સંબંધસેતુ….9 April 5, 2008
“ કોઇ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી,
કોઇ એવા નથી રસ્તા કે જયાં ખાડા નથી. “
કયાંક વાંચેલી સુંદર પંક્તિઓ જે મનને સ્પર્શી ગઇ હોય છે તે દિલમાં રણઝણ્યા કરતી હોય છે. ઘણીવખત બે લાઇન પણ કેટલું બધું કહી જતી હોય છે.
જીવનમાં સર્વગુણસંપન્ન તો ફકત બે જ વ્યક્તિઓ હોઇ શકે..એક હજુ ન જન્મેલ અને બીજી..અવસાન પામેલ વ્યક્તિ…! બાકી કોઇ પણ જીવંત વ્યક્તિ બિલકુલ ખામી રહિત હોય તે શકય નથી. ગાંધીજી જેવા યુગપુરુષના દોષોની ચર્ચાઓ પણ આજ સુધી થતી આવી છે. તો પછી આપણે સૌ તો સામાન્ય વ્યક્તિઓ…સામાન્ય માનવીઓ…એની પાસેથી દરેક ગુણની આશા તો કેમ રાખી શકાય ? વ્યક્તિનો સ્વીકાર એટલે તેના ગુણ…અવગુણ સહિત સ્વીકાર.! હા, શકય તેટલા સારા થવાનો પ્રયાસ કરવો એ માનવમાત્રની નૈતિક ફરજ છે. અને ભૂલો તો માનવીથી જ થાય..આપણે કોઇ દેવ નથી..અને દેવ થવાની જરૂર પણ નથી..”હું માનવી માનવ થાઉં તો યે ઘણું..” સુંદરમ જેવા આપણા મહાન કવિ તેથી જ આ વાત વરસો પહેલા કહી ગયા છે.કહેવાનો અર્થ અને હેતુ ફકત એટલો જ કે આપણે સૌ આ સત્યનો પૂરી સમજણપૂર્વક સ્વીકાર કરી શકીએ તો જીવનના ઘણાં પ્રશ્નો હલ થઇ શકે. તૂટતા..વિખેરાતા અનેક સંબંધો જળવાઇ શકે..મનની આડે આવતી દીવાલો તૂટી શકે અને સંબંધોનો સેતુ રચાઇ અને જળવાઇ શકે.
આજે આવા જ એક સંબંધની વાત કરવી છે.
નિશા અને નિયતિ બંને બહેનો….નિશા મોટી અને નિયતિ તેના કરતાં ચાર વરસ નાની. નિશાના લગ્ન થઇ ગયા હતા. સાસરામાં તે દરેક રીતે ખૂબ સુખી હતી.તેને ખૂબ શ્રીમંત સાસરુ મળ્યું હતું. નિયતિ પણ પોતાની રીતે ખૂબ સુખી હતી. પરંતુ આર્થિક રીતે નિશા જેટલી સમૃધ્ધિ તેની પાસે નહોતી. બંને બહેનો વચ્ચે આમ તો સારા સંબંધો હતા. છતાં નિશાને પોતાની મોટાઇ બતાવવી હમેશા ગમતી.બીજા બધા તેના કરતા ઉતરતા છે તેવો ભાવ જાણ્યે અજાણ્યે તેના વર્તનમાં ડોકાઇ રહેતો.જોકે તે પોતે કયારેય તેનો સ્વીકાર કરતી નહીં..મોઢેથી તો મોટી મોટી વાતો જ કરતી રહેતી..કે ‘પૈસાનું અભિમાન તો રાખવું જ ન જોઇએ…અને પૈસા તો આજે છે અને કાલે નથી..’ વિગેરે વાતો જરૂર કરતી..પરંતુ તેની વાતો અને વર્તનમાં આસમાન જમીનનું અંતર રહેતું. બધા તે સમજ્તા..પણ કોઇ મોઢે કહેતુ નહીં..અને આંખ આડા કાન કરી રહેતા. અને તેને સાચવી લેતા. નિયતિ ખૂબ નિખાલસ હતી. કોઇ દંભ વિનાની તેની દુનિયામાં તે મશગૂલ રહેતી.સુખની વ્યાખ્યા બંને બહેનો માટે અલગ હતી. તેવામાં નિયતિની પુત્રીના લગ્ન આવ્યા.નિયતિ નાના ગામમાં રહેતી હતી. તેથી સ્વાભાવિક રીતે જ અમુક સગવડો ધારીએ તો પણ ત્યાંઉપલબ્ધ ન થઇ શકે. દીકરી પરણીને પરદેશ જવાની હતી..અને તેને ખૂબ સરસ ઠેકાણુ મળ્યુ હતું. તેથી નિયતિ ખૂબ ખુશ હતી..અને દીકરી દૂર જતી હોવાથી થોડી ઉદાસી પણ હતી.અને દીકરીએ મા ને ખાસ તાકીદ કરેલ કે મમ્મી, તું થોડી જવાબદારી બીજાને સોંપી ને મારી બાજુમાં રહેજે. પછી તો આપણે નિરાંતે કયારે મળી શકીશું…’ કેમકે લગ્નના ચાર દિવસ માં જ તેને જવાનું હતું.અને સ્વાભાવિક રીતે જ નિયતિ પણ તે જ ઇચ્છતી હોય.
