જીવનની અંતિમ સાંજ…! બસ…હવે બહું થયું. આ જીવનનો કોઇ અર્થ નથી. કોઇને મારી પડી જ નથી. આખી જિંદગી શું બધાનું સાંભળ્યા કરવાનું અને સહન કર્યા કરવાનું ? કોઇને મારી જરૂર નથી. હું જાણે વધારાની થઇ ગઇ છું…નકામી..સાવ નકામી બની ગઇ છું ખાલી શીશીમા મેઘધનુશી સપના ઉછેરવાની રમત રમ્યા કરુ છુ. અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત……
આવા જીવન કરતાં તો…..
અને હવે આ નિર્ણયમાં કોઇ ફેરફર નહીં…. આમ પણ આ ચાર દિવસ એકલી છું. આવો મોકો બીજી વાર મળે ન મળે…બસ….જેને જે માનવું હોય,..જે વિચારવું હોય તે વિચારે. મર્યા પછી મને શો ફરક પડે છે ? દુનિયા આખી સ્વાર્થી છે. બે દિવસમાં બધું ભૂલી જશે..દિશા હોય કે ન હોય કોને ફરક પડે છે ? મારા એક વિના દુનિયા અટકી તો નથી પડવાની. અને હું નહીં હોઉં ત્યારે જ બધાને મારી કીંમત સમજાશે.
હાથમાં ફિનાઇલની આખી બોટલ સાથે બેસેલ દિશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ બાજુમાં ટીપોય પર રહેલ ફોન રણકયો. દિશાએ કંટાળાથી ફોન તરફ જોયું. આને પણ છેલ્લી ઘડીએ રણકવું છે ? નથી ઉપાડવો..હવે ઉપાડીને કામ પણ શું છે ? ભલે વાગતો….મારે હવે આ બધી બાબતો સાથે કોઇ નિસ્બત ખરી ?
પણ ફોન કરનાર જાણે જિદે ભરાયું હોય તેમ રણકવાનું બંધ જ નહોતું થતું..કંટાળીને કે ગુસ્સાથી દિશાએ ફોન ઉપાડયો.’ લાવ, જોઉં તો ખરી.. મારા નશીબમાં અંતિમ વાત કોની સાથે કરવાની લખાઇ છે ..’
‘હલ્લો…’ ’વિરલ છે ?
‘ કોણ વિરલ ? ‘ વિરલ…વિરલ શાહ..’ સોરી..રોંગ નંબર…અહીં કોઇ વિરલ રહેતો નથી. ‘
તો કોણ રહે છે ત્યાં ?
’તમારે મતલબ ? ‘દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.
પૂછવાનો અર્થ એ હતો કે આપ કોણ બોલો છો ?
‘ હું વિરલ તો નથી જ બોલતી…એટલું પૂરતું નથી ? ‘
’એ તો સમજાઇ ગયું..આ અવાજ વિરલનો નથી.પણ..પ્લીઝ કોઇ ગેરસમજ ન કરશો. આ તો જસ્ટ તમારો અવાજ ખૂબ સરસ.. બહું મીઠો લાગ્યો તેથી પૂછાઇ ગયું. સોરી..કંઇ ખરાબ લાગ્યું હોય તો…. ‘
દિશાનો ગુસ્સો થોડો શાંત થયો.. એકાદ પળ મૌન રહી તેણે જવાબ આપ્યો. ’હું દિશા બોલુ છું. આઇ મીન…મારું નામ દિશા છે. ‘
ઓહ. .! ગ્રેટ.. જીવનમાં બધાને ગાઇડ કરનાર…દિશા બતાવનાર….વાહ..! ‘
’ સોરી…હું કોઇને ગાઇડ કરતી નથી. ‘
’અગેઇન સોરી …આઇ વોઝ જસ્ટ જોકીંગ.. ‘
’અજાણ્યાઓ સાથે જોક કરવાની તમને આદત છે ? ‘
’ના, પણ તમે અજાણ્યા લાગ્યા જ નથી..એનું શું ? ‘
’વાત કરવામાં તો સ્માર્ટ લાગો છો. ‘
’ખાલી વાત કરવામાં ? હું આખ્ખો સ્માર્ટ છું. ‘
’તમારી જાત વિશે બહું ઊંચી માન્યતા ધરાવતા લાગો છો. ‘
પોતાની જાત વિશે માન હોવું એ કંઇ ખરાબ બાબત તો મારા ખ્યાલ મુજબ નથી જ. જાતની અવગણના શા માટે ?
