અરૂપ શું બોલે 10… May 12, 2008
અણધાર્યું પ્લાનીંગ.. સિમલા…
“ માત્ર અડધી વેંતનું અંતર હતું,
તોયે ના દેખાય, ભીતર શું હતું ? “
‘અનિ, એક મિનિટ તો શાંતિ રાખ..ખોલુ છું.’ ઉપરાઉપરી બેલનો અવાજ સંભળાતા ઇતિ અભાનપણે ઉભી થઇ..અને નિન્દ્રામાં ચાલતા માણસની જેમ દરવાજા સુધી પહોંચીને દરવાજો ખોલ્યો. અનિકેતની આ આદત કયારેય નહીં જાય.! ધડાધડ બેલ માર્યા જ કરે,એક મિનિટ તેનાથી રાહ ન જોવાય.કેટલીવાર પોતે આ માટે તેની પર ગુસ્સે થઇ છે.પણ તેને અસર થાય તો ને ?
દરવાજો ખોલતા ઇતિ જોઇ રહી.આ અનિકેત બદલાઇ ગયેલ કેમ લાગે છે ?
’એય ઇતિરાણી, કયાં છો? આમ બાઘાની માફક જોઇ શું રહી છે ? હવે મને અંદર આવવા દેવાનો છે કે નહીં ? ‘
શબ્દો તો કાને અથડાયા..પણ હજુ તેનો અર્થ કયાં સમજાતો હતો ? આ બધું શું છે ? હમણાં તો તે…..
તો શું તે અતીતની ગલીઓમાં ઘૂમતી હતી ? આ થોડા કલાકમાં તેણે આટલા વરસો ફરી એકવાર જીવી લીધા હતા ?
અત્યાર સુધી અનિકેત પોતાની અંદર આટલી હદે….?અને પોતાને જાણ સુધ્ધાં નહોતી ? અનિકેત….એક વિસરાઇ ગયેલું નામ …એક વીતી ગયેલી વાત માની આટલા વરસો પોતાની જાતને છેતરી રહી હતી ? કે પછી પોતે જ અંધકારમાં અટવાયેલ હતી ?
‘ઇતિરાણી, કયાં ..કઇ દુનિયામાં ખોવાઇ ગયા છો ? અરૂપે તેને ખભ્ભો પકડી હચમચાવી નાખી. ‘ શું છે ઇતિ ? ’ એટલે ? આ અરૂપ હતો…અનિકેત નહીં ?
‘ અરૂપ ના અવાજે ઇતિ વર્તમાનની ક્ષણોમાં ઝબકી ઉઠી.
તે હજુ આગળ કંઇ બોલે તે પહેલા જ ‘ ઇતિ, ચાલ જલદી તૈયારી કર..ઘણું કામ છે ? ‘
મૌન ઇતિએ પ્રશ્નાર્થભરી નજરે અરૂપ સામે જોયું. ’અરે, બાબા, આપણે કાલે સવારે સિમલા જઇએ છીએ..જો આ પ્લેનની બે ટિકિટ..બધુ બૂકીંગ પણ કરી નાખ્યું છે. ઓકે ? ખુશ ? આમ પણ ઘણાં સમયથી આપણે કયાંય જઇ શકયા નથી ને.! ચાલ ,જલદી સામાન પેક કરો..અને હા, બહું ભૂખ લાગી છે.જલદી કંઇક સરસ ખાવાનું ફટાફટ…અને પછી તૈયારી. કાલે સવારે પાંચ વાગ્યાની ફલાઇટ છે.’
અરૂપ એકી શ્વાસે જાણે અહેવાલ આપતો હોય તેમ બોલી ગયો.
અને ઇતિને સફાળા ભાન આવ્યું. ’ના, અરૂપ, કાલે તો મારે…’
ઇતિ વાકય પૂરું કરે તે પહેલા જ ..’શું છે કાલે ? અરે, કાલની વાત કાલે..અત્યારે તો પેટમાં ગલૂડિયા બોલે છે. પહેલા પેટપૂજાનો પ્રબંધ થવો જોઇએ હોં.’
અરૂપ, આજે મમ્મીનો ફોન આવેલ…..
સારું સારું..ચાલ, વાત થઇ ગઇ ને ? હવે જરા જલદી..પ્લીઝ..’
