પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નાજુક રમત.. November 17, 2007

સોગઠી મારી અને તારી,નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઇએ કયારેક છાની જયોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે કયારનું,
શું થશે ? જો આ પ્રતીક્ષા મૃગ માયાવી હશે!

આપણે હમેશ કાગળના ફૂલો જેવા રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઇ ને જાઉં છું મળવા અને,
શકય છે કે એણે ઘરમાં સાંજ ચીતરાવી હશે!

છેવટે વહેલી સવારે વૃક્ષ આ ઊડી શકયું,
પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે!

કવિ: શ્રી હર્ષદ ત્રિવેદી.

 

આજની ખાટી મીઠી.. November 17, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 3:25 pm

ભાષણના પ્રારંભમાં તાળીઓ પડે તો તે શ્રધ્ધાનો આવિર્ભાવ છે. વચમાં પડે તો ભાષણ બંધ થવાની આશાની આગાહી, અને અંતભાગે પડે તો તે દાનકર્મરૂપે..ભાષણ પૂરું થયાની હાશ..!