તણખલાં..

આ મારા નાજુક નમણાં ટાંચણ,

મારગકાંઠે હસતાં ફૂલ સરીખા:

વાટમારગુ નીરખે,પછી વીસરી જાય.

2

રાત્રિએ સૂરજને કહ્યું:

આ ચન્દ્ર તારો પ્રેમપત્ર છે,

તો ધરતીપુત્ર તરણાં પર ઠરેલા અશ્રુબિન્દુઓ

મારા પ્રત્યુત્તર છે.

3

મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ ઋણભાવનું

ગુંજન- ગાન છેડે છે,

પણ રૂપલબ્ધ પતંગિયુ તો, માને છે કે

પોતે ફૂલને કૃતાર્થ કર્યું છે.

4

મૃત વાણીની ધૂલિથી તું મેલીઘેલી છો ?

તો, તારા માન્હ્યલાને મૌનનો અભિષેક આપ.

5

પતંગિયુ પોતાની આવરદા મહિનાઓમાં નહીં,

ક્ષણોમાં સમાવી દે છે-

અને છતાંય તેને સમયનો તોટો નથી!

( કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મૌક્તિકોનું શ્રી જયંત મેઘાણીએ કરેલ ભાવાનુવાદ..” તણખલાં” માંથી સાભાર )

4 Comments

  1. 1
    pragnaju Says:

    સુંદર મુક્તકો
    આ વધુ ગમ્યુ

    મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ ઋણભાવનું

    ગુંજન- ગાન છેડે છે,

    પણ રૂપલબ્ધ પતંગિયુ તો, માને છે કે

    પોતે ફૂલને કૃતાર્થ કર્યું છે.

  2. 2
    mrunalini Says:

    તારા માન્હ્યલાને મૌનનો અભિષેક આપ.
    પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. … એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે.

  3. પતંગિયુ પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
    ક્ષણોમાં સમાવી દે છે-
    અને છતાંય તેને સમયનો તોટો નથી!
    લાઘવતાનાં અર્થસભરને ,પુષ્પનાં પમરાટની જેમ વેરતાં મનમોહક લઘુ કાવ્ય..આ મુક્તક નથી,પણ મૌકતિકો, મોતીઓ છે.

  4. 4
    sapana Says:

    saras muktako chhe.

    Sapana


RSS Feed for this entry

Leave a Comment