લેખક છો ?’
લેખક થવાના સ્વપ્નો જોઉં છું ખરો..’
’સ્વપ્નો જોવા કંઇ ખરાબ વાત નથી જ.. પણ દિવાસ્વપ્નોમાં રાચો છો કે પછી મહેનત પણ કરો છો? ‘
દિશા અજાણપણે વાતમાં ગૂંથાતી જતી હતી.
’આ અત્યારે શું કરી રહ્યો છું ? મહેનત જ ને ? દિશા નામની કોઇ સુંદર છોકરીને પટાવવાની…’
’વોટ ? હવે દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.
‘સોરી..સોરી..મીઠાશની સાથે તીખાશ પણ છે કે નહીં તે જરા ચકાસતો હતો.એકલી મીઠાશ બહું સારી નહીં. ડાયાબીટીશ થઇ જાય. મને રોગીઓ પ્રત્યે બહુ માન નથી જ. પણ તમારે વાંધો નથી..મીઠાશ..તીખાશ બંને છે તમારામાં. ‘ બોલતા મસ્કા મારતા સારું આવડે છે…’
થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ..તમારા જેવી સુંદર યુવતીઓની શુભેચ્છાઓ ની મહેરબાની હમેશા મારી ઉપર રહી છે. ‘
હું સુંદર છું ..એમ કોણે કહ્યું ? ‘
યુવતીઓને હું સુંદર જ ગણુ છું. આમ પણ સુંદરતા તો દ્રષ્ટિમાં છે…અને મારી દ્રષ્ટિ સુંદર છે જ. તેથી મને વિશ્વમાં કશું અસુંદર દેખાતું જ નથી. હું તો સીધો કવિ કલાપીનો વંશજ..
‘સૌન્દર્ય પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે..’ એટલે હું સૌન્દર્ય જ બની ગયો છું. અને તેથી હવે બધેથી સૌન્દર્ય પામી રહ્યો છું. ‘
’જાતે સુંદર બની જવાનો તમારો આ આઇડીયા સારો છે. પેલા દલા તરવાડીની વાર્તા વાંચી લાગે છે.’
’તમે બધા નાહક દલા તરવાડીને વગોવો છો..તેણે બિચારાએ તો આપણને કેટલી બધી સગવડ કરી આપી છે. ‘
’ઓહ..! તમને દલા તરવાડી માટે પક્ષપાત લાગે છે..કે પછી એના પણ વંશજ છો ? એની વે……તમારી સેન્સ ઓફ હ્યુમર સારી લાગે છે. ‘
નહોતું હસવું તો પણ દિશાના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી તો ફરી જ વળી. બાકી આત્મહત્યાની અંતિમ પળે વળી હાસ્ય કેવું ? જીવનમાં હાસ્યની પળો નિર્માણી હોત તો તો આવો વિચાર જ ….
‘મારી સેન્સ ઓફ હ્યુમર માટે મિત્રોને માન છે. ‘
’તમારા મિત્રોને હ્યુમર એટલે શું ? એ ખબર નહીં હોય ‘
કેમ તમને હ્યુમરમાં ખબર નથી પડતી ? ‘
’હું તમારી મિત્ર થોડી છું ? ‘
’નથી ? હું તો ભ્રમમાં હતો કે તમે મારા મિત્ર બની જ ગયા છો. રોંગ નંબર સાથે કોઇ આટલી વાત થોડી જ કરે ? ‘
દિશાએ ધડ દઇને ફોન કાપી નાખ્યો..સમજે છે શું એના મનમાં ?
