પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શૈશવની માવજત…3 February 17, 2008

“ બાળક એ ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે. “ શ્રી ટાગોર.

આજે રોમાને ” બાળ ઉછેર “ વિષય પર કલબમાં ભાષણ આપવાનું હતું. તેની બહેનપણી શૈલાએ લખી આપ્યું હતું. તે ગોખવાનો તે પ્રયત્ન કરી રહી હતી. પણ તેને અઘરું લાગતુ હતું. આ શૈલા પણ ખરી પંતુજી છે..આવું બધું અઘરુ લખવાની શી જરૂર હતી ? તે કંટાળી હતી. ત્યાં જ દેવીબહેન તેની રડતી બેબીને લઇ ને ત્યાં આવ્યા. અને તે ગુસ્સે થઇ ગઇ. ‘ અરે , દેવી, આ બેબી ને અહીંથી લઇ જા. બહાર જઇ ને રમાડ. અહીં શું લાવી ? જોતી નથી.. હું કામમાં છું..’ વાંચતા વાંચતા રોમા એ બૂમ પાડી.
’ બહેન, એ તમને જોઇ ગઇ છે તેથી એને તમારી પાસે જ આવવું છે . એટલે રડે છે. ‘ .

‘ અરે, એ તો છોકરું છે. એને શું ખબર પડે ? એ યે જીદ્દી થઇ ગઇ છે. મા જ જોઇએ. ! કાલે પણ કેવું ‘મીસબીહેવ’ કરતી હતી. કોઇ પાસે જતી જ નહોતી. બસ..એક મારી પાસે જ રહેવું હતું તેને તો. બધા બિચારા કેવા પ્રેમથી બોલાવી બોલાવી ને થાકી ગયા પણ…! હવે અત્યારથી ટેવ નહીં પાડું તો બગડી જશે ને રોજ મારું જ માથું ખાશે..

એક કામ કર.જા.. એને બહાર લઇ જા. લે આ પૈસા..જોઇએ તો ચોકલેટ…આઇસ્ક્રીમ લઇ આપજે. એને તો મમ્મી નો કેડો જ નથી મૂકવો ને ! હવે તેની બધી આદતો સુધારવી પડશે . મારે હજું કેટલું કામ બાકી છે. સાંજે કીટ્ટી પાર્ટી છે ને અત્યારે કલબ માં જવાનું છે. ઉપરથી આ બધુ ગોખવાની લપ ! ચાલ,જલ્દી પાકું કરવા માંડુ. હમણા ટાઇમ થઇ જશે..

બેબીનું રડવાનું ચાલુ હતું. તેને મમ્મી પાસે જ જવું હતું. મમ્મીની વાત સાવ સાચી હતી. બેબી બગડી ગઇ હતી.!

’ દેવી, હજી અહીં શું ઉભી છે ? જા,જલ્દી…ને રડે છે કહી ને પાછી ન આવતી. તને રાખી છે શા માટે ? હું જલ્દી થોડું પાકુ કરી લઉં.’
આયા રડતી બાળકી ને લઇ ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગઇ.

” બાળક એ ઇશ્વરે માનવજાત પર વરસાવેલ પ્રેમ છે. કુદરતનું એ અણમોલ વરદાન છે. એના આંખોમાં છવાયેલ વિસ્મયને માણવું એ એક અનોખો લહાવો છે. બાળઉછેર એ ફુલ ટાઇમ પણ નહીં whole time જોબ છે. મા-બાપ બાળક ને કંઇ પણ આપી શકે તો તે સમય છે. બાળકને તમે તમારી “ આજ ”નહી આપો તો તમને એની ‘ કાલ ‘ નહીં મળી શકે. બાળક ને વાર્તા ની અવેજી માં ચોકલેટ એટલે ભવિષ્ય માં આદર ને બદલે ઉપેક્ષા….”
ઓહ ! આ શૈલા એ તો શું નું શું લાંબુ લાંબું લખ્યું છે. ચાલ, કાગળ જ સાથે લઇ જવો પડશે.
બબડતી બબડતી, રોમા ‘ બાળઉછેર ‘ પર ભાષણ આપવા રવાના થઇ..

