy, actually hu USA ma chu, and india ne miss karti hati, pan jyar thi tamara lekho vanchu chu, ek swajan ek mitra ni kami puri thai gai. khub khub aabhar. Khub lakho evi shubh kamna.
nice to hear from you shweta…and thanks too for appreciating my writing.
u r in US.naturally missing india sometime. right ? i felt this as when i visited us last year…in short time i have underastand this.
where r u in us ?
keep on reading..and u can give yr very frank opinion.. critic comment also appreciated.
have a nice time.
Dear Nilamben,
Thanks for ur reply, I am from New Jersey, and working in New york city.
Tamara badha j blog mane khub game che, specially Khandit Murti, Chapti ujas ane gani badhi tuki prerna dayak khati-mithi.
jeevan na darek pasa ne khub sari rite raju karva mate , which make us more understanding. Khub khub aabhar.