બે પાંચ મિનિટ એમ જ પસાર થઇ. ત્યાં વળી ફોન રણકયો. ન જાણે કેમ પણ દિશાથી આ વખતે ફોન તુરત ઉપાડાઇ ગયો. નક્કી એ જ..! એમ સહેલાઇથી પીછો છોડે તેમ નથી લાગતું. જરા ખખડાવવો પડશે. સમજે છે શું પોતાની જાત ને ?
’ હેલ્લો…’ દિશા સાચી હતી. સામેથી ફરી એ જ અવાજ..
’ સોરી દિશાજી , મારો ઇરાદો તમને હર્ટ કરવાનો નહોતો. આ તો મને એમ કે જીવનની અંતિમ પળે કઇ નશીબદાર વ્યક્તિ સાથે વાત કરીને હું સંસારને અલવિદા કરીશ ? એ જાણવાના લોભમાં….
દિશા ચમકી..આ પણ કોઇ પોતાના જેવું સમદુખિયુ છે કે શું ? નહોતું બોલવું તો યે મોં માંથી નીકળી જ ગયું.
’ એટલે ? તમે યે મારી જેમ…? ‘
સામે છેડે એકાદ ક્ષણ મૌન…
’ મારી જેમ એટલે ? તમે પણ…? ‘
’ હા, મારી પણ આ અંતિમ સાંજની અંતિમ વાત છે. આપણી મુલાકાત કંઇક અનોખી નથી લાગતી ? ‘
’ અનોખી છે જ. અંતિમ પળના સાથીદાર નહીં ? ‘
‘ પણ તમે તો પુરુષ છો..તમારે વળી આત્મહત્યાનું શા માટે વિચારવું પડે ? ‘? એકાદ બે ક્ષણના મૌન પછી .. ’ કેમ પુરુષને કોઇ તકલીફ ન હોય એવો કોઇ નિયમ છે ? ‘
દિશા ગૂંચવાઇ….’ ના, ના, નિયમ તો નથી..પણ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષપ્રધાન છે તેથી જે સહન કરવાનું આવે તે મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે આવે છે ને ?’
’ એ તમારો ભ્રમ છે. ..તમારી અંતિમ સાંજે હવે કહીને કે એ ભ્રમ તોડીને શું ફાયદો ? નહીંતર જરૂર કહેત. જતાં પહેલા કદાચ દિલ હળવું કરવાની એક તક …..પણ,,ના જવા દો…અંતિમ સાંજે દિલ હળવું થાય કે નહીં..શો ફરક પડે છે ખરું ને ? ‘
’હા….ના.. સાવ એવું તો નહીં….કોઇ સહ્રદયી વાત સાંભળનાર મળે તો જરૂર ગમે. હસતા હસતા દુનિયાને અલવિદા કહેવાનું સદનશીબ બધા પાસે નથી હોતું. ‘
’ તમે તો ફિલસૂફની માફક વાત કરવા લાગ્યા..’ ’ અંતિમ પળે કદાચ દરેક માનવી ફિલસૂફની અવસ્થાએ આપોઆપ પહોંચી જતો હશે. નહીં ?
દિશા અનાયાસે વાતોના પ્રવાહમાં ખેંચાઇ. આમ તો પોતાની વાતો સાંભળવાનો સમય કોઇની પાસે હતો જ કયાં ?