હવે લગ્નની ધમાલમાં તે પોતાની બહેન નિશાનું બરાબર ધ્યાન રાખી શકી નહીં..અને તેને એમ પણ હતું કે સાસરાવાળાને સાચવવા પડે.બહેન તો પોતાની કહેવાય..તે તો સમજી શકશે..અને લગ્નની ધમાલમાં તે ગૂંચવાયેલી રહી.
લગ્ન તો રંગેચંગે થઇ ગયા. પરંતુ તે પછી નિશા એ નાની બહેન સાથે બોલવાનું બંધ કરી દીધું.બધો વ્યવહાર કાપી નાખ્યો. નિયતિના દીકરી જમાઇ તેના શહેરમાં ગયા તો તેને પણ બોલાવ્યા નહીં. નિયતિ તો સમજી જ ન શકી કે આમ કેમ થયું ? પોતે કોઇ ભૂલ કરી હતી એવો તેને ખ્યાલ સુધ્ધા ન આવ્યો. કેમકે જાણીજોઇને તેણે કશું કરેલ નહોતું. અને જયારે બીજા દ્વારા જાણ થઇ ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. બહેન થઇને પ્રસંગે આ રીતે ખોટા સાચા લગાડે ? તે કંઇ નણંદ હતી ? તેણે તો ઉલટાનું બીજાનું ધ્યાન રાખવું જોઇએ..તેને બદલે આમ ..? અને તેનો બદલો દીકરી જમાઇ સાથે લેવાનો ? નવી પરણેલી દીકરી અને જમાઇને કેવું ખરાબ લાગે ? સદનશીબે જમાઇનો સ્વભાવ ખૂબ સારો હતો તેથી એવો કોઇ પ્રોબ્લેમ ઉભો ન થયો. નહીંતર દીકરીને સાસરામાં કેવું સાંભળવું પડયંલ હોત…!!
નિયતિને બહેન ઉપર ખૂબ ગુસ્સો આવ્યો.અને બંને બહેનો વચ્ચેના સંબંધો તૂટી ગયા. બંનેએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. નિશાને થયું કે પોતે કેટલા વરસે નાની બહેનને ઘેર ગઇ..અને બહેને બે દિવસ પણ પોતાને સરખી રીતે ન સાચવી..નાની બહેન તો વરસોથી અવારનવાર પોતાને ઘેર આવે છે.અને પોતે તેનું બધું કરે છે..તો પણ તેણે આવું કર્યું ?
નિયતિને થયું કે માનો..પોતાની ભૂલ થઇ ગઇ..તો પણ નિશાએ સંજોગો તો જોવા જોઇએ ને ? પુત્રીના લગ્ન વખતે મા ના દિલની હાલત કેવી હોય તે મોટી બહેન ન સમજી શકે ? તેણે તો સામેથી કહેવું જોઇએ કે મારી ચિંતા અત્યારે ન કરતી..તારી ઉપર અત્યારે ઘણી જવાબદારી હોય..તું બીજાનું જોજે .હું કંઇ મહેમાન નથી…આવું કહેવાને બદલે મૉટી બહેન આવું કરે ? તેને ખૂબ દુ:ખ થયું. આમ બંને બહેનો વચ્ચેના સંબંધો માં તિરાડ પડી ગઇ. આજે બંને બહેનો પ્રસંગોપાત ફોન પર વાત તો કરી લે છે..પરંતુ પહેલાની મીઠાશનો અનુભવ હવે થતો નથી. કોઇ એ સાચું જ કહ્યું છે. “ મન મોતીને કાચ ત્રણ ભાંગ્યા સંધાય નહીં..” અને સંધાય તો પણ વચ્ચે રેણ….રહી જાય.. અને આ રેણ મનમાં ચૂભતી રહે છે. બંને સામાન્ય થવાનો દેખાવ કે પછી કોશિષ જરૂર કરે છે..એ સારી વાત છે. બની શકે કયારેક એ રેણ પૂરાઇ જાય અને ફરીથી સંબંધો પાંગરી ઉઠે. ખેલદિલીની ભાવના જો બંને દાખવે તો જ આ શકય બને. બાકી દ્રષ્ટિ જો નેગેટીવ રહી તો…..
જીવનમાં આવા કેટલાયે સંબંધો તૂટતા રહે છે..જોડાતા રહે છે..માનવમન જેટલું વિચિત્ર..સંકુલ..કદાચ બીજું કશું નથી..કયારેક વજ્જર જેવા ઘા પણ એ આસાનીથી કોઇ ફરિયાદ વિના જીરવી જાય છે અને કયારેક એક નાનકડો શબ્દ પણ એ સહન કરી શકતું નથી. સાવ અપેક્ષાશૂન્ય તો કોઇ સંબંધ ન હોઇ શકે..જાણ્યે અજાણ્યે એક કે બીજી..દ્રશ્ય કે અદ્રશ્ય અપેક્ષાઓ અનાયાસે મનમાં રહેતી જ હોય છે. કેમકે આખરે આપણે સૌ માનવી છીએ..પરંતુ અપેક્ષાઓ ઘટાડી જરૂર શકાય…અપેક્ષાઓ ઓછી કરી શકાય તો તેટલું દુ:ખ પણ ઓછું થવાનું. કોઇ આશા જ જેણે નથી રાખી તેને નિરાશ કોણ કરી શકે ?
બાકી સામાન્ય વહેવારમાં તો જેટલી સમજદારીથી..ધીરજથી કામ લઇ શકાય.. કોઇ પણ સંબંધ તોડતા કે જોડતા પહેલા વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી..સામી વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવાની કોશિષ કરી શકાય તો અનેક સંબંધો તૂટતા બચી જાય.અને જીવનનાવ સરળતાથી વહી શકે. સંબંધોમાં ઉભા થતાં વિવાદોને સંવાદોથી…સમજણથી જ ઉકેલવા રહ્યા. સંવાદ ચાલુ રહે તો કયારેક તેમાંથા કયરેક માર્ગ નીકળી શકે.બાકી બંને પક્ષ મનમાં ને મનમાં કોઇ પણ વાતનું પોતાની રીતે અર્થઘટન કરતી રહે..તો અર્થનો અનર્થ થતાં કેટલીવાર ? દૂધને બગાડવા તેમાં ખટાશનું એક બુંદ જ પૂરતું છે ને ?

અજાણતાં આંખે/કાને પડેલી આવી વાતો
મનના કો’ક ખૂણામાં ધરબાઈને હકારાત્મક
વલણ અપનાવી લે છે અને નાની તિરાડ
પૂરાઈ પણ જાય અથવા દિવાલ બનતા તો
રોકી જ લે………
સરસ વાત કરી છે.
gujarati type pad is not working……..!!
જીવનમાં આવા કેટલાયે સંબંધો તૂટતા રહે છે..જોડાતા રહે છે..માનવમન જેટલું વિચિત્ર..સંકુલ..કદાચ બીજું કશું નથી..કયારેક વજ્જર જેવા ઘા પણ એ આસાનીથી કોઇ ફરિયાદ વિના જીરવી જાય છે અને કયારેક એક નાનકડો શબ્દ પણ એ સહન કરી શકતું નથી. સાવ અપેક્ષાશૂન્ય તો કોઇ સંબંધ ન હોઇ શકે..જાણ્યે અજાણ્યે એક કે બીજી..દ્રશ્ય કે અદ્રશ્ય અપેક્ષાઓ અનાયાસે મનમાં રહેતી જ હોય છે. કેમકે આખરે આપણે સૌ માનવી છીએ..પરંતુ અપેક્ષાઓ ઘટાડી જરૂર શકાય…અપેક્ષાઓ ઓછી કરી શકાય તો તેટલું દુ:ખ પણ ઓછું થવાનું. કોઇ આશા જ જેણે નથી રાખી તેને નિરાશ કોણ કરી શકે ?
ekdam sachi vaat… didi… e pan sachu k same vala nu drshtibindu samjavu joie..!!
નિલમ બેન,
“મન મોતીને કાચ ત્રણ ભાંગ્યા સંધાય નહીં..” અને સંધાય તો પણ વચ્ચે રેણ….રહી જાય.. અને આ રેણ મનમાં ચૂભતી રહે છે. બંને સામાન્ય થવાનો દેખાવ કે પછી કોશિષ જરૂર કરે છે..એ સારી વાત છે. બની શકે કયારેક એ રેણ પૂરાઇ જાય અને ફરીથી સંબંધો પાંગરી ઉઠે. ખેલદિલીની ભાવના જો બંને દાખવે તો જ આ શકય બને. બાકી દ્રષ્ટિ જો નેગેટીવ રહી તો…..
આ ખરેખર સાચી વાત છે. આજે આપણે સમાજ મા રહીએ છીએ ત્યારે ઘણા સંબધો નીભાવવા ના હોય છે. અને બધા એક જેવુ પોઝીટિવ નથી વિચારતા. અને આવી નાની નાની વાત મા ખોટુ લગાડી વરસો ના સંબધો પર પાણી ફેરવી નાખતા હોય છે.
સરસ વાત, હંમેશા તમારી વાત માથી કઈ નવુ શીખવા મળે છે.
આભાર.
બાકી સામાન્ય વહેવારમાં તો જેટલી સમજદારીથી..ધીરજથી કામ લઇ શકાય.. કોઇ પણ સંબંધ તોડતા કે જોડતા પહેલા વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી..સામી વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવાની કોશિષ કરી શકાય તો અનેક સંબંધો તૂટતા બચી જાય.અને જીવનનાવ સરળતાથી વહી શકે. સંબંધોમાં ઉભા થતાં વિવાદોને સંવાદોથી…સમજણથી જ ઉકેલવા રહ્યા. સંવાદ ચાલુ રહે તો કયારેક તેમાંથા કયરેક માર્ગ નીકળી શકે.બાકી બંને પક્ષ મનમાં ને મનમાં કોઇ પણ વાતનું પોતાની રીતે અર્થઘટન કરતી રહે..તો અર્થનો અનર્થ થતાં કેટલીવાર ? દૂધને બગાડવા તેમાં ખટાશનું એક બુંદ જ પૂરતું છે ને ?
સામી વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ aa khuba ja agatyani vaata chhe. mahad anshe loko potanuj drashTibindu sachu manine vartata hoya Chhe ane dukhi pan thata hoya chhe ane ekalaapan padata hoya chhe.
abhinandan ben! khub lakho!
I read your article named:- ચાલો, સંબંધોને અજવાળીએ…. – નીલમ દોશી.
Really no words to praise………… m really really impressed, its a fantastic article. And above all its the need of the hour to manage relationships but its sad to know that we are forgetting the basic art that a human being is gifted with. This artilce must be read by the parents of the girls whose parents are forcing her to get married, I know the problem that a girl faces at that point. I have a few friends facing same problem and need less to say that I have mailed this article to them.
Thanks for such a wonderful article.
God bless you.
Thanks and Regards,
–
Ankur N Dholakia
ICFAI Business School
Bangalore