એક નાનકડું પર્ણ ..નાચતું કૂદતું પડતું આખડતું જાણે ઓલિમ્પીકની રેસમાં ઉતર્યું હોય તેમ આસપાસ નજર નાખવાની પરવા કર્યા સિવાય નદીના પ્રવાહમાં બસ આગળ ને આગળ ધસમસી રહ્યું હતું. વચ્ચે ભલેને મસમોટા ખડકો આવ્યા કરે અહીં કોને પરવા છે ? તે તો વટભેર ખડકો કૂદાવતું આગળ ને આગળ દોડી રહ્યું હતું કે પછી નાચી રહ્યું હતું. નજર સમક્ષ અર્જુનની જેમ એક મંઝિલ સિવાય બીજું કશું દેખાતું ન હોય અને અણુ એ અણુમાં એક ઝંખના ઉભરાતી હોય તેમ આસપાસ નજર સુધ્ધાં નાખ્યા સિવાય…ગમે તે રસ્તે જશે..પણ જો ગતિ ચાલુ રહેશે તો મંઝિલે જરૂર પહોંચશે .. શ્રધ્ધાના પરમ રણકાર સાથે થોડી પળોમાં તો તે અમારી આંખોથી કયાંયે ઓઝલ થઇ ગયું.
નદી શબ્દ સાથે જ સામાન્ય રીતે ધીરગંભીર..શાંત વહેતા .કલકલ કરતો જળરાશિ નજર સમક્ષ તરવરી ઉઠે. હા..કયારેક નાના મોટા ખડકો કૂદાવતી વખતે શૈશવની યાદ આવી જતી હોય તેમ થોડી ચંચળ પણ બની જાય…અને ઘડીભર કોલાહલ કરી મૂકે. પણ તેનું શાશ્વત રૂપ તો પ્રિયતમને મળવા જતી લજ્જાશીલ રમણીનું જ.
ગંગાના અફાટ જળરાશિ કે યમુનાના ઘેરા ઘૂઘવતા નીર કે નર્મદાના અનેક સ્વરૂપો જુદીજુદી જગ્યાએથી અનેકવાર મનભરીને માણ્યા છે. એના અનેક સૌન્દર્યમંડિત સ્વરૂપોથી અભિભૂત થવાયું છે. એની અનેક ગાથાઓ સાંભળી છે. ગંગાના પાવન નીરમાં સાંજના સમયે તેના પ્રચંડ પ્રવાહમાં તરતાં અનેક પુષ્પદીવડાઓને સદીઓનો ઇતિહાસ પોતાની સાથે લઇ જતાં નિહાળ્યા છે. એ પાવન..મનોહારી દ્ર્શ્ય નજર સમક્ષ જયારે જયારે તરવરી ઉઠે ત્યારે અનાયાસે અચૂક વન્દન થઇ ગયા છે. પરમ શ્રધ્ધાનો એક અહેસાસ અને પ્રસન્નતાથી છલોછલ ચિત્તમાં માતૃભૂમિની એ ઝાંખી તરવરતી હતી. ત્યાં…..?
ત્યાં એક જોરદાર આંચકો…હોડી ડૂબવાનો ભય…પાણીની છાલકોથી તરબોળ તન અને મન..! મોઢામાંથી અનાયાસે સરી પડેલ આશ્ર્વર્યમિશ્રિત આનંદના ઉદગારો.. અને હું જાણે વર્તમાનમાં આવી ગઇ. ઓહ.. મારી નજર સમક્ષ આ ક્ષણે ગંગા નહીં…ઓકાઇ નદીના ખળભળતા..ઉછળતા..ધસમસતા નીર હતા તેનું ભાન થયું. અને હું યુ.એસ.માં ટેનેસી રાજયની સરહદે આવેલ ઓકાઇ નદી જયાં ઓલીમ્પીકની રીવર રાફ્ટીંગની સ્પર્ધા યોજાય છે એ નદીના પ્રવાહમાં છું એનો અહેસાસ થયો.
