મને કોણ ગમે ૵

પપ્પાના તો છાપામાં

ફોટા છપાય…

સાવ ખોટા..!

પપ્પાને કયાં કંઇ ખબર હોય છે ?

જયારે પૂછું ત્યારે..

” મમ્મીને પૂછ…..’

પણ, મમ્મી તો ઘરમાં

હોતી જ નથી…..!

” તને મમ્મી ગમે કે પપ્પા ? ‘

પૂછતા રહે સૌ….

” મને તો તારાબાઇ ગમે “

એ રોજ ઘરમાં જ રહે છે

અને…..

એને બધી ખબર હોય છે !

14 Comments

  1. યંત્રવત્ જીવાતી જિંદગીની અણગમતી ઉપલબ્ધિ…..!
    અને દરેક મા-બાપ માટે ચિંતાનો અને ચિંતનનો વિષય…!
    સાવ સહજ બાળમાનસનો હૈયું હચમચાવી નાખે એવો પ્રત્યુત્તર !!!

  2. 2
    heena kothari Says:

    આ નાનકડો પ્રશ્ન આજે મોટો બની ગયો હોય તેવુ લાગે છે. કોઇ પણ સંવેદનયુકત માતાપિતાની આંખો ખોલી તેને વિચારતા કરી શકે તેવો જવાબ. પણ સતત હરિફાઇમાં દોડી રહેલ આજના માતાપિતાને પાછુ વળીને જોવાની ફુરસદ છે ખરી ૵ બધુ બાળક માટે જ કરીએ છીએ એવા ભ્રમમા જીવતા માતાપોતાને અહી લાલબતી ધરી છે કે આયનો ૵

    એ બતીના પ્રકાશમા કે આયનાના પ્રતિબિંબમા સત્ય જોઇ શકીશુ ૵

    કાશ કોઇ બાળકને આવો જવાબ આપવો ન પડે.

  3. 3
    pankaj dabhi Says:

    very touchy indeed. balakna man ni vyatha ne vacha apati krutio vadhu lakhavi ne vadhu vanchavi joie…

    simple words..sundar vat.

  4. એક બાળકની આંખે વિશ્વ એ જ આવતી કાલનું વિશ્વ છે. ખુબ સુંદર.

  5. 5
    pragnaju Says:

    બાળ- માનસનું આબેહુબ ચિત્ર!
    આવી પરિસ્થિતી સાથે બાળકને ઘણી વાર બાળકનું અભ્યાસનું દબાણ વધી જતું હોય છે. ક્લાસમાં અવલ્લ નંબરે આવવાની હોંશ, શાળાની કોમ્પિટિશનમાં આગળ રહેવાની ઇચ્છા તેમજ ઓલરાઉન્ડર બનવાની જિજ્ઞાાસાથી બાળક ઘણી વાર ડિપ્રેશનનો ભોગ બને છે જેમાં તે જે પણ વંચે છે તે યાદ નથી રહેતું હોવાં આ વિશે ચાઇલ સાઇકોલોજીસ્ટનું કહેવું છે બાળક શાળાએ જાય ત્યારે તેને ફ્રિડમની જરૃર પડે છે. તેવા સંજાગોમાં ઘરની આવી સ્થિતી વધારે પડતું ટેન્શન કરાવે છે!.
    સહજ રીતે લાગે…” મને તો તારાબાઇ ગમે “
    એ રોજ ઘરમાં જ રહે છે
    અને…..
    એને બધી ખબર હોય છે !

  6. 6

    આજનું બાળક માતા-પિતાની દેખરેખ હેઠળ નહિ, પણ આયાઓ અને નોકરોને ભરોસે ઊછરી રહ્યું છે એ કડવી વાસ્તવિકતાનું સચોટ નિરુપણ તમે કર્યું છે.

  7. 7

    ખુબ જ સુંદર વાત …. અને એક ચેતવણીની દ્યોતક પણ …

    અહીં હૈદરાબાદમાં હું જ્યા રહું છું ત્યાં સામે જ એક નાનું પ્લે-ગ્રુપ ચાલે છે … ૫૦-૬૦ ભૂલકાંઓને રોજ સવારે ૮-૩૦ થી આવતાં જોઉં .. :) બૌ મજા આવે … કોઇ રડતું હોય … કોઇ વળી દોડતું-દોડતું મમ્મી/પપ્પાનો હાથ છોડાવીને અંદર દોડી જાય … !! બાલ્કનીમાં બેસીને રોજ એમને જોઉં … સવાર સુધરી જાય … !!

    પણ સાથે મન એ પણ ચકરાવે ચઢે કે અઢી-ત્રણ વર્ષના બાળકને અહીં લાવવું પડે !! બન્ને જણા “જોબ” કરતાં હોય … અને કદાચ કોઇ ક-મને પણ કરતા હોય મોંઘવારીને પહોંચી વળવા માટે … શક્ય છે …
    કોઇ બાળકને મૂકવા તો વળી મમ્મી કે પપ્પાને બદલે “તારાબાઈ” કે “રામૂકાકા” નો હાથ પકડીને આવતા જોઉં … !! ત્યારે એવો વિચાર આવે કે ચલો ઘરે બાળક સાથે રહેવાનો સમય નથી પણ શું એને મૂકવા આવવાનો પણ સમય નથી એમની પાસે !!

  8. 8

    એકદમ સાચી વાત. અત્યારે એવી સ્થિતિ છે કે મારો દીકરો મારા કરતાં મારા બાજુ વાળાને સારી રીતે ઓળખે છે!! :(

  9. 9
    chandravadan Says:

    EK BALAKNA MUKHE JANE SATYANU DARSHAN THAYU !

  10. 10
    vijayshah Says:

    ekadam sachi vaat

    mane have mara grand son sathe rahevano moko maLavano chhe etale kadacha taraben nI jagya mane malashe.. I am glad I can teach him what I have learned from my parents and grand parents….

  11. 11

    ખૂબ જ સુંદર કાવ્ય. હ્રદયને સ્પર્શી ગયું. આ કડવી લાગે તેવી વાસ્તવિકતા છે.

  12. 12

    જીવનલક્ષી નહી પણ જીવીકાલક્ષી અભીગમ આ બધી બાબતો માટે જવાબદાર છે કડવી વાસ્તવીકતા

  13. 13

    આજ ના સમય ની, કોઇ ને કોઇ ના માટે સમય ન હોવાની કડવી સચ્ચાઇ.. પણ માની ગયા હોં… તમેતો ચાબખા પણ સુગરકોટેડ મારો છો..

  14. 14
    Nirlep Bhatt Says:

    Agree with Dhwani’s comment.


RSS Feed for this entry

Leave a Comment