મૌન…


ઘણાં સમય બાદ ખુશીને કોલેજમાં આવેલ જોઇ કયાંક થોડૉ ગણગણાટ…તો કયાંક સ્મશાનવત્ શાંતિ…. ’ખુશી, તું આવી ગઇ ? બહું સારું કર્યું…જે થયું તે થયું….એ યાદ કરીને ઘરમાં થોડું બેસી રહેવાય ? ‘ મીતાલીએ કહ્યું.

‘હા, એ નરાધમોને તો બરાબર પાઠ ભણાવવો જોઇએ. તને ખબર છે ખુશી ? મહિલા સંગઠને મોરચો કાઢયો ત્યારે અમે બધી તારી બહેનપણીઓ સૌથી આગળ હતી. ‘ ખુશી, તું જરા યે ચિંતા ન કરતી.. અમે સૌ તારી સાથે જ છીએ..

‘ બાય, ધ વે..ખુશી, એ લોકો કેટલા હતા ? તેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન બહું કર્યો હશે નહીં ? ’

ખુશી મૌન… માંડ માંડ એક મંદ સ્મિત ફરકાવી શકી..એ સ્મિતમાં અઢળક આંસુઓ છલકતા હતા…એ કોઇ જાણી શકવા કે અનુભવી શકવાનું સામર્થ્ય કયાં ?

સહાનુભૂતિને નામે આવા કે આનાથી પણ બદતર અનેક પ્રશ્નોનો સામનો કહેવાતા સગાઓ તરફથી સુધ્ધાં કરતી આવી હતી. બધાને જાણવાની જિજ્ઞાસા..કૂતુહલ…ખણખોદ, પંચાત…એક છૂપો રસ, માનવસ્વભાવની આ છાની વિકૃતિ…આ બધાનો અનુભવ …અસહ્ય અનુભવ….ખુશીનો આત્મા કકળી ઉઠતો.

કયારેક જોશથી ચીસો પાડીને કહેવાનું મન થઇ આવતું..’ તમારી પુત્રી કે બહેન સાથે આવું કશું બને ત્યારે જાણી લેજો..આ બધું..ત્યારે પૂછી લેજો આ બધા પ્રશ્નો..સંતોષી લેજો તમારી જિજ્ઞાસા….’ ખુશીના અસ્તિત્વમાં આક્રોશ ઉઠતો..આક્રન્દ પ્રગટી રહેતું..પણ….. મનમાં હતું..એટલીસ્ટ મિત્રો આવું કશું નહીં પૂછે..ત્યાં કદાચ હળવાશ અનુભવી શકાશે…પણ…..અહીં પણ એ જ……વાત જ એવી હતી ને ? બધાને “ કંઇક “ જાણી લેવું હતું..સાંભળવું હતું..જાણે કોઇ નોનવેજ જોક્સ સાંભળવો હોય તેમ……. ખુશી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઇ. ’ છે જરા યે શરમ ? જાણે કંઇ બન્યું જ ન હોય તેમ ચાલતી થઇ. ’આપણે એના સપોર્ટમાં આટલું કહ્યું તો પણ કશો જવાબ સુધ્ધાં આપ્યો? કોઇ વાત ન કરી..આપણે તો એના શુભચિંતક હતા…મિત્રો હતા..ખેર ! આપણે શું ? બાકી આપણે તો એના માટે થઇને કોર્ટમાં સુધ્ધાં પહોંચ્યા હતા..
‘ અરે,મેં તો હોસ્પીટલમાં પેલા નરાધમને બે લાત સુધ્ધાં ઠોકી દીધી હતી.

પણ ખુશીને તો જાણે આ બધાની કોઇ કદર જ નથી. આભારનો એક શબ્દ બોલ્યા સિવાય ચાલી ગઇ. બધાની સમજાવટથી માંડ માંડ કોલેજ આવેલ ખુશી જાણે કોઇ નવતર પ્રાણી હોય તેમ બધા તાકી રહ્યાં હતાં. તેની બહેનપણીઓ સુધ્ધાં….