આ નદીના વિશાળ જળરાશિને સપાટ મેદાનમાં વહેવાનું ભાગ્ય નથી મળ્યું. એને તો કરવાનો છે સતત સંઘર્ષ… નાના મોટા એકાદ બે નહીં..પણ માર્ગમાં આવતા અગણિત વિશાળખડકો સાથે અથડાતા કૂટાતા ..એને કૂદાવતા કૂદાવતા જ એને આગળ વધવાનું છે. “ તારે ઉલ્લંઘવાના મારગ ભૂલામણા..” કવિવર ટાગોરની આ પંકિતની માફક થાકયા સિવાય તેણે જીવનપથમાં આગળ વધવાનું છે. સતત સંઘર્ષ એ જ તેનું જીવન..એ જ તેનું ભાગ્ય.. પણ તેથી શું ? કોઇ પુરુષાર્થી માનવી ભાગ્યની પરવા કર્યા સિવાય ..અનેક સંકટો વચ્ચે અવિતરપણે આગળ વધતો જાય તેને કોણ અટકાવી શકે ?
“ ન કરતો સંકટોની પરવા…હુ મારગ બનાવી લઉ છું…”
એવી ખુમારીથી શ્રધ્ધાથી આગળ વધતો જાય..બસ..એ જ ખુમારીથી મોટા ખડકો સાથે બાથ ભીડતી આ ઓકાઇ નદી પણ પોતાના દામનમાં કંઇ કેટલી સદીઓનો ઇતિહાસ પોતાની સાથે વહેતી હશે તેની તો ખબર નથી..
પણ આ ક્ષણે તો એવું કશું જાણવાની પરવા પણ કયાં છે ? આ ક્ષણો તો બસ મનભરીને માણવાની જ છે. હાથમાંથી ભલે સરકી જાય પણ હૈયામાંથી સરકી ન જાય તેમ અંદર ઉતારવાની છે. ચિત્તમાં એક પરમ પ્રસન્નતા , એક આહલાદકતા , નર્યા આનંદની છલોછલ અનુભૂતિ ..અસ્તિત્વના પ્રત્યેક અણુમાંથી પ્રગટતો એક રોમાંચ.. અને બહાવરી બની આસપાસ ઘૂમતી ચકળવકળ દ્રષ્ટિ….કઇ તરફ જોવું અને કઇ તરફ નહીં ..નવોઢા જેવી મીઠી મૂંઝવણ.. આગળ..પાછળ..ઉપર નીચે… ડાબે.. જમણે….બધે સૌન્દર્ય મંડિત કુદરતના આહવાનો…! એક લોભ સાથે દ્રષ્ટિ સતત ચોપાસ ઘૂમતી રહે ત્યાં…. ત્યાં તો વળી પાછા ઊંચા ખડક પરથી અમારી બોટ ઝંપલાવે…પડ્તું મૂકે ..અને અમારી આંખો એકાદ ક્ષણ માટે બંધ…અને બીજી ક્ષણે આનંદની ચિચિયારીઓથી વાતાવરણ તરબતર… નિર્ભેળ આનંદ એટલે શું તે કદાચ આ પળે સમજાય.. અનુભવાય……આસપાસથી પણ આવા મને સમજાતા..ન સમજાતા અનેક ઉદગારો અને ખડખડાટ ..મુકત, નિર્બંધ હાસ્યની અવિરત છોળો ! સફરની શરૂઆતની પળોમાં..બોટમાં બેસતી વખતે ચાર સભ્યોના એક અમેરિકન કુટુંબ સ્કોટ ,અને એના, અને સાથે તેનો પુત્ર થોમસ અને પુત્રી એનલ સાથે હું અને મારી પરમ મિત્ર રેખા ગોઠવાયા ત્યારે મારા મનમાં તો એક અવઢવ ચોક્ક્સ હતી. બધાએ ખૂબ ડરાવ્યા હતા. કે આ નદીમાં રાફટીંગ કરવાનું તમારું કામ નહીં. રેખાએ તો તેના પતિને કહી પણ દીધું હતું કે જીવતાં આવશું તો મળશું. મેં પણ મનમાં તો બધાનું સ્મરણ કરીને અલવિદા કહેવું પડે તો એ તૈયારી રાખી લીધી હતી. મરવું તો એક જ વાર..અને હવે તો ડગલું ભર્યું કે ના હટવું…..ગુજરાતથી હજારો માઇલ દૂર પણ કવિ નર્મદનો સાદ અમને પ્રેરણા આપતો હતો. રેખા મને વારંવાર પૂછતી હતી કે તારું મન ન માને તો હજુ ઉતરી જઇએ હોં.. કદાચ તે પણ પોતાના મનને સધિયારો આપવાનો પ્રયત્ન કરતી હતી. કે પછી પોતાના પર મારી જવાબદારી છે તેવું લાગતું હતું ?
