ચોકીદાર !

વિશ્વા, ચાલ , ઘણાં સમયથી પિકચર નથી જોયું. આજે બપોરે આપણે સાથે જઇએ…

અવનીએ બહેનપણીને ફોનમાં કહ્યું.

બપોરે ? બપોરે મારાથી ન નીકળાય. છોકરાઓ સ્કૂલેથી આવે ત્યારે ઘરમાં રહેવું પડે.

અરે, તારાથી તો ન બપોરે નીકળાય..ન સાંજે…જયારે કહું ત્યારે કંઇ ને કંઇ બહાના હોય જ. તારી દીકરી હવે કયાં એવી નાની છે ?

અરે, એ જ વાંધો છે ને ? દીકરી મોટી થાય તેમ માને વધુ ચિંતા કરવી પડે..બહાનાની વાત નથી..પણ ઘરમાં બીજુ કોઇ ન હોય ત્યારે ઘર બંધ કરીને નીકળવું સહેલું નથી. પણ,અવની, તું આખો દિવસ કેવી રીતે બહાર જઇ શકે છે ? તું તો ફરતી જ હોય છે..છોકરાઓ એકલા નથી થઇ જતા ?

ના, રે, એકલા કેમ થાય ? મારે તો ઘરમાં ચોવીસ કલાકના ચોકીદાર છે ને !

ચોવીસ કલાકના ચોકીદાર રાખેલ છે ? એ તો મોંઘા પડે..મને ન પોસાય..

અરે, આ ચોકીદારને તો ખાવું,પીવું ને સૂવું..બસ..એટલું જ આપવું પડે..બહુ થાય તો વરસે બે જોડી કપડાં.. હસતા હસતા અવનીએ જવાબ આપ્યો..

તું શું કહે છે ?મને કંઇ સમજાયું નહીં..વિશ્વાએ આશ્ર્વર્યથી પૂછ્યું. આ જમાનામાં આવું કોણ મળે ?

સાવ મૂરખ છે…સાસુ જેવું ચોકીદાર બીજુ કોણ મળે ?

સાસુ ? ચોકીદાર ?

હા, જો સમજાવું..મેં તો મારા સાસુને ગામડેથી અહીં હમેશ માટે બોલાવી લીધા છે..એ આખો દિવસ ઘરમાં હોય એટલે છોકરાઓનો પ્રશ્ન જ ન રહે..કોઇ આવ્યું..ગયું..કામવાળા આવે.. જાય…બધી માથાફોડ કર્યા કરે…ઘરને તાળુ દેવાની જરૂર જ ન પડે ને ! અને ઉપરથી પતિદેવને કેટલું સારું લાગે કે મારી મમ્મીને એકલું રહેવું નથી પડતું.

પણ મારા સાસુને તો અહીં શહેરમાં ફાવતું નથી..એમને તો ત્યાં જ ગમે છે..કે અહીં મારું ઘર હોય..સગાઓ હોય ..દેવ દર્શનમાં મારો સમય પસાર થઇ જાય..વિગેરે કહીને એ તો અહીં આવવાની જ ના પાડે છે. શું કરવું ? વિશ્વાએ પોતાને મુશ્કેલી કહી.

અરે, સાવ મૂરખ છે…તને કહેતા જ નથી આવડતું…તારે તો મારી માફક એમ જ કહેવાનું..આ છોકરાઓને તમારા વિના નથી ગમતું. દાદીનો પ્રેમ મેળવવાનો એમને હક્ક ખરો કે નહીં ? ના, બા, એમ તમે એકલા રહો..કાલ સવારે સાજા માંદા થાવ તો અમને કેટલી ચિંતા થાય ? આ તમારા દીકરાને તો તમારા વિના જરા યે નથી ગમતું…અને તમને મૂડીનું વ્યાજ વહાલુ નથી ? છોકરાઓ સ્કૂલમાં બધાના દાદીમાની વાતો સાંભળે..ને મને રોજ કહે છે,મમ્મી, અમારા દાદીમા ને બોલાવ.. જુઓ..હું તો તમને લીધા સિવાય હવે જવાની જ નથી ને..!

