નખશિખ સૌન્દર્ય બની ગયું,
એનો અભિશાપ..
એ નગરવધૂ જ બની શકે
કૂળવધૂ નહીં…
રાજ્ય આખાનું મનોરંજન કરી શકે..
પોતાનું નહીં!
લોકો પોતાનો થાક ઉતારવા..
ગમ ભૂલાવવા…
એના સપ્તભૂમિપ્રાસાદે પધારે..
આમ્રપાલી એનો ગમ
કયાં જઇને ભૂલાવે?
એનું અંતર કયાં જઇને ખોલે?
એના સૌન્દર્યનો થાક કયાં ઉતારે?
આમ્રપાલી..
5 Comments
RSS Feed for this entry
હ્રદય સ્પર્ષી વાત કહી
saras!
સરસ લખ્યું છે..
Jawaab chhe—Bhagwan Buddha na sharaN ma.
Dhammam SharaNnam Gachhami–………………….
સુંદર કાવ્ય… પાછળના પ્રશ્નો ત્રણવાર કહેવાને બદલે એક જ વાર કહી કાવ્ય થોડું ઓછું મુખર કરી શકાયું હોત તો કદાચ વાત વધુ ન જામત? વેલ, આ મારું માનવું છે…