પ્રોફેસરો સહિત બધાએ એક કે બીજા બહાને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યા કર્યો. જે કયારેય તેની સાથે વાત નહોતા કરતા..તે બધા આજે સામે ચાલીને….

ઘેર આવી ખુશી રડી પડી. નથી જોઇતી મારે કોઇની દયા..કોઇની સહાનુભૂતિ….મને એ જ પહેલાની ખુશી બની રહેવા દો..હું કંઇક અલગ નથી થઇ ગઇ. મહેરબાની કરીને મને ખોતરવાનું….સહાનુભૂતિ બતાવવાનું બંધ કરો. જે વાત ભૂલવાનો હું પ્રયત્નકરી રહી છું..એ કોઇ મને ભૂલવા દેશે કે કેમ ? ‘ ખુશીના દિલમાં એક આક્રોશ …

બળાત્કારનો ભોગ બનેલી ખુશી પર છેલ્લા પન્દર દિવસોથી સતત માનસિક..શાબ્દિક બળાત્કાર ચાલુ જ રહ્યો હતો. પહેલાં પોલીસ,ડોકટરો, વકીલ,કુટુંબીજનો, મિત્રો, મહિલા સંસ્થાઓ….નારી સંગઠનો…કોઇ જ બાકી નહોતું રહ્યું. આવા આરોપીને સજા મળવી જ જોઇએ..જેથી બીજી બહેન દીકરીઓ બચી શકે….એમ માની બદનામીનો ભય રાખ્યા સિવાય હિમત કરી પોલીસમાં ફરિયાદ કરી તે શું પોતાની ભૂલ હતી? ખુશી જ નહીં..તેના મમ્મી, પપ્પા પણ એવું વિચારી રહ્યા. તેના ઘર તરફ..ખુશી તરફ અનેક આં ગળીઓ ચીન્ધાતી રહી હતી. જેનો કોઇ અંત જ નહોતો આવતો.

ખુશીના માતા પિતાના મનમાં અનેક પ્રશ્નો હથોડાની માફક વાગતા હતા…સમાજની કોઇ જવાબદારી…ખરી કે નહીં ? કયાં ખોવાઇ ગઇ છે સૌની વિવેક બુધ્ધિ ?કોઇનામાં પરિપકવતા નહીં ? સમાજની સમજણને શું થઇ ગયું છે ? ન કરે નારાયણ …ને આવતી કાલે એમની બહેન, દીકરી સાથે આવું કશું અઘટિત બને ત્યારે એને પણ આમજ કૂરેદશો ? મૌન રહીને એને બધું ભૂલાવવામાં મદદરૂપ નહીં થઇ શકાય ? “ પણ તેમના પ્રશ્નોનો જવાબ કોણ આપે ?

’આવનાર દરેકના મનમાં કશુંક જાણી લેવાનું કુતૂહલ સાફ દેખાતું હતું. સહાનુભૂતિનો સાગર ઉમટયો હતો. પણ..એ સાગરમાં તરી શકાય એવું નહોતું. અનેક મહોરા ઓઢીને લોકો પૂછતા રહેતા.

શારીરિક બળાત્કાર જીરવી ગયેલી ખુશીને રોજરોજનો આ માનસિક બળાત્કાર જીરવવો અઘરો પડી ગયો છે. જાણે તે કોઇ પાત્ર બની ગઇ હોય તેમ તેની સામે આંગળી ચીંધાતી રહે છે. જખમ દૂઝતા રહે છે. અને ખુશીનું હાસ્ય વધુ ને વધુ મૂરઝાતું રહે છે.

ખુશી મૌન…એકદમ મૌન….અણુ અણુમાંથી ઉઠતા આક્રોશ સાથે મૌન….શું બોલે ? ખુશી શું જવાબ આપે ?

20 Comments

  1. 1
    Pinki Says:

    superb ………. !!
    nicely narrated inner feelings……

  2. 2
    vijayshah Says:

    કોર્ટમાં જ્યારે તે નરાધમને ખુશી એ જોયો ત્યારે તેને લાગ્યું આ એક્લોજ કેમ્?

