સ્વરા અને પ્રેમલના પ્રેમલગ્ન હતા. અને સામાન્ય રીતે બને છે તેમ પ્રેમલગ્નનો રંગ ચાર વરસમાં તો કયાં ઉડી ગયો એ ખબર પણ ન પડી. અને દ્રષ્ટિ બદલાતા પહેલા જે એકબીજાના ગુણ દેખાતા હતા. ખૂબીઓ દેખાતી હતી..એ જ હવે અવગુણ..ખામી બની સામે આવવા લાગ્યા.
અને પુત્રીના જન્મ પછી સ્વરાનું ધ્યાન સ્વાભાવિક રીતે જ દીકરી પાછળ વધુ રહેવા લાગ્યું. અને પ્રેમલે તેમાં સાથ આપવાને બદલે તેને પોતાની અવગણના માની લીધી.
અને એ કારણ હોય કે ગમે તે ..પણ તે તેની જ ઓફિસની આસ્થા તરફ આકર્ષાયો..આકર્ષાવા માટે કારણોની ખોટ તો કોને, કયારે હોય છે ?
દિવસે દિવસે એ આકર્ષણ વધતું ચાલ્યું. અને પછી તેને નામ અપાયું ફરી એકવાર પ્રેમનું. અને સ્વરાથી આ વાત કયાં સુધી છૂપી રહી શકે ? અને હજુ તો એ વાત પર ઝગડો થાય એ પહેલા જ એક દિવસ ઓફિસે ગયેલ પ્રેમલ ઘેર પાછો આવ્યો જ નહી. આવી ફકત તેની એક ચિઠી..જેમાં તેણે બહુ સાદા શબ્દોમાં જણાવ્યું હતું કે ‘આપણા બનેના સ્વભાવનો મેળ ખાય તેમ નથી. અને તેથી તે તેની જિંદગીથી દૂર જાય છે. શકય હશે તો પૈસા મોકલાવતો રહીશ. અને બાકી તેને જે કરવું હોય તે કરવા સ્વતંત્ર છે. ’
સ્વરાને શું કરવું તે સમજ ન પડી. એકલી એકલી રડે પણ કેટલો સમય ? પિયરના દરવાજા બંધ હતા. મા બાપ હતા નહીં અને ભાઇ ભાભી રાખે તેમ હતા નહીં. સાસરામાં પણ એવું કોઇ નહોતું..જે તેનો વિસામો બની શકે. બે વરસની પુત્રી અને તે હવે પ્રેમલના શબ્દોમાં કહીએ તો સ્વતંત્ર હતા. !
જીવનનાવ એકલા હાથે સામે પૂરે હંકારવાની હતી. કલકલ વહેતા જળ અચાનક થંભી ગયા હતા. શું કરવું તે દિશા શોધવાની હિમત પણ થોડા સમય માટે જાણે તે ગુમાવી બેઠી હતી.પરંતુ માસુમ પુત્રીને ઉછેરવાની હતી..તેનામાં રહેલ “મા “ જાગી ઉઠી. અને જીવન સંઘર્ષ શરૂ થયો. પ્રશ્નો તો ઘણાં આવ્યા..પરંતુ સ્વરાની અંદરની સ્ત્રી અને મા હવે હારવા નહોતી માગતી. સંજોગોને આધીન થઇ રડવાને બદલે તેણે મક્ક્મતાથી સામનો કર્યો.
સદનશીબે સ્વરાએ સંગીતમાં વિશારદ કરેલ…તેથી ધીમે ધીમે તેણે સંગીતના ટયુશન શોધ્યા. નોકરીનો સવાલ નહોતો કેમકે નાનકડી પુત્રીને કોને ભરોસે મૂકી ને જાય ? તે દીકરીને એકલે હાથે ઉછેરવા લાગી. ટયુશનની આવકમાંથી દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી..તેની જરૂરિયાતો પૂરી કરવી..રસ્તો કંઇ આસાન તો નહોતો જ. છતાં દસ વરસની આકરી તપસ્યા પછી સંગીતની દુનિયામાં તેનું નામ, એક સ્થાન થયું. જીવન થોડુ સરળ બન્યું. પુત્રી પણ હવે બાર વરસની થઇ હતી. પુત્રીના પિતા વિષેના પ્રશ્નના જવાબમાં તેણે સરળતાથી જે સત્ય હકીકત હતી તે જ કહી દીધી હતી. જેથી એક સત્ય સો જૂઠાણાથી બચાવી શકે.