અવનીએ ફોનમાં જ પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું. અરે, ઇમોશનલ બ્લેક્મેઇલીંગ કરતાં ન આવડે ? આ લોકોને થોડી લાગણી બતાવીએ …એટલે બધું ભૂલી જાય..શરૂઆતમાં એકાદ બે મહિના બધું સંભાળી લેવાનું..પછી ગામડામાં ઘર કે કંઇ હોય તો તેમને વિશ્વાસમાં લઇ ને કાઢી નાખવાનું. બસ..પછી તેમનું જોર બંધ..ને આપણને જીવનભરની નિરાંત..! પછી ભલે ઘર ને છોકરા સંભાળ્યા કરે..આખી જિંદગી..

પણ…

અરે, પણ ને બણ..છોડ..અરે, પતિદેવની હાજરીમાં બાને બે-ચાર મસ્કા લગાવી દેવાના..એટલે પતિદેવ પણ ખુશ.! પછી એ કયાં આખો દિવસ ઘરમાં હોવાના છે ? આ બધું તને શીખવવું પડે ?

મારે તો એવી નિરાંત છે..ને મને કે છોકરાઓને તો અમુક રસોઇ પણ બા ના હાથની જ ભાવે હોં..! બા જેવું આપણને ન આવડે..એટલે બા રસોઇ પણ….

કહેતા અવની ફોનમાં ખડખડાટ હસી પડી…અને, એ તો ધીમે ધીમે બધુ શીખી જઇશ. સારી રીતે કહેતા આવડવું જોઇએ..બસ…બોલ વધારે ટીપ્સની જરૂર છે ? શુભસ્ય શીઘ્રમ…જલદી જલદી સાસુજીને બોલાવી લે એટલે આપણે નિરાંતે…રખડી શકીએ..આ સત્ય ઘણી સ્ત્રીઓને સમજાતું નથી..ને સાસુથી જુદા થવાની વાત કરે છે..થોડી બુધ્ધિ ચલાવીએ ને તો સાસુ જેવી ઉપયોગી વ્યક્તિ બીજી કોઇ નથી..સમજી ?

વિશ્વા અવનીના વાકયો વિચારી રહી.

અઠવાડિયા પછી વિશ્વા, બાળકો અને પતિ સાથે ગામડે સાસુને કે તેડવા જઇ રહ્યા હતા. અને બા માટે પત્નીની લાગણી જોઇ પતિદેવ ખુશખુશાલ હતા.

17 Comments

  1. ઘરના વડીલો–વૃદ્ધો માટેનો આપણો દૃષ્ટીકોણ કેવો હોય છે તેનું અસરકારકતાથી સરસ નીરુપણ કર્યું છે. અલબત્ત ઘણી જગ્યાએ બે પેઢી વચ્ચેની સંવાદીતા અને પ્રેમ અકબંધ જોવા મળે છે ત્યારે આનંદ થાય છે.

  2. લાગણીનો દંભ કરનાર છેતરાય છે ભોગ બનનાર નહી. ઉછરતી નવી પેઢીનો પ્રેમ જેટલો દાદીમાને મળશે તેટલો મમ્મીને નહી મળે. વાવો તેવું લણો. સુનીલભાઈએ કહ્યું તેમ સાચી સંવાદિતા પણ જોવા મળે છે અને ત્યાં ઈશ્વરનો વાસ સમજવો.

