નાજુક રમત..

સોગઠી મારી અને તારી,નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઇએ કયારેક છાની જયોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે કયારનું,
શું થશે ? જો આ પ્રતીક્ષા મૃગ માયાવી હશે!

આપણે હમેશ કાગળના ફૂલો જેવા રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઇ ને જાઉં છું મળવા અને,
શકય છે કે એણે ઘરમાં સાંજ ચીતરાવી હશે!

છેવટે વહેલી સવારે વૃક્ષ આ ઊડી શકયું,
પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે!

કવિ: શ્રી હર્ષદ ત્રિવેદી.

2 Comments

  1. 1

    sundar gazal chhe! tamaam sher sundar chhe paN vruksh naa uDavaani vaat ekdam alag j chhe.

  2. 2
    chetu Says:

    saras rachanaa..


RSS Feed for this entry

Leave a Comment