કાળના અસ્ખલિત પ્રવાહમાં
વહેતા, તણાતા, અથડાતા, પછડાતા..
ફરી એકવાર…
વરસોનું અંતર ઓળંગીને.
મળ્યા આપણે..
થયા લીલાછમ્મ..
છલકી લાગણીઓ ગાંડીતૂર
એકમેકમાં થયા ઓળઘોળ..
આજે…
ફરી એકવાર પડીશું છૂટા..
એકમેક સામે અનેક ફરિયાદો,
પાર વિનાની અપેક્ષાઓ..
ગૂંચવણભરી ગેરસમજણો…
. ઘેરાયેલ ગોરંભો…..
પણ જવા દે…
ઘણીયે વાતો..
સમજણની ક્ષિતિજની બહાર જ હોય
કોઇ આરોપનામા મૂકવા નથી મારે
ન ઇચ્છું કોઇ બચાવનામા…
આપણો સંબંધ એવી નિમ્નકક્ષાએ પહોંચે…
એ મંજૂર નથી મને.
કદાચ આ જ આપણી નિયતિ..
મળવું..છૂટા પડવું..ફરી મળવું..ફરી…
શું અનંત આ રફતાર
ઋણાનુબંધની…?
પણ..
.એ તો મનને મનાવવાનું..
એક આશ્વાસન માત્ર…
ભીતર થીજી ગયેલ
ઠંડીગાર લાગણીઓ….
ઝંખે…
એક હૂંફાળુ તાપણું….
સૂકાભઠ્ઠ બની ગયેલ…
સંબંધોના વૃક્ષનું
એકાદ લીલુંછમ્મ બીજ
કયાંક ઉંડે ધરબાઇને પડયું હશે તો…
બની શકે…
કોઇ એકાદ છાંટે
ફરી કૂંપળ ફૂટી નીકળે…
અને આપણે ફરી…..
પ્રિય,
વસંત, અને પાનખરની
આવનજાવન હો ભલે
અંદર ભીનો ભીનો
એક શ્રાવણ તો રહેશેને અકબંધ ?
અંદર ભીનો ભીનો
એક શ્રાવણ તો રહેશેને અકબંધ ?
prem jyaa hoy tyaa te jarur bhino bhino rahe chhe
sarasa rachana chhe. sachi vaat che,sambndho thiji jata hoy che ene premna tapaNa ni jarur pade chhe.
sapana
સુંદર રચના… પણ એક વાત ન સમજાઈ… લાંબા સમયે મળ્યા ત્યારે બધું એક તરફ લીલુંછમ્મ થઈ ગયું હોય, લાગણીઓ ગાંડીતૂર બની જાય અને બીજી તરફ ગેરસમજણ અને મનદુઃખની વાત કેમ ? બે છેડા સાંધવામાં ક્યાંક કશું ખૂટતું હોય કેમ લાગે છે?
આભાર..
લાંબા સમયે મળ્યા પછી..ફરી એકવાર એવી કોઇ ક્ષણ આવે..ગેરસમજૂતીના વાદળો ઘેરાય……અને લાગણીઓ ફરી એકવાર થીજી જાય…છૂટા પડવાની….પળ ફરીથી આવે..( કોઇ પણ કારણસર…સંજોગો કે પછી મનને લાગેલ કોઇ અદીઠ ઠેસ….કદાચ બંને પક્ષે પણ હોઇ શકે..)
ત્યારે પણ મનમાંથી આશા છૂટતી નથી..ભીના શ્રાવણની કે..ભીતરમાં ધરબાઇને પડેલ બીજના અંકુરીત થવાની…
આશા છે..મારે જે કહેવું છે તે સ્પષ્ટ કરી શકી હઇશ…
આભાર
સાવ સાચી વાત. સંબંધોમાં છુટા પડીએ, ગેરસમજ થાય તો પણ એક લીલીછમ કુંપળના ફુટવાની આશા તો રહે જ છે. કારણ સંબંધ પાછો નજીકનો હોય તો જ આ વાત સમજાય. ખરેખર નીલમઆન્ટી, તમે એક દિલના સંબંધની – પણ કંઇક કારણ સર થીજી ગયેલા સંબંધની – સંવેદનાઓ ખુબ સરસ રીતે રજુ કરી છે.