પણ જે હોય તે અંતે અમે બંનેએ યાહોમ કરીને ઝૂકાવ્યું. કમ વોટ મે….અને બધી શંકા આશંકાઓને ફગાવી ને…’ મળ્યું છે તો માણો….’
વાઇલ્ડ રીવરની આ ટુરમાં … ( રીવરને તે વળી વાઇલ્ડ કહેવાતી હશે ? પણ સફર પૂરી થયા બાદ જ સમજાયું કે આ રીવરે તો આગળ વધવું હોય તો વાઇલ્ડ થયા સિવાય કોઇ છૂટકો જ નથી. ) શરૂઆતની થોડી ક્ષણોમાં એક અપરિચિતતાની લાગણી.. ‘ શું હશે, કેવું હશે , .કેવું લાગશે ? ‘ તેવા વિચારો જરૂર જાગ્યા..પણ…એકવાર બોટે કૂદકો મારી એક મોટો ખડક કૂદાવ્યો અને બધો ભય ગાયબ. પાણીની છાલકોથી તરબોળ બની હું બોટની અંદર ગબડી પડી….સદનશીબે બહાર નહોતી ગબડી… જોકે લાઇફ જેકેટ અને હેલ્મેટના સુરક્ષા કવચો અમને વીંટળાયેલ હતા જ. અને હાથમાં કદી ન પકડેલ મોટા હલેસા ! ગાઇડની સૂચના મુજબ અમારે સૌએ તે કહે ત્યારે તેના વડે પાણીના પ્રવાહને આગળ પાછળ કરવા તે હલેસા મારવા મંડી પડવાનું હતું.
“ ઓ માઝી રે……………..” પિકચરમાં જોયેલા કેટલાયે ગીતો દ્ર્શ્યો નજર સમક્ષ તરવરી રહ્યા હતા. અહીં અમે ફકત પ્રવાસીની ભૂમિકામાં જ નહોતા.. પ્રવાસી પણ અમે ને માઝી પણ અમે…! નાખુદા પણ અમે ..કેવો સુન્દર મજાનો ભ્રમ.. ! ખુદનો જ ભરોસો કરવાનો હતો…અને તે કેટલો અઘરો હોય છે તે અનુભવ સિવાય કેમ સમજાય ?
‘ ઓ અ બોટ….’ અને અમારા ગાઇડની સૂચના સાથે જ એકી સાથે અમારા સાતે જણાના હલેસા ચાલવા લાગે. એકાદ ક્ષણ મનમાં ગર્વની લાગણી પણ જાગે…કે વાહ..! હું બોટ ચલાવું છું…..ભ્રમ પણ કેવો મજાનો..! હકીકતે મારું હલેસું તો પાણીને વહાલ કરતું હોય તેમ મૃદુતાથી ફકત સ્પર્શતું જ હતું. પાણીને ખસેડવાની તાકાત મારામાં કયાં ? છતાં એ ભ્રમ કેટલો સુખદ અને રોમાંચક…! જોકે આમ પણ માનવી કેટકેટલા ભ્રમ સાથે જ જીવતો હોય છે ને ? મારે તો મારો આ સુખદ ભ્રમ થોડીવાર માટે અકબંધ રાખવો હતો. હું પૂરી નિષ્ઠા સાથે પ્રયત્ન તો કરતી જ હતીને ? અને પ્રયત્નનો આનંદ કે મૂલ્ય પણ કયાં ઓછા હોય છે ?