‘ બની શકે તમે સાચા હો… પણ મને તો આ પળે મોત જેવું બીજું કોઇ સુખ દેખાતું નથી. ‘
સામે છેડેથી નિરાશ અવાજ સંભળાયો ’ ના, ના, સાવ એવું નથી.. તમે તો પુરુષ થઇને પણ સાવ હિમત હારી ગયા. આમ સાવ નિરાશાવાદી થવું તમને બરાબર લાગે છે ? ‘
’ મને તો કશું જ બરાબર નથી લાગતું…બરાબર લાગતું હોત તો મરવાનો વિચાર જ શા માટે આવત ? ‘ દિશા અનાયાસે જાણે કાઉન્સેલરની ભૂમિકામાં આવી ગઇ.
’ બધું બરાબર હોય ત્યારે તો સૌ કોઇ જીવે..મરવું તો બહું આસાન છે. બની શકે તમે જીવવાનો પૂરતો પ્રયત્ન જ ન કર્યો હોય ? ‘
’ બની શકે..બધું બની શકે…પણ હવે એક વાર નિર્ણય લેવાઇ ગયો એમાં ફેરફાર કરવાની મને કોઇ ઇચ્છા નથી. ‘
’ જીવનમાં કેટલીયે વાર આપણે આપણા નિર્ણયો ફેરવતા નથી હોતા ? દ્રષ્ટિ થોડી બદલીએ..થોડા પોઝીટીવ થઇએ તો બની શકે દુનિયા કંઇક અલગ પણ દેખાય. ‘
‘ કદાચ તમારી વાત સાચી હશે..’ ’ કદાચ નહીં..સો ટકા સાચી જ છે. ‘
દિશા જાણે એક ઝનૂનમાં આવી ગઇ. ’ હશે..પણ મારે હવે એવું કશું વિચારવું નથી. જીવવા માટે આટલા બધા સમાધાન કરવાના હોય …ડગલે ને પગલે આપણે જ….’ સામે છેડેથી શબ્દો અધૂરા જ રહ્યા.
‘ મુશ્કેલીઓથી હારીને રણમેદાન છોડી દેવું..એ તો કાયરતા કહેવાય.. ઇશ્વરે આવું અણમોલ જીવન આપ્યું છે તે આમ વેડફી દઇએ તો એના ગુનેગાર ન ગણાઇએ ? ઘણીવાત સાવ નાની વાતમાં આપણે આવેશમાં આવી જતા હોઇએ એવું પણ બને. ‘ ’ હા, બની તો બધું શકે…આમ તો કોઇએ કહ્યું જ છે ને કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો આપોઆપ ખૂલે છે. ફકત આપણી દ્રષ્ટિ જ એ ખુલ્લા દરવાજા તરફ બદલવાની જરૂર હોય છે.
એમ તો કોઇ કવિએ ગાયું જ છે ને કે ..
.” આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….”
અરે, વાહ.! તમે તો કવિતાના શોખીન લાગો છો ? ‘
’ કવિતા ? સારું છે તમારું નામ કવિતા નથી.
સમજાયું નહીં…’
‘ મને પણ પૂરું કયાં સમજાયું છે ? આમ પણ આપણે બધી વાત સમજીને જ બોલીએ છીએ એવું થોડું છે ? સમજયા વિના પણ જીવનમાં કેટકેટલું થતું હોય છે..કરતા હોઇએ છીએ..
‘’ તમે તો સારું એવું વાંચ્યું લાગે છે …અભ્યાસી છો..’ ’ થેન્કસ ફોર કોમ્પ્લીમેન્ટસ… પણ વાંચેલું બધું અમલમાં થોડું મૂકી શકાય છે ? એ બધું તો પોથીમાના રીંગણ જેવું. બીજાને કહેવું આસાન છે..બાકી પોતાની ઉપર થોડા પ્રોબ્લેમ આવે ત્યારે માણસ પોતે બધું ભૂલી જાય છે. જુઓ કોઇ હૈયાફૂટો લેખક શું કહે છે ?
“ ફૂલે નિસાસો નાખ્યો હાય…મારુ ઝાકળબિન્દુ સૂકાઇ ગયુ.. પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઇગયો હતો.”
