પીપળનું વૃક્ષ…
વૃક્ષ ફરતે ઓટલો.
ઓટલામાં ગોઠવાયા..
ઝાંખાધબ્બ થઇ ગયેલ
શંકર ભગવાન..
કૃષ્ણે પણ મારી પલોઠી
રાધા સંગ.
વિઘ્નહર્તાએ પણ
જમાવ્યો અડ્ડો…
અંબા માતાજી નીકળ્યા
સિંહ સમેત….
નવા ઘરમાં..
જૂના દેવોને મળી સજા
ઘરનિકાલની…
હવે રૂડા, રૂપાળા..
શણગાર સજેલા
નવા ભગવાન..
નવા માતાજી પધારશે..
ઘરની શોભા વધારવા…
જૂના મા બાપ પણ..
ઝાંખાધબ્બ…
સાવ કરચલિયાળા ચહેરા
લબડી ગયેલ ત્વચા,
રૂપેરી વાળ..
દાંતના ન કોઇ ઠેકાણા..
ધ્રૂજતા હાથ અને ડગુમગુ પગ….
કેમ શોભે નવા
આલિશાન બંગલામાં ?
પધરાવ્યા એમને પણ
ઘરડાઘરમાં…
નાનકડો પુત્ર..
સાવ અબૂધ..
પૂછી રહ્યો
પ્રશ્ન એક સાવ …
અકક્લ વિનાનો..
’ પપ્પા, પ્લીઝ…તમે
જૂના નહીં થાવ ને ?
ધીરી બાપુડીઆ
duniya ni satya hakikat…..pan jyare pote par anubhave tyare j samjay…
બાળકનો ચોટદાર પ્રશ્ન..! કાશ સૌ ને એ સમજાઈ જાય…!!
આજની ધારદાર વાત.
Sunder kavita ane balakno prashna..
જુની વાત સરસ નવા લિબાસમાં.. રજુઆત ગમી.
વાહ નીલમજી સુરેશભાઈએ કહ્યું તેમ જૂની વાત નવા લિબાસમાં ખૂબજ ચોટદાર અને સુંદર રીતે કહી દીધી. ખૂબજ ગમ્યુ.
સ-સ્નેહ
અરવિંદ
Hello Admin,
“After one descriptive article and at last it is one interesting question”
-Great Creation.
Jayeshbhai Patel
BSNL Vadodara
good thought..
Simply Excellent..!!! so heart touching…
hope so……. !!!!
atleast in kid’s eyes ……… ?!!
Just amazing …..