  3. 3

    khubaj saras vat kahi

  4. 4
    pragnaju Says:

    કહેતા જે દાદી વારતા, એવી પરી છે દોસ્ત
    આંખોમાં એની યાદની મહેફીલ ભરી છે દોસ્ત
    ત્યારે બીજી તરફ જિંદગીની આ એક કરુણ વાસ્તવિકતા આવી પણ હોય છે!આવી સ્થિતીમાં વૃદ્ધઓએ આ પ્રકારના મોહથી, પ્રેમથી જેટલા દૂર રહેવાય તેટલા પ્રમાણમાં માનસિક શાંતિની શક્યતા રહે છે. મનથી નિવૃત્ત થવું એ સારી વાત છે જો શક્ય બને તો. બાકી પોતાનું કામ પોતે કરીને જીવવાની કોશિશ કર્યા વગર છૂટકો નથી. કોઈના પણ લાચાર બન્યા વિના, પોતાનાં સંતાનો અને તેઓનાં સંતાનોનો આદર મેળવવાની ઝંખનામાં સમય પસાર કરવા કરતાં ગૌરવથી પોતાની રીતે જીવવામાં જ સાર્થકતા રહેલી છે.

  5. 5
    સુરેશ જાની Says:

    અમેરીકામાંથી આ વાર્તા જડી?
    જો કે, હું પ્રજ્ઞાજુ સાથે સહમત નથી થતો. માત્ર નીજાનંદ જ જીવનનું લક્ષ્ય છે? બાળકોનો ઉછેર અને ઘરની સંભાળ પણ અપ્રતીમ આનંદ નીપજાવી શકે છે.
    ‘સ્વ’ ની બહાર નીકળવાનો અભીગમ અને તૈયારી જોઈએ.

  6. નીલમબેન,

    સરસ વાર્તા ફરી એકવાર.

    અમદાવાદ પાછા ક્યારે આવો છો?

  7. 7

    આ પહેલાં પણ મેં કહ્યું હતું તમારા લખાણોમાં તટસ્થતા ભારોભાર હોય છે ફરી એક વાર આપે સમાજની બીજી બાજુ તરફ ઇશારો એ ખરું ઠેરવ્યું

  8. 8
    Vipul Kabari Says:

    bhai tame tamari site ma je kavya, gajal ke shyhay prastut thay chhe tena font ni detail pan sathe moklo ane te amo kyanthi download kari shakiae teni jan karava vinanti.

    thank you

  9. 9
    divyang Says:

    vadilo ni lagni dubhava karta temni pase jindgina path sikhva joie

  10. 10

    સંબંધો હવે કેટલા તકલાદી થઈ ગયા છે અને તેમાં સ્વાર્થ કેટલી હદે ભળી ગયો છે એનું સરસ ઉદાહરણ આ વાર્તા દ્વારા તમે આપ્યું છે. નાની વાર્તા ઘણું બધું કહી જાય છે.

  11. 11
    chandravadan Says:

    Varta saras chhe..kintu khari lagni vagar ane swarththi karalu take nahi…..ante to SATYA upar aave ja ! dookh to e chhe ke atyarna jamanamaa avu ja thai rahu chhe,…

  12. 12
    manvant Says:

    nilubahena !
    ahi ja rahone !

  13. 13
    Lata Hirani Says:

    am viti tuj vitashe
    dhiri baudia…

  14. 14

    Ashort story Chokidar is reality of modern housewifes, butthey ought to remember that same will be their position in future.

  15. 15
    harish Says:

    Reality of life.

    Acceptance without condition is the only key to remain happy that is what our religion taught us.

    Is it correct to follow this in todays world?

    If you do not make it clear then you are indirectly encouraging the line of thinking.

    It is better to spell it out without having any fear of break up in relationship.

    If we, the parents, do not do for my children then who else?

    Once there is a dirt on mirror … one can not see his own face.

    Remove it as fast as possible

  16. 16

    વાત ખુબ જ સાચ્ચી કહી છે. પણ ાના માટે જવાબદાર હુ વડિલો ને જ ઠેરવુ છુ. કે એમની લાગણી ઓછ્છી નથી થાતી અને એનો ફાયદો બચ્ચા ઓ લે છે..

  17. 17
    Nirlep Bhatt Says:

    Vicharta kari muke evi vaat…


RSS Feed for this entry

Leave a Comment