લેખકોને તો ઠીક છે લખી નાખવું છે. ‘
‘ ના, ના, સાવ એવું તો નથી. ઘણાં પુસ્તકોએ અનેકની દુનિયા બદલી નાખી હોય એવા ઉદાહરણોની ખોટ નથી જ.
‘ તમારી વાત વિચારવા લાયક તો ખરી જ. અને સાચું કહું તો કયારેક એવો વિચાર પણ આવે છે કે હું તો આત્મહત્યા કરીને છૂટી જઇશ..મારે તો પછી કંઇ જોવાનું રહેતું નથી…પણ એટલો સ્વાર્થી હું થઇ શકું ? કદાચ આપણા જવાથી દુનિયાને ખસ કોઇ ફરક ન પડે..પણ…પણ એકાદ બે વ્યક્તિ તો કયાંક હોવાની જ ..જેમને આપણા જવાથી ખરેખર દુ:ખ થાય. અને તેથી જ આટલા સમય સુધી વિચારતો હતો. ‘
’ તે વિચારી વિચારીને અંતે તો આવું નેગેટીવ જ વિચાર્યુંને ? ‘
‘ શું કરું ? આદત સે મજબૂર…’
’ ના, ના, એમ કહીને છૂટી જવાનો કોઇ હક્ક નથી આપણને..આપણી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાયે લોકોનો ફાળો હશે જ. માતા પિતા, સગા વહાલાઓ. મિત્રો..કોઇક તો હશે જ જેમણે આપણા માટે…
બોલતા બોલતા દિશા અચાનક અટકી ગઇ. પોતે આમ વાતોના પ્રવાહમાં આવીને કોઇ અપરિચિત વ્યક્તિ સાથે આ બધું શું બોલી રહી છે ? અને પોતે પણ જયારે મરવાનું નક્કી કરી લીધું છે ત્યારે આવી કોઇ દલીલો પોતાને શોભે ખરી ? પણ ના, પોતાની દલીલોથી કોઇનું જીવન બચી શકતું હોય તો….’
’ કેમ , તમે પણ બોલતા બંધ થઇ ગયા ને ? પોતાની વાત આવે એટલે બધા આમ જ..બીજાને ઉપદેશ આપવો કે મોટી મૉટી વાતો કરવી જ આસાન છે. અમલ આસાન થોડો જ છે ? જીવન અણમોલ છે. અને આપણા જીવન પર કેટલાનો અધિકાર છે..અરે, સમાજમાં આપણાથી વધારે દુ:ખી અગણિત લોકો છે..હશે..તેમના તરફ દ્રષ્ટિ રાખીએ ત્યારે જ સમજાય કે ઇશ્વરે આપણને કેટલું આપ્યું છે…! ‘
’ આવું જ કંઇક કહેવું છે ને તમારે ? અરે, મેડમ..આવું ઘણું બધું હું સાંભળી ચૂકયો છું…અને મને હવે એની કોઇ અસર નથી થતી.’
દિશાને થોડો ગુસ્સો ચડયો. બધું જાણવા છતાં જેને સમજવું જ
નથી..એને કોણ સમજાવી શકે ?
છતાં…જાણ્યા પછી કોઇને આમ મરવા થોડા દેવાય ? જિંદગી કંઇ આમ ફેંકી દેવા માટે થોડી જ છે ?