તમે શું માનો છો… બે વરસની બેબી બગડી ગઇ હતી ? બાળઉછેર વિશે ભાષણ આપવું આસાન છે. બાળઉછેર કંઇ આસાન નથી જ.
બાળક ને આપવા માટેની સૌથી અમૂલ્ય ગીફટ જો કોઇ હોય તો તે સમય છે તેવું નથી લાગતું ?

આજે સ્ત્રી પોતાની કારકિર્દી પ્રત્યે વધુ સભાન, વધુ જાગૃત બની છે. આજે તેનું સ્થાન ફકત ઘરમાં રહ્યું નથી..અને રહેવું પણ ન જોઇએ. પરંતુ આ બધી હોડમાં કોઇના શૈશવનો ભોગ લેવાય છે.. એવું નથી લાગતું ? જરૂરિયાત હોય..આર્થિક મજબૂરી હોય ત્યાં વાત અલગ હોઇ શકે..પરંતુ જયાં એવો કોઇ પ્રશ્ન નથી ત્યાં બાળકને એનો હક્ક મળવો જ જોઇએ. બાળક કંઇ વણનોતર્યું અતિથિ નથી . બાળકના આવકારનું પ્લાનીંગ કરો ત્યારે તેના ઉછેરનું..તેને ફાળવવાના સમયનું પ્લાનીંગ કરવું પણ આવશ્યક નથી લાગતું ? અને આ જવાબદારી ફકત મા ની જ નહીં..પિતાની પણ એટલી જ છે.

હા, આપણા બાળક માટે આપણને પ્રેમ નથી તેવું નથી. પરંતુ આપણો પ્રેમ લોહીની સગાઇનો છે.સાચી સમજદારીમાંથી જન્મેલ હોય તેવું ઘણીવાર નથી લાગતું. બાળકો તરફ ઘણીવાર આપણે બેધ્યાન રહીએ છીએ..અને તે માટે આપણું દિલ ડંખે પણ છે.પરંતુ આપણે એવું આશ્વાસન લઇએ છીએ કે આખરે આ બધી દોડધામ બાળકના સુખ માટે જ છે ને ? હકીકતે આ આપણું બચાવનામુ છે. શિશુ માટે સમય કે સગવડ ન હોય ત્યારે તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક આપણને નથી જ.

બાળક તમારી મારફત આવે છે. પણ તમારામાંથી નથી આવતા. તેથી બાળકની શક્તિઓને ઓળખી, તેને તે માટેની યોગ્ય તક આપવી એ દરેક મા બાપનો ધર્મ છે.

 

11 Responses to “શૈશવની માવજત…3”

  1. neeta Says:

    સાચ્ચે જ એકદમ સાચ્ચી વાત કહી છે..
    બાળકો નું શોષણ સૌથી વધારે ઘર માં થાતુ હોય છે..
    અને પછી જ્યારે બાળક બહાર પ્રેમ ગોતવાં નીકળી પડે છે ત્યારે એ જ માતા પિતા બુમો પાડતા હોય છે કે સંગત જ ખરાબ મલી ગઈ..
    અને બાળક ને ક્યાંય શાંતી નથી મલતી..

  2. pankaj bhatt Says:

    very nice article…shaishani care levashe to future ma apani care levashe. most important thing to undrstand. ava aricles ni khub jarur che…vaarnvar ava articles vanchavathi thodi jagruti jarur ave.
    abhinandan..

  3. નીલા Says:

    બાળક તમારી મારફત આવે છે. પણ તમારામાંથી નથી આવતા. તેથી બાળકની શક્તિઓને ઓળખી, તેને તે માટેની યોગ્ય તક આપવી એ દરેક મા બાપનો ધર્મ છે.

    આજની ફેશનેબલ સોસાયટીએ સમજવા જેવી વાત કહી નીલમબેને.