પણ….અચાનક આજે દસ વરસો બાદ પ્રેમલ વાવાઝોડાની જેમ ફરી એકવાર તેની જિંદગીમાં આવ્યો. અને તેની ભૂલની માફી માગી. તે પોતાની કથની કહેતો રહ્યો, પ્રેમની દુહાઇ દેતો રહ્યો. હવે તે એકાકી બની ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઇ ગઇ હતી.જીવનમાં એક ઠોકર તેણે ખાધી હતી..પસ્તાયો હતો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો તેને માફી મળવી જોઇએ..
ગઇ ગુજરી ભૂલી જવા તેણે સ્વરાને વિનંતિ કરી.
પણ સ્વરાએ તેની કોઇ વાત સાંભળવાની શાંતિથી ના પાડી દીધી. કે મને એમાં હવે કોઇ રસ નથી. તમારા કહ્યા મુજબ હું સ્વતંત્ર છું. અને રહેવા માગુ છું. મને માફી કે સજા કેમાં ય રસ નથી. મને તમારા માટે નફરત કે પ્રેમ કંઇ નથી.મારે માટે તમે જે ક્ષણે કંઇ પણ કહ્યા સિવાય અમને છોડીને ચાલ્યા ગયા હતા..તે ક્ષણથી જ અજનબી બની ગયા હતા. અને અજનબીના કોઇ વર્તનનું દુ:ખ લગાડવાનું ન હોય.
પ્રેમલે જયારે બહું કહ્યુ ત્યારે તેણે ધીમેથી ફકત એક જ પ્રશ્ન પૂછયો, ‘ તારી જગ્યાએ હું કોઇ સાથે ચાલી ગઇ હોત ને દસ વરસ પછી આવીને માફી માગી હોત તો તું આપી શકત ? ‘
તેનો પ્રશ્ન અનુત્તર રહ્યો.
(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ..જીવનની ખાટીમીઠી.. )
na bilkul maaf n karay…ane ava vyakti sathe rahevay pan nahi…
કદાચ મને ફીલ્મનું નામ બરાબર યાદ નથી . પણ સારાંશ (?) ફીલ્મ યાદ આવી ગઈ.
લગ્ન પછી ઘણા વખત બાદ મીત્રના સહવાસે જન્મેલ પુત્રના કારણે કુટુમ્બમાં થતા વીખવાદની વાત હતી.
એક કાળી માની સત્યકથા શનીવારે ‘ વીશ્વગુર્જરી પર વાંચજો
http://rutmandal.info/GlobalGurjari/?p=319
Nilamben
tamane page maryaada nadi lage Che.. aa vaartaa haji ghanu kahi shake tem chhe..jema ke aasthaa ni bevafaai..pachhadat..dikarInI yaad ke evu ghanu badhu…vaartaanI maavajat eto tamaaru strong pasu chhe.
Tunki banavaa jataa vaartaa pangu bani gayi..
‘અજનબીના કોઇ વર્તનનું દુ:ખ લગાડવાનું ન હોય’
આવો ઉત્તર હોય તો?
ચલો એક બાર ફિર સે,
અજનબી બન જાયેં હમ દોનોં..
ક્યા કરેં, ઉન યાદોં કો,
ઉન લમ્હોં કો, જો ઉનકે …
જેમ ફરીથી…!
મારો મૂળ પ્રશ્ન એ હતો કે સ્ત્રીની આવી કોઇ ભૂલ પુરુષ માફ કરી શકે કે કેમ ?
વિજયભાઇ, શબ્દોની કે પેજની મર્યાદા નથી નડી. આ લઘુકથા હોવાથી બધી વાત ખુલીને કહેવાની હોય નહીં. નહીંતર નવલિકા બની જાય…આટલા ખુલાસા સાથે. આભાર. બાકી તો આપ સમર્થ ભાવક અને સરસ લેખક પણ છો. જ.
નીલમ આંટી,
એક સ્ત્રી તરીકે મારા મનમાં એનો જવાબ ‘ના’ જ આવે છે.
કારણ સદીઓથી સ્ત્રીઓ સાથે થયેલ વર્તન આ જ જવાબ આપવા મજબૂર કરે છે. હવે વિશ્વાસ મૂકવાની હિંમત જ ન હોય ને ઘણો બધો ગુસ્સો પણ – કેટલી મુશ્કેલીઓ વેઠી છે, ને છેક હવે આવે છે ?
- પણ કદાચ આ પરિસ્થિતિ મારી હોય તો ?
એક ‘વ્યક્તિ’ તરીકે બાળકનું અને પતિનું વિચારીને નિર્ણય લઉં ???
કમનસીબે આપણા સમાજમાં સ્ત્રી પાસે ત્યાગની અધુ પડતી અપેક્ષા રાખવામાં આવે છે સરસ વાર્તા !