પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આવું છું…! June 12, 2008

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:33 am

શાંતિભાઇ કે આશાબેનની આંખોમાં આજે ઉંઘ નહોતી. બંને મૌન હતા..સૂવાનો ડોળ કરીને એકબીજાને છેતરતા હતા..કે પોતાની જાત ને ?
અંતે આશાબેનથી રહેવાયું નહીં.. હળવેથી તેણે પતિને પૂછયું, ‘ પછી તમે શું વિચાર્યું ? ‘

‘ મેં કોઇના માટે વિચારવાનું બે વરસથી છોડી દીધું છે. ‘ નામ લીધા સિવાય જ શાંતિભાઇએ કહ્યું. તેમના અવાજમાં દર્દ હતું કે રોષ ? એ આશાબેન કળી ન શકયા. પણ વાત પડતી મૂકયે ચાલે તેમ નહોતું. એકવાર લીધેલી જીદ પતિ જલદી મૂકે તેમ નહોતા…એ પોતે કયાં નહોતા જાણતા ? છતાં….આજે …

’એમ આપણે થોડા એના જેવા થવાય છે ? છોરું કછોરું થાય..માવતર થોડા…’ ’બસ..એ બધી વાતોની મને ખબર છે. એને જે કરવું હોય તેની એને છૂટ છે..તો મને પણ મારે જે કરવું હોય તેની છૂટ છે. ‘

આશાબેન થોડી વાર મૌન બન્યા.. “એને “ શબ્દ દિલમાં કાંટાની માફક ખૂંચ્યો….પણ..શું કરે ?

બે વરસથી વહાલસોયી દીકરીનું નામ લેવા નહોતા પામ્યા…આજે જયારે પુત્રીને ઘેર પારણુ બંધાયું છે ત્યારે પોતે દોહિત્રનું મોં જોવા સુધ્ધાં ન જઇ શકે ? તેનું મન કલ્પનામાં દોહિત્રને ઝૂલાવી ને હાલરડા ગાતું રહ્યું.

‘મમ્મી, આજે બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા..રમાડવા આવીશ ને ? આજે યે મને માફ નહીં કરી શકો તમે ? મારી ભૂલની સજા મારા દીકરાને પણ મળશે ? કોઇ વાંકગુના વિના મારું બાળક નાના, નાનીના પ્રેમથી એ વંચિત રહેશે ? મારી ભૂલ મને કબૂલ છે. તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા..મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી..તમારા વિશ્વાસ ને મેં તોડયો..તમારા સ્નેહને હું કદાચ લાયક નથી..બધું કબૂલ..પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિ ના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા..પણ આજે હવે…

પતિ માટે “એને” હોય..પણ પોતે નવ મહિના “ એને “ ઉદરમાં રાખી છે..આજે એનો સાદ આવે અને પોતે…

અને આમ જુઓ તો પતિ ને યે કયાં ઓછી વહાલી હતી ? બાપ દીકરીની કિલકારીથી આ આંગણું હમેશા ટહુકા કરતું હતું. પોતે હરખથી સાક્ષી બની વહાલના એ અમીઝરણાથી ભીંજાઇ રહેતી. એક માત્ર પુત્રી તો બંનેનો આધાર હતી. કેવા લાડકોડથી તેને ઉછેરી હતી..પણ…! દીકરીની એ ભૂલ શાંતિભાઇ વિસરી નહોતા શકતા. અને કયારેય દીકરીને માફ ન કરી શકયા. એ તંતુ જ કાપી નાખ્યો. શરૂઆતમાં ભૂલથી કયારેક પુત્રીની વાત આશાબેનથી વાત થઇ જાય તો મૌન બની કેવી યે નજરથી પત્ની સામે તાકી રહેતા. અને એ નજરના તાપથી આશાબહેને ફરી કયારેય પુત્રીનો ઉલ્લેખ કરવાની હિંમત ન કરી.

દિવસો કપાતા જતા હતા.. પોતાને કશી અસર નથી થઇ…એવું દેખાડવા મથતા પતિની યાતના આશાબહેન સમજી અને અનુભવી શકતા હતા. પણ પતિની જીદથી યે કયાં અજાણ હતા ? પુત્રી માટે અનેક રાતોના ઉજાગરા પતિએ હોંશે હોંશે કર્યા હતા. પોતાના કરતા પણ પુત્રી પતિની વધારે લાડકી હતી..અને કદાચ એટલે જ આઘાત સહન નહોતા કરી શકયા. વહાલસોયી પુત્રી આમ….
અને આજે અજંપામાં આખી રાત ….બંને મૌન…કોણ બોલે ? શું બોલે ?

