આજની ખાટી મીઠી..

આંતરરાષ્ટ્રીય ( કે કોઇ પણ ) સંમેલનોમાં સારું સારું ખાવું પીવું અત્યંત જરૂરી છે. તેના વિના સારા વિચારો આવતા નથી. !!!

3 Comments

  1. 1
    pragnaju Says:

    ‘સંમેલનોમાં સારું સારું ખાવું પીવું અત્યંત જરૂરી છે.’
    હંમણા ભોજન કરી લખતા મન વિચારે ચઢી ગયું
    મનુષ્યને અત્યંત અહિતકારી ખોરાક, કે જેનાથી આગળ બીજું વધારે અહિતકારી ના હોય એવું છેલ્લામાં છેલ્લી પ્રકારનું અહિતકારી તે મનુષ્યનું માંસ ખાવું તે છે. હવે એનાથી સારું ક્યું ? જે જાનવરની ઔલાદ વધતી હોય તે જાનવરનું માંસ ખાવું તે સારું. એટલે આ મરઘાં-બતકાં, એમની ઔલાદ બહુ વધે. આ ગાયો-ભેંસોની ઔલાદ ઓછી વધે. આ માછલાની ઔલાદ બહુ વધે. તો આ માંસ ખાવું સારું. એના કરતાં કોઈ કહેશે, ‘અમારે પ્રગતિ માંડવી છે.’ તો આ માંસ ખાવું ય નુકસાનકારક છે. એની બદલે તું ઇંડાં ખા. માંસ ના ખાઈશ તું. હવે એથી ય આગળ વધવું છે, તો એને કહું કે, ‘તું કંદમૂળ ખાજે.’ એથી પણ આગળ વધવું હોય તો એને અમે કહીએ, ‘આ કંદમૂળ સિવાય દાળભાત, રોટલી, લાડવા, ઘી, ગોળ બધું ખા.’ અને એથી આગળ વધવું હોય તો આપણે કહીએ કે, ‘આ છ વીગઈ છે – ગોળ, ઘી, મધ, દહીં, માખણ ને એ બધું બંધ કર ને આ દાળ-ભાત-રોટલી-શાક ખા.’ પછી આગળ આ કશું રહેતું નથી.

  2. 2
    manvantpatel Says:

    બહેના! મને તો જોવું ને જાણવું વધુ ગમે !

  3. 3
    neetakotecha Says:

    વડીલો ને બોલતા સાંભળ્યા છે કે જેવુ અન્ન તેવુ મન..
    મારા સાસુ હંમેશ કહે છે કે કોઇના પણ ઘરનું ન ખવાય…
    એટ્લે ખાલી સંમેલન નહી ક્યાંય પણ અન્ન સારુ અને સારા ઘર નું જ ખવાય..


RSS Feed for this entry

Leave a Comment