અમારા છ જણાના સમૂહ હાસ્ય અને અમારા ગાઇડ નીલની સતત પ્રેરણા આપતી ..ઉત્સાહ વધારતી સૂચનાઓના પડઘા આસપાસના વૃક્ષોમાંથી ચળાઇને દિગંત સુધી રેલાતા હતા. આવી તો અગણિત બૉટોમાંથી આનંદના..હાસ્યના ટહુકાઓ વાતાવરણમાં પડઘાતા હતા.
અને અહીં તો જેટલો અફાટ જળરાશિ …એનાથી પણ કદાચ વધારે વૃક્ષરાશિ..! વૃક્ષોના બેટ વચ્ચે નાચતા કૂદતા અફાટ નીર. આગળ પાછળ ચોતરફ ગીચ જંગલ જેટલા વૃક્ષો..જાણે નદીના સૌન્દર્યની ચોકી ન કરતા હોય..! કોઇ અપ્સરા નદીમાં નહાવા પડી હોય અને તેને કોઇ જોઇ ન જાય તે માટે ચારે તરફ ચોકી કરવા માટે તેની ચોતરફ સુરક્ષાકવચ ગોઠવ્યું હોય તેમ અહીં પણ ઓકોઇ નદીની આસપાસ ચારે તરફ અગણિત વૃક્ષોની, જંગલની ચોકી હતી…ચારે તરફ લીલોછ્મ્મ અન્ધકાર…અને વચ્ચે..પવનપાવડીએ નાચતી, કૂદતી, આ ઓકાઇ રીવર ! હું તો એને વાઇલ્ડ ન જ કહું…હું તો એને પ્રિયતમને મળવા જતી ઉન્માદી પ્રોષિતભર્તુકા જ કહું. એના ઉન્માદને કંઇ ફકત હું જ સલામ નહોતી કરતી. વૃક્ષો પણ ઝૂકી ઝૂકીને આ વિશાળ જળરાશિને વન્દી રહ્યા હોય તેમ ડાળીઓ ઝૂકાવી રહ્યા હતા. તો કોઇ વળી ડાળીઓ વડે અછડતો સ્પર્શ, આચમન પણ કરી લેતા હતા. તો કોઇ ગર્વિષ્ઠ રહીને ટટ્ટાર પણ ઉભા હતા. જેવી જેની શ્રધ્ધા. સૂર્યદાદાને પણ અહીં સુધી પહોંચવું અઘરું થઇ પડતું હતું. આટઆટલા ઉત્તંગ વૃક્ષોનો ચોકી પહેરો વટાવી માંડમાંડ થોડા કિરણો નદીને આલિંગી શકતા હતા. પાણીનો પ્રવાહ પણ લીલોછમ્મ..લીલા વૃક્ષોનું પ્રતિબિંબ પણ લીલુછમ્મ જ હોય ને ? આ નદી તો તેનો આયનો ! તો કેટલાક જબરા..માથાભારે વૃક્ષોએ તો આવડા પ્રચંડ પ્રવાહમાં પણ કેટલાક ખડકો પર પોતાનો અડ્ડો જમાવ્યો હતો. ભલેને લાખો મોજા અફળાયા કરે..
“ અમે તો રસ્તો કરી જવાના ..
એમ મૂંઝાઇને થોડા મરી જવાના ? “
ઘાયલ સાહેબની આ પંક્તિ સાંભળી ગયા હશે કે શું ? પાંચ માઇલની આ સફરમાં અમારી બોટ અથડાતી કૂટાતી વાંકીચૂકી થતી રહી અને અમને પણ વાંકાચુકા કરતી રહી. પરંતુ અમારો ગાઇડ ભારે સતર્ક હતો.અને તેના કુશળ હાથોમાં અમે સલામત, નચિંત હતા…આમ પણ એક કુશળ નાવિકના હાથમાં લગામ સોંપી દો અને પછી પરમ શ્રધ્ધા જો રાખી શકો તો ગમે તેવા સંકટો જરૂર પાર કરી શકો… આ ક્ષણે તો મનમાં એક જ વાત ઉઠે છે. આ પળૉનો કોઇ અંત ન હોવો જોઇએ..આ સફર આમ જ અવિરત ચાલુ રહેવી જોઇએ. પણ આનંદના તો અમીછાંટણા હોય..ગુલાલ હોય….રસના ચટકા હોય કૂંડા નહીં. એ કહેવત અહીં પણ લાગુ પડતી જ હશે ને ? અને આમ સફર ચાલુ જ રહે તો આ નિરવિધ આનંદની વાત કોને કરવી ? કેમ કરવી ?