‘ જુઓ મીસ્ટર, તમે જે હો તે…પણ …લેટ મી ટેલ યુ વન થીંગ…. તમે નિર્ણય ભલે કરી લીધો પણ એક કામ કરો..તમે વધારે નહીં તો એક દિવસ માટે તમારો આ વિચાર મુલતવી રાખી ન શકો ? આત્મહત્યા કરવી જ હોય તો આવતીકાલે કરો તો પણ ચાલે ને ? ‘
‘ એક દિવસમાં શું ફરક પડી જવાનો ? ‘
’ એ તો મને યે નથી ખબર…પણ કદાચ તમે આ પગલું કોઇ ક્ષણિક આવેશમાં લીધું હોય…બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઇ શુભ સંદેશ લઇને પણ ઊગે….તમારા કારણોની તો મને જાણ નથી..પણ બની શકે કાલે તમને જિંદગી જીવવાલાયક પણ લાગે…’
’દલીલ પૂરતી તમારી વાત સાચી છે. તમને લોકોને સમજાવતા સારું આવડે છે. કોઇ કવિની એક પંક્તિ યાદ આવે છે..
“ બારણુ ખોલીને મે જોયુ નહી એક રસ્તો ઘર સુધી આવ્યો હતો… “ બોલવા માટે..લખવા માટે બહું સરસ છે નહીં ? ખેર..! પણ તમે
એક કામ કરો ને.. એક કાઉન્સેલીંગ સર્વીસ ખોલી નાખો..સારી ચાલશે. ‘
’ તમારી ઉપર મારા કાઉન્સેલીંગની કોઇ અસર થતી નથી તો મારી સર્વીસ સારી ચાલશે એમ કેમ કહી શકાય ? ‘
’કોણે કહ્યું ? અસર નથી થઇ ? ‘
’ એટલે ? તમે…તમે મારી વાત સ્વીકારી ? ‘
’ આ પળે તો લાગે છે એક વધુ દિવસ રાહ જોવાનું તમારું સૂચન કંઇ ખોટું તો નથી જ. વિચારવાલાયક તો ખરું જ. ‘
’ ફકત વિચારવાલાયક જ નહીં..અમલમાં મૂકવાલાયક પણ ખરું જ..’ દિશાએ ભારપૂર્વક પોતાની વાત દોહરાવી.
‘ ઓકે..મેડમ..તમે જીત્યા…અને હું હાર્યો…તમારી વાત સ્વીકારી હું આજનો દિવસ..મરવાનો મારો કાર્યક્રમ મુલતવી રાખુ છું. બની શકે આપ મારા માટે ખરા અર્થમાં દિશાસૂચક બનો…ખૂબ ખૂબ આભાર..સો નાઇસ ઓફ યુ…’
અને રોંગ નંબર કપાઇ ગયો.
દિશાના કાનમાં પોતાના શબ્દો જ પડઘાઇ રહ્યા…
બે પાંચ મિનિટ મૌન પસાર થઇ ગઇ. તેના મનમાં આખી વાતચીત પડઘાતી રહી.
અને થોડીવારે તેણે હાથમાં રહેલી ફિનાઇલની બોટલનો ઘા કર્યો.
અને રોંગ નંબર ત્યારે ખુશખુશાલ થતો પિકચર જોવા જતો હતો.
બાજુમાં બેસેલ તેનો મિત્ર પૂછતો હતો…’ શું હતું આ બધું ? આ આત્મહત્યાની વાતો કોની સાથે કરતો હતો ?
‘ હું જરા જોક કરવાના મૂડમાં હતો….અને સામે સાચેસાચ….
કોઇ દિશા નામની સ્ત્રી હતી…આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી. મેં મારી સાયકોલોજી કામે લગાડી. બની શકે તેણે તેનો વિચાર પડતો મૂકયો હોય ‘
અને રોંગ નંબરે ખુશ થઇ મોઢેથી વ્હીસલ વગાડી..
really fantastic
enjoyed the story throughly…….very nice progress and development of story…. i liked the way you done it…..
સુંદર રચના…. અમેરિકા આપને ફળી રહ્યું હોય એમ લાગે છે… ત્યાં બીજું કંઈ હોય કે ન હોય, પોતાના માટે સમય જરૂર મળી રહે છે…
ચોટદાર સંવાદોની અસરમાંથી જલદી બહાર આવી શકાતું નથી સુંદર સંવાદોની ગુંથણી રચનાને મજેદાર બનાવે છે
gud one aunty ..