    તેની સાથે આખો સમાજ જે જુએ છે પણ તેને રોકવાને બદલે આ રોકવાનો તમાશો કરે છે તે બધાને ચંપલ કાઢીને ઝુડવાની તેને ઇચ્છા થઇ ગઇ.

    પછી થયું પોતે પણ આ લફડાનો ભાગ બનવાને બદલે જે પુછે તેને ઝુડવાની શરુઆત કેમ ના કરી દે. ક્ષણ ની ચુપકીદી પછી જ્યારે સજા સાંભળી ત્યારે તેને થયુ કાયદાની દેવી આંધળી નથી…તે નરાધમનાં ગુપ્તાંગો ઉપર “બળાત્કારી” હોવાનાં ચામડી બાળી સીક્કા મારવાની સજા થઈ હતી.

    કોર્ટમાં ઘણાઓને તે સજાની ચચરાટી થતી હતી.

  3. 3
    chetu Says:

    hraday dravi uthe che a badhu vachi ne…!

  4. …. …. …. … … …

  5. 6

    Bhavsparshi…nice..

  6. 7
    sapana Says:

    bhavvahi!!
    Sapana

  7. 8
    સુરેશ જાની Says:

    પ્રશ્ન તો સાવ પ્રતીતીકર છે. આમ જ થતું હોય છે.

    પણ શું થવું જોઈએ તેની તરફ લેખીકાએ અંગુલીનીર્દેશ કરવો જોઈએ; એમ મારું માનવું છે. કદાચ એ માટે બીજો ભાગ જરુરી છે.

    ‘ સત્યકામ’ ફીલ્મ યાદ આવી ગઈ.
    આ જમાનામાંય ક્યાંક તો સત્યકામ હશે જ.
    ————————
    સ્ત્રીઓ પરના બળાત્કાર બહુ જ જધન્ય છે. પણ આ અધમતા અનેક સ્વરુપોમાં અસ્તીત્વ ધરાવે છે; અને સમાજ તે જાણવા પણ તૈયાર નથી હોતો, તે પણ હકીકત છે.

  8. 9
    mrunalini Says:

    ===

  9. 10
    pragnaju Says:

    . . .

  10. 11
    Maulik Says:

    Here it really one of the best inter sting article here I read.

    http://alternativehealthcarenews.blogspot.com

    Thanks for sharing!!!

  11. 12
    Krishna Says:

    સંવેદનશીલ અભિવ્યક્તિ.

  12. 13

    …………… !

  13. 15
    mixa patel Says:

    આવી વાર્તામાં કોઇ સરસ કે ભાવવાહી કે સુન્દર અભિવ્યક્તિ એવુ લખે ત્યારે મને તો વાંચીને આશ્ર્વર્ય અને દુખ થાય.કેમકે હુ માનુ છું કે આ વાર્તા કઇ વાહ વાહ મેળવવા મટે નથી લખાઇ. પર્ંતુ સમાજની વાચકોમા જાગૃતિ આવે તે હેતુથી લખાઇ છે એમ માનુછુ.આશા છે લેખિકાનો હેતુ આ જ હશે ને તે મારી વાત સથે સહમત થશે
    હુ માનુ છુ કે લેખિકાએ આ વાર્તા લખીને તેનોલેખકધર્મ બજાવ્યો છે. ખુબ ખુબ અભુનન્દન આ માટે.

    • 16
      nilam doshi Says:

      yes..mixa..you r right. i have wrote this story 4 social awareness only.

      thanks to all of you

  14. Very good story !
    touch my hart !!

  15. 18

    very nice. now we should change our maintality. if it isas it is then no one come outside

  16. ખુબ જ સરસ વાર્તા!! સ્ત્રી સાથે બળાત્કારીએ તો એક જ વાર બળત્કાર કર્યો હોય છે, પણ જે રીતે માનસિક રીતે જે લોકો ત્યાર પછી બળાત્કારનો ભોગ બનેલી યુવતીને જે રીતે ટોર્ચર કરે છે, તે જોતાં લાગે કે તે પણ એક બળાત્કાર જ છે-માનસિક પીડ આપવાનો!!

  17. 20
    Sakhi Says:

    Very nice true lekh for our Samage


RSS Feed for this entry

Leave a Comment