’ના, એમ નહીં, ત્યાં અનિકેત આવ્યો છે..વરસો પછી..મેં તને અનિકેતની વાત તો કરી હતી ને ? તે આવેલ છે અને મને મમ્મીએ બોલાવેલ છે. મને લાગે છે…’
’અનિકેત..કોણ અનિકેત ? ઓહ..યસ..યસ યાદ આવ્યું.પેલો તમારો પડોશી હતો તે ? એની વે..સિમલાથી આવીને નિરાંતે જઇ આવજે બસ ? અત્યારે હવે તેની લપ કાઢીને પ્લીઝ…મને બોર નહીં કરતી.. આમ પણ આજે હું થાકયો છું. કાલે સવારે વહેલું જવાનું છે..હજુ તો પેકીંગ પણ બધું બાકી છે. ‘
એકીશ્વાસે અરૂપ બોલ્યો.
પણ અરૂપ આમ અચાનક સિમલાનો પ્રોગ્રામ ? આપણે તો એવી કોઇ વાત પણ કયાં થઇ હતી ?’
’અરે, એ જ તો સરપ્રાઇઝ છે ને ?કેટલી મહેનતે માંડમાંડ ટિકિટ મેળવી છે. ખબર છે ? હવે આડીઅવળી વાતો કરીને ફરવાનો બધો મુડ ન બગાડતી.’
’પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવું છે. મમ્મી કંઇ કહેતી હતી..પણ ફોન કપાઇ ગયો છે. જો ને ફરીથી લાગતો પણ નથી. તારા મોબાઇલમાંથી કરી જોને. કોઇ પ્રોબ્લેમ તો નથી ને ?મને ચિંતા થાય છે. ‘
‘ ઓકે..ઓકે..હું વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું જમવાની તૈયારી કર. મોડું થાય છે. ‘ ઉપર ચડતા ચડતા અરૂપે કહ્યું.
ઇતિ રસોડામાં પહોંચી પણ મન તો…
અરૂપે લાખ વાર કહેવા છતાં ઇતિએ રસોઇ કરવા માટે મહારાજ રાખ્યો નહોતો. પછી પોતે આખો દિવસ શું કરે ? પણ આજે તેને રસોઇ કરવાની જરાયે ઇચ્છા નહોતી થતી. પણ કોઇ ઉપાય નહોતો. તેણે પરાણે રસોઇ શરૂ કરી. પણ જીવ તો અનિકેતમાં જ અટવાયેલો રહ્યો. કોઇ પ્રોબ્લેમ તો નહીં હોય ને ? આટલા વરસે અનિકેત કયાંથી..કયારે આવ્યો ? આટલા વરસો કયાં હતો ? એકલો આવ્યો હશે કે તેની ગોરી પત્ની પણ સાથે હશે..? કેટકેટલી ફરિયાદો અનિકેત સામે ભેગી થઇ છે… ! તેની પત્નીને પણ તે તો હક્કથી કહેશે. કે અનિકેતને આટલા વરસો કયાં છૂપાવી રખ્યો હતો ? અનિકેતની દરેક વાત..દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ ઉપર પોતાનો પણ હક્ક તો ખરો જ ને ?એ મનભરીને અનિકેત સાથે લડશે..ઝગડશે..અનિકેત તેને મનાવશે..અને પછી જ પોતે તેની બધી વાતો સાંભળશે…વાત છે અનિ મળે એટલી વાર. આટલા વરસે હવે ઇતિ યાદ આવી. તેનું મન રોષથી ..અભિમાનથી છલકી રહ્યું. જાણે ગર્વભંગ થયેલી એક માનૂની..! તેના રોમરોમમાં એક અધીરતા..જાગી હતી. શાક બળવાની વાસ પણ તેને કયાં આવી ?
ત્યાં અરૂપ નીચે અવ્યો,’ અરે, ઇતિ કયાં ખોવાઇ ગઇ છો ? આ શાક તો જો…’
ઇતિએ શાક સામે જોયું. અને ભાનમાં આવી હોય તેમ જલદી ગેસ બંધ કર્યો. અને અરૂપે ફોન કર્યો કે નહીં તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આંખનો પ્રશ્ન વાંચી ઇતિ કશું પૂછે તે પહેલા જ અરૂપે કહ્યું.’આજે મોબાઇલમાં પણ નેટવર્ક બીઝી જ આવે છે. કશો વાંધો નહીં. તેથી વાત થઇ શકી નથી. પછી ફરીથી પ્રયત્ન કરીશું. ચાલ, હવે થાળી પીરસ.. શું બોલવું તે ઇતિને સમજાતું નહોતું.