.. enjoyed ..
excellant!
ખાલી શીશીમા મેઘધનુશી સપના ઉછેરવાની રમત રમ્યા કરુ છુ. અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત……
.” આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….”
“ ફૂલે નિસાસો નાખ્યો હાય…મારુ ઝાકળબિન્દુ સૂકાઇ ગયુ..
પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઇગયો હતો.”
bahu ja saras.. Abhinandan.
superb…!! simply grt..!! shu vaat chhe ne Aunty… are…kya kya thi vicharo lai aavo chho..!! khub j saras..
હંમણા જ પેપરમાં વાંચ્યું,” …બેને ફિનાઇલ ગટગટાવી લીધુ હતુ”
પણ કોઈએ…”ફિનાઇલની ગોળીઓ” વાસ્તવીક નથી લાગતું!
દિશા ભૂલેલી દિશાની આ વાત ખૂબ ગમી-
‘આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી.
મેં મારી સાયકોલોજી કામે લગાડી.
બની શકે તેણે તેનો વિચાર પડતો મૂકયો હોય’
સરસ વાત્
સરસ વાર્તા. ૧૯૯૨માં દૂરદર્શન અમદાવાદ પરથી મેં લખેલી એક સસ્પેન્સ સિરિયલ “ભેદી જાળ” પ્રસારિત થઇ હતી. તેમાં “રોંગ નંબર” નામનો એક એપિસોડ હતો, એટલે તમારી વાર્તાનું શીર્ષક “રોંગ નંબર” જોઇને તરત તે વાંચવા પ્રેરાયો. એક સૂચન કરું તો માઠું નહિ લગાડો ને? “અને રોંગ નંબરે ખુશ થઇ મોઢેથી વ્હીસલ વગાડી…” ત્યાં જ વાર્તા પૂરી કરી નાંખો તો વધુ ચોટદાર બને છે તેવું મારું માનવું છે. સરસ વાર્તા બદલ અભિનંદન.
beautiful story….liked it very much….
i think ke tame end ma banene paranavi desho..but this is some different…maja padi gai….
thanks nilamben
thanks harsukhbhai….yr suggestion is right….છેલ્લા બોલકા વાકયની કોઇ જરૂર નહોતી..!!!!
આભાર….સૌ ભાવકોનો..
વિવેકભાઇ..મારે તો ઉલટું છે..અહીં અમેરિકામાં જ સમય નથી મળતો..( બહાર ફરવામાંથી )
આ તો અમદાવાદમાં જ લખાયેલ છે બધું..જે હું પેન ડ્રાઇવમાં સાથે લાવી છું. અહીં આવ્યા બાદ મારી ચાલુ કોલમ સિવાય કશું લખાયુ નથી..
good one !!! some editing would help but really required today when almost everyone faces this situation.
ખૂબ જ સુંદર વાર્તા આંટી… અભિનંદન.
અને આંટી, તમે જરા આ વિવેકભાઈને કહેજો ને કે અમેરીકાવાળા કંઈ નવરા નથી હોતા… ઈંડિયાવાળાની જેમ અમને પણ સમયની તંગી જ રહે છે.
નાનાબેન મઝા આવી ગઈ.
sundar vat,
karunras ane hasyaras no saras samanvay sadhyo ke ame pan
wrong number ni vato ma gunthata [vanchata] rahya…..
abhinandan
khub saras..
khub gamiu
wrong number is right.
જીજુ ની વાત પણ રાઇટ …!. સુંદર વાર્તા.. સુંદર લેખન શૈલી…!! હંમેશ ની જેમ …:)
nice one . exellent. keep it up.
Shabdo nathi malata bolava mate ke ketali saras ne samajawa jevi vaat che.
nicely narrated…..
nice subject
wrong no. guides right path to disha