માનવમન પણ કેટલું વિચિત્ર છે ! સફરની શરૂઆતમાં હતું કે રસ્તામાં બહું મૉટા ખડકો ન આવે તો સારું..! પણ હવે તો એ ખડકોએ જે આનંદ આપ્યો હતો તે માણ્યા પછી થયું કે ના.ના..ખડકો તો આવવા જ જોઇએ…સપાટ સીધા વહેવામાં કદાચ સલામતી હશે..પણ આનંદ કયાં ? રોમાંચ કયાં ? રોમાંચ, ઉન્માદ તો ખડકો હોય તો જ માણી શકાય. જીવનનું સનાતન સત્ય !
હવે તો અમે બધાએ ઉત્સાહથી અમારા ગાઇડને કહી દીધું. હજુ મૉટા ખડકો વચ્ચે લઇ જાવ…ગાઇડ પણ ખુશ થઇ ગયો અમારી પર.. અને બોટ કૂદાવી દીધી અનેક મૉટા ખડકો વચ્ચે..ડૂબવું તો મઝધારમાં જ ને ? અને અમે તન, મન સહિત પાણીમાં ગરકાવ.. આનંદની ચિચિયારીઓ અટ્ટહાસ્યના ટહુકાઓ ફરી એકવાર દિગંતમાં રેલાઇ રહ્યા. અને સૂરજદાદા પણ ચમકી ઉઠયા હશે અને શું છે તે જોવા જાણવા કે પછી અમારા ટહુકાઓના આનંદમાં ભાગીદાર થવા થોડા વધારે કિરણોને ઝાડમાંથી અંદર ઘૂસાડી અમારી પાસે મોકલ્યા. વૃક્ષોની ડાળીઓ થોડી વધારે ઝૂકી રહી. અને અમારા મોંમાંથી શબ્દો સરી રહ્યા..
‘ તું તારા દિલનો દીવો થાને.. ઓ રે..ઓ રે..’
અંતરમાં પરમ શ્રધ્ધાનો એક રણકાર, આંખો બંધ અને કુદરતની આ પરમ લીલા સમક્ષ હૈયુ અને હાથ બંને આપોઆપ જોડાઇ રહ્યા.
( તારીખ 3/7/2008 નો અનુભવ.)
Respected Nilamji,
Natural and Romanchak experience you have shows,
its excellent.
wahhhhhhhhhhhhhhhhh nilam didi khub j saras ..
maja padi gai em thatu hatu k jane ame pan tya safar kariye chiye ane khadak vachche aavyo ane chis nakhai gai ..pan mane to e j hamna samjay che k pachaa n aavvani ganatri sathe nilam didi aavu paglu bindast lai sake to mara jeva to pagal j che k j nani nani vato ma dari jay che..
aamathi pan sikhva maliu mane kaik ..
tamari badhi vato ma mane em lage jane mari mate sandesho che kaik ,,aabhar pan nahi kahu ..lovee uuuu nilam didi
Wah Nilamji, what a great experience – as if I was part of the Rafting
your words have 3D effect.
hi Nilamben!!!!!!!!!!!!!!!!!
excellent!!!!!!!!!
I visualised u in river rafting. maja avi gai.
enjoy……………….
Kirti
તમને આવા સાહસમાં જોવા એ નવાઈભરી વાત !
તમે એ કરી બતાવ્યું એ તો ખરું પણ એને સૌ સમક્ષ પ્રગટ પણ કરી આપ્યું…
સાહસને સર્જનમાં ફેરવીને તમે સૌને એમાં ભાગીદાર બનાવ્યાં,
આભાર અને ધન્યવાદ.