દિલને સ્પર્શી જાય તેમ..
થીજી ગયેલા સંબંધની – સંવેદનાઓ …થીજી ગયેલા ઘીની સપાટીમાં ખાડો પાડી એ આંગળીઓ મોંમાં મૂકીએ. દાણાદાર-સુગંધીવાળું ઘી ચાટવાની કંઈ મજા પડી છે ! શી વાત કરું ?… કોઈનો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં… કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ … થીજી ગયેલી ઓકળીઓની પાંખ નીરખી આભ જેવડો એક નિસાસો નાંખે;સંબંધની બાબતમાં તમે લાંબા સમય સુધી ભ્રમમાં રહી શકતા નથી અને લાંબા સમય સુધી કોઈને ભ્રમમાં રહે નહીં પણ આપણા આત્માના થીજી ગયેલાને તો બરફ પર કુહાડીની જેમ કાપવા પડે!
nilamben,
khub saras vat kari che. aavi j ek kruti me lakheli ane pachi mari angat dairy ma bandh kari didheli. aaje aapani aa rachna vaachi e vakhat ni yad aavi gai.
સંબંધોના વૃક્ષનું
એકાદ લીલુંછમ્મ બીજ
કયાંક ઉંડે ધરબાઇને પડયું હશે તો…
બની શકે…
કોઇ એકાદ છાંટે
ફરી કૂંપળ ફૂટી નીકળે…
અને આપણે ફરી…..
ખરી વાત છે દીદી ..આ એક આશા અને શ્રદ્ધા એ જ સંબંધોની હુંફનું તાપણું પ્રગટાવવા માટેની ચિનગારી…! એક ભય હોય છે કે .. એકમેક સામે અનેક ફરિયાદો,પાર વિનાની અપેક્ષાઓ.. ગૂંચવણભરી ગેરસમજણો…ને લીધે ક્યાંક જો ફરી એકવાર પડીશું છૂટા….!!
એ બધી વાતોનો ઉલ્લેખ કરવા કરતા મૌન રહીને એ હુંફના તાપણા તણી આશા રાખવી બહેતર …!
…કારણકે … ભીનો શ્રાવણ તો હોય જ છે બન્ને પક્ષે .. !!!
દીદી … ખૂબ જ સુંદર અભિવ્યક્તિ કરી છે આપે આ રચના દ્વારા…!!
આવી સુંદર રચનાઓ આપવા બદલ આભિનંદન !
- પ્રવિણ કે.શ્રીમાળી
http://kalamprasadi.blogspot.com
http://kalamprasadi.gujaratiblogs.com
યુ વ માટે ખસ મારો આ બ્લોગ છે એકવાર નજર કરશો મર દોસ્તો
http://yuvarojagar.blogspot.com
http://yuvarojagar.gujaratiblogs.comVery good your think
આવનજાવન હો ભલે
અંદર ભીનો ભીનો
એક શ્રાવણ તો રહેશેને અકબંધ ?
ખૂબ જ સુંદર અભિવ્યક્તિ કરી છે આપે
હા છુટ્ટા એટલે જ તો પડયા હોઈયે જ્યારે કે ગેર સમજણ હોય્.ને એક વાર ઉભી થયેલી ગેર સમજણ ક્યારેય નથી મટતી …એનાં મુળીયા બહુ ઉંડા હોય છે…
અને તો પણ માનવ માત્ર નો સ્વભાવ..કે પાછી આશા કરે કે
બની શકે…
કોઇ એકાદ છાંટે
ફરી કૂંપળ ફૂટી નીકળે…
અને આપણે ફરી…..
પ્રિય,
વસંત, અને પાનખરની
આવનજાવન હો ભલે
અંદર ભીનો ભીનો
એક શ્રાવણ તો રહેશેને અકબંધ ?
ખુબ સુંદર વાત..જાણે બધાનાં હ્રદય ની જ વાત…