કલશોર..

વૃક્ષની બહુમાળી ઇમારતમાં…
ડાળીએ ડાળીએ પંખીના ફલેટ…
એક ફલેટમાં પારેવાનું ઘૂ-ઘૂ-ઘૂ..ગુજરાતીમાં
તો બાજુમાં બુલબુલ બોલે બગાળીમાં
સુંદર ફલેટમાં સુગરી શોર મચાવે..તામિલમાં
નાના-શા ફલેટમાં ચકલી ચીંચી કરે ચાઇનીઝમાં
મેના તો ગૂંજે ગીત મરાઠીમાં
ને પોપટ બોલે પંજાબીમાં
કાગડાભાઇ તો સૌથી ન્યારા.. ઠોકમઠોક કરે અંગ્રેજીમાં…
પણ તો યે કાં ઉઠતો
એક જ સંવાદી સૂરનો કલશોર?
”ભાષાને શું વળગે ભૂર”?
નર્મદને સાંભળી ગયા છે આ પંખીઓ?
પણ..સાંભળ્યું તો આપણે યે કયાં નથી?
તો યે…..???

4 Comments

  1. 1

    gr88888888

    ગજબ ની વાતો હોય છે તમારી સાચ્ચે.

  2. 2
    manvant@aol.com Says:

    ભાષાને શું વળગે ભૂર……જે રણમાં જીતે તે શૂર !
    બધી નદીનાં પાણી સમુદ્રને જ મળે છે ને ?સમગ્ર
    પક્ષીઓનો સમુદાય અલગ ભાષામાં બોલવા છતાંય
    ગાનને મહત્ત્વ ,એક જ સંવાદી સૂરમાં અપાયું છે.
    સૌ પરમ કૃપાળુનું જ સ્મરણ કરતાં હશે ને ?આભાર !

  3. ખૂબ સુંદર અને સંવેદનશીલ રચના… કાવ્યાંતે આવતો પ્રશ્નાર્થ અર્થના નાનાવિધ કાકુ જન્માવવામાં સફળ રહે છે…

    ‘ચ’કારનો મોહ જતો કરીને એક ‘ચાઈનીઝ’ની જગ્યાએ કોઈ બીજી ભારતીય ભાષા ન લઈ શકાઈ હોત?

  4. 4
    c Says:

    very good-


RSS Feed for this entry

Leave a Comment