ગમતી પંકિતઓ…. January 3, 2008
રૂડા કલ્પન રૂપકમાં ખોખલી હર એક વાતો છે,
મનુભાઇના સમયથી એ જ અહીં યા નાતજાતો છે.
મળે જો પ્રેમભાવે તો અમારે ચાખવા તાન્દુલ,
નહીં તો ઠોકરે આ ખલ્કની સારી મિરાતો છે.
સમયને કયાં સમય છે કે ઉભો રહીને સમય જુએ
એ દોડયો જાય છે પાછળ કરગરતી જમાતો છે.
તણખલે તણખલે સજાવીને માળો
વિખાતા રહ્યા જે ઉભા’તા અડોઅડ
તમે છો ને હું છું ને અવઢવ હૂંફાળી
સમી સાંજે દીવડી મૂકી છે ઝરૂખે
મથાળુ બની ને છપાવુ અલગ છે
સુગંધે સુગંધે છવાવું અલગ છે.
મીનાક્ષી ચંદારાણા..

મીનાક્ષીબેન આભાર, ગઝલ વારે વારે વાંચવી ગમે તેવી
સુંદર પંક્તિઓ… પહેલી ત્રણ તો એક જ ગઝલની પંક્તિઓ છે… તો આખી ગઝલ જ મૂકી હોત તો?
બાકીની ત્રણ કડીઓ પણ મજાની છે… અભિનંદન…
સરસ પંક્તિઓ..
રૂડા કલ્પન રૂપકમાં ખોખલી હર એક વાતો છે,
મનુભાઇના સમયથી એ જ અહીં યા નાતજાતો છે.
આ શેર બહુ જ ગમ્યો. મનુ મારા બહુ પ્રીય છે. હું ઘરમાં તેમનો બહુ ઉપયોગ કરું છું! હું કાંઈ કરું અને ઘેરથી (!) વાંધો પડે તો ટપ્પ નીકળી પડે
” એ તો મનુ ભગવાન કહી ગયા છે!”
પણ બ્લોગ જગતમાં મથાળે છપાવાના અભરખા કોને નથી? !
મથાળુ બની ને છપાવુ અલગ છે
સુગંધે સુગંધે છવાવું અલગ છે.
bahu saras
bahu saras !
Minaxiben, beautiful gajhal.. congrets…
Lata Hirani
આપના પ્રતીભાવો માટે ખૂબ ખૂબ આભાર. અમારી વેબસાઈટ પર આપને અમારા કાવ્યો માણવાનું નિમંત્રણ છે. http://meenanshu.tripod.com