બીજે દિવસે બપોરે જમી ને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી. ગમે તે હોય બપોરે બે કલાક તો શાંતિભાઇને સૂવા જોઇએ જ..રાત કરતા યે તેમની બપોરની ઉંઘ ઘસઘસાટ હોય..તેમાં કોઇ ખલેલ તેમને ન પોસાય. વરસોની આ આદતનો આજે લાભ કે ગેરલાભ રહેવો જ રહ્યો. પુત્રીનો સાદ અને દોહિત્રને જોવાની લાલચ આજે એ રોકી શકે તેમ નહોતા જ.

અને જરા પણ અવાજ ન થાય તેની કાળજી રાખી આશાબહેને ધીમેથી દરવાજો ખોલ્યો… ત્યાં પાછળથી…..
’ પાંચ મિનિટ ઊભી રહે…હું પણ આવું છું….’ ભીનો ભીનો એક અસ્ફૂટ અવાજ….!

પતિ..ના..ના..એક બાપ નો અવાજ…!

 

11 Responses to “આવું છું…!”

  1. neeta Says:

    dikri bhul n kare e dhyan rakhvu jaruri che ..pan bhul thay to e dikri che ena thi naraj thavano prashn j nathi aavto..

    emne nahotu kahu mane janam aapo mare tamara gare j janamvu che..aapde lai aaviya chiye….e bhul karva j janmi che ane aapde ene sambhadva j..
    me mari dikri ne kahyu che bachcha other cast ma tane nahi fave etle tya love karti nahi ane thay to bhagine n karti hu parvani dais..tara papa naraj hoy to pan tane jo tya kai pan taklif hoy to chalavi leje pan vadhare taklif hoy to sahen n karti bhale e aapdi caste hoy..aa gar taru j che ane tu kyarey pan aavi shake che….
    dikrio ne aam j muki daiye chiye etle e kyay ni nathi raheti ane chelle aapgat kare che..

  2. હેમંત પુણેકર Says:

    saras katha!

  3. વિવેક ટેલર Says:

    સુંદર લઘુકથા…. સંબંધો અને સંબંધો પછીતેની અકળામણ સ-રસ રીતે શબ્દમાં વણાઈ આવે છે…

  4. jayeshupadhyaya Says:

    ’ પાંચ મિનિટ ઊભી રહે…હું પણ આવું છું….’ ભીનો ભીનો એક અસ્ફૂટ અવાજ….!

    પતિ..ના..ના..એક બાપ નો અવાજ…!
    સરસ રજુઆત આજકાલ સાવજ સામાન્ય થઇ પડેલી ઘટનાનો સુંદર ચીતાર

  5. કુણાલ Says:

    sensible story … !!

    as usual wonderful !!

  6. vijayshah Says:

    ’ પાંચ મિનિટ ઊભી રહે…હું પણ આવું છું….’ ભીનો ભીનો એક અસ્ફૂટ અવાજ….!

    પતિ..ના..ના..એક બાપ નો અવાજ…!
    As usual excellant!

  7. pragnaju Says:

    નાની નાની વાતમાં પણ જડ વલણ રાખી
    દુખી થતા મા-બાપનું હ્રુદય પરિવર્તન ગમ્યું
    સરસ રજુઆત
    ાભિનંદન

  8. Dhwani joshi Says:

    ” પતિ..ના..ના..એક બાપ નો અવાજ…!” hu kahish… na na.. 1 dadu no awaj..!! aamey.. Mudi karta hamesha vyaj vadhu j vahalu hoy ne..

  9. pravinash1 Says:

    ડાંગે માર્યા પાણી જુદા ન થાય.

    માબાપ ‘બાળકની’ પર્વત જેવડી ભૂલ ને

    સોય જેવી પળવારમા કરી દે છે.

  10. Mitanil Says:

    Very good story

  11. Ginisha Says:

    It’s really nice story. Keep it up. We can easily forget the people with whom we laughed but we can never forget the people with whom we cried and shared our feelings.

Leave a Reply