અરે , આટલી અગત્યની વાત છે ને અરૂપ પણ ખરો છે.. આટલા વરસો બાદ અનિકેતનો કોઇ મેસેજ આવ્યો છે. અને આમ… પણ હજુ આગળ વિચારે કે બોલે તે પહેલાં અરૂપે પ્રેમથી તેનો હાથ પકડી તેને પોતાની સાથે જમવા બેસાડી દીધી.
ઇતિને દોરડાના પરિઘમાં ફરતી પેલી બકરીની યાદ કેમ આવી ગઇ ?
‘ અને તું ચિંતા ન કર..આમ પણ અત્યારે ખૂબ મોડું થઇ ગયું છે. આટલી રાત્રે કોઇને ઉઠાડવા યોગ્ય ન ગણાય. કાલે સવારે રસ્તામાંથી વાત કરી લઇશું. અને આમ પણ પંદર દિવસનો જ તો સવાલ છે ને ? આવી ને તું તારે નિરાંતે અનિકેતને મળવા જજે. અરે, હું પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા…બસ ?
ચાલ, હવે જલદી કર..કેટલું કામ છે..!
અને બીજે દિવસે સવારે સિમલા જવા માટે પ્લેનમાં બેસતી વખતે અચાનક અરૂપને યાદ આવ્યું ..પોતે મોબાઇલ સાથે લેતા તો ભૂલી ગયો હતો..!!
(દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ…)

ઇતિને દોરડાના પરિઘમાં ફરતી પેલી બકરીની યાદ કેમ આવી ગઇ ?
આ વાર્તાય કહેશો ને?
વાર્તા ખૂબ સુન્દર ચાલે છે..હવેનો હપ્તો કયા પહોચાડશે એ આતુરતાથી રાહ જોઇએ છીએ…
આવી કેટકેટલી સ્ત્રીઓ એક પરિઘની આસપાસ આયખુ આખુ પુરુ કરતી હશે.કદાચ તેમની પોતાની યે જાણ બહાર…! બકરી.. લક્ષ્મણરેખા..અને કઠપૂતળીના પ્રતીકો ખૂબ ગમ્યા….સચોટ વર્ણન.. લેખિકાને અભિનનદન્…
પરિઘમાં ફરતી બકરીની માં ક્યાં સુધી ખેર મનાવતી રહેશે?એક દિવસ હલાલ થવું જ પડે!
મનમાં દેખ કબીરા રોયાના ગીત-ગુંજન શરુ થયું!
हमसे आया ना गया तुमसे बुलाया ना गया
फासला प्यार का दोनो से मिटाया ना गया
क्या खबर थी कि मिलें हैं बिछड़ने के लिए
किस्मतें बनायी हैं बिगड़ने के लिए
प्यार का बाग़ लगाया था उजड़ने के लिए
इस तरह उजड़ा कि फिर हमसे बसाया ना गया
याद रह जाती हैं और वक्त गुज़र जाता है
फूल खिलता भी है और खिल्के बिखर जाता है
सब चले जातें हैं तब दर्द-ए-जिगर जाता है
दाग जो तूने दिया दिलसे मिटाया ना गया
majani story
so catchy, interesting…..nicely narrated !!
dada, thanks..but e vat to pela j kahevai gai che…in previous episode…
u must have forgotten….
આપની આ અંગત સિદ્ધિ અમારા બધાની પણ છે, હોં કે !
અભિનંદન…
aaje eki sathe badha haptao vanchya..khub maja avi.have pratixa..bakina haptani…..bahu rah n jovadavata…ane itine dukhi n karata pl…..
khub sundar varta..saras rajuat…abhinandan…
avi biji vartao pan apata rejo…
waiting for next..
વિવેકભાઇ….એ તો શંકા વિનાની વાત છે. સહિયારા માણસોની સિધ્ધિ સહિયારી જ ગણાયને ..! જુઓને અમારી કવિતાઓ હવે કેટલા બધા મેગેઝિનોમાં છપાતી રહે છે.!!! અને તે પણ છંદોબધ્ધ હોં….!!!!!!! વાર્તા અને કવિતાનો સમન્વય ..સંગમ ..મિત્રોના સથવારે અવિરત ચાલતો રહે….ીનીથી રૂડુ બીજુ શું હોઇ શકે ?
really, awaitng n eager to read more n more in ths story…its nicely narrted… very interestng..