શાબાશ દીદી,
ઈડરીયો ગઢ જીતી આવ્યા..
તમારી અદભુત વર્ણનશક્તી શીખવવાના ક્લાસ ચલાવતા હો તો?
મારો વીસ્કોન્સીનની કનકાકી નદીમાં કરેલો ‘કનોઈંગ’ નો અનુભવ યાદ આવી ગયો; પણ તમારા લેખ જેવી રસાળતા એમાં ક્યાં? -
http://gadyasoor.wordpress.com/2007/08/23/canoeing/
અને
http://gadyasoor.wordpress.com/2007/08/25/canoeing_2/
Wah-Nice write up–loved it- In past I have avoided wild river rafting-Next time I will do it. Thanks for encouragement.
બે વાર એક રોમાંચક અનુભવ માણ્યો
“અંતરમાં પરમ શ્રધ્ધાનો એક રણકાર, આંખો બંધ અને કુદરતની આ પરમ લીલા સમક્ષ હૈયુ અને હાથ બંને આપોઆપ જોડાઇ રહ્યા.”
કાકાસાહેબને માણતા હોય તેવું અમને પણ રોમાંચક અનુભવ કરાવે તેવું વર્ણન
યાદ આવી પંક્તીઓ
નદી-ઝરણમાં પથ્થર તેથી ખળ-ખળ સમજો થાયે;
જીવનમાં જો ખળભળ ના હો હલચલ હોય શું, ક્યાંયે ?
ડૂબવા ટાણે, ડૂબી જ લેવું મધુરી વાત મજાની.
કુદરતની આ લીલા ન્યારી મનુષ્યને ઘડવાની…. !
અરે વાહ નીલમ, હું તો તારી સાથે જ હતી એટલે આ તો બીજીવાર બીજી રીતે માણ્યુ. મેં કરેલ વર્ણન ઝાંખુ પડશે પણ તો ય બધાને વંચાવજે. બે-ત્રણ વાર આ નદીને કાંઠે ડ્રાઈવ કર્યુ ત્યારે દરેક વખતે તારી સાથે અહીં આવવુ તે નક્કી કરેલુ. મારો આનંદ આ નિબંધ વાંચીને અનેક ગણો વધી ગયો.
excellent expressions….simply superb.
અદભુત અને રોમાંચક વર્ણન. રિવર રાફ્ટિંગનાં દૃશ્યો ફિલ્મોમાં અને ટીવી પર ઘણી વાર જોયાં છે, પણ તેનું વર્ણન પહેલી વાર વાચ્યું. મજા પડી ગઈ.
Jo saz se nikla sur voh sabne jana
jo tar pe guzari voh usko hi pata.
Your happiness is my dream…wish…life… every thing.
and still, i would say i am not happy.
I would not encourage you to take the second course like this.
Excellent…
But at the same time one need to be careful.
The people who leaves…don’t suffer
The people who lives .. had to suffer.
Think twice before you act.
I just can’t believe it… Nilu, really U did it ???
Now onwords we will nt use a car…U will drive a scooter & I will be at your back…Ya hom Karine pado fateh chhe aage….
YOUR WRITING AND THINKING HAS PROVED YOU TO BE THE BEST !
WAH DIDI !
Yes teacher this article was too good.
It is a nice fusion of
1. Description about what you are seeing/feeling and
2. Philosophy about life; inspirational quotes from Gujarati literature.
I am sure, in addition to Himalaya, if Kaka Kalelkar would have visited this river, then he would have written this same article.
Please add some nice photos about this at blog.
With Best Regards
Manish
‘ તું તારા દિલનો દીવો થાને.. ઓ રે..ઓ રે..’ ….
what a high thinking……
Reminds me of tennyson’s “Brook”
“I murmur under moon and stars
In brambly wildernesses;
I linger by my shingly bars;
I loiter round my cresses;
And out again I curve and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on for ever.”
someone said a picture is worth a 1000 words…but sometimes…a picture just is unable to convey the hidden sentiments that words like these can unlock….
enchanting piece!!!