  4. pravinash1 Says:

    Nilamben , this is the fact of life. When parents understand this
    it is too late. 100 0/0 TRUE

  5. સુરેશ Says:

    ‘મીસબીહેવ’ શબ્દ ગમ્યો! પણ આ કયાં મીસ?! જ્યારે આપણે વપરાશની ભાશા લખવા વાપરીએ ત્યારે લોકગીતોની જેમ લખાણ લાઈવલી બને છે!
    ભાયું ને બેન્યું….

    હું અઠાવન વરસ પછી અહીં આવ્યો ત્યાં સુધી અમારાં છોકરાં મારી પત્નીએ જ મોટે ભાગે ઉછેર્યાં હતાં. મને ખાસ સમય જ મળતો નહોતો. અહીં આવ્યા બાદ દીકરીના દીકરાઓ સાથે રહીને આ કળા શીખ્યો. સાથે સાથે મને પણ અઢળક નવું જાણવા મળ્યું - જે હું કદી શીખ્યો ન હતો.
    અને હૃદય પર હાથ રાખીને; પુરુશ છું, છતાં કહું છું કે, આ બહુ જ મોટું અને અગત્યનું કામ છે. પૈસા કમાવા મુશ્કેલ હોય જ છે. પણ જીવનનું જતન એથી પણ મુશ્કેલ કામ છે. સમાજના મોટા ભાગના પ્રશ્નોના મુળમાં ઉછેર અને શીક્ષણની ખામી જ હોય છે.

    દીદી, તમે આ શ્રેણીઓ શરુ કરીને સાચી સમાજસેવા કરી રહ્યાં છો. આશા રાખું કે, વધારે ને વધારે યુવા પેઢી આ વાંચે, સમજે અને આત્મસાત કરે.

  6. Pinki Says:

    saav sachi vaat…….. !!!
    koi ekno to bhog levay j …??
    maa ke baLak ??!!!

  7. વિશ્વદીપ બારડ Says:

    nice artilce!!

  8. Dost Says:

    it is never too late

  9. Chetan Tataria Says:

    Very True.

    I came across with one husband and wife. They got baby girl after 7 years of their marriage. so you can understand how important for that parents to have a baby and that also a “Girl”. Husband and wife both do job. Wife is having government job so she did not wanted to leave the job. From the age of one, they have put their baby in “day care”. morning when mother go to office, she drop her in Day Care and evening when she come back, she pick up her baby. So baby could meet her mom only in the evening.
    And the “parakashtha” is that in July 2005 when there was a heavy rain in Mumbai and all the train and buses were closed and the entire mumbai was flooded, the mother stuck in office and could not reach home and husband could not get any transport to reach home, he started walking and in the late night he reached home and till such time the baby was in Day Care. When I came to know about this, “mara to ruvata ubha thai gaya, sarir ma thi ek dhrujari pasar thai gayi”.

  10. નિરવ Says:

    “શિશુ માટે સમય કે સગવડ ન હોય ત્યારે તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક આપણને નથી જ.” - કદાચ આ સત્ય મને ઘણી નાની ઉંમરે સમજાઇ ગયુ હતુ. મારી પત્નીએ પણ આ વિચારને ટેકો આપ્યો હતો. પાંચ વર્ષ થઇ ગયા હતા અમને ઘર માંડે પણ અમે બાળક લાવવા તૈયાર ન હતા. અમને હતુ કે અમારે હજુ વધારે પરિપક્વ અને પગભર થવાની જરૂર છે. પણ આ સમાજ… સમાજ તો જવા દો… મારા મમ્મી પણ આ વાત સમજવા તૈયાર ન હતા. પછી તો તમે જાણો જ છો… મોં એટલી વાતો! ભગવાનની કૃપાએ અમે દ્રઢ હતા અને અમારી ઇચ્છાએ જ બાળકનું પ્લાનીંગ કર્યું.

    ચોક્કસ આવા વધારે અને વધારે લેખોની જરૂર છે. જેથી સમાજના બાકીના વર્ગો પણ પરિપક્વ બને અને મારા જેવા નવજુવાનિયાઓને તેમના તાબે ન થવુ પડે.

    આભાર!

  11. Rupesh Says:

    It is very good articles about kids.there is s good messages for young couple.there is no needs of kids ,if v don’t